Nishaan chuk maaf books and stories free download online pdf in Gujarati

નિશાન ચૂક માફ, નહી માફ નીચું નિશાન

નિશાન ચૂક માફ, નહી માફ નીચું નિશાન

સતત વહેતી જીવનની ઘટમાળમાં આપણે ધીરે ધીરે ગોઠવાઈ જઈએ છીએ. સુરજ જેમ તેના સમયે ઉગવાનું ભૂતો નથી તેમ આપણે પણ સમય મુજબ કામ કરવાનું અને સુઈ જવાનું ભૂલતા નથી. ઘણીવાર એટલે જ આપણે જ્યાં હોઈએ ત્યાં જ વર્ષો પછી પણ ઉભા હોઈએ એવું બની શકે. સમય સતત ચાલતો રહે, વહેતો રહે પણ અઆપ્ને તેની સાથે ચાલતા જ હોઈએ કે બદલાતા જ હોઈએ એવું હોતું નથી. વળી જીવનમાં સફળ થવા માટે સતત ચાલતા રહેવું અને કઈક કરતા રહેવું અનિવાર્ય છે. આપણે મોટું સ્વપ્ન જોવા ટેવાયેલા છીએ પણ તે સ્વપ્નને પૂર્ણ કરવા માટે નાના નાના ધ્યેય ને નક્કી કરવાનું આવડતું નથી. આપણને સ્કુલ કે કોલેજમાં શીખડાવવામાં આવે છે કે જીવનમાં ધ્યેય(ગોલ) તો હમેશા ઉચ્ચ જ રાખો એટલે કે Aim High. હવે તો સોશિયલ મીડિયા પર અને વોટ્સ અપમા માગો એટલા અને એવા સૂચનો સફળ કેમ થવું તેના મળે છે અને છતાં આજે દરેક યુવાનને મોટીવેશનની જરૂર જણાય છે. યુટ્યુબ પર વિડિયોનો ખજાનો છે કે “ઉચ્ચ ધ્યેય પ્રાપ્ત કેમ કરવું?” અને છતાં કોઈને એક નાનું કામ પૂર્ણ કરવામાં પણ તકલીફ પડે છે તે આજની ખરી વાસ્તવિકતા છે. તમે જે દિવસે જુઓ છો તે દીવા સ્વપ્ન અને જે મેળવવા માટે ઊંઘ ઉડી ગઈ છે તે સ્વપ્નને પ્રપ્ત કરવાનો સરળ માર્ગ એટલે નાના નાના ધ્યેયમાં તેને વિભાજીત કરવું. મોટાભાગના યુવાનો સફળ થવા માટે ઉચ્ચ ધ્યેય નક્કી કરી શકતા નથી અથવા તેનો યોગ્ય મર્મ સમજી શકતા નથી. જીવનમાં કે કારકિર્દીમાં સફળ થવું એટલે તમે જ્યાં ઉભા છો અને તમારી પાસે જે છે તેનાથી દસ કદમ આગળ તમને શું જોઈએ છે તે નક્કી કરવું તે.

