Dil ka rishta - a love story - 17 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 17

દિલ કા રિશ્તા A LOVE STORY - 17


ભાગ- 17
બધા હસી મજાક માં પોતપોતાની ધૂન માં હતા પણ બે આંખો અત્યારે આંસુ થી છલકાઈ રહી હતી એ હતી રશ્મિ..
રશ્મિ ને રોહન ના પ્રેમ ના એકરાર માં સચ્ચાઈ હોવાનો જાણે ભાસ થઈ ગયો હોય એમ એ દુઃખી થઈ ગઈ હતી કારણ કે એ રોહન ને ઓળખતી હતી ત્યાં સુધી એ કોઈ ગોખેલો ડાયલોગ તો નહોતો જ બોલતો તો શું રોહન સાચે જ..... ના ના એવું તો કેમ બની શકે રોહન તો પહેલીવાર મળ્યો એને અને એવું કંઈ હોઈ તો એ મને જરૂર કહે જ પણ રોહન જે રીતે બધું કહી ગયો એ એને સમજાય રહ્યું નહોતું પણ દિલ માં એક ભેદી ડર ઉઠ્યો હતો રોહન થી દુર થવાનો ડર, રોહન ને ખોઈ બેસવાનો ડર અને એ ડર ને કારણે એની આંખો માં આંસુ આવી ગયા હતા જે કોઈ ને ખબર પડે એ પહેલાં જલ્દી એને લૂછયા અને બધા સાથે સામેલ થઈ ગઈ..હસી મજાક નો દોર અવિરત ચાલુ હતો હવે બધા જમી અને ઘર ની અમુક સ્ત્રી ઓ ને મહેંદી બાકી હતી તો બધા જમવા જાય છે પૂજા ના હાથ માં મહેંદી મૂકી હોવા થી તેજલ એને જમવા માં મદદ કરવા જાય છે રોહન ની નજર તેજલ ને શોધે છે એ બધી બાજુ ગોતે છે ત્યાં રશ્મિ એની સામે શીરા નું બાઉલ ધરે છે
રોહન ચમકી ને કહે ઓહ હાય રશ્મિ..
રશ્મિ કહે કોને શોધે છે ?
રોહન વાત બદલાવતા કહે અરે કઈ નઈ બસ ભૂખ જ લાગી હતી અને તું લઈ ને આવી ગઈ
રશ્મિ કહે હા તારો મનપસંદ શિરો લઈ આવી છું અને ડીશ પણ ચાલ જમી લે
રોહન કહે ડીશ તો લાવી પણ ભૂલ થી ખાલી ડીશ જ લઇ આવી તું આમાં કાઈ છે તો નહીં
રશ્મિ : હા તું બેસ હું લઈ આવું છું ..
રોહન ટેબલ પર બેસે છે રશ્મિ જમવાનું લેવા જાય છે તેજલ પણ પૂજા માટે ડીશ બનાવી રહી છે તે રશ્મિ ને જોતા સ્માઈલ કરે છે રશ્મિ ખોટું ખોટું થોડું હસી દે છે કેમકે ખબર નહિ એને તેજલ હવે પસંદ નહોતી આવી રહી ત્યાં પૂજા મહેંદી મુકવા આવેલી છોકરી ને તેજલ અને રશ્મિ ઉભા હતા એ બાજુ ઈશારો કરી કહે છે કે આ મારા ભાઈ ની દુલ્હન છે એને મસ્ત મહેંદી મૂકી અને રોહન લખી આપજે એના હાથ માં...
મહેંદી વાળી એ કહ્યું ચોક્કસ એટલું કહી પૂજા ને કોઈ બોલાવે છે તો જાય છે મહેંદી વાળી જોવે ત્યાં રશ્મિ અને તેજલ બેય છે એ વિચારે છે કોના હાથ માં નામ લખવાનું છે અહીંયા તો બે વ્યક્તિ છે થોડી વાર વિચાર્યા પછી પોતાને જ ટપલી મારી કહે અરે પાગલ આટલું પણ ના સમજી કે કોણ હોઈ હા એજ હોઈ ને...

