Engineering Girl - 15 books and stories free download online pdf in Gujarati

એન્જિનિયરિંગ ગર્લ - 15

એન્જિનિયરિંગ ગર્લ

~ હિરેન કવાડ ~

પ્રકરણ – ૧૫

“ બન્ને ”

‘હેય, વિવુ, આઈ વોન્ટ ટુ ફ્રી યુ ફ્રોમ ઑલ બોન્ડ.’, અંકિતાએ વિવાનનો હાથ પકડી રાખ્યો હતો. વિવાન માત્ર અંકિતાની આંખોમાં જોઈ રહ્યો.

‘હું નથી ચાહતી કે મારાં પ્રેમને લીધે તું બંધાઇ રહે. જો તને ઇચ્છા થાય તો તું સ્મોક કરી શકે છે. હું તને નહીં રોકુ.’, અંકિતા કહેતી વખતે ખૂબ જ શાંત અને સિરિયસ હતી. એમનો પ્રેમ એટલો પાકી ગયો હતો કે બંને એકબીજાને મુક્ત કરી દેવા માંગતા હતાં. આકાશમાં પૂર્ણ ચંદ્ર હતો અને બંનેએ લહેરાતા ખેતર વચ્ચે હમણાં જ પૂર્ણ પળોને માણી હતી.

પ્રેમમાં બધું આપવાનું હોય છે, અને ઘણીવાર એ આપવાની શરૂઆત એકબીજાના શરીર આપીને જ થતી હોય છે. પહેલાં આ સ્થુળ શરીર એકબીજાને અપાઇ ગયા બાદ, વિચારોની આપલે થતી હોય છે. એટલે જ સેક્સથી ઘણીવાર નવી જિંદગીની શરૂઆત પણ થતી હોય છે. વિવાન અને અંકિતા એકબીજામાં ડૂબકી લગાવીને બહાર આવ્યાં એટલે અંકિતાએ વિવાનને બધી જ રીતે મૂક્ત કરી દેવા વિચાર્યુ. અંકિતા માનતી હતી કે પ્રેમ કોઈ દિવસ બાંધી ના રાખે, વિશ્વાસ ક્યારેય બાંધી ના રાખે. એ સંપુર્ણ પણે મુક્ત કરી દેય. એટલે જ એ આજે એના વિવુને બધી રોક ટોકથી મુક્ત કરી દેવા માંગતી હતી.

‘મારાં લીધે જો તું કંઈ પણ કરતા રોકાતો હોય તો ડૉન્ટ વરી, મારો પ્રેમ કોઈ દિવસ સ્હેજેય ઓછો નહીં થાય.’, અંકિતાએ પોતાના હોઠ વિવાનના હોઠ પાસે લાવીને કહ્યું.

‘થેંક્સ માય લવ, યુ આર માય ફ્રીડમ.’, વિવાન બોલ્યો. બંનેના હોઠ એકબીજા સાથે ખૂબ જ મૃદુતાથી સ્પર્શયા. બંને કેટલીય ઘડી સુધી એકબીજાને માણતા રહ્યા.

‘વિવાન?’, વિવાનના ખભા પર તનું દીદીનો હાથ પડ્યો. વિવાન જબકી ગયો. વિવાનની આંખો ફરતે આખી રાત જાગવાના કારણે કાળા કુંડાળા પડી ગયા હતાં. એની દાઢી વધી ગયેલી હતી. વિવાને પાછળ ફરીને જોયું. તનું દીદી અને રિંકુ પાછળ ઊભા હતાં. રીંકુ એક ઢીંગલી હાથમાં લઈને રમી રહી હતી. તનું દીદી વિવાનની બાજુમાં બેઠા. વિવાને તનું દીદી સામે જોયું. એની આંખો ભરાઇ આવી હતી. વિવાન અંકિતાના વિચારોમાંથી એક પળ પણ બહાર નહોતો નીકળી શકતો.

‘વિવાન, એ ભૂતકાળ છે એને ભૂલી જા. તારું ભવિષ્ય તારી સામે છે.’, તનું દીદી વિવાનને મનાવતા બોલ્યા. વિવાન કંઈ ના બોલ્યો.

‘વિવાન, આપણા ઘરનો એક નિયમ રહ્યો છે, બધાં જ પોતાને ગમતી વસ્તુઓ કરે છે. કોઈએ એવું કામ નથી કર્યુ કે એને ગિલ્ટ રહી જાય. ભલે મમ્મી પપ્પા સગાઈની બધી તૈયારી કરી રહ્યા હોય, બટ જો તને હજુ એમ લાગતું હોય તો જા. દોટ મુક અને માંગી લે માફી. આખી જિંદગી આવી રીતે બળી બળીને જીવી ન શકાય.’, તનું દીદી પણ થોડાક ભાવુક થઈને બોલ્યા.

‘બટ, આઈ ડીડ હર્ટ. આઈ ડિઝર્વ ધીઝ.’, વિવાન થોડોક ઠોસ થઈને બોલ્યો.

‘આ કઠોરતા તારા એકલા માટે નહીં, એના માટે પણ ડેન્જરસ છે.’

‘કદાચ હવે તો એ મને ભૂલી પણ ગઈ હશે. મારે એની લાઈફમાં જઈને એને વધારે હેરાન નથી કરવી.’

‘બટ તને કેમ ખબર? કદાચ એની હાલત પણ તારા જેવી જ હોય. ’

‘આઈ કાન્ટ ડુ ધીઝ, તનું આઈ કાન્ટ. મારામાં હિંમત નથી એની સામે જવાની.’, વિવાન તનું દીદીના ખભા પર ઢળી પડ્યો. તનું દીદીએ વિવાનના માથામાં હાથ ફેરવ્યો.

‘વિવાન તને ખબર છે ડર ક્યાંથી આવે છે?’, તનું દીદીએ વિવાનના માથામાં હાથ ફેરવતા ફેરવતા પૂછ્યું. વિવાન કંઈજ ના બોલ્યો. એ જસ્ટ ડુસકા ભરતો રહ્યો.

‘ડર એ આપણા ઇગોની પેદાશ છે. એટલે તું તારો ઇગો સાઇડ પર મુકી દે. તમારાં બંનેમાંથી કોઈએ તો આ કરવું જ પડશે.’, તનુદીદી વિવાનને સમજાવતા રહ્યા.

‘બટ, આઈ હેવ નોટ કરેજ.’, વિવાન રડતાં રડતાં બોલ્યો.

‘ધેન ગેધર ઇટ.’, તનુદીદી બોલ્યા. વિવાનનો મોબાઈલ વાઇબ્રેટ થયો. એણે મોબાઈલમાં જોયું. ફેન્સીનો મોર્નિંગ મૅસેજ હતો.

‘મમ્મી, આ ડોલનું શું નામ લખુ?’, રીંકુ એના કાલા ઘેલા અવાજમાં બોલી. તનુદીદીએ એને ઇગ્નોર કરી.

‘વિવાન ધીઝ લાસ્ટ ચાન્સ યુ હેવ. આપણે જ આપણને મુક્ત કરી શકીએ, બીજુ કોઈ નહીં. એટલે તારે જ કરવું પડશે અમે કોઈ કંઈ નહીં કરી શકીએ.’, તનું દીદી વિવાનના માથામાં હાથ ફેરવતા રહ્યા.

‘મમ્મી, ડોલનું નામ અંકિતા આંટી રાખી દવ?’, રીંકુ હસતા હસતા તોતડુ તોતડુ બોલી. તરત જ વિવાને નામ સાંભળીને ઉભરો આવ્યો. એના શ્વાસો તેજ થવા લાગ્યા. એના હાથમાંનો એનો ફોન તરત જ એણે ગુસ્સામાં ફેંકી દીધો. મોબાઈલના બધાં પાર્ટ્સ અલગ થઈ ગયા. તનુદીદીએ વિવાનને તરત જ ભીંસીને પકડી લીધો. રીંકુ વિવાનનો આ ગુસ્સા ભરેલો ચહેરો જોઈને ડરી ગઈ. એ કંઈ પણ બોલી ના શકી.

***

અંકિતાની આંખો પર સૂર્યના કિરણો પડ્યા. રાતે સપનું જોઈને જાગી ગયેલી અંકિતાને પછી સારી ઊંઘ આવી ગઈ હતી. એણે પડખુ ફેરવીને સોનેરી સૂર્યપ્રકાશને જાકારો આપ્યો અને ઊંઘને બધ ભરી લીધી. અડધી કલાક પછી કૃપા આંખો ચોળતી ચોળતી અંકિતા પાસે આવી અને એને ઊઠાડવા લાગી.

‘બસ પાંચ મિનિટ.’, અંકિતા ઉંકારા કરતી બોલી. અંકિતા આખરે તો ઍન્જિનિયરિંગ ગર્લ હતી. એ પાંચ મિનિટનું કહીને સૂઈ ગઈ, પરંતુ એની પાંચ મિનિટ ક્યારે પૂરી થઈ ગઈ એ ખબર પણ ના પડી. એની સાથે અંકિતાને ઉઠાડવા આવેલી કૃપા પણ એની પાસે જ સૂઈ ગઈ હતી. ઍન્જિનિયરિંગ તમને કંઈ ના શીખવાડે તો કંઈ નહીં, બટ શાંતિથી ઊંઘતા તો શીખવાડી જ દે. સૂર્ય ઉપર ચડી રહ્યો હતો, બીજી રૂમમાંથી નાઈટ ડ્રેસ પહેરેલ કૃતિ આવી. એ ઉંઘી રહેલ નિશા, કૃપા, સોનુ અને અંકિતા પાસે આવીને બેસી ગઈ.

‘ઓય્ય્ય, ચાલો ઉઠો.’, એણે અંકિતાને હલાવીને કહ્યું.

‘બસ, પાંચ મિનિટ.’, અંકિતા ઊંઘમાં જ બોલી. એનો અવાજ વિચિત્ર હતો.

‘નહીં, દસ વાગ્યા. ચાલો હવે ઉઠો હવે.’, કૃતિએ નિશાનો પગ ખેંચ્યો. નિશા કણસતી કણસતી ઊભી થઈ. નિશાએ સોનુ અને કૃપાને જગાડ્યા. અંકિતા માથા આડે ઓશીકુ રાખીને સૂઈ ગઈ.

‘ઓ, મેડમ જાગો ચાલો હવે.’, નિશાએ અંકિતા ઉપર પડીને કહ્યું,

‘સુવા દેને.’, અંકિતાએ ચાદર ખેંચતા કહ્યું.

‘સુવા વાળી, ચાલ અમારે બહાર જવાનું છે.’, નિશાએ અંકિતાને કમર પર ગલી પચી કરી.

‘અહહ્હ…..અહ્હ્હ્હ’, અંકિતાએ ઉકારા કર્યા, એણે પડખુ ફેરવ્યું. નિશાએ બધાંને નટખટ સ્માઈલ આપી. એ ઊભી થઈ અને કીચનમાં ગઈ. એના હાથમાં બરફના ટુકડા હતાં.

‘બકુ ઊભી થા ચલ, નહીંતર.’, નિશા બોલી.

‘નહીંતર શુ?’, અંકિતા ઊંઘમાં જ બોલી. નિશાએ બરફના ટુકડા અંકિતાના ટી-શર્ટમાં નાખી દીધા. અંકિતા તરત જ ઊભી થઈ ગઈ. અને ટી-શર્ટને ખંખેરવા લાગી. બધાં હસી પડ્યા. નિશાએ ફરી બે ચાર ટુકડા અંકિતાના ગળા પાસેથી ટી-શર્ટમાં નાખી દીધા. નિશા અને અંકિતા હસતા હસતા એકબીજા પર આવી પડ્યા.

