mithu books and stories free download online pdf in Gujarati

મીઠું

*મીઠું* વાર્તા... ૪-૧૨-૨૦૧૯

આણંદ પાસેના નાના એક ગામમાં લાલજીભાઈ અને મીઠીબાઈ રહે.... બન્ને સંતોષી જીવ... થોડામાં થી થોડું બીજાને આપે... ગામ આખામાં આ બન્ને ની જોડી વખાણાતી.... બન્ને સેવાભાવી અને પરગજુ હતાં... લાલજીભાઈ રોજ સવારે સાયકલ લઈને આણંદ એક કારખાનામાં નોકરી જતાં અને સાંજે ઘરે આવતા અને સાંજે વાળુ કરીને બન્ને સાથે લટાર મારવા નિકળતા.... આમ દિવસો જતાં હતાં અને એક સવારે મીઠીબાઈ એ વધામણી ખાધી કે એ મા બનવાની છે ... લાલજીભાઈ ખુબ ખુશ થયા અને મીઠીબાઈ ને પુછ્યું કે બોલ સાંજે તારા માટે શું લેતો આવું ????
મીઠીબાઈ એ કહ્યું કે તમે વહેલા આવી જજો હું લાપસી ના આંધણ મુકીશ અને શરમાઈ ને અંદર જતી રહી...
લાલજીભાઈ નો ખુશીમાં આજે કામકાજમાં જીવ લાગતો નહોતો અને ઘડી ઘડી મન ઘરે જવા ઉત્સુક થતું હતું.... જોડે કામ કરતાં સાથી કામદારો મશ્કરી કરતા હતા કે શું વાત છે લાલજી??? આજે ચેહરો કેમ આટલો ખિલ્યો છે??? લાલજીભાઈ કહે એવું કંઈ જ નથી બસ એમ જ... સાંજ પડતાં જ લાલજીભાઈ એ પૂરપાટ વેગે સાયકલ હંકારી ને ઘરે આવ્યા..... સાંજે બન્ને એ એકબીજાને કોળિયા ભરાવીને લાપસી ખાધી આજે એ બંને ને લાપસી વધું મીઠી લાગી... લાલજીભાઈ મીઠીબાઈ ને કહ્યું કે તું બહુ વજનદાર વસ્તુ ના ઉંચકીશ... હું આપણા વાડામાં રહેલાં કુવામાંથી પાણી ભરી લઈશ... આમ વાતો કરતાં એ બન્ને લટાર મારવા નીકળ્યા... આમ લાલજીભાઈ મીઠીબાઈ નું બહું ધ્યાન રાખે... આમ કરતાં નવ મહિના થયા અને રાત્રે મીઠીબાઈ ને દુખાવો ઉપડ્યો... લાલજીભાઈ ગામમાં રહેતા દાયણ મોંઘી બા ને બોલાવી લાવ્યા.... મોંઘી બા અંદર ઓરડામાં ગયા અને લાલજી ભાઈ બહાર પરસાળમાં આંટા મારવા લાગ્યા.... ખાસ્સી વારે અંદર થી બાળક નો રડવાનો અવાજ આવ્યો.. લાલજીભાઈ એ ઉપર આકાશમાં જોઈ ને ભગવાન નો પાડ માન્યો અને કૂળદેવી ને પ્રાર્થના કરી... મોંઘી બા સાડલા માં વિંટાળીને બાળક લાલજીભાઈ ના હાથમાં મુક્યું અને કહ્યું કે વધાઈ ... બાબો આવ્યો છે પણ મીઠીબાઈ ને મળી લો એ બોલાવે છે... લાલજીભાઈ અંદર દોડ્યા .... મીઠીબાઈ કહે તમે તમારું અને આપણાં બાળકનું ધ્યાન રાખજો... ફરી મળીશું રામ.... રામ... કહી છેલ્લી નજર નાખી ને શાંત થઈ ગયા..
લાલજીભાઈ ખુશ થવું કે દુઃખી થવું ની સ્થિતિ માં સ્તબ્ધ થઈ ગયા... મોંઘી બા એ ઢંઢોળ્યા... ગામ આખું ભેગું થઈ ગયું અને સવારે મીઠીબાઈ ને અગ્નિદાહ આપ્યો... આમ કરતાં પંદર દિવસ થઈ ગયા... આવેલા સગાંવહાલાં બધી ઉત્તર ક્રિયા પતાવી જવા લાગ્યા ત્યારે લાલજીભાઈ ની બેને કહ્યું કે ભાઈ આ નાનો દીકરો અને તમારી આ જુવાન જિંદગી કેમ જશે તમે બીજા લગ્ન કરી લો.... લાલજીભાઈ એ આંખો કાઢી અને કહ્યું કે આજ પછી આવી વાત ના કરતાં બૂન... બધાં સગાંવહાલાં વાતો કરતાં જતાં રહ્યાં..
લાલજીભાઈ એ નોકરી છોડી દીધી અને એક હાથલારી લઈ આવ્યા અને આણંદ થી મીઠું લઈને લારીમાં ભરીને આવ્યા... અને લારી નીચે ઝોળી બાંધી દિકરા મોહન ને સુવાડી ગામે ગામ બૂમો પાડતાં " એ..... ય..... મીઠું..... " ગામલોકો અને આજુબાજુના ગામોમાં સારુ વેચાણ થતું... એ બૂમ પાડે એટલે બધાં દોડે... એક ગામમાં એ મહિને એક જ વખત જતાં ... આમ અલગ-અલગ ગામોમાં ફરી મીઠું વેચતા... એક વખત એ લારી લઈને સામરખા ગામ પહોંચી ગયા... ત્યાં એમની આ " એ..... ય.... મીઠું... " બધાને ગમ્યું... એમાં એક બટકબોલા બહેને પુછ્યું કે તમે આમ કેમ બૂમો પાડો છો તો કહે હું મારી પત્ની મીઠીબાઈ ને યાદ કરું છું ને બૂમો પાડું છું એનું નામ મીઠીબાઈ હતું... પેલાં બેન તો રડી જ પડ્યા કે આવો કોઈ પ્રેમ કરી શકે??? એમણે લાલજીભાઈ ને જમવાનું આપ્યું અને મોહન ને મકાઈ આપી... હવે તો મોહન પાંચ વર્ષ નો થઈ ગયો હતો.... એને ગામની શાળામાં ભણવા મુક્યો... ગામમાં સાત ધોરણ સુધી હતી નિશાળ... તો આણંદ ભણવા મુક્યો... ભણવામાં મોહન ખુબ હોશિયાર હતો એ હંમેશા પ્રથમ નંબરે જ આવતો અને લાલજી ભાઈ ને હરખ થતો... આમ કરતાં મોહન ભણીને ગણીને સારી સરકારી નોકરી એ લાગ્યો પણ લાલજીભાઈ એ હજુ મીઠું વેચવાનું બંધ નોહતું કર્યું.... મોહન ઘણીવાર સમજાવતો કે બાપુ હવે હું કમાવું છું તમે ઘરે બેસીને આરામ કરો અને ભગવાન નું નામ લો... પણ લાલજીભાઈ કહેતાં બેટા આ શરીર ચાલે છે ત્યાં સુધી મીઠું નો સાથ નહીં છોડુ... પણ હવે મોહને લાવી આપેલ પેડલ રીક્ષામાં એ મીઠું વેચે છે ... મોહન જાણે છે કે બાપુ મારી મા ને બહું પ્રેમ કરે છે તો એમને એમજ જીવવા દેવાય....
ભાવના ભટ્ટ અમદાવાદ....