Generation gap books and stories free download online pdf in Gujarati

જનરેશન ગેપ

#

આજે વાત કરવી છે એવા શબ્દની જે દરેક વ્યક્તિ એ કોઈને કોઈ ઉંમરમાં સાંભળ્યો તો હોય જ સાથે અનુભવ્યો પણ હોય. "જનરેશન ગેપ" ગુજરાતીમાં કહું તો બે અલગ અલગ વયની વ્યક્તિ વચ્ચે થતો વિચારોનો તફાવત જે દરેક વખતે વિવાદમાં પરિણમે છે. આ ગેપ શા માટે હોય છે અને કેટલાં ઉંમરના તફાવત માં હોય છે તે પહેલાં સમજીએ.

સામાન્ય રીતે દશ વર્ષના ગેપમાં જનરેશન ગેપ આવી જતો હોય છે કારણ કે દુનિયામાં જે બદલાવ આવી રહ્યા હોય છે તે બદલાવની અસર જે જનરેશનને કરતી હોય છે તે યંગ જનરેશન હોય છે કારણકે દરેક બદલાવને સરળતા થી સ્વીકાર કરવાની ક્ષમતા તેમનાંમાં વધુ હોય છે જે ખાલી કહેવા ખાતર સ્વીકારતા નથી તે બદલાવને ખરા દિલથી અપનાવવાના પ્રયત્ન પણ કરે છે. જ્યારે બીજા વયના લોકોને કોઈ પણ બદલાવને સ્વીકારવામાં તકલીફ પડતી હોય છે. જડપથી કંઈ બદલાવને સ્વીકારવો તેમનાં માટે મુશ્કેલ બને છે એને અહીં જ શરૂ થાય છે જનરેશન ગેપનું યુદ્ધ.

"અમારા સમયમાં તો અમે આમ જ કરતાં" જ્યાં સુધી બોલાશે ત્યાં સુધી આ ગેપ દૂર નહી થાય. વડીલને માન ન આપવું વાતને હું સમર્થન નથી આપતી, અપમાન ન થાય છતાં તમારી વાતને ટાળી પણ ન શકાય તે રીતે રજૂઆત કરવાથી જનરેશન ગેપ નહીં રહે. તેમજ હું વડીલ છું એટલે હું જ સાચો કે સાચીની ભાવના મગજમાં નહીં રહે તો આ ગેપ ક્યારેય તકલીફ નહીં આપે. શીખવાની ભાવના હશે ત્યાં સુધી પણ આ ગેપ નહીં રહે. એક તરફ થી જ્યારે આપણે એમ કહેતાં હોય કે "ઉંમર તો માત્ર એક આંકડો છે" તો અત્યારે થતાં બદલાવ પછી તે હકીકતમાં હોય કે વિચારોના હોય તે સ્વીકારી ને ચાલીએ તો જ ઉંમર આંકડો ગણી શકાય. બાકી તો જે સમયની વાતો લઈ બેસી રહો છો તે પણ ચાલ્યો ગયો છે તો વાતો નું મહત્વ શું ?

કોઈ પણ બદલાવ અને પરિસ્થતિનો સહર્ષ સ્વીકાર સાથે તેને દિલથી અપનાવવાના પ્રયત્ન કરશો એટલે ચોક્કસ તમને પણ તે બદલાવ ગમશે અને જનરેશન ગેપનો ગેપ નડશે નહીં. દશ વર્ષના ગેપ પછી પાંચ વર્ષે જનરેશન ગેપ આવી ગયો હતો. અત્યારની પરિસ્થતિ પ્રમાણે મિલેનિયમ બાળકો વચ્ચે આ ગેપ બહુ ઓછો થઈ જશે કારણ હવે ગેજેટ અને ઇન્ટરનેટ એ લોકોને સ્વીકાર કરવાની ક્ષમતામાં વધારો જ કર્યો છે. જેથી હવે કદાચ આ જનરેશન ગેપ શબ્દનો ઉપયોગ અને ખરેખર થતાં અનુભવમાં ફેર પડશે. પહેલાં જે અમુક વિચારો અને આચાર સ્વીકારવામાં જે તકલીફ પડતી હતી તે અત્યારે જે યંગ જનરેશન છે તે સહેલાઇ થી પછીની જનરેશનને સ્વીકારી લેશે. હવેની જનરેશન એટલી સ્માર્ટ છે સાથે સાથે લાગણીશીલ પણ છે એટલે સહેલાઇ થી તે દરેક વાતમાં ઢળી જશે. જનરેશન ગેપ નહીં પણ જનરેશનને એક સુંદર શેપ મળશે. (#MMO)

જનરેશન ગેપ માત્ર વિચારો કે વર્તન પૂરતો જ મર્યાદિત નથી રહેતો. પહેરવેશ, રોજિંદા કાર્યો તેમજ કોઈ પણ કાર્ય કરવાની પદ્ધતિ સુધી લંબાયેલ છે. જરૂરી નથી કે જે કાર્ય કે રિવાજ આજ થી ૧૦ વર્ષ પહેલાં આપણે સ્વીકાર્યા તે કોઈ જ સવાલ વગર આપણા પછીની પેઢી સ્વીકારે. સમય બદલાઈ રહ્યો છે ચૂલા માં થી ગેસ અને ગેસમાં થી ઇલેક્ટ્રિક વસ્તુ માં રસોઈ બને છે તો આ તબક્કા વારના બદલાવ સ્વીકાર્યા તો બીજા સ્વીકારવામાં તકલીફ શું ?અત્યારે જે ૪૦ થી ૫૦ વર્ષના વ્યક્તિઓ છે તે સહેલાઇ થી બંને સાઇડના લોકોને સમજી શકે છે. કારણ તેમણે દરેક સમય પસાર કરેલ છે. આ લોકોને જનરેશન ગેપ પણ નડશે નહીં કારણ તે લોકોની સ્વીકારવાની તૈયારી છે. ઉદાહરણ રૂપે અત્યારે જે માતા પિતા છે તે પોતાના સંતાનો ને પોતાની જાગીર નહીં પણ મિત્ર માને છે અને સંતાનો સામે દરેક વાતો ને ખુલ્લી ને પ્રદર્શિત કરે છે. તે લોકો માનસિક, સામાજિક, શારીરિક કે નાણાકીય દરેક બાબતની ચર્ચા પોતાના બાળકો સાથે કરી શકે છે. જેથી બાળકોને પણ વિશ્વાસ ઊભો થાય છે અને દરેક પ્રકારની વાતો તે પોતાના વાલી ને કોઈ જ હચકચાટ વગર કરી શકે છે. જે આગળની જનરેશનમાં શક્ય ન હતું
ટુંકમાં જનરેશન ગેપ જોવો તો માત્ર એક શબ્દ જ છે જે ને વિચાર માં સ્થાન ન આપો તો ક્યાંય તકલીફ થાય એમ નથી અને જો તમે જ તે ગેપ ના ખાડા ને ઊંડો કરવાના પ્રયત્ન કરશો તો ચોક્કસ પડી જાશો. ..{#માતંગી}