જમી અને રશ્મિ તેજલ અને જે બાકી હોઈ એ બધી જ સ્ત્રીઓ મહેંદી મુકાવા બેસે છે મહેંદી વાળી એ રશ્મિ ના હાથ માં ખૂબ જ સરસ મહેંદી મૂકી આપી હવે વારો હતો તેજલ નો. એના હાથ માં મહેંદી મુકવાની શરૂ કરી હસી મજાક નો દોર હજી ચાલુ જ હતો તેજલ બધા ને એના અને પૂજા ના અમુક કિસ્સા ઓ સંભળાવી હસાવી રહી હતી મહેંદી વાળી એ એના હાથ માં પણ ખૂબ જ સરસ મહેંદી મૂકી આપી અને એક દિલ બનાવ્યું અને લખ્યું રોહન અને પૂછ્યું મેડમ તમારું નામ શુ છે તેજલ તો પોતાની જ ધૂન માં હતી એને જવાબ આપ્યો કે મારું નામ તેજલ મહેંદીવાળી એ રોહન સાથે તેજલ લખ્યું અને તેજલ ને કહ્યું જુવો તેજલ અને રોહન... તમારું બેય નું નામ સાથે કેટલું સરસ લાગે છે.. મહેંદી વાળી એ આમ કહેતા બધા સ્તબ્ધ થઈ એની સામે જોવા લાગ્યા રશ્મિ કહે શુ? તેજલ અને રોહન નું નામ?? મહેંદીવાળી કહે હા મેડમ. તેજલ કહે મારા હાથ માં તે રોહન લખ્યું?? હા મેડમ... કેટલું સરસ લખાણું છે જોવ ને તમારી અને રોહન ભાઈ ની જોડી ખરેખર રબ ને બનાઈ જોડી છે ભગવાન તમારી જોડી હમેશા સલામત રાખે.. આ વાત સાંભળી બધા સ્તબ્ધ થઈ જાય છે પણ ત્યાં થી પસાર થતો રોહન આ વાત સાંભળે છે એના દિલ ના તો તાર ઝનઝણી ઉઠે છે એને તો મહેંદીવાળી જાણે ભગવાન લાગી રહી છે એ મજાક ના મૂડ માં ઉપર જોઈ મન માં બોલે છે ભગવાન મારુ નહિ તો આનું તો સાંભળજે જ .. ત્યાં જ અજય એને મહેમાનો ને મુકવા જવા માટે બૂમ પાડે છે અને રોહન જાય છે પૂજા મહેંદીવાળી ને પૂછે છે તને તેજલ ના હાથ માં કોને રોહન લખવાનું કહ્યું ... અરે મેડમ તમે જ તો કહ્યું હતું કે આ મારા ભાઈ ની દુલ્હન છે એના હાથ માં લખજો ત્યારે ત્યાં આ બન્ને મેડમ હતા અને રોહન ભાઈ એ તેજલ મેડમ ને પ્રોપોઝ કર્યું તો મને એમ કે એજ હશે ને
પૂજા: અરે ના પાગલ તેજલ નહિ પણ રશ્મિ એની દુલ્હન બનવાની છે ટુક સમય માં.. એટલે મેં એના હાથ પર લખવાનું કહ્યું હતું
તેજલ ને તો આ સાંભળી જાણે 440 વૉટ નો કરન્ટ લાગ્યો શુ રશ્મિ રોહન ની દુલહન બનવા ની છે ખબર નહિ કેમ પણ આ વાત જાણી એને અંદર થી થોડી તકલીફ થઈ એને શા માટે એ ના ગમ્યું એ પોતે પણ જાણતી ન હતી એને મન માં બોલી હા તો શું થયું એ થવાની હોઈ તો એમાં તને કેમ તકલીફ થાય છે?? ક્યાંક.... ના.. ના... એવું કંઈ નથી... પણ ... તો...
મહેંદીવાળી આટલું સાંભળી છોભીલી પડી ગઈ: મને માફ કરજો મને એમ કે આ મેડમ એના દુલ્હન છે પૂજા એ કહ્યું વાંધો નહિ ભૂલ માણસ થી જ થાય જે થયું એ હવે એના હાથ માં થી રોહન નું નામ ભૂંસી નાખ તેજલ ને એ નામ મિટાવા ની ખબર નહિ ઈચ્છા નહોતી પણ એ બોલી ના શકી મહેંદીવાળી એ કોશિશ કરી પણ ત્યાં રંગ લાગી ગયો હતો તો તેજલ એ કહ્યું રહેવા દો નથી ભૂસવું!!! મતલબ હવે બધું બગડશે એ નામ નથી મિટાવું ભલે રહ્યું.. પૂજા એ કહ્યું ઠીક છે પણ રશ્મિ ના હાથ માં તો લખી દે મહેંદીવાળી એ કહ્યું કે એના હાથ પર એવી ક્યાંય જગ્યા નથી કે રોહન નું નામ ઉમેરી શકું રશ્મિ એ કમને કહ્યું કે વાંધો નહિ ચાલશે...