‘ઊભી રે તુ.’, અંકિતા નિશા પાછળ દોડી. નિશા બીજી રૂમમાં ચાલી ગઈ.

‘પ્લીઝ, ના ના. મને શરદી થઈ ગઈ છે.’, અંકિતા નિશા પર ઠંડુ પાણી રેડવા જતી હતી ત્યારે બોલી.

‘શરદી વાળી, મને ઊંઘવા પણ ના દીધી…! આજ તો તું ગઈ સમજ..!’, અંકિતા નિશા પાસે એને પકડવા ગઈ. નિશાએ છટકવાની કોશીષ કરી. કૃપા, સોનુ અને કૃતિ આ ખેલ જોતા રહ્યા અને હસતા રહ્યા.

‘આ બંનેનો રોજનો ખેલ છે…!’, કૃપા ખૂબ જ પ્રેમથી હસતા હસતા બોલી.

આખરે નિશા પકડાઇ ગઈ. અંકિતાએ નિશા પર ઠંડા પાણીની બોટલ રેડી દીધી. એ ઠંડા વાતાવરણમાં ધ્રૂજી ઉઠી. નિશાએ પણ બીજી બોટલ લઈને અંકિતાને નવરાવી દીધી. બંનેએ એકબીજા સાથે ખૂબ જ મસ્તી કરી. પેલા ત્રણેય લોકો જોઈ રહ્યા હતાં. નિશા અને અંકિતાની નજર એમના પર પડી.

‘તમે ક્યાંથી બાકી રહેવાના…?’, નિશા બબડી. એણે ફ્રીજમાંથી બીજી બે બોટલ કાઢી. એક અંકિતાને આપી.

‘ઓય્ય્ય…ઓય્ય…!’, સોનુ અને કૃપા બોલતા રહ્યા ત્યાં તો નિશાએ એમના પર ઠંડુ ઠંડુ પાણી રેડી દીધું. કૃતિ પણ જપટમાં આવી ગઈ. નિશા અને અંકિતાએ મળીને કૃતિને પલાળી મુકી. પાંચેય લોકો ચોમાસે ધુળેટી રમ્યા હતાં. આખુ ઘર પાણી પાણી થઈ ગયું હતું. એક ગાદલું તો પલળી પણ ગયું હતું. પણ કોઈને પણ ફરિયાદ નહોતી. ઘણા દિવસો પછી આ ફ્રૅન્ડશીપની અમૂલ્ય મોમેન્ટ્સ આવી હતી….!

છેલ્લે નિશા અને અંકિતા ગળે વળગી ગયા. પાછળથી સોનુ, કૃપા અને કૃતિ પણ આવીને બંનેને ભેટી પડ્યા. ત્યારે એવું લાગી રહ્યું હતું, કે આવા બેસ્ટ ફ્રૅન્ડ્સ કોઈ દુનિયામાં નહીં હોય.

***

વ્હાઇટ કોટન ડ્રેસ, વ્હાઇટ ચુડીદાર, વ્હાઇટ કંગણ, વ્હાઇટ પટ્ટીવાળી વોચ અને વ્હાઇટ ચશ્મા. અરિસામાં જોતા જોતા અંકિતાએ કપાળની વચ્ચે નાની કાળી બીંદી કરી. બીંદી જોઈને એ હસી. અરિસામાં એ પોતાની જ આંખોમાં જોઈને મુસ્કુરાઇ રહી હતી. પરંતુ એ ખુશી સાથે એની આંખો ભીનાશને કારણે ચમકતી હતી.

‘યુ લુક બ્યુટીફૂલ ડાર્લિંગ.’, નિશાએ અંકિતાને પાછળથી પકડીને કહ્યું.

‘થેંક્સ, માય ડીઅર.’, અંકિતાએ કહ્યું.

‘ડૉન્ટ વરી, એવરીથિંગ વિલ બી ફાઇન.’, નિશાએ અંકિતાને દિલાસો આપતા કહ્યું.

‘ચિંતા તો હવે કાળીયા ઠાકરને કરવાની છે. મેં તો એના પર બધું છોડી દીધું છે. એટલે જ તો હું આજે વિવાનને પહેલાં દિવસે મળી હતી એ રીતે તૈયાર થઈ છું.’, અંકિતા બોલી. એની આંખો વધારે ભીની થઈ ગઈ.

‘કોઈની નજર ના લાગે વ્હાલી.’, નિશાએ પોતાની આંખમાંથી થોડું કાજળ લઈ, નિશાના કાન પાછળ લગાવી દીધું. નિશાએ અંકુને ગળે લગાવી લીધી.

***

‘તારા કેટલા ફ્રૅન્ડ્સ આવવાના છે? બધાંને કહેવાઈ ગયું છે ને?’, ફેન્સીના મમ્મીએ ફેન્સીને પૂછ્યું.

‘તને કહ્યું તો ખરું, પંદર સતર.’, ફેન્સીએ થોડું ચીડાઈને કહ્યું. ત્યાંજ તનું દીદી ફેન્સીના ડ્રોઇંગ રૂમમાં એન્ટર થયા.

‘આન્ટી. આ અમુક ચીઝવસ્તુઓનું લિસ્ટ છે. જે તમારે મંગાવવી પડશે. ગોરદાદાએ કહ્યું છે.’, તનુદીદીના ચહેરા પર પવિત્ર સ્માઈલ હતી. તનું દીદી એવા વ્યક્તિ હતાં જે ‘ગો વિથ ધ ફ્લો ’ માં માનનારા હતાં. એ જેવી રીતે વિવાનના દર્દને સહન નહોતા કરી શકતા, તો એ નહોતા ઇચ્છતા કે જે થઈ રહ્યું છે એમાં એ જરા પણ ઇન્ટરપ્ટ કરે. એ ચાહતાં હતાં કે જો વિવાનને કંઈ મેળવવું હશે તો એ એની જાતે જ મેળવે. એટલે જ એ અંકિતાને કૉલ કરીને વિવાનની હાલત વિશે પણ નહોતા કહેતા. વિવાનની સગાઈથી એ ખુશ તો નહોતા જ, બટ જે થઈ રહ્યું હતું એમા પૂરેપૂરા સપોર્ટિવ પણ હતાં. એટલે જ એ વિવાનની સગાઈની તૈયારીમાં લાગી ચુક્યા હતાં. આજે શનિવાર હતો. આવતી કાલે સગાઈ હતી.

‘બેસ ને બેટા.’, દર્શના બહેને કહ્યું.

‘ના આન્ટી, બહુ જ કામ છે.’, તનું દીદી સ્મિત વેરતા બોલ્યા. ફેન્સી અને તનું દીદીએ નજર મેળવી પરંતુ કંઈ બોલ્યા નહીં. વિવાનના બ્રૅકઅપ પછી એ બે વચ્ચે બોલવાનું ખૂબ ઓછું થઈ ગયું હતું. તનું દીદીને જે થયું એની પાછળ ફેન્સી જ હતી એવું લાગતું હતું. વિવાનના ઘરમાં એક માત્ર તનું દીદી હતાં જેમને અંકિતા પર પૂરેપૂરો ભરોસો હતો.

‘અને હા, મને ગોરદાદાનો નંબર આપ ને.’, દર્શનાબહેન બોલ્યા. તનું દીદીએ નંબર આપ્યો અને એ ત્યાંથી નીકળ્યા.

‘તારે એની સાથે વાત કરવી જોઈતી હતી.’, દર્શના બહેને ફેન્સીને વઢતા કહ્યું.

‘એ હું પણ કહું છું, એણે મને બોલાવી હોત તો એનું કંઈ લૂંટાઇ ના જાત.’, ફેન્સીએ થોડું ચીડાઇને કહ્યું.

‘તારે એ લોકો સાથે રહેવાનું છે. આવો ગુસ્સો સારો નથી.’, દર્શનાબહેને ફેન્સીને સોફા પર બેસારી.

‘મારે મારાં વિવાન સાથે રહેવાનું છે, એની સાથે નહીં.’, ફેન્સી એજ ગુસ્સામાં બોલી.

‘બેટા, એ વિવાનની બહેન અને તારી નણંદ છે. સમજ તો ખરી.’, દર્શનાબહેન પ્રેમથી સમજાવતા બોલ્યા.

‘આજ સુધી ક્યા ઘરમાં નણંદ-ભાભીના સંબંધો સારા રહ્યા છે?’, ફેન્સી થોડું હસીને બોલી.

***

શાર્પ પાંચ વાગે વૈભવી ઇરોટિક લુકમાં સી.સી.ડીમાં એન્ટર થઈ. એણે એક બ્રાઉન શોર્ટ પહેરી હતી. અને બ્લૅક સ્લીવલેસ ટી-શર્ટ. એ રિલેક્સ વેરમાં હતી. વૈભવીના માંસલ ગોરા સાથળ જોઈને ધર્મેશસર પાણી પાણી થઈ ગયા. વૈભવી ધર્મેશસર સામેના સોફા પર આવીને બેસી ગઈ. બંનેએ એક આતંકી નોટ્ટી સ્માઈલની આપ લે કરી.

‘હોટ એઝ હેલ.’, ધર્મેશસર બોલ્યા.

‘કુલ લાઈક ફ્રોઝન આઈસક્રીમ.’, વૈભવીએ ધર્મેશસરનો લુક જોઈને કહ્યું. બંને એકબીજા સામે જોઈને હસ્યા.

‘સો હાઉ ઇઝ સ્ટડી ગોઇંગ ઓન?’, ધર્મેશ સર બોલ્યા.

‘આઈ નો, ફોર્માલિટીઝ.’, વૈભવી જોરથી હસી પડી.

‘ઓનલી ફોર ટ્યુનિંગ વિથ યુ.’, ધર્મેશસર વૈભવી સામે ફીક્કા પડી ગયા.

‘વ્હાય ટુ પ્રીટેન્ડ વ્હેન વી બોથ નો.’, વૈભવીએ મેચ્યોર થઈને કહ્યું.

‘રીઅલી?’, સ્ટડ ધર્મેશસર એના લાંબા વાળ સરખા કરતા બોલ્યા.

‘આઈ એમ બ્રોડ માઇન્ડેડ ગર્લ.’, વૈભવી બોલી.

‘એન્ડ ધેટ ઇઝ ગુડ ફોર મી.’, ધર્મેશસર હસી પડ્યા.

‘સો લેટ્સ ડિસ્કસ વર્ક ફર્સ્ટ.’,

‘સ્યોર ટેલમી.’

‘અમે એક પ્લે કરી રહ્યા છીએ, ઇટ્સ અ ટ્રાયએંગલ શોર્ટ લવ સ્ટોરી. એન્ડ યુ આર વન ઑફ ટુ ગર્લ્સ. એન્ડ યુ આર અ બ્લાઇંડ ગર્લ.’

‘બટ આઈ એમ નોટ કોન્ફિડેન્ટ કે હું કરી શકીશ. આઈ હેવ નો ફોર્મલ ટ્રેઇનિંગ ઑફ એક્ટિંગ’, વૈભવી બોલી. ધર્મેશસર સામેના સોફા પરથી વૈભવીની બાજુમાં આવીને બેસી ગયા. એણે વૈભવીના ખુલ્લા ગોરા સાથળ પર લસ્ટફૂલ થઈને પોતાનો હાથ મુક્યો. બંનેએ એકબીજા સામે જોયું અને હસ્યા.

‘આઈ એમ હીઅર ટુ ટીચ યુ એવરીથિંગ.’, ધર્મેશસર બોલ્યા.

