Patang sathe parichay books and stories free download online pdf in Gujarati

પતંગ સાથે પરિચય

વક્ર તુન્ડ મહાકાય સુર્યકોટી સમપ્રભ :!
નિવિર્ઘનં કુરુમેદેવ સર્વ કાયેષુ સર્વદા !!

શ્રી ગણેશાય નમઃ શુભ વિવાહ
તારીખ :૧૪/૧૫ જાન્યુઆરી


ચિ. પતંગલાલ
ના શુભ લગ્ન
ચિ. દોરીબેન


વેલ પ્રસ્થાન .
તા. ૧૪-૦૧-૨૦૧૯, સોમવાર
સવારે 6-૩૦ કલાકે
ધાબા મુકામે થી નીકળી આકાશ મુકામે જશે.

ગણેશ સ્થાપના/મંડપ મુહુર્ત
તા - ૧૪-૦૧-૧૯
સોમવારે સવારે ૬ કલાકે
ગ્રહ શાંતિ
તા - ૧૪ -૦૧-૧૯
સોમવારે ૭;૩૦
બળવો /યજ્ઞ પવિત્ર
તા - ૧૪ -૦૧-૧૯
સોમવારે ૨:૦૦

ભોજન સમારંભ
તા - ૧૪ -૦૧-૧૯
સોમવારે ૧૨:૩૦ થી આપના આગમન સુધી
ભોજન સ્થાન ધાબે રાખેલ છે.

હસ્ત મેળાપ
તા -૧૫ -૧-૧૯
મંગળવાર
રાત્રે ૭ કલાકે
ધાબા મુકામે


ટહુકો
તલ ચીક્કી કહે શેરડી ને બોલાવો મેહમાન ને ત્યા નાનો ભઇલુ ચોકલેટ , અને અમારો વ્હલો , તલની લાડુડી , અને બોર યાદ કરે છે કે અમાલા દીદી ના લગ્ન મા જ્લુલ જ્લુલ આવજો

સ્નેહ શ્રી...........,...................................................
સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે અમારાં કુળદેવી માતાજી મી અસીમ કૃપા થી ગામ વાદળ નિવાસી શ્રી પવનદેવ ઇન્દ્રદેવ ના સુપુત્ર
ચિ. પતંગલાલ ના શુભ લગ્ન ચિ. દોરીબેન
ગામ ખેતર નિવાસી કપાસ કુમાર ના સુપુત્રી સાથે
વિક્રમ સંવત ૨૦૭૫ અશ્વિની શુદ નોમ તા : ૧૪-૦૧-૧૯ ને સોમવાર ના શુભદિને છે. તો આ શુભ પ્રસંગે નવદંપતિ ને અંતર શુભ કામના આપવા આવજો .

તારીખ -૧૪ મી જાન્યુઆરી એ મામા વરુણ દેવ ને સંદેશો આપજો કે મામા તમારી ભાણી નુ મામેરુ કરવા જરૂરથી આવજો . ઢોલ ઢમક્યા ને વર વહુ ના હાથ મળ્યા . કંકુ ઠાળી મા હાથ મળ્યા . સહર્ષ સાથે જણાવવા નુ કે અમારા લગ્ન માં આવતા પેહલા યાદ રાખવુ કે અમારા ત્યા ચાઇના ભાઇ ની પ્રથા બંધ કરી છે . જેથી તેવો કેમ નથી આવ્યા તેવુ કોઇએ આવી ને પુછવુ નહી . અને શેરડી ભાભી ના લાડ તો તમને યાદ જ હશે અને અમારા ચીક્કીદીદી નો શંદેશો સાંભળજો.

ભોજન સમારંભ ૧૨ વાગ્યા પછી પોત પોતાના ધાબા મુકામે રાખ્યો છે .અને મેનુ મા ઉંધયુ હોવાથી કોઇએ પુછવુ નહી અને સમયસર આવી જવુ પછી કેહતા નહી કે અમને ના કિધુ .

જાન પક્ષ માટે ખાસ સુરત થી શીવમ નો ૯ તાર ની ૧૦૦૦૦ વાર ની ફીરકી કરીયાવર મા આવી છે. આ લગ્ન મા આવનાર ને ચીક્કી દીદી તરફ થી સંદેશ છે . લગ્ન મા કબુતર કાકી , ચકલી માસી આવવા ના છે .સવારે વેહલા તો ધાબા ઉપર થોડા મોડા જજો જેથી તેવો ને રસ્તા મા ટ્રાફીક ના નડે અને તમારા દોરા સાંજે દાદી ને આપી દેજો તેના લચ્છા બનાવી .

ક્યાક કબુતર કાકી નો અક્સ્માત ના થાય તેનુ ધ્યાન રાખજો અને જો અક્સ્માત તેમને દવાખાને લઇ જજો અને રસ્તા પર મોટો વાહડો લઇ ને પંતગ લુટવા જતા નહી . તમારા વ્હાલા પતંગલાલ ને દોરીબેન ના લગ્ન મા જરૂર આવજો .

લગ્ન પુરા થાય પછી બને ત્યા સુધી તમારા તમામ દોરા લઇ લેજો જોજો કોઇ તેના જાળ મા ના આવી જાય . આ ઉત્સવ આપડે બધા પ્રેમ થી ઉજવીશુ તેની ના નથી પણ જો તમારી એક પંતગ થી કોઇ પક્ષ્રી ઘાયલ નો થઇ જાય અને તે પક્ષી પણ કોઇક બાળક ની માં છે . તેવુ વીચારી અને સાવચેતી થી પંતંગ ઉડાડજો કેમ કે તે પક્ષી ને પણ ઉડવા નો અધીકાર છે. બસ મારુ આ નાનક્ડુ કામ કરજો અને જો વિચાર સારો લાગે તો શેર કરજો .

ઉડતા તો વો ભી થા કભી
આસમાન મે પર તેરી એક દોર છે .
ફીર કભી વો ઉડ નહી પાયા કોન
જાન શકા હોંગા ઉસકે દીલ કી બાત
તુમ અપના ભી ખ્યાલ રખના ઔર
ઉસકે સામને ભી દેખન વો ભી કીસીકા બેટા
યા માં હોંગી તો SAVE BIRD LIFE

લી . હેપ્પી