મહેંદી ફંકશન પૂરું થઈ ગયું હતું બધા મહેમાન ઘરે ચાલ્યા ગયા હતા અમુક અંગત મહેમાન ને રોહન અને અજય ગાડી માં મૂકી આવ્યા હતા પૂજા એ કહ્યું તેજલ તું અહીંયા જ સુઈ જા મારી સાથે પણ તેજલ ના પાડે છે " ના પૂજા આજ નહિ આજ હું ઉતાવળ માં આવી તો કઈ જ સાથે લાવી નથી કાલ ના અને બીજા બધા ફંકશન ના કપડાં પણ ઘરે છે હું કાલ એ લઈ ને આવી જઈશ પણ આજ જવું પડશે "
પૂજા એ કહ્યું ઠીક છે રોહન તને ડ્રોપ કરી જશે એ રોહન ને બોલાવે છે રોહન તું તેજલ ને ડ્રોપ કરી આવીશ પ્લીઝ! રોહન આછેરા સ્મિત સાથે હા પાડે છે પણ ચાવી અજય પાસે હોઈ છે એ ફોન કરી ચાવી મંગાવે છે એટલી વાર માં તેજલ ની પીઠ પાછળ કાઈ સળવળે છે તેજલ જોર થી ચીસ પાડી ઉઠે છે પૂજા...પૂજા.. મારી પીઠ પર કઈક છે પૂજા જલ્દી જો શુ છે પૂજા કહે અરે હું કેમ જોવ મારા હાથ પર મહેંદી છે ત્યાં રશ્મિ પણ આવી પહોંચે છે એને પૂછ્યું શુ થયું તેજલ??
પ્લીઝ રશ્મિ મારી પીઠ પર કઈક સળવળે છે જલ્દી જો ને ઓહ ક્યાંક વંદો તો નહીં હોય ઓહ નો.. પૂજા કહે એના હાથ પર પણ મહેંદી છે રોહન તું જ જો શુ છે યાર તેજલ ને વંદા થી બીક લાગતી હોવાથી તે છટપટે છે રોહન એને પકડી ને એના મોઢા પર હાથ રાખે છે અને કહે છે અરે એક મિનિટ....તેજલ એકદમ ડર થી સીધી ઉભી રહે છે રોહન તેની પીઠ પર થી વાળ હટાવી અને જુવે છે અને કંઈક દૂર ખસેડે છે રોહન ના હાથ નો સ્પર્શ એના આખા શરીર માં અનોખો રોમાંચ જગાવે છે રશ્મિ ને થયું હવે થોડું વધારે પડતું થઈ રહ્યું છે પણ એ ચૂપચાપ ઉભે છે.. ત્યાં સુધી માં અજય પણ આવી ચુક્યો હોઈ છે રોહન કઈક ખસેડી અને કહે છે કે કઈ નહોતું પાંદડું હતું આટલું સાંભળી એ ત્રણેય ખડખડાટ હસી પડે છે પૂજા કહે વાવાજોડું એક નાનકડા પાંદડા થી ડરી ગયું ડરપોક... એમ કહી તેજલ ની મજાક ઉડાવે છે એ બધા ને હસતા જોઈ રોહન પણ હસી પડે છે તેજલ પણ શરમાઈ અને હસવા લાગે છે

રોહન એ અજય પાસે થી ચાવી લઈ આગળ નો દરવાજો ખોલે છે તેજલ આગળ ની સીટ માં ગોઠવાય છે પણ રશ્મિ ને હવે રોહન અને તેજલ નો સાથ ગમતો ન હતો એ બન્ને ને એકલા છોડવા માંગતી નહોતી એને કહ્યું હું પણ આવું છું પૂજા એ કહ્યું તું ક્યાં ત્યાં હેરાન થઈશ એ જઇ આવશે રશ્મિ એ કહ્યું ના વાંધો નહિ એ બહાને થોડી લોન્ગ ડ્રાઇવ પણ થઈ જશે પૂજા એ કહ્યું ઓકે તેજલ આગળ બેસી ગઈ હોવા થી તે પાછળ ની સીટ માં ગોઠવાઈ છે રોહન ગાડી તેજલ ના ઘર તરફ હંકારે છે.. રાત અને સુમસામ રોડ, ગાડી માં વાગતા રોમેન્ટિક ગીત અને બાજુ ની સીટ પર પોતાનું પ્રિય પાત્ર રોહન માટે ખરેખર અદભુત રોમાંચ હતો
તેજલ બારી માં થી બહાર જોઈ રહી છે અને રોહન ચોર નજરે એને, અને રશ્મિ રોહન ને જોઈ રહી છે