‘રિઅલી? યુ નો એવરીથિંગ?’, વૈભવીએ ધર્મેશસરનો હાથ ખસેડ્યો અને હસીને બોલી. એ થોડી અનકમ્ફર્ટેબલ લાગી.

‘યસ.’, ધર્મેશસરે ફરી વૈભવીના ખુલ્લા સાથળ પર હાથ મુક્યો.

‘ઓકે તો કબ હૈ મેરી ક્લાસ?’, વૈભવી બોલી.

‘આજ રાત?’, ધર્મેશસરે કતરાઇને કહ્યું.

‘યુ આર ટુ ફાસ્ટ.’, વૈભવી થોડી ગભરાઇ હોય એમ બોલી. ધર્મેશસરે વૈભવીના વાળમાં હાથ નાખ્યો. વૈભવી થોડી એક્સાઇટેડ થઈ ગઈ.

‘આઈ નો ઇટ્સ યોર ફર્સ્ટ ટાઈમ. ધીઝ હેપ્પન્સ.’, ધર્મેશસર વૈભવીને રિલેક્સ કરવા બોલ્યા. વૈભવીએ ધર્મેશસરના હાથ પર હાથ મુકી દીધો.

‘ઓકે.’ વૈભવી એટલું જ બોલી શકી.

‘એન્ડ લીસન, આપણું પ્લે આ મન્થના એન્ડમાં છે. સો તને ઘણું શીખવા મળશે.’, ધર્મેશસરે ટોપિક બદલ્યો.

‘મને ફાવી તો જશે ને?’, વૈભવી થોડી નર્વસ થઈને બોલી.

’૧૫ દિવસ ઇનફ છે બેઝિક ટેકનિક્સ શીખવા માટે, પછી રીહર્સલમાં અમે છીએ જ ને.’, ધર્મેશસર વચ્ચે એક્ટિંગનું ડિસ્કશન ચાલતું રહ્યું. બંનેએ અડધા કલાક સુધી એક્ટિંગની અમુક ટેકનિક્સ વિશે વાતો કરી.

‘સો આઈ વિલ વૉટ્સએપ યુ, ટાઈમ એન્ડ પ્લેસ.’, ધર્મેશસરે બધું કન્ક્લુડ કરતા કહ્યું.

‘ઓકે.’, વૈભવી બોલી એટલે ધર્મેશસરે એને હગ કર્યુ. બંને સી.સી.ડીની બહાર નીકળ્યા.

***

ધર્મેશસરના મોબાઈલમાં એક જાણીતા નંબરનો કૉલ આવ્યો. ધર્મેશસરે કૉલ રીસિવ કર્યો.

‘ડૉન્ટ મેક મિસ્ટેક, એન્ડ પ્લીઝ કંટ્રોલ. ડૉન્ટ ગો વિથ ફ્લો.’, સામેનો અવાજ કૃતિનો હતો.

‘આઈ વિલ ટ્રાય.’, ધર્મેશસર બોલ્યા.

‘એન્ડ હા, વોચ ટાઈમ., જે ટાઈમ નક્કી કર્યો છે, એ જ ટાઈમ પર.’,

‘ઓકે એનીથિંગ એલ્સ?’

‘પેલ્લી કુત્તીને શંકા ના પડે એનું ધ્યાન રાખજે.’, કૃતિનો ગુસ્સાભર્યો અવાજ આવ્યો.

‘સ્યોર, બટ આપડી ડીલ યાદ છે ને?’, ધર્મેશસરે હસતા હસતા કહ્યું.

‘યુ આર હેલ ઑફ અ લસ્ટફૂલ મેન.’, કૃતિ પણ હસતા હસતા બોલી.

‘ગેટ રેડી ફોર એક્શન.’, કૃતિ ફોન મુકતા બોલી.

‘રેડી.’, ધર્મેશસરે જવાબ આપ્યો. સામેથી ફોન કટ થઈ ગયો.

‘તારી ડીલ અને તું બંને યાદ છો.’, ફોન મુકીને કૃતિ હસતા હસતા બોલી.

***

‘આર યુ સ્યોર યુ વોન્ટ ટુ ડુ લાઈક ધીઝ.’, કૃતિએ ખૂબ કૅર લેતા પૂછ્યું. એણે કોઈને ફોન લગાવ્યો હતો.

‘યા પરફેક્ટલી. મારી આગળ પાછળ કોઈ નથી.’, સામેથી ખૂબ કોન્ફિડેન્ટ અવાજ આવ્યો.

‘બટ આ રીતે ઘણી કોન્ટ્રોવર્સીઝ ઊભી થશે. તારા ન્યૂઝ બધી ટી.વી. ચેનલો પર આવશે’, કૃતિએ વધારે કૅરફૂલ થઈને કહ્યું.

‘આઈ લવ ઇટ, હું મારું ફ્યુચર આ કોન્ટ્રોવર્સીઝ પરથી જ બનાવીશ. યુ નો વુમન એમ્પાવરમેન્ટ. માય સ્ટ્રોંગ ઇમેજ.’, સામેથી ફરી એ જ કોન્ફિડેન્ટ અવાજ આવ્યો.

‘એણે શું ટાઈમ આપ્યો છે?’, કૃતિએ પૂછ્યુ.

‘એ મને કૉલ કરશે.’, ફરી એ જ અવાજ.

‘ઓકે ડીઅર. બટ ટેક કૅર.’, કૃતિએ કહ્યું.

‘હું વૈભવી છું. એક્ટિંગ એ મારો પેશન છે, સો ડૉન્ટ વરી. આઈ વિલ ડુ માય પાર્ટ બેસ્ટ.’,

‘બાય.’, કૃતિએ કૉલ કટ કર્યો.

***

નિશા કૃપા અને સોનુ ત્રણેય રાતે આઠેક વાગે ટેરેસ પર બેઠા હતાં. અંકિતાને એકાંત જોઈતુ હતું એટલે એ વોક કરવા માટે ગઈ હતી. આજે વરસાદ થંભી ગયો હતો. ત્રણેય ફ્રૅન્ડ્સ એકબીજાની વાતો ખોળીને બેઠા હતાં. ત્રણેય ફ્રૅન્ડમાં સૌથી ઉદાસ કૃપા હતી. નિશા પણ ઉદાસ હતી, બટ એ એની ઉદાસી એની સ્માઈલ પાછળ છૂપાવી રહી હતી.

‘લાઈફ ઇઝ બિકમિંગ બોરિંગ નિશુ…’, કૃપા બોલી.

‘યા આઈ નો, કોઈ એક્સાઇટમેન્ટ નથી રહી. એમાં પણ જોબ.’, નિશા બોલી.

‘મેરેજ કરીલો.’, સોનુ હસતા હસતા બોલી.

‘જે પણ છોકરાઓ મળે છે, ઑલ વોન્ટ્સ નથિંગ બટ સેક્સ.’, કૃપાએ પોતાનો બળાપો કાઢ્યો.

‘યા બહુ ઓછા લોકોને લવ થતો હોય છે, અને કેટલાક જ એકબીજાને પામી શકતા હોય છે.’, નિશા વિચારોમાં ડૂબેલી હોય એ રીતે બોલી.

‘હેય મને એમ લાગે છે, હું થોડી વાર માટે તમને બંનેને એકલા છોડી દઉં?’, સોનુ એક જ ક્ષણમાં વાતાવરણને પરખતા બોલી.

‘નો ઇટ્સ ઓકે યાર, બેસને.’, કૃપા બોલી.

‘હું આવું હમણા. મારે પાણી પીવા માટે જવુ છે.’, સોનુ પાળી ઉપરથી નીચે ઉતરીને નીચે ગઈ.

‘ધીઝ પ્રોફેશનલ લાઈફ ઇઝ બોરિંગ, લવ લાઈફમાં કંઈ નથી, સોશિયલી હું ખૂબ વીક છું. આઈ ડૉન્ટ નો વોટ ટુ ડુ.’, કૃપા ખૂબ જ ઉદાસ થઈને બોલી.

‘હેય હેય, આ ઉંમર જ એવી છે. તું જેવુ ફીલ કરે છે, સેમ એવું હું પણ ફીલ કરું છું.’, નિશા બોલી.

‘બટ વોટ વી કેન ડુ ? આપડી પાસે સર્વાઇવ કરવા સિવાય કોઈ રસ્તો જ નથી. વી હેવન્ટ અનદર વે ડીઅર.’, નિશાએ આગળ બોલવાનું શરૂ રાખ્યું.

‘જેવી રીતે અંકુ માટે કોઈ રસ્તો નીકળ્યો, એવી રીતે આપણી માટે પણ રસ્તો નીકળશે જ.’, નિશાએ કૃપાના હાથ પર હાથ મુક્યો.

‘હોપ સો, વિચારૂ છું કે આ જોબ છોડી દઉં. અમદાવાદમાં આવી જાવ. એટલિસ્ટ કેટલાક ફ્રૅન્ડ્સ સાથે તો રહેવા મળશે.’, કૃપા બોલી.

‘હું પણ એવું જ વિચારૂ છું. ફરી આપણે બધાં સાથે રહીએ.’, નિશા બોલી.

‘એક વાતુ પુછું નિશા?’, કૃપાએ અંકિતા સામે જોઈને પૂછ્યું.

‘હા બોલને., એમા તારે પુછવાની જરૂર નથી.’, નિશાએ જવાબ આપ્યો.

‘નિશા કેટલીક વાતો એવી હોય છે, જે પૂછતાં પહેલાં પૂછવાની ફોર્માલિટી કરવી જોઈએ.’, કૃપા પહેલી વાર આટલી સિરિયસ અને સમજાદાર લાગી રહી હતી.

‘નો પ્રોબ્લ્મે બોલ.’, નિશા બોલી.

‘ડુ સ્ટીલ લવ વિવાન.’, બોલીને કૃપાના શ્વાસ થંભી ગયા. એને એક ક્ષણ માટે કંઈક ખોટું પૂછાઇ ગયું હોય એવું લાગ્યું. બટ એણે પૂછીને જ પૂછ્યુ હતું.

‘કૃપા તે ખૂબ અઘરો પ્રશ્ન પૂછ્યો છે.’

‘મને ખબર છે તને હજુ વિવાન પ્રત્યે લાગણીઓ છે.’

‘આઈ લવ વિવાન, બટ મારી પ્રોબ્લેમ એ છે કે, આઈ ઓલ્સો લવ અંકુ.’, નિશા ખૂબ સિરિયસ થઈ ગઈ.

‘તે પ્રેમ પણ કર્યો અને સેક્રીફાઇસ પણ.’, કૃપા બોલી.

‘મને તો નથી લાગતું. સેક્રીફાઇસ તો પામવા માટે કરવો પડે. મેં તો માત્ર પ્રેમ જ કર્યો છે.’, નિશાની આંખનો એક ખુણો ભીનો થઈ ગયો.

‘હેય, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. એવરીથિંગ વિલ બી ફાઇન’, કૃપાએ કહ્યું.

‘હું પણ તને એ જ કહું છું, એવરીથિંગ વિલ બી ફાઇન.’, નિશા અને કૃપા બંને ચૂપ થઈ ગયા. બંનેની આંખો ભેજ વાળા વાતાવરણમાં ભીંજાઈ ગઈ હતી.

***

રાતના પોણા દસ વાગ્યા હતાં. અંકિતા પોતાની જાત સાથે સમય વિતાવી રહી હતી. એને આવી રીતે એકલા એકલા ચાલીને વિચારવુ ગમતુ હતું. એ મોસ્ટલી એની લાઈફમાં આગળ શું કરવું એ બાબતે વિચારતી. બટ આજે એને બને ત્યાં સુધી કોઈ વિચાર કર્યા વિના કુદરતે તૈયાર કરેલા આજના વાતાવરણને માણવું હતું. એટલે એ માત્ર આંખો બંધ કરીને પોતાના ફ્લેટ નીચેના ગાર્ડનની ભીની લોન પર આંખો બંધ કરીને ચાલી રહી હતી.

