Aankho ke chashmani frem books and stories free download online pdf in Gujarati

આંખો કે ચશ્માની ફ્રેમ : જીવનમાં મહત્વનું શું છે?

આંખો કે ચશ્માની ફ્રેમ : જીવનમાં મહત્વનું શું છે?

“જીવન “ શબ્દ ખુબ નાનો, પણ તેને સમજવું અઘરું, ખરુંને? ઘણા લોકો માટે દરરોજ પસાર થતા દિવસો પણ જીવન જ છે અને ઘણા માટે કૈક કરી બતાવીને સફળ થવું એ જ જીવન હોય છે. દરેક વ્યક્તિ પોતાની રીતે જીવનની વ્યાખ્યા કરી શકે છે પણ એક વાત ચોક્કસ સ્વીકારવી પડે કે આપણે આજે જે નિર્ણય લઈએ છીએ, જે પસંદગી કરીએ છીએ તેના આધારે આપણી આવતીકાલનું નિર્માણ થતું હોય છે, એટલે કે જીવન એવી રીતે પસાર થવાનું હોય છે. તમે આજે શું કરો છો તેના પરથી તમારું ભવિષ્ય શું હશે તે નક્કી કરી શકાય છે. તમે જે કોઈ નિર્ણય લ્યો છો તેમાં તમારા વિચારોનો ફાળો ખુબ જ મોટો હોય છે. આપણે એક મોટો નિર્ણય લેવા માટે ઘણા નાના નિર્ણયો લઈએ છીએ પણ અફસોસ કે આપણે મોટી વસ્તુ કે ઘટના ને યાદ રાખીએ છીએ અને નાની બાબતોને ભૂલી જઈએ છીએ, તેને એટલું મહત્વ આપતા નથી. તમે સાયકલ, બાઈક કે કાર ખરીદી હશે તેની તારીખ યાદ હશે પણ આ જ વાહનને સાચવતી ચાવીને રાખવા માટે કોઈ કીચેઈનની ખરીદી કરી હશે તેની તારીખ યાદ નહી હોય. આપણે જીવનમાં બનતી નાની ઘટના કે નિર્ણય તરફ ધ્યાન નથી આપતા પરંતુ તેમાંથી આપણી સાથે બની શકે તેવી મોટી ઘટના નો ઈશારો મળતો હોય છે. આપણે નાની વસ્તુ ની ખરીદી માટે ઉત્સાહિત પણ નથી હોતા અને તકેદારી પણ રાખતા નથી કારણકે આપણે આપણા મનમાં ઉઠતા નાના સવાલો તરફ ધ્યાન નથી આપતા. કોઈ વિચાર બહુ મુલ્યવાન હશે તો જ આપણે તેને યાદ રાખીશું. આપણા વિચારોની અસર સીધી આપણા નિર્ણયો પર થતી જ હોય છે. આપણે કોને કેટલું મહત્વ આપીએ છીએ અથવા આપવું જોઈએ તે આપણા વિચારોથી જાણી શકાય છે. તમારા દરેક નિર્ણયમાં તમારી પસંદગી દેખાઈ આવે છે. તમારા જીવનમાં શું મહત્વનું છે તે પણ તમારા નિર્ણયો પરથી માપી શકાય છે અને જો તમને ખબર ન હોય તો તમારી જાત તપાસ કરો અને જરૂરી ફેરફાર કરવા જોઈએ. આપણે જેમ વહન જેટલું મહત્વ તેની ચાવીના કીચેઈનને નથી આપતા એમ ચા જેટલું મહત્વ તેની કીટલીનું નથી હોતું એવી રીતે કઈ વસ્તુ શેના માટે છે અને તે વસ્તુ મહત્વની છે કે તેનો ઉપયોગ?, એ પણ અઘરો સવાલ છે. એકવાર એક મિત્ર સાથે વાત થઇ તો જાણવા મળ્યું કે તેને નંબરના ચશ્માં છે પણ તેને બ્રાન્ડેડ વસ્તુ જ ગમે છે એટલે ચશ્માં બનાવવા માટે જે ફ્રેમ લેવી છે તેના પૈસા ભેગા કરી રહ્યો છે અને ત્યાં સુધી એ ચશ્માં નહી પહેરે. શું તમે પણ મારા આ મિત્રની જેમ આંખોની ઉપયોગીતા કરતા તેને સાચવતા ચશ્માની ફ્રેમને મહત્વ આપો છો?