ઉચ્ચ ધ્યેય એટલે હિમાલયના એવરેસ્ટ પર પહોચવાનું આયોજન કરવું એમ નહી પરંતુ અહી ઉભા છો તો નજર એવરેસ્ટ પર પહોચવાની અને આયોજન પહેલા ચોટીલા ડુંગર ચડવાની. આપણે ધ્યેય નક્કી કરીએ તો એવો જેના વિશે વિચારીને રોમાંચિત થઇ શકીએ પણ જો કોઈ પૂછે કે તે પ્રાપ્ત કરવા શું કરશો ? તો જવાબ મળે કે “હજુ વિચાર્યું નથી”(ખીખીખી). જી હા આજનો યુવાન સોશિયલ મીડિયા પર બીજાની સફળતા જોઇને ઉત્સાહિત થઇ જાય છે પણ બીજી જ ક્ષણે પાણીના પરપોટાની જેમ તે ઉત્સાહ ઓગળી પણ જાય છે. માટે ઉચ્ચ ધ્યેય નો ઉદેશ્ય એ છે કે તમારી નજર શ્રેષ્ઠ મેળવવા પર હોય પણ આજે શું કરશો તેનું આયોજન કરી ધ્યેયને હાસિલ કરવાની હામ હોવી જોઈએ. તમારા ધ્યેય સુધી પહોચવા દરરોજ તમારી જાતને મોટીવેટ કરવી પડશે અને તેના માટે તમારા વિચારો પણ સક્ષમ હોવા જોઈએ. તમારી માટે ક્યારેય નબળું વિચારશો નહી બસ યાદ રાખો કે” નિશાનચૂક માફ પણ નીચું નિશાન નહી માફ.” ઉચ્ચ ધ્યેયને હાસિલ કરવા માટે આજે અને અત્યારે શું કરશો તે નક્કી હોવું જોઈએ. જો એક ક્લાર્ક છો તો તમારા વિભાગમાં હવે પછી કઈ પોસ્ટ છે? અને તમે કઈ કુશળતા આ વર્ષે મેળવશો તે પણ ઉચ્ચ ધ્યેય નક્કી કર્યો એવું જ સમજો. જો તમને કોફી પીવી ગમે છે તો ક્યારેક તમાર બર્થ ડે ના દિવસે તાજ માં તમે ચા પીશો એવું ધ્યેય રાખો તો માત્ર તેને જ ઉચ્ચ ધ્યેય કહેવાય નહી પરંતુ આજે તમે જે છો અને તમારી પાસે જે છે તેમાં કઈક વધારો કરો તેવું ધ્યેય ચોક્કસ રાખી શકાય. તમે જે કઈ કરો તે બેસ્ટ જ કરશો તેવું પણ ધ્યેય નક્કી કરી શકાય જેથી કોઈ તમારી કક્ષાએ કામ કરી શકશે નહી. તમે જે મેળવવા ઇચ્છતા હો તે બેસ્ટ જ મળે તેવા વિચારો જ તમને તે દિશામાં આગળ વધવાની પ્રેરણા આપશે. ધ્યેય નક્કી કર્યા પછી સૌથી મહત્વની વાત એટલે તેને મેળવવા માટે કેટલો સમય, ફંડ અને સહયોગ લોકોનો જોશે તે નક્કી કરવું પડે. માત્ર વિચારવાથી કે સાંભળવાથી જે જોઈએ તે મળી જતું નથી પણ મેહનત અને લગન હોવી ખુબ જરૂરી છે. તમે “સિક્રેટ” પુસ્તક વાચ્યું જ હશે અને તેમાં કહેવાયેલી વાત ઘણા પાસેથી સાંભળી હશે કે તમે જે વિચારો તે પ્રાપ્ત કરી શકો છો. વિચારને જયારે તમે કોઈ પેપર પર લખો છો ત્યારે બીજા અનેક સવાલો તમારા વિચારોમાં આવશે અને તેના જવાબ લખવાથી તમારા ધ્યેય સુધી પહોચવાનો માર્ગ નક્કી થશે. તમારું ધ્યેય જયારે ખુબ મોટું અને ઉચ્ચ હોય છે ત્યારે તમે ત્યાં જ પહોચો કે નહી પણ તમે એક એવા મુકામ પર જરૂર પહોચો છો જે તમને સફળતાની લાગણી આપે. આપણે ત્યાં કહેવત છે કે “સંકલ્પ વિના સિદ્ધિ નહી” અને તેનો અર્થ પણ એ જ થાય છે કે જે મેળવવું છે તેના માટે એક મુકામ્ન્ક્કી કરો એટલે કે ધ્યેય નક્કી કરો જેથી તમારા વિચારોને એક યોગ્ય દિશા મળે અને તે જે દિશામાં કાર્ય કરે. વળી ધ્યેય ઉચ્ચ રાખવાથી તમે તેના અડધે રસ્તે તો પહોચશો જ એટલે તમને કઈ ન મળવાનો કે ખોટી મેહનત કરવાનો અફસોસ નહી થાય. શાહરુખખાન ની એક ફિલ્મ નો ડાયલોગ યાદ જ હશે “ તુમ કિસી ભી ચીઝ કો સિદ્દ્ત સે ચાહો તો પૂરી કાયનાત ઉસે મિલાને કે લીએ આપકી મદદ કરતી હૈ” કારણકે આપણું મન અને મગજ કોઈ એક વસ્તુ મેળવવા માટે સચેત થઈને કાર્ય કરે છે જેથી તે જ્યાં જુએ ત્યાં તેને પોતાની મંઝીલ જ દેખાઈ.

વ્યક્તિને ઈશ્વરે અમાપ શક્તિ આપી છે બસ તમારે તેનો ઉપયોગ કરવાનો છે અને જો તમે એ નથી કરતા તો ભૂલ તમારી છે અન્ય કોઈની નહી. આજે શિક્ષણ મેળવ્યા બાદ સાચી જરૂર કોઈ દિશા નક્કી કરવી એ છે પણ આપણે અન્ય લોકોના દોરવાયા, કોઈ ટોળામાં ભળી જીએ છીએ અને જો કઈક અલગ કરવાની તમન્ના હોય તો અન્યથી અલગ ધ્યેય પસંદ કરવાની હિમ્મત કરો. રસ્તો નહી હોય તો બનાવો , મુશ્કેલી આવે તો ઉપાય શોધો પણ જે જોઈએ છે તે મેળવીને જ રહેવામાં, જીવનનો રોમાંચ સમાયેલો છે. તમારા ધ્યેયથી જે ડગાવે તેવા લોકો અને સંજોગોથી દુર રહેવાનું પસંદ કરો. જેમ અર્જુનને માછલીની એક આંખ જ દેખાતી હતી તેમ તમને તમારું ધ્યેય દેખાય એટલે તમે સફળ થવાના માર્ગ પર ૫૦% રસ્તો પસાર કરી લીધો એમ કહી શકાય. રસ્તો ક્યારેય મુશ્કેલ નથી હોતો બસ આપણો વિશ્વાસ અને હિમ્મત ઓછા હોય ત્યારે આપણું મન ડગી જાય છે અને આપણે જે જોઈએ છે તે છોડવા માટે કે હાર માનવા માટે તૈયાર થઇ જઈએ છીએ. કોઈ વ્યક્તિની હિમ્મત પાસે એવરેસ્ટ જેવો પહાડ પણ નાનો એમ જ નથી લાગતો કારણકે માનવીમાં એ અખૂટ તાકાત સમાયેલી છે. તમારી શક્તિ કે તાકાતને ઓળખવાનો એક માત્ર સરળ માર્ગ એટલે તમારો ઉચ્ચ ધ્યેય, તો વિચારો ઓછું અને નક્કી કરો આજે જ કે તમારે શું જોઈએ છે ? તમે ક્યાં પહોચવા માગો છો? “મુસાફિર કો રસ્તા મિલ હી જતા હૈ,બસ તું એકબાર ઘર સે નીકળ તો સહી”. સમજો તમે તમારી કર્કીદીના કોઈ એક પડાવ પર પહોચવા માગો છો તો ઘરેથી તો નીકળવું જ પડશે અને તેના માટે કોઈ એક ધ્યેય નક્કી કરવો પડશે.

***

Share

NEW REALESED