આ ત્યાં જ એનું મનગમતું ગીત ચાલુ થયું

तुम जो मिल गए हो
तो ये लगता है
के जहाँ मिल गया
ऐक भटके हुवे राही को कारवाँ मिल गया
तुम जो ... એ વોલ્યુમ વધારવા જાય ત્યાં જ તેજલ એ કહ્યું વોલ્યુમ ફાસ્ટ પ્લીઝ
તેજલ જોવે છે કે રોહન પણ વોલ્યુમ જ વધારવા જતો હતો એ જોઈ બન્ને હસી પડે છે..

રોહન: ઓહ તો તમને પણ પસંદ છે આ ગીત?
તેજલ: હા આ મારું ફેવરિટ ગીત છે.
કેટલો સુંદર માહોલ છે મને આ રીતે લોન્ગ ડ્રાઇવ બહુ ગમે પણ હું આજ પહેલીવાર જઇ રહી છું આ રીતે
રોહન : મને પણ રાત અને સુમસામ સડક ..કોઈ ઘોંઘાટ નહિ ધીમા ધીમા ગીતો અને કોઈ મનગમતો સાથ..
મનગમતો સાથ ઉપર ભાર આપી અને તેજલ સામે જુવે છે

રશ્મિ આ બધું જોવે છે વિચારે છે કે આ હું જે વિચારું એ સાચું છે કે પછી મારા મન નો ભ્રમ મને કેમ રોહન તેજલ તરફ ખેંચાઈ રહ્યો હોય એવું લાગે છે હું કેમ આટલું વિચારું છું ના ના એવું કંઈ જ નથી મારે આમ ના વિચારવું જોઈએ

બારી માંથી પવન આવતો હોવા થી તેજલ ના વાળ ઉડી રહ્યા છે અને એક લટ ક્યાર ની એને પરેશાન કરી રહી હોય છે તેજલ ઘર નો રસ્તો બતાવતા બતાવતા ફૂંક મારી ને નાકામ કોશિશ કરે છે હટાવવા ની પણ હટતી નથી

ત્યાં જ તેજલ નું ઘર આવી જાય છે તેજલ હજી પણ બન્ને હાથ માં મહેંદી હોવા થી ફૂંક મારી અને લટ ને હટાવવા ની કોશિશ કરે છે રોહન જુવે છે અને ધીમે થી હસી એની નજીક જાય છે એના હાથ થી એ લટ ને ધીમે થી કાન પાછળ લઈ જાય છે અને એના કાન પાસે જઈ ધીરે થી કહે છે બાય ધ વે ત્યારે તમારી પીઠ પર વંદો જ હતો.. તેજલ આ સાંભળી અવાચક થઈ જાય છે રોહન એને જોઈ હસી પડે છે અને નીચે ઉતરી દરવાજો ખોલે છે તેજલ નીચે ઉતરીરોહન સામે હસી અને રશ્મિ અને રોહન ને ગુડનાઈટ કહે છે રશ્મિ અને રોહન પણ ગુડનાઈટ કહે છે અને ગાડી પોતાના ઘર તરફ હંકારી મૂકે છે અને રોહન રસ્તા માં વિચારે છે કે ખરેખર આજ ની નાઈટ ગુડ થઈ ગઈ.....પણ રશ્મિ ના મન માં કૈક બીજા જ વિચારો નું વંટોળ ચાલુ હતું......

TO BE CONTINUE.....

રશ્મિ ના મન માં ક્યાં વિચારો નું વંટોળ ઉઠ્યું હતું ??? તેજલ ના દિલ માં ઉઠેલી અજાણી લાગણી કઈ હતી???? રોહન રશ્મિ અને તેજલ ને એની જિંદગી ક્યાં લઈ જશે???? એ જાણવા માટે વાચતા રહો દિલ કા રિશ્તા.....

આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂર આપશો ......


Rate & Review

Shilpa S Ninama

Shilpa S Ninama 2 years ago

Shreya

Shreya 2 years ago

namrata

namrata 2 years ago

C3 Harisinh Parmar
Queency

Queency 2 years ago