થોડી વાર પછી એનો મોબાઈલ વાઇબ્રેટ થયો. મોબાઇલે તો એને ડિસ્ટર્બ કરી જ, બટ જે નંબર એના પર ફ્લૅશ થઈ રહ્યો હતો એનાથી એ થોડી વધારે વિચલિત થઈ. અંકિતાના મોબાઈલમાં ફેન્સીનો કૉલ આવી રહ્યો હતો. અંકિતાએ કૉલ રીસિવ કર્યો. પણ એ કંઈ બોલી નહીં. એક જ ક્ષણમાં અંકિતાનો મૂડ બદલાઇ ગયો. એને ગુસ્સો આવી ગયો હતો બટ એ કંઈ જ બહાર કાઢવા નહોતી માંગતી.

‘યુ આર હાર્ટલી ઇનવાઇટેડ ફોર માય એન્ગેજમેન્ટ અંકિતા.’, સામેથી ફેન્સીનો કટાક્ષભર્યો અવાજ આવ્યો.

‘થેંક્યુ વેરી મચ, હું જરૂરથી આવીશ.’, અંકિતાએ ગુસ્સામાં હોઠ દબાવીને કહ્યું.

‘તારી પેલી બોયફ્રૅન્ડ ચોરને પણ કહી દેજે.’,

‘નો થેંક્સ, યુ કેન સે યોર ઓન.’, અંકુએ ગુસ્સામાં જ ચોપડી દીધું.

‘મને તારી રાહ રહેશે.’, ફેન્સી જે રીતે બોલી રહી હતી, અંકિતા એનો ગુસ્સો પૂરેપૂરો કંટ્રોલ કરી રહી હતી.

‘મને પણ.’, અંકિતાએ ફોન કટ કરી નાખ્યો. ફેન્સીના મનમાં ડરે સ્થાન લઈ લીધું. અંકિતા ફોન કટ કરીને થોડું હસી.

***

અંકિતાના મમ્મી આરોહીબેન અને પપ્પા પ્રફૂલભાઈ હિંડોળે હીંચકી રહ્યા હતાં, સૃષ્ટિ બંનેની વચ્ચે બેસેલી હતી. રાજકોટમાં આજે ખૂબ વરસાદ પડ્યો હતો. આરોહીબેને આજે ગરમાગરમ ભજીયા બનાવ્યા હતાં. એકવાર અંકિતાએ ઘરે કૉલ કરીને કહ્યું હતું કે ‘પપ્પા હમણા વિવાનના ઘરે કૉલ ના કરતા, હું કહું પછી જ કરજો’ અંકિતાએ પોતાના બ્રૅકઅપની વાત આવી રીતે છૂપાવી હતી. ત્રણ મહિના સુધી કોઈ કૉલ ત્યાંથી અહીં કે અહીંથી ત્યાં નહોતો ગયો. એટલે આરોહીબેનને ક્યારેય ક્યારેક ચિંતા થતી. બટ અંકિતા એમને કંઈક ને કંઈક કહીને સમજાવી દેતી. એના માટે આ કહેવું અઘરું હતું. પ્રફૂલભાઈ સામે કહેવુ તો એમનો જીવ લેવા સમાન હતું. જ્યારે વાગેલા ઘાવ પર બીજી વાર વાગે ત્યારે અસહ્ય પીડા થતી હોય છે. એ પીડા અંકિતા પ્રફૂલભાઈ અને આરોહીબેનને આપવા નહોતી માંગતી.

‘હવે આપણે અંકિતાના મેરેજ વિશે વિચારવું જોઈએ. એનું સ્ટડી એ મેરેજ પછી પણ કમ્પ્લિટ કરી શકે છે.’, પ્રફૂલભાઈ થોડા ચિંતાતૂર થઈને બોલ્યા.

‘હા, તમારી વાત તો સાચી પણ, પેલા અંકુને પૂછી લઈએ. પછી વિવાનના ઘરે ફોન કરીએ.’, આરોહીબેને કહ્યું.

‘ત્રણ મહિના થઈ ગ્યા ત્યાંથી કોઈએ ફોન પણ નથી કર્યો.’, પ્રફૂલભાઈ થોડા ચિંતિત થઈને બોલ્યા.

‘હું પણ એજ વિચારતી હતી, અંકુએ બહુ ફોર્સ કરીને કહ્યું છે. એટલે કાલે એને ફોન કરીને પૂછી લઈ.’, આરોહીબેને કહ્યું.

‘હા કાલે વાત. અને હા આજે ભજીયા બહુ સારા હતાં.’, પ્રફુલ્લભાઈએ હસતા હસતા કહ્યું. બંને પોતાના સુખી દામ્પત્ય જીવનમાં રમમાણ કરવા લાગ્યા.

***

આ તરફ ભાવનાબેન, અખિલેશભાઈ, તનુદીદી, વિશાખા એમના ડ્રોઇંગ રૂમમાં બેઠા હતાં. એ લોકો વિવાનની ચિંતામાં હતાં. તનુદીદી આ સગાઈમાં ખાસ ઇન્ટરેસ્ટેડ નહોતા. બટ છતાં એ સપોર્ટીવ તો હતાં જ. એમની ઇચ્છા હતી કે વિવાન અંકિતાને જઈને મનાવે. બટ વિવાન માટે આ એટલું ઇઝી નહોતું.

‘તનું તે એને સમજાવવાની ટ્રાય કરી?’, અખિલેશભાઈએ એના ભારે અવાજમાં તનુદીદીને પૂછ્યુ.

‘પપ્પા, મેં મારી રીતે બધી કોશિષ કરી લીધી. એ એના વિચારોમાંથી બહાર આવે તો ને.’, તનુદીદીએ ઉદાસ થતા કહ્યું.

‘આ બધું પેલીના લીધે જ થ્યુ છે.’, ભાવનાબેને એની કડવી જીભ બહાર કાઢી.

‘મમ્મી, આપણે હજુ કંઈ જાણતા નથી. આવી રીતે કોઈના પર દોષ નાખવો બરાબર નથી.’, સમજદાર વિશાખા બોલી. ભાવનાબેન એકદમ ચુપ થઈ ગયા.

‘એને ખબર છે આવતી કાલે એની સગાઈ છે. એ એન્ગેજમેન્ટ માટે રેડી પણ છે. બસ એને કોઈ ખુશી નથી.’, તનુદીદીએ અખિલેશભાઈ સામે જોઈને કહ્યું.

‘આપણે આ સગાઈ એટલા માટે જ કરી રહ્યા છીએ કે એનું ડિપ્રેશન ઓછું થાય.’, અખિલેશભાઈ બોલ્યા.

‘પણ પપ્પા મને એમ નથી લાગતું. આ સગાઈ એની ગિલ્ટમાં વધારો જ કરશે.’, તનું દીદીએ બોલવાનું શરૂ રાખ્યું.

‘કેટલાક રોગો જીવનભર નથી જતા, અંકિતા વિવાનનો આવો જ રોગ છે.’, તનુદીદી બોલ્યા. કોઈ કંઈ ના બોલી શક્યું. ડ્રોઇંગરૂમમાં સન્નાટો છવાઇ ગયો.

***

‘રૂમનં ૪૦૧, હોટેલ નવજીવન, પાલડી. ૧૦-૧૫’, ધમેશસરે વૈભવીને મૅસેજ કર્યો.

‘રૂમનં ૪૦૧, હોટેલ નવજીવન, પાલડી. ૧૧-૧૫’, ધમેશસરે વૈભવીને મોકલેલો મૅસેજ એડીટ કરીને ફેન્સીને ફોરવર્ડ કર્યો.

‘ઓકે, આ વિલ બી ધેર.’, વૈભવીનો મૅસેજ આવ્યો.

ધર્મેશસરનો સાયલન્ટ મોડમાં રાખેલો ફોન વાઇબ્રેટ થયો. ફેન્સીનો કૉલ હતો.

‘આટલું લેઇટ? હું નહીં આવી શકું.’, ધર્મેશસરે કૉલ રીસિવ કર્યો કે તરત જ ફેન્સી બોલી.

‘ઇટ્સ જસ્ટ ૧૧-૩૦, ઇટ્સ અ પરફેક્ટ ટાઈમ બેબ’, ધર્મેશસર હસતા હસતા બોલ્યા.

‘હું વધારે ટાઈમ નહીં આપી શકું.’, ફેન્સી બોલી.

‘યુ નો વેરી વેલ, ઇટ ટેક્સ જસ્ટ ફ્યુ મીનીટ્સ.’, ધર્મેશસર ખડખડાટ હસતા બોલ્યા.

‘યા બેબ આઈ નો. સી યુ ધેર.’, ફેન્સી પણ હસતા હસતા બોલી પડી.

‘સી યુ માય, હોટ સેક્સો.’, ધર્મેશસરે કૉલ કટ કર્યો…!

***

‘મૅસેજ હિમ, ધેટ આઈ વિલ બી ધેર ફોર પ્લે કાસ્ટીંગ મીટિંગ. જેથી આ મીટિંગને એક બહાનું મળી જાય.’, કૃતિએ વૈભવીને ફોન પર કહ્યું.

‘ઓકે, એનીથિંગ એલ્સ?’, વૈભવીએ પૂછ્યું.

‘ફર્સ્ટ ટેક કૅર ઑફ યોર સેલ્ફ. ફેન્સી એ રૂમમાં આવે ત્યાં સુધી તારે ત્યાં જ રહેવાનું છે. ગમે તે કરીને.’, કૃતિએ ખૂબ જ પેશન્સ રાખીને કહ્યું.

‘ઓકે ડન, ધેન?’,

‘ફર્સ્ટ લેટ ધર્મેશ હેવ સેક્સ વિથ ફેન્સી. અરાઉન્ડ ૧૧-૩૦ યુ વિલ ડુ યોર લાસ્ટ જોબ.’, કૃતિએ ખૂબ સિરિયસ થઈને કહ્યું.

‘ઓકે કૃતિ.’, વૈભવી બોલી.

‘વૈભવી, હવે બધું જ તારા હાથમાં છે. ટેક કૅર ઑફ યોર સેલ્ફ.’, કૃતિએ વૈભવીને ખૂબ પ્રેમથી કહ્યું.

‘યા આઈ વીલ, માય ડીઅર.’, વૈભવી બોલી.

‘થેંક્સ યાર. અને યાદ રાખજે, તું આજે કોઈના માટે બહુ મોટું કામ કરી રહી છો.’, કૃતિ બોલી.

‘હેય, તે જ મને થેંક્સ ન કહેવા કહ્યું હતું. તે એક વાર મારો જીવ બચાવ્યો છે. હું આટલું તો કરી જ શકું. અને આમા તો મારો પણ સ્વાર્થ છે.’, વૈભવીએ કહ્યું.

‘ઓકે, બેસ્ટ ઑફ લક એન્ડ ટેક કૅર.’, કૃતિએ કહ્યું.

‘યા, બ બાય.’, વૈભવી બોલી. કૃતિએ ફોન કટ કર્યો. એણે મોબાઈલમાં ટાઈમ જોયો. ૧૦ વાગ્યા હતાં. એણે ધર્મેશ સરને કૉલ લગાવ્યો.

***

‘યા બેબ.’, સામેથી ધર્મેશસરનો અવાજ આવ્યો.

‘હેય હૅન્ડસમ, ફેન્સીને પ્લેસનો મૅસેજ કર્યો કે નહીં?’, કૃતિએ ધર્મેશસરને પૂછ્યું.

