Kitlithi cafe sudhi - 17 books and stories free download online pdf in Gujarati

કીટલીથી કેફે સુધી... - 17

કીટલીથી કેફે સુધી
આનંદ
(17)

“સાત વાગે “હેરીટેજ વોલ્ક” ચાલુ થાય છે. તારે આવુ હોય તો ઉઠજે નકર હુ એકલો નીકળી જઇશ.” મે દેવલાની ચાદર ખેંચી.

“એલા થોડીકવાર સુવા દેને...” અડધી આંખ ખોલીને ચાદર પાછી ખેંચી.

સવારના સાડા-પાંચ થયા છે. “કબીરસીંઘ” જોવા ન ગયા. એના બદલે ગુજ્જુભાઇનુ ગુજરાતી “મુવી” જોયુ. જાગતા જગાઇ ગયુ. હવે મારુ હાથ પગ અને માથુ ફાટે છે. દેવલા હારે મગજમારી કરીને એમ થાય કે “હાલને હુ ય જાવાનુ માંડી વારુ...”

મારા જેવા મગજથી જ કોરા માણસને ફરવાથી કે નવી જગ્યા એ જવાથી શુ ફરક પડે. મને કાયમ મારી અંદર કાઇ ખુટતુ લાગ્યુ છે. કોઇ છોકરી સાથે કેમ વાત કરવી એ ખબર નથી પડતી. જેની સાથે હુ વાત ન કરી શકતો હોય એ માણસ ને હુ અભીમાની માની લઉ છુ. મને કાયમ લાગે કે આ વાત ખોટી છે. તોય હુ એ જ ભુલ વારંવાર કરુ છુ. કદાચ હુ નાનપણથી જ એ વસ્તુમા પાછળ છુ. મારી તરફ ન હોય તો સાચી વાતને કયારેય હુ સ્વીકારતો નથી. મને કોઇ મારા વીશે ખરાબ ન કહેવુ જોઇએ.

હંમેશાની જેમ મારી આ જ વાતથી હુ દુઃખી હતો. હુ પાંચ વાગ્યે ઉઠયો હતો. એટલે મે વહેલુ નાહી લીધુ હતુ. હુ પાછો મારા પલંગ પર જઇને બેસી ગયો. ત્યા દેવલો ઉભો થયો.

“હાલ હુ નાહી લઉ પછી નીકળી.”

“જલ્દી કર જે...” મારો ટાઇમ કોઇ બગાડે એ મને જરાય નથી ગમતુ. પણ હુ ખાલી આટલુ જ બોલી શક્યો.

આજે રવીવાર છે એટલે પી.જી એ ચા નહી મળે. દેવલો બાઇક લેવા ગયો. થલતેજ પાસે મે બાઇક ઉભુ રખાવ્યુ. દેવલાને ખબરનો પડે એમ બે દસવાળી કીધી. દેવલો સાંભળી ગયો એટલે બે માથી એક કરાવી ગયો.

ચા નો ઘુટડો માર્યો ત્યારે મને કાઇ સવાર જેવુ લાગ્યુ. મારા માથાનો દુઃખાવો થોડો શાંત થયો. આટલો નશો કોઇને દારુનો પણ નહી ચઢતો હોય. રાતે અમે નક્કી કર્યુ કે કાલે વીડીઓ બનાવીએ. હુ રસ્તાના અને જુના સીટીના વીડીઓશુટ કરતો હતો.

દેવાંગ અમદાવાદનો સારો એવો જાણકાર છે. અમદાવાદ વીશે એને મારા કરતા સારી ખબર છે. એકપછી એક રસ્તા વીશે મને કહેતો જાય છે.

મોટા હાઇવે પર થઇને ફ્લાયઓવર પર થઇને સાંકળી શેરીઓમા અમે ઉભા રહ્યા. લગભગ છસો વર્ષ જુના અમદાવાદના મકાનો દેખાય છે. એમા હજી પણ માણસો રહે છે. મકાન જોઇને જરાય લાગતુ નથી કે આટલા જુના હોય શકે. એક પછી એક સાંકળી ગલીઓ માથી વળી ને અમે નીકળી છીએ. ગમે તે ગલીઓ ગમે ત્યા પુરી થઇ જાય છે અને ગમે ત્યા વળી જાય છે.

દેવાંગ ઘણા ટાઇમથી આવ્યો નથી એટલે એનેય ગુગલ મેપમા જોવુ પડે છે. એક ટાઇમે એક જ મોટરસાઇકલ નીકળે એવી સાંકળી ગલીઓમાથી અમે નીકળા. સામે બીજુ કોઇ આવે તો રસ્તો બંધ. મને થયુ આ લોકો કઇ રીતના જીવતા હશે. આ બધાય પાસે બીજે ક્યાય મકાન લેવાના પૈસા નહી હોય ક એ બધાને બીજે ક્યાય ફાવતુ નહી હોય. આ બધાની મદદ કરવી જોઇએ. મને એ બધા પર દયા આવી જાણે હુ પોતે એટલો અમીર માણસ હોઉ.

આગળના વણાંકથી મોટી શેરી કહી શકાય એવી ગલી આવી. દેવલો મને પોળ વીશે સમજાવતો જાય છે. આગળ જમણે વળ્યા. સીધો જ એક મોટો કીલ્લા જેવો દરવાજો દેખાય છે. કીલ્લાની જેમ દરવાજાની ઉપર જરુખા જેવી બારીઓ વાળી ચારેક મજલાની દીવાલ છે.

દીવાલની સામે બાઇક ઉભુ રહ્યુ. હેલ્મેટ લટકાવીને દેવલો ફોટો પાડવામા પડયો. હુ વીડીયો લેવામા પડયો. થોડી ગરમી જેવુ લાગી રહ્યુ છે. મને હવે ખબર નથી પડતી કે મારે આગળ શુ કરવુ જોઇએ. દેવલો તો એના કામમા લાગી ગયો