આ પ્રશ્નનો જવાબ જલ્દી નહી મળે પણ શાંતિથી વિચારજો કે તમારા માટે શું મહત્વનું છે? તમે કોઈ નિર્ણય લેવા માટે શેને મહત્વ આપો છો? તમે એવા કોઈ વ્યક્તિ જોયા છે જે એવું વિચારતા હોય કે મારે મારા બાળકોને સારી જ સ્કુલમાં ભણાવવા છે માટે જયારે મારી પાસે એટલા પૈસા થશે ત્યારે જ હું મારા બાળકોને સ્કુલે મોકલીશ, ચોક્કસ તમારો જવાબ “ના” જ હશે. શું તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો ખુબ હોશિયાર હોય તેવા જ ડોક્ટરની રાહ જોઇને દવા લેશો જ નહી? ટુકમાં જયારે જે વધુ મહત્વનું હોય તે સમજતા અને સ્વીકારતા શીખો તો જ જીવન સરળ થાય. કોઈ વસ્તુ મેળવવા માટે ધ્યેય ચોક્કસ નક્કી કરો પણ તેને પામવા માટે વર્તમાનમાં નુકસાન કરવું યોગ્ય નથી. એક વ્યક્તિને બોમ્બેની મોંઘી હોટેલમાં નિયમ મુજબ કાર વગર પ્રવેશ આપવામાં આવ્યો નહી એટલે તે વ્યક્તિએ તે જ દિવસે પોતાની જાત માટે ધ્યેય નક્કી કર્યો કે તે એકદિવસ કાર લઈને અહી જ આવશે અને પ્રવેશ મેળવીને રહેશે.પછી આ વ્યક્તિ પોતાના ધ્યેયને અચીવ કરે છે પણ જીવનમાં મહત્વનું ક્યારે શું છે એ સમજવું પડે જેમ કે પાણીની તરસ લાગી હોય ત્યારે બિસલેરીની બોટલ મળે તો જ પાણી પીવું એમ ન હોય પણ જ્યાં પાણી મળે ત્યાં પી લેવું જોઈએ અને એ જ યોગ્ય કહેવાય. તમને ક્યાં સમયે શું મહત્વનું છે તે નક્કી કરતા આવડી જાય તો જવન સરળ થઇ જાય. એવી જ રીતે બ્રાન્ડેડ ચશ્માની ફ્રેમ કરતા આંખો વધુ મહત્વની છે માટે જો કાલે તમે મોંઘી ચશ્માની ફ્રેમ લેશો ત્યારે એવું બને કે તમારી આંખો જ ન હોય અને એવું થાય તો ચશ્માની ફ્રેમનું કોઈ મહત્વ નહી રહે. માટે ચશ્માની ફ્રેમ કરતા આંખો વધુ મહત્વની છે જે નહી હોય તો નુકસાન છે માટે આજે જેવી ફ્રેમ લઇ શકો તેવી લઈને આંખોની જાળવણી કરવી તમારા માટે અગત્યનું છે અને જો તમે આ સમજી શકો છો તમારા જીવનના ઘણા પ્રોબ્લેમ આમ જ ઓછા થઇ જશે.

તો શું તમે તમારા વ્યવસાય કે જોબમાં આવા પ્રકારના યોગ્ય નિર્ણય તો નથી લેતા ને ? ચકાસો કે તમારા માટે વધુ જરૂરી શું છે? કઈ વસ્તુ વધુ ઉપયોગી કે અનિવાર્ય છે જેનાથી તમને આજે અને ભવિષ્યમાં નુકસાન થઇ શકે છે? દરેક નિર્ણય લેવો એ આપણા હાથની જ વાત છે માટે વિચારો અને તમારી પસંદગી બદલાવો જો જરૂર પડે તો!

કોઈ પણ ડોક્ટર તમારા હેલ્થની તપાસ કરી શકે પરંતુ તમારા મન અને વિચારોને તો તમે જ જનતા હો માટે તેની ચકાસણી તમારે જાતે જ કરવી પડે. તમારા વિચારોને અન્ય લોકો વાંચી શકતા અને કોઈ પાસે એવો સમય પણ નથી. ક્યાંક તમે જે હાથમાં છે તેને ગુમાવીને કઈક મેળવવા માટે તો રાહ નથી જોતા ને ! કામ કરો તો પૈસા મળે પણ જો કામની રાહમાં બેસી ન શકો તેવી રીતે જે છે તેને સાચવો તો જે જોઈએ છે તે કદાચ મેળવી શકો. તમે કોને મહત્વ આપશો: આંખોને કે આંખોને સાચવતા ચશ્માની ફ્રેમને ? જીવનમાં નિર્ણય લેવા અને તેની માટે પસંદગી કરવી એ સંપૂર્ણ આપણા હાથની જ વાત છે અને જો તેમાં આપને જાગૃત નથી તો નુકસાન ખુદને જ થાય છે અને આપણે દોષ અન્યને આપીએ છીએ. તમારી પસંદગીનું લેવલ અને જરૂરિયાત સમજો એટલે ભવિષ્ય આપોઆપ બદલાશે. સમય કે વ્યક્તિના જતા રહ્યા પછી તમે ગમે તેટલી મેહનત કરશો તો પણ તે પાછું નહી મળે જેમ એકવાર આંખોને નુકસાન થઇ જાય પછી તમે આંખોને સારી કરી શકતા નથી. બધું જ ગુમાવેલું પાછું મળતું નથી પણ અમુક વસ્તુઓને સાચવી લેવી સમજદારી કહેવાય છે. રાજપુરની એક ફિલ્મનું ગીત આજે પણ ખુબ પ્રખ્યાત છે અને તમે પણ સમજી શકશો, “ સમજનેવાલે સમજ ગયે, ના સમજે વો અનાડી હૈ”. સારી જ વસ્તુ લેવીએ બધાની ચોઈસ હોય પણ તેની રાહ એટલી ન જોવી કે તે હોય તો કઈ ફર્ક ન પડે.

જીવનમાં સફળ થવા માટે એક અનિવાર્ય ગુણ એટલે સમયસર નિર્ણયો લેવા તે અને જો નિર્ણય ખોટો લેવાઈ ગયો છે તો તેને સુધારવાની તૈયારી કરવી તે. સ્મ્જ્નેવાલે કો ઈશારા કાફી હૈ.

***