‘યા ૧૧-૧૫ નો ટાઈમ આપ્યો છે.’, ધર્મેશસર બોલ્યા.

‘હેય ધર્મેશ થેંક્સ ફોર ડુઇંગ ધીઝ.’, કૃતિ નકલી આભાર માનતા બોલી.

‘હેય બેબ, યુ નો વ્હાય આઈ એમ ડુઇંગ ધીઝ. ઇટ્સ સેક્સ. સો રિમેમ્બર ઓવર ડીલ.’, ધર્મેશસરે ખૂબ સિરિયસ થઈને કહ્યું.

‘યા આઈ નો, અને મારે ફેન્સીની દરેક વાતનું રેકોર્ડિંગ જોઈએ છે.’, કૃતિએ કહ્યું.

‘ઓકે, બટ તને અત્યાર સુધીનું રેકોર્ડિંગ આજે જ મેઇલ કર્યુ છે.’, ધર્મેશસર થોડા તણાઇને બોલ્યા. ‘યા આઈ ગોટ ઇટ, હું આજ રાતની વાત કરું છું. એને સખત રાડો પડાવજે અને રેકોર્ડ કરજે. હેવ અ વાઇલ્ડ નાઈટ.’, કૃતિએ હસતા હસતા કહ્યું.

‘યા સ્યોર.’, ધર્મેશસર બોલ્યા.

‘બની શકે તો એક તમારો નેકેડ સેલ્ફી લઈ લેજો. ધેટ વિલ હૅલ્પ અ લોટ ટુ પ્રુવ.’, કૃતિ ચાલાકીથી બોલી.

‘યા વ્હાય નોટ, ચાલ હવે મારે થોડું કામ છે.’, ધર્મેશસરે કહ્યું. કૃતિને ખબર જ હતી એને શું કામ હતું.

‘ઓકે, હેવ અ ગ્રેટ ટાઈમ.’, કૃતિએ વીશ કર્યુ.

‘થેંક્સ.’, ધર્મેશસરે કૉલ કટ કર્યો.

‘ઑલ સેટ.’, ધર્મેશસરનો કૉલ કટ થયો એટલે કૃતિએ બાજુમાં નિશા, સોનુ અને કૃપા સામે જોઈને કહ્યું.

‘નાઉ ફીંગર્સ આર ક્રોસ્ડ.’, નિશા બોલી.

‘હોપ બધું ટાઈમ પર થઈ જાય. અત્યારે ધર્મેશ હોટેલમાં જ હોવો જોઈએ. વૈભવી હોટેલ જવા નીકળી ગઈ છે.’, કૃતિએ લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું.

‘ગટ્સ તો વૈભવીમાં જ છે.’, કૃપા બોલી.

‘એણે કહ્યું એમ એની આગળ પાછળ કોઈ નથી. એન્ડ શી વોન્ટ ટુ બિકમ ફેમસ.’, કૃતિએ કૃપા સામે જોઈને કહ્યું.

‘યુ ગોટ અ બ્રિલિયન્ટ માઇન્ડ.’, નિશાએ કૃતિને હસીને શાબાશી આપતા કહ્યું.

‘એક્ટર તો છું જ. કદાચ હવે રાઇટર પણ બની જઈશ.’, કૃતિ હસતા હસતા બોલી. બધાં હસ્યા.

‘બસ, હવે ફેન્સી એકવાર હોટેલ પર આવી જાય અને એના કપડાં ઊતરે.’, કૃતિ આંખો પહોળી કરીને બોલી.

‘બાય દ વે. આપણા મેડમ ક્યાં છે?’, કૃતિએ પૂછ્યું.

‘એ નીચે વોકિંગ કરે છે. એને એકલું રહેવુ ગમે છે.’, નિશાએ કહ્યું.

‘યા આઈ નો.’, કૃતિએ ખૂબ જ ધીમેથી કહ્યું. બહાર ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો.

***

‘હેય બેબ. વેર યુ.’, વૈભવીના મોબાઈલ પર ધર્મેશસરનો મૅસેજ ફ્લૅશ થયો.

‘ડાર્લિંગ હું ટ્રાફીકમાં છું, બસ દસ મિનિટ લાગશે.’, વૈભવીએ ધર્મેશસરને મૅસેજનો જવાબ મોકલ્યો. વૈભવી પાલડી પાસે વરસાદને કારણે ટ્રાફિકમાં ફસાઇ ગઈ હતી. ઑલરેડી ૧૦ વાગી ગયા હતાં.

‘બેબ, આપડી પાસે એક કલાક જ છે.’, ધર્મેશસરનો મૅસેજ આવ્યો.

‘આઈ થોટ ઇટ ટેક્સ જસ્ટ ફ્યુ મિનિટ્સ.’, વૈભવીએ મૅસેજ સાથે આઈ બ્લિંકિંગની સ્માઇલી પણ સેન્ડ કરી. ત્યાંજ ટ્રાફિક ખૂલી ગયો.

***

એક કલાકમાં ધર્મેશસરને વૈભવી સાથે જે કરવાનું હતું એ પતાવવાનું હતું. હોટેલના એર કન્ડીશન્ડ રૂમમાં પણ એને અકળામણ થઈ રહી હતી. એણે તો એમ જ સમજ્યુ હતું કે વૈભવી એ ફેન્સી સાથે મળેલી બોનસ છે. એને ક્યાં ખબર હતી. આ વખતે આખી કહાનીને કૃતિ જ લખી રહી હતી અને કૃતિ જ ડાયરેક્ટ પણ કરી રહી હતી. પરંતુ અંકિતા પ્રોડ્યુસર હતી. ૧૦-૧૫ થઈ બટ હોટેલના ડોર પર હજુ બેલ ન વાગ્યો. એક કલાકમાં અહીં ફેન્સી પણ આવી જવાની હતી. ધર્મેશસર વારંવાર મોબાઈલનો લોક અનલોક કરતા અને ફરી લોક કરતા રહ્યા. એણે હોટેલના રૂમમાં આમ થી તેમ આંટા મારવાનું શરૂ રાખ્યું હતું. બહાર વરસાદે પોતાની સ્પીડ પકડી હતી. બહાર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.

ઘડિયાળમાં એક્ઝેક્ટ ૧૦-૩૦ થયા. ડીંગ ડોંગ. ધર્મેશસરની નજર ડોર પર પડી.

***

મીની બ્લૅક વન પીસ ટોપ, ગોરી જાંઘો, આંખો પર મશ્કરા, પરફેક્ટ આઈ બ્રો, નેકેડ આર્મ્સ, બ્લૅક સેન્ડલ્સ, ગળામાં એક ડાયમંડ નેકલેસ અને નાકમાં નથણી. વૈભવી ઇરોટિક મટિરીયલ બનીને આવી હતી. જેવો દરવાજો ખુલ્યો કે ધર્મેશસર વૈભવીને ઉપરથી નીચે તરફ જોવા લાગ્યા. વૈભવી માત્ર હોઠો પર હળવા સ્મિત સાથે દરવાજે જ ઊભી રહી.

‘અંદર નહીં બોલાવ?’, વૈભવી બોલી. હોટ બોમ્બ જોઈને ધર્મેશસરનું મોં ખુલ્લું રહી ગયું.

વૈભવીએ રૂમમાં એક પગલું ભર્યુ અને ધર્મેશસરના ચહેરા પર ધીમે ધીમે આંગળી ફેરવી. ધર્મેશસરે દરવાજાને ધક્કો મારીને અંદરથી બંધ કરી દીધો. એણે તીખી નજરથી વૈભવી સામે જોયું. એ વૈભવી તરફ આગળ વધ્યો અને એનું બાવડું પકડવા ગયો, જેવો એણે વૈભવીને સ્પર્શ કર્યો. વૈભવી સ્મિત કરીને દૂર ખસી ગઈ.

‘આપડી પાસે ઘણો ટાઈમ છે’, વૈભવી એક નેણ ઉંચો કરતા બોલી.

‘ના ડાર્લિંગ, આપડી પાસે એક જ કલાક છે.’, ધર્મેશસર બોલ્યા.

‘ધેન ફર્ગેટ ઇટ.’, વૈભવીએ હળવુ સ્મિત કર્યુ.

‘ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ જાના, મારી મીટિંગ છે.’, ધર્મેશસર બોલ્યા. વૈભવીએ પોતાના સેન્ડલ બેડની નીચે ઉતાર્યા અને બેડ પર બેસી.

‘વિથ હુમ? અનદર ગર્લ?’, વૈભવી ફરી નેણ ઊંચા કરીને સ્મિત સાથે બોલી.

‘અરે ન, ના. ક ક્લાયન્ટ.’, ધર્મેશસર થોથરાયા.

‘હાહાહા… જસ્ટ જોકિંગ.’, વૈભવી જોરથી હસી પડી.

‘કમ માય બેબી, બટ સ્લોલી.’, વૈભવીએ એના હાથ ફેલાવીને કહ્યું. ધર્મેશસર તરત જ કૂદી પડ્યા. વૈભવી બેડની વચ્ચે આવી ગઈ.

ધર્મેશસર એમનો ચહેરો વૈભવીની ગરદન પાસે લઈ ગયા. વૈભવીની ગરદન પર સેન્ટની ખુશ્બુ સૂંઘીને ધર્મેશ મદહોશ થઈ ગયો. એ વૈભવીની ગરદન સૂંઘતો રહ્યો અને એણે ત્યાં ચુંબનો કરવાનું શરૂ કર્યુ. વૈભવીનો આ ફર્સ્ટ એક્સ્પિરિયન્સ હતો. એને કંઈક ફીલ થઈ રહ્યું હતું, જે એની બંધ આંખો, તડપને કારણે ખૂલી ગયેલા હોઠો અને સંકોચાઇ ગયેલા કપાળ પરથી ખબર પડી રહી હતી. ધર્મેશ વૈભવીને ગરદનની આગળ અને પાછળ ચુંબનો કરતો રહ્યો અને વૈભવી માત્ર એ અનુભૂતિને આંખો બંદ કરીને માણતી રહી. ધર્મેશ એનો ચહેરો ધીરે ધીરે વૈભવીના ચહેરા તરફ લઈ ગયો. એણે વૈભવીના ગાલ પર કિસ કરી. વૈભવી માત્ર આંખો બંધ કરીને એ પળોને માણી રહી હતી. ધીરે ધીરે ધર્મેશના હોઠ વૈભવીના હોઠ તરફ ગયા. વૈભવીએ ચહેરો હટાવી લીધો.

‘નો.’, એ બોલી.

‘બટ. વાય?’,

‘ઇટ ઇઝ રિઝર્વ્ડ ફોર સમવન.’

‘બટ વાય? ધીઝ ઇઝ પરફેક્ટલી નેચરલ એન્ડ ઑલરાઇટ.’, ધર્મેશ વૈભવીને કન્વીન્સ કરતા બોલ્યો. એ વધારે ના બોલ્યો અને ફરી એણે એના ગળે ચુમીઓ કરવાની શરૂ રાખી. ધીરે ધીરે ધર્મેશના હાથ વૈભવીના ટોપ પર ફરવા લાગ્યા. એ એના હાથ ધીમે ધીમે વૈભવીના બેક પર ફેરવી રહ્યો હતો. વૈભવી અલગ જ અનુભૂતિ કરી રહી હતી, ન તો સંતોષ, ન એ ખુશી, શું કહેવું એ વૈભવીને જ ખબર નહોતી પડી રહી.

ધર્મેશના હાથ વૈભવીના ટોપમાં ઘૂસ્યા. એના હાથ વૈભવીના બ્રેસ્ટ પર હતાં. હી વોઝ પ્રેસિંગ ઇટ. વૈભવી રોમાંચ અને થ્રીલ ફીલ કરી રહી હતી. ક્યારેક એના મોંમાંથી આહકારો નીકળી જતો હતો. વૈભવી વધારે રેઝિસ્ટ નહોતી કરી શકતી. ધર્મેશ પણ વાઇલ્ડ બની ગયો હતો.

ધર્મેશે વૈભવીના ટોપની પાછળની ચેઇન ખોલવાની ટ્રાય કરી. બટ એ ખુલી નહીં, જોશમાં જ ધર્મેશે આંચકો માર્યો અને અને ટોપ થોડું ફાટી ગયું. ધર્મેશે વૈભવીનું બ્લૅક ટોપ કમર સુધી નીચે ઉતાર્યુ. એણે વૈભવીના બેક પર કિસ કરવાની શરૂ કરી. વૈભવીના બેક પર નાના કાળા તલ હતાં. વૈભવીના દરેક તલ પર ધર્મેશે કિસ કરી. બટ નાવ હી વોઝ વાઇલ્ડ. એણે દરેક તલ પર બટકા ભર્યા. જ્યારે જ્યારે ધર્મેશ વૈભવીના બેક પર બટકુ ભરતો ત્યારે ત્યારે વૈભવી આંહકારો અથવા ચીસ નીકળી જતી.

વૈભવીના ગોરા અને માંસલ બેક પર લાલ ચામઠા પડી ચુક્યા હતાં. ધર્મેશે વૈભવીની બ્રાની ક્લિપ ખોલી, શી વોઝ નાઉ કમ્પ્લીટલી ટોપ લેસ. ધર્મેશ હવે વધારે કંટ્રોલ કરી શકે એમ નહોતો અને સમય વાયુવેગે પસાર થઈ રહ્યો હતો. અગિયાર વાગી ચુક્યા હતાં. ફેન્સીને આવવાની પંદર મિનિટની જ વાર હતી. સમયનું થોડું ભાન થતા ધર્મેશે ફોર પ્લે બંધ કર્યુ, હી ટર્ન્ડ ઓન હિમ સેલ્ફ.

ધે હેડ અ સેક્સ, ત્યારે ૧૧.૨૦ થઈ ચુક્યા હતાં. જેવી ધર્મેશની તલબ પૂરી થઈ કે તરત જ ધર્મેશ વોશરૂમમાં ચાલ્યો ગયો. એણે વૈભવીની સામે સુધ્ધા ના જોયું. વૈભવીની તરસ છીપાઇ નહોતી. એની લાઈફનો પહેલો સેક્સ હજુ એણે અધુરો જ માણ્યો હતો. શી વોઝ સ્ટીલ હંગ્રી એન્ડ હોર્ની.

બટ ત્યાં જ….

ટક ટક ટક…. ડોર પર ત્રણ નોક થયા. વૈભવીને ખયાલ આવી ગયો ત્યાં કોણ હતું. પ્લાન વોઝ ગોઇંગ વેરી વેલ. ધર્મેશ ડોર પરનો નોક સાંભળીને હાંફળો ફાંફળો થઈ ગયો. વૈભવીને બહાર કઈ રીતે કાઢવી અને ફેન્સીને અંદર કઈ રીતે બોલાવવી? ધર્મેશ મુંજવણમાં મુકાઇ ગયો.

એના મનમાં એકસાથે ઘણા વિચારો આવવા લાગ્યા.

‘જો વૈભવી ફેન્સીને મારી સાથે જોશે તો ફરી ક્યારે વૈભવી ચાખવા નહીં મળે’

એક હવસખોર વ્યકિતના વિચારો હોય પણ કેવા?

એ તરત જ વૈભવી પાસે આવ્યો અને એને કહ્યું કે ‘તુ વોશરૂમમાં સંતાઇ જા.’ વૈભવીએ તરત જ એ કર્યુ. બટ નાઉ થિંગ વોઝ લિટલ ડિફરન્ટ. હવે વૈભવીને ફેન્સીની જલન થઈ રહી હતી.

માણસનો સ્વભાવ જ છે. પોતાની ઇચ્છિત વસ્તુ પોતાના સમય પર બીજા કોઈ પાસે જઈ રહી હોય ત્યારે ઇર્ષ્યાનો જન્મ સહજ થઈ જાય. એમાં પણ વૈભવી પાસે તો અતૃપ્ત થયેલી કામેચ્છા હતી. જે કંઈ પણ કરાવી શકે એમ હતી. વૈભવી થોડીવાર સુધી હોટેલના રૂમના એક નાનકડા બાથરૂમમાં ગોંધાઇ રહી, બટ એને ચેન નહોતો.

‘હાય જાના….’, ફેન્સી અંદર આવી એટલે તરત જ ધર્મેશની બાહોમાં સરી પડી. ધર્મેશને ફેન્સીનો જરાયે ડર નહોતો, કારણ કે ધર્મેશને વૈભવી જેવો શિકાર ફેન્સીએ જ ખોળી આપ્યો હતો. એવું ધર્મેશને લાગતું હતું. દસ મિનિટ પહેલાંના સેક્સ પછી પણ ધર્મેશ પર કામદેવ ફરી સવાર થઈ ગયા. પરંતુ હવે ધર્મેશ વધારે ને વધારે એન્જોય કરી લેવા માંગતો હતો. કારણ કે ફેન્સી સાથે આ લાસ્ટ લસ્ટ હતો.

‘યુ આર અ બંચ ઑફ હોટ કેક બેબ.’, ધર્મેશ સ્માઈલ કરતા બોલ્યો. ફેન્સીએ કંઈ જવાબ ના આપ્યો એણે બસ પોતાના હોઠ ધર્મેશના હોઠ પર મુકી દીધા. ફેન્સી ધર્મેશને અલગ અલગ રીતે સિડ્યુસ કરી રહી હતી. ધર્મેશ પણ કંઈ બાકી નહોતો રાખી રહ્યો. જાણે ફીફ્ટી શેડ્સ ઑફ ગ્રે ચાલી રહ્યું હોય.

બંને એક ગાઢ ફોરપ્લેમાં રંગાયેલા હતાં ત્યારે જ કમર સુધી લટકેલ ટોપ લઈને વૈભવી વોશરૂમમાંથી બહાર આવી, અર્ધનગ્ન વૈભવીએ ધીમેંથી ખોંખારો ખાધો. એ સાંભળતા જ ધર્મેશનો કામ પીગળી ગયો અને એ ગભરાઇ ગયો. ફેન્સી પણ આશ્ચર્યમાં પડી ગઈ અને કંઈ બોલી ના શકી. ધર્મેશ વૈભવીને સમજાવવા ઊભો થયો, ત્યાં જ વૈભવીએ ધર્મેશના હોઠોને ચુસવાનું શરૂ કર્યુ. એણે બળપૂર્વક ધર્મેશને બેડ પર પાડી દીધો અને એણે ધર્મેશની છાતી પર કિસો કરવાનું શરૂ રાખ્યું. ફેન્સી ચુપચાપ આ બધું જોઈ રહી. જાણે એને જોરદાર જટકો લાગ્યો હોય. બટ કોઈ બોલવાની કે સમજાવવાની પૉઝિશનમાં નહોતું.

વૈભવીએ ફેન્સી સામે જોયું.

‘કેન વી એન્જોય?’, વૈભવી હેબતાઇ ગયેલી ફેન્સી સામે જોઈને બોલી. તરત જ ફેન્સીના ચહેરા પર નાની સ્માઈલ આવી ગઈ.

‘સ્યોર.’, ફેન્સીએ વૈભવીના સાથળ પર ધીરેથી હાથ ફેરવીને કહ્યું.

‘ફીફટી શેડ્સ ઑફ ગ્રે સ્ટાઇલ.’, વૈભવી બોલી. વૈભવી પોતાના કામ પરનો કાબુ ગુમાવી ચુકી હતી. એ એની હવસ અને કામેચ્છાને સંતોષી લેવા માંગતી હતી. કૃતિના પ્લાનનો બધો આધાર વૈભવી ઉપર હતો, બટ હવે એ ભાનમાં નહોતી. એના ઉપર કામદેવ સવાર હતાં.

ઇટ વોઝ ગોઇંગ ટુ વાઇલ્ડ. વૈભવીના કહેવા પ્રમાણે એના બંને હાથ બેડ પર બાંધી દેવામાં આવ્યાં. એની આંખો પર ફેન્સીએ પોતાનો દુપ્પટો બાંધી દીધો. બટ ધર્મેશને એ અર્ધનગ્ન જ સારી લાગી રહી હતી, એટલે એનું ફાટેલું ટોપ એમ જ રાખ્યું. વૈભવીએ જ કહ્યું કે એના મોંમાં કપડાનો દાંટો મુકવામાં આવે જેથી એની ચીસો બહાર ન જાય. એ ખૂબ જ જંગલી સેક્સ માંગતી હતી. એન્ડ ઇટ વોઝ સ્ટાર્ટેડ. ફેન્સી, વૈભવી અને ધર્મેશ.

ત્રણે ત્રણ કામમાં ડૂબી ગયા હતાં. ત્રણેય કામાગ્ન અને કામાંધ થઈ ગયા હતાં. શરીરના દરેક અંગ પર હવસની લાળ ટપકી રહી હતી.

ઇટ વોઝ ૧૧.૫૭. અને ત્યારે જ ડોર જોર જોરથી ખખડ્યો.

‘દરવાજો ખોલો.’, બહારથી કોઈ વ્યકિતનો ભારે અવાજ આવ્યો. એ સાંભળતા જ વૈભવીએ ચીસો પાડવાનું શરૂ કર્યુ. બટ એના મોંમાં દાંટો હોવાથી અવાજ અંદર જ દબાઇ રહ્યો હતો. ફેન્સી, ધર્મેશ ગભરાઇ ગયા. વૈભવીને શાંત કરવી મુશ્કેલ હતી. એટલે ધર્મેશે મોં આડેનો દાંટો વધારે ખોંસ્યો.

‘ખોલો નહીંતો દરવાજો, તોડી નાખવામાં આવશે.’, દરવાજો ખખડાવવાનો અવાજ પ્રંચડ થઈ ગયો હતો અને વ્યક્તિ એના ભારે અવાજમાં રીતસરની ચીસો પાડી રહ્યો હતો.

‘ધડામ.’, હોટેલનો મજબૂત દરવાજાની સ્ટોપર તુટી ગઈ. ત્રણ પોલીસ અંદર આવી ચુક્યા હતાં. એની સામે બે છોકરી અને એક છોકરો નગ્ન અવસ્થામાં હતાં. હજુ વૈભવી મોં આડે દાટો હોવા છતાં ચીસો પાડી રહી હતી. એક પોલીસે આવીને એના મોં પરથી દાટો હટાવ્યો.

‘મારાં પર બળાત્કાર થ્યો છે.’, તરત જ વૈભવી રડી પડી. ધર્મેશ અને ફેન્સીના હાર્ટ એ જ ક્ષણે થંભી ગયા.

***

11:28 P.M

***

‘પ્લાનમાં થોડો ચૅન્જ છે, ૨૦ મિનિટ લેઇટ.’, વૈભવીએ વોશરૂમમાંથી જ કૃતિને મૅસેજ કર્યો.

*

‘પ્લાનમાં થોડો ચૅન્જ છે, ૨૦ મિનિટ લેઇટ.’, કૃતિના મોબાઈલમાં મૅસેજ આવ્યો. પાંચેય ફ્રૅન્ડ્સ એક રૂમમાં બેઠા હતાં.

‘ઇટ્સ યોર ટાઈમ અંકિતા.’, કૃતિએ પ્રેમથી અંકિતા સામે જોયું. કૃતિ ફ્લેટની બાલકનીમાં ચાલી ગઈ. બહાર જરમર વરસાદ ચાલું હતો. ઠંડી અંકિતાની ગભરાહટમાં વધારો કરી રહી હતી. મોબાઈલ પકડેલ એના હાથ ધ્રૂજી રહ્યા હતાં. એ અકળાઇ રહી હતી. વિવાનને મૅસેજ કરવો એના માટે આટલું અઘરૂ શામાટે હતું? જો વિવાન કૉલ કરશે તો એની સાથે શું વાત કરશે? એવા કેટલાંય વિચારો એના મનમાં ફંગોળાઇ રહ્યા હતાં.

‘Hi…’, અંકિતાએ મૅસેજ ટાઇપ કર્યો. સેન્ડ કરવામાં એના હાથ ધ્રૂજી રહ્યા હતાં. બટ એ કરવું જ પડે એમ હતું. ફાયનલી એણે મૅસેજ સેન્ડ કરી દીધો.

***

11:30 P.M

***

વિવાન એના રૂમની ગૅલેરીમાં સિગારના લાંબા લાંબા કશ લગાવી રહ્યો હતો. આવતી કાલે એની સગાઈ હતી. એ એકલતા માંગતો હતો. પરંતુ અંકિતાના વિચારો એને એકલા રહેવા દેય એમ નહોતા. સિગારનો ધૂમાડો અંદર અંદર સુધી ભરાઈ રહ્યો હતો. એને ત્યાં સુધી સ્મોક કરવું હતું જ્યાં સુધી એને ઊંઘ ના આવી જાય. બટ અંકિતા એને એક ક્ષણ પણ નહોતી છોડી રહી. આજે તો સિગાર પણ કોઈ અસર નહોતી બતાવી રહી. અંકિતા સાથે થયેલી વાતો અંદરને અંદર વારે વારે ઘુંટાઇ રહી હતી. ત્યારે જ વિવાનના મોબાઈલમાં મૅસેજની ટોન વાગી.

‘Hi…!’, વિવાનના મોબાઈલમાં એક એવું નામ હતું જે વિવાન ક્યારેય ભૂલી શકે એમ નહોતો. જે નામથી એ દૂર ભાગી રહ્યો હતો. ‘અંકુ’ નામથી સેવ કરેલા નંબરનો મૅસેજ ફ્લૅશ થઈ રહ્યો હતો. વિવાને મૅસેજ ઑપન કર્યો. તરત જ એના પેટમાં એક વંટોળ ચડ્યું. એને ચક્કર આવવા લાગ્યા. એનું હાર્ટ અંદર જ ફાંટવા લાગ્યું. વિવાને તરત જ બાથરૂમ તરફ દોટ મુકી.

બધો જ ઉકળાટ એણે વોશબેઝિનમાં જઈને વોમિટ કરીને કાઢી નાખ્યો. એની આંખો વધારે લાલ થઈ ગઈ. હાથમાં પકડેલા મોબાઈલમાં ફરી એણે એ લાલ આંખે જોયું.

‘અંકુ.’, એ બબડ્યો. એના હાથ અંકિતાનું નામ જોઈને જ ધ્રૂજી રહ્યા હતાં.

‘વાય? આજે જ શા માટે?’, એ મોબાઈલ જોતા જોતા બોલ્યો. એને કાળ ચડી રહ્યો હતો બટ અંકિતાનો મૅસેજ જોઈને એણે કંટ્રોલ કર્યુ. એની આંખો વધારે ને વધારે લાલ થતી ગઈ.

ત્યાંજ મોબાઈલમાં ફરી અંકિતાનો મૅસેજ આવ્યો.

‘પ્લીઝ કમ હીઅર. રૂમનં ૪૦૧, હોટેલ નવજીવન, પાલડી.’, અંકિતાનો બીજો મૅસેજ આવ્યો. વિવાન ધ્રૂજી ઊઠ્યો. એ અંકિતાને કઈ રીતે ફેસ કરી શકશે? એણે અંકિતાને તરત ધ્રૂજતા હાથે કૉલ લગાવ્યો. બટ અંકિતાનો મોબાઈલ સ્વીચ ઑફ બતાવી રહ્યો હતો. ફરી એક ઉમળકો આવ્યો, ફરી એને વોમીટ થઈ ગઈ. કેટલાય વિચારો એના મનમાં દોડવા લાગ્યા.

‘ક્યાંક અંકિતાને કંઈ થયું તો નહીં હોય?’, વિવાનના મગજમાં આવેલો પહેલો વિચાર હતો. એણે તરત જ એની બાઈક ઘરની બહાર કાઢી. ૧૦ સેકન્ડમાં એની બાઈકની સ્પીડ 80 Kmph હતી.

***

11:45 P.M

***

‘સાહેબ, મારી ફ્રૅન્ડનો હમણા જ મૅસેજ આવ્યો, એના પર બળાત્કારનો પ્રયત્ત્ન થઈ રહ્યો છે. રૂમ નં. ૪૦૧ નવજીવન હોટેલમાં. પ્લીઝ એને બચાવી લો.’, કૃતિ ડરતા ડરતા બોલી.

‘તમે ચિંતા ના કરો બેન. અમે હમણા જ પહોંચીએ.’, પાલડી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે કહ્યું. એણે તરત જ આ સમાચાર એના ઉપરીને આપ્યા. પાલડી પોલીસ સ્ટેશનમાંથી ત્રણ પોલીસ તરત જ નવજીવન હોટેલ તરફ નીકળી પડ્યા.

***

11:57 P.M

***

‘ધડામ.’, હોટેલના મજબૂત દરવાજાની સ્ટોપર તુટી ગઈ. ત્રણ પોલીસ અંદર આવી ચુક્યા હતાં. એની સામે બે છોકરી અને એક છોકરો નગ્ન અવસ્થામાં હતાં. હજુ વૈભવી મોં આડે દાંટો હોવા છતાં ચીસો પાડી રહી હતી. એક પોલીસે આવીને એના મોં પરથી દાંટો હટાવ્યો.

‘મારાં પર બળાત્કાર થ્યો છે.’, તરત જ વૈભવી રડી પડી. ધર્મેશ અને ફેન્સીનું હાર્ટ એ જ ક્ષણે થંભી ગયું.

વૈભવીની આંખની મશ્કરા એણે એના આંસુઓ સાથે ગાલ પર રેળી દીધી હતી. ફાટેલું ટોપ, બાંધેલા હાથ, ગળા પાસે ભરેલ બટકાના નિશાન, મોં પર કપડાનો ડુમો અને આંખમાં આંસુ. ફેન્સી અને ધર્મેશ રંગે હાથ પકડાયા હતાં એવું પોલીસને લાગી રહ્યું હતું. પોલીસે તરત જ એક ચાદર વૈભવીને ઓઢાડી દીધી હતી. ધર્મેશ અને ફેન્સીને કંઈ સમજ પડે એ પહેલાં જ બે બે લાફા એમના ગાલ પર પડી ચુક્યા હતાં. પોલીસે ફોન કરીને સ્ટેશન પરથી વધારે લોકોને બોલાવ્યા.

11:58 થઈ ત્યાં જ વિવાન હોટેલના રૂમની અંદર ધસી આવ્યો. પોલીસવાળાએ એને રોકીને પકડી રાખ્યો બટ એ રોકાયો નહીં, એણે ફેન્સી અને ધર્મેશને જે હાલતમાં જોયા એ પછી તો નહીં જ. એ ફેન્સી પાસે ધસી ગયો અને જોર જોરથી બે લાફા ચડાવી દીધા. ફેન્સી માત્ર રડી રહી હતી. એ બોલી શકે એવી હાલતમાં નહોતી.

‘યુ રુઇન્ડ માય લાઈફ, નાવ ગો ટુ હેલ.’, એણે ફરી એક તમાચો ફેન્સીના ગાલ પર ધરી દીધો. એનો ગુસ્સો એની આંખોમાં જોઈ શકાતો હતો.

‘આઈ લવ યુ વિવુ.’ ૧૨.૦૦ વાગ્યા એટલે વિવાનના મોબાઈલમાં મૅસેજ આવ્યો. વિવાન મૅસેજ જોઈને ઑલમોસ્ટ રડી પડ્યો હતો. બટ સ્થળના કારણે એણે કંટ્રોલ કર્યુ. એ તરત જ કોઈને કંઈજ કહ્યા વિના બહાર નીકળ્યો. એણે અંકિતાને કૉલ લગાવ્યો. હવે એ અંકિતાથી વધારે દૂર રહેવા નહોતો માંગતો. એ એના કરેલી ભૂલની માફી ચાહતો હતો. અંકિતાએ કૉલ કટ કરી નાખ્યો.

‘કાલે સવારે, ૬ વાગે, રીવર ફ્રંટ.’, તરત જ અંકિતાનો મૅસેજ આવ્યો.

***

કૃતિએ જે પ્લાન ધર્મેશને કહ્યો હતો એ અને જે પ્લાન એક્ઝિક્યુટ કરવાનો હતો એ બંને અલગ હતાં. કૃતિએ ધર્મેશને એમ હતું કે, જ્યારે હોટેલના એક રૂમમાં ધર્મેશ અને ફેન્સી સાથે હશે ત્યારે બંનેને વિવાન જોઈ જશે. પછી વિવાનને કંઈ સમજાવવુ નહીં પડે. પરંતુ આનાથી વધારે ઘણું બધું થવાનું હતું. જે થયું. અંકિતાએ એવો બદલો લીધો હતો કે એક લાકડીએ બે સાપને માર્યા.

નવજીવન હોટેલમાં અડધી કલાકમાં જ રિપોર્ટરોની ભીડ જામી ગઈ. લોકોના ટોળા ધીરે ધીરે જામવા લાગ્યા. વિવાન અને ફેન્સીના ઘરવાળા ત્યાં પહોંચી ગયા હતાં. બટ ફેન્સીના મોંમાં બોલવાની તાકાત નહોતી. વૈભવીની એક્ટિંગને દાદ દેવી પડે એમ હતી. એ એવી રીતે લપાઈને બેસી ગઈ હતી કે જાણે એના પર સાચે જ બળાત્કાર થયો હોય. જે હાલતમાં પોલીસે એ લોકોને પકડ્યા હતાં, એ પછી ધર્મેશ માટે સમજાવવાનું ખૂબ મુશ્કેલ બની ગયું હતું. કઈ રીતે બોલવુ કે, ‘આ છોકરી નાટક કરી રહી છે.’.

માર ખાઇને ઑલરેડી ધર્મેશનો ચહેરો લાલચોળ થઈ ગયો હતો. રિપોર્ટરો ફોટા ખેંચી રહ્યા હતાં ત્યારે એણે અને ફેન્સીએ રૂમાલ અને દુપ્પટા આડા કરી દીધા હતાં. બટ વૈભવી એનો ચહેરો છૂપાવવા નહોતી માંગતી. એ જે રીતે એની વર્જીનીટી લૂઝ કરવા માંગતી હતી, એવી જ યાદગાર રીતે એણે એની વર્જિનિટી લૂઝ કરી હતી. પરંતુ એના મગજમાં ઇન્ટરવ્યૂની લાઇનો ગોઠવાઇ રહી હતી. એના મગજમાં આવતીકાલના પેપરની હેડલાઇન બની રહી હતી.

***

‘અમદાવાદના પ્લે ડાયરેક્ટરનો એક્ટર પર બળાત્કાર, પોલીસે ગુનેગારોને રંગે હાથે પકડ્યા. એક યુવતી પણ શામેલ.’, આ અમદાવાદના લગભગ બધાં ન્યૂઝ પેપરની હેડલાઇન્સ હતી. અમદાવાદના એક્ટિંગ ફીલ્ડમાં ચારેતરફ વાતો થવા લાગી હતી. અમદાવાદમાં ‘કાસ્ટિંગ કાઉચ’ વિશે સાંભળીને બધાને આશ્ચર્ય થયું હતું. ફેન્સી અને ધર્મેશ સામે ગુનો નોંધીને ધરપકડ કરવામાં આવી હતી. બટ ઇન્ટેલીજન્ટ વૈભવીએ ખૂબજ ચોક્કસાઇ પૂર્વક સ્ટેટમેન્ટ્સ આપ્યા હતાં. જે ન્યૂઝ વાળાએ હાઇલાઈટ કરી કરીને છાપ્યા હતાં. ન્યૂઝ ચેનલો પર એના ઇન્ટરવ્યુંમાં એનો કોન્ફિડેન્સ અને પ્યોર નેચરલ એક્ટિંગ દેખાઈ રહી હતી. એ પૂરેપૂરા પોતાના કેરેક્ટરમાં હતી.

‘આજના પુરૂષો સમજે છે કે એ અમારી મજબૂરીનો લાભ ઉઠાવી શકશે. નહીં, હું લડીશ. હું મારાં માટે નહીં, હું દેશની દરેક સ્ત્રી માટે લડીશ. નો ડાઉટ મારાં પર બળાત્કાર થયો છે, બટ હું નિરાશ થઈને બેસી રહેવાવાળી સ્ત્રી નથી. હું ઊભી થઈશ. ચાલીશ, કદાચ મારો રસ્તો ખાડા ટેકરાવાળો હશે, કદાચ હું પડીશ પણ, મારાં ગોઠણીયાં છોલાઇ શકે, પરંતુ હું ઊભી થઈશ, ધૂળથી ખરડાયેલા મારાં ગોઠણને સાફ કરીશ અને ફરી ચાલીશ. ત્યાં સુધી ચાલીશ જ્યાં સુધી આ દેશની દરેક સ્ત્રી સુરક્ષિત મહેસૂસ ના કરે. મારે આ દેશની દરેક સ્ત્રીને દેખાડવું છે કે આપણે પણ લડી શકીએ છે. આપણામાં પણ શક્તિ છે. આપણે દુર્ગાનું સ્વરૂપ છીએ અને આપણે પણ મહિષાસુરને મારી શકીએ.’, જ્યારે વૈભવીએ એક ઇન્ટરવ્યૂમાં આવા વાક્યો બોલ્યા ત્યારે જે જે સ્ત્રીએ આ સાંભળ્યું હતું એ દરેક સ્ત્રી વૈભવીની સાથે હતી. જે પબ્લીસીટી વૈભવીને મળી રહી હતી. એ પબ્લિસિટીનો વૈભવી પૂરેપૂરો વૈભવ માણી રહી હતી.

વૈભવી ફેમિનિઝમનો રસ્તો પકડી લીધો હતો, બુદ્ધિ તો વૈભવીની હતી. કોઈને કારણ વિના, હાની પહોંચાડ્યા વિના પોતાને જે મેળવવુ હતું એ મેળવી લીધું હતું.

***

સગાઈ કેન્સલ થઈ ગઈ હતી. ફેન્સીના ઘરવાળાને ડાઉટ તો હતો જ કે આ ઘટના પાછળ કોઈનો હાથ તો છે જ. બટ એ ધર્મેશ અને વૈભવી સિવાય કોઈને અંદાજો નહોતો. ધર્મેશને કદાચ અંદાજો હતો, બટ કોમ્લીકેશન્સ એટલા હતાં કે એના મગજમાં કોઈ ચોખટા નહોતા બેસી રહ્યા. ધર્મેશ વિચારી રહ્યો હતો કે, ‘વૈભવીએ મારી સાથે આવું શા માટે કર્યુ?’ બટ પછી એને અંદાજો પણ આવ્યો હતો કે, ‘ફેન્સીના કરેલા એ ભોગવી રહ્યો હતો.’ આ ઘટનાથી તનુદીદીને થોડીક ખુશી થઈ હતી, કારણ કે ફેન્સીનો સાચો ચહેરો વિવાન સામે આવી ગયો હતો. વિવાનના ઘરના આ ઘટનાથી થોડા નિરાશ થઈ ગયા હતાં, બટ વિશાખા અને તનુદીદીએ હિંમત આપતા કહ્યું કે, ‘જે થયું છે એ બધું બરાબર જ થયું છે.’

તનુદીદી ત્યારે રડી પડ્યા હતાં જ્યારે મોડી રાતે વિવાન ઘરે આવ્યો અને આવીને સીધો તનુદીદીને રડતાં રડતાં ગળે વળગી પડ્યો.

***

‘સૉરી, વિવાન. તને પામવા મેં બધાં જ ખોટા રસ્તા પસંદ કર્યા. આઈ એમ સો સૉરી અબાઉટ વોટ આઈ હેવ ડન. સૉરી ફોર વોટ આઈ હેવ ડન વિથ અંકિતા. શી ઇઝ કમ્પ્લીટલી ઇનોસન્ટ. મેં જ જાણી જોઈને નિશા સાથે ઝઘડો કર્યો હતો, મેં જ ગુસ્સામાં નિશાને પથ્થર માર્યો હતો. એક્ચુઅલી હું અંકિતાને મારવા ગઈ હતી બટ નિશાને વાગી ગયો. મેં જ અંકિતા અને ધર્મેશના કેઝ્યુલી ખેંચેલા ફોટા વિશે વધારે બડાવી ચડાવીને કહ્યું. આ અમારાં બંનેનો પ્લાન હતો. બટ એ બધું જ તને મેળવવા માટે કર્યુ હતું. આઈ એમ સૉરી ફોર ઇટ વિવાન. બની શકે તો મને માફ કરી દેજે. આ બધું એક જ કારણને લીધે કર્યુ છે, આઈ લવ યુ વિવાન.’, વિવાને તનુદીદીએ આપેલી ફેન્સીની ચીઠ્ઠી વાંચીને ગુસ્સામાં ફાડી નાખી. એ હવે ફેન્સીનું નામ પણ સાંભળવા નહોતો માંગતો.

ખરેખર પ્રેમ આંધળો હોય છે. એ તમારી પાસે બધું જ કરાવી શકે. કોઈના પેટમાં ટાઢક પણ લાવી શકે અને કોઈના પેટમાં આગ પણ લગાવી શકે.

કૃતિએ તનુદીદીનો કૉન્ટેક્ટ કરીને જે જે રેકોર્ડિંગની કેસેટ્સ હતી એ બધી જ વિવાન માટે મોકલાવી દીધી હતી. જે જોયું હતું એ પછી ભલે કંઈ બોલવાનું બાકી નહોતું, એ છતાં કૃતિએ બધું પાકે પાયે જ રાખ્યું હતું. વિવાને ધર્મેશ અને ફેન્સીના બધાં જ રેકોર્ડિંગ સાંભળ્યા. એનામાં એક ઉંડા પસ્તાવાનો શેરડો વ્યાપી ગયો. આવતી કાલે એ અંકિતાને કઈ રીતે ફેસ કરશે? એના વિશે એના મનમાં સવાલોનો ઢગલો હતો. પરંતુ એક તરફ હાશકારો હતો. અંકિતાનો એક મૅસેજ એને ઘણો આરામ આપી રહ્યો હતો. બધું જ એક પરફેક્ટ ટાઈમ પર બન્યું હતું.

વિવાન વિચારતો રહ્યો આવતી કાલે શું વાત કરશે? શું બોલશે? જાણે એ અંકિતાથી કેટલોય અલગ પડી ગયો હોય. પરંતુ પછી એને ભાન થયું, એ અને અંકિતા ક્યારેય અલગ નહોતા થયા, કદાચ માત્ર દૂર હતાં.

એ મોડી રાત સુધી અંકિતાના વિચારો કરતો રહ્યો, મોડી રાત સુધી એને એનો ભૂતકાળ યાદ આવતો રહ્યો. એ અંકિતા અંકિતા અંકિતા નામનું રટણ કરતો રહ્યો. બહુ દિવસો પછી આજે એને સિગારેટ કે સ્લીપીંગ પીલ્સ વિના ઊંઘ આવી હતી.

***

અંકિતા કૃતિ પ્રત્યે ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. અંકિતા માટે કૃતિએ કોઈ જ સ્વાર્થ વિના આટલું બધું કર્યુ હતું, કૃતિને આપવા માટે અંકિતા પાસે ટાઇટ હગ અને આંસુ સિવાય કંઈ જ નહોતું. અંકિતા કૃતિને વળગી પડી હતી, ‘થેંક્સ’ તો અંકિતાએ કેટલીય વાર કહ્યું બટ એને એ પ્રોપર તો નહોતું જ લાગ્યું. કૃતિની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પછી અંકિતા એની ત્રણેય ફ્રૅન્ડને પણ ગળે વળગી પડી હતી. સોનુ, કૃપા અને નિશા.

નિશા અને કૃપાએ નક્કી કર્યુ હતું કે એ લોકો અમદાવાદ આવી જશે અને અંકિતા સાથે જ રહેશે. સોનુ, કૃપા, નિશા અને અંકિતા ચારેય ફ્રૅન્ડ એકબીજા માટે ખૂબ જ ખુશ હતાં. એ ત્રણેય ફ્રેન્ડે આ આખા કામમાં કૃતિની ઘણી હૅલ્પ કરી હતી. ખાસ કરીને કૃતિને બધી માહિતી આપવાની અને મોટીવેટ કરવાની. કૃતિએ નક્કી કર્યુ હતું કે અંકિતાની લાઈફ પર એક બુક લખશે.

બટ એ ક્ષણે લગભગ બધાંની આંખો ભરાઈ આવી હતી જ્યારે અંકિતા અને નિશા બંને એકબીજાને ગળે વળગી પડ્યા હતાં. નિશાએ અંકિતાને કપાળ પર ચૂમી લીધી હતી. ધીઝ વોઝ લવ. ધીઝ વોઝ ટ્રુ ફ્રૅન્ડશીપ. ખરેખર ફ્રૅન્ડશીપ તમને બધું જ કરવા તૈયાર કરી દેતી હોય છે. ફ્રૅન્ડશીપને કોઈ સીમા નથી હોતી. સાચો ફ્રૅન્ડ ઑલવેઝ હૅલ્પ માટે રેડી જ હોય, ચાહે કોઈ ઊંચી દીવાલ કૂદવાની હોય, ખેતરના કાંટાવાળી વાડમાં છીંડા પાડવાના હોય કે પછી એના ફ્રૅન્ડ માટે જીવના જોખમે પણ કોઈ કામ કરવાનું હોય. ધીઝ ઇઝ નથિંગ બટ ટ્રુ ફ્રૅન્ડશીપ, ધીઝ ઇઝ લવ. જેમાં ખુશીઓ વ્યકત કરતી વખતે ‘થેંક્સ’ ના બદલે ‘આંસુઓ’ હોય.

અંકિતા અને નિશા એકબીજાના માત્ર ફ્રૅન્ડ નહોતા, એ એકબીજાનો જીવ હતાં, એ એકબીજાનો શ્વાસ હતાં, એ એકબીજાનો પ્રેમ હતાં.

***

જો તમને આ પ્રકરણ ગમ્યુ હોય તો, રેટીંગ અને રિવ્યુ આપવાનું ભૂલતા નહીં. આશા રાખુ છું કે જેમ વાર્તા આગળ વધશે એમ તમે ખુબ જ માણશો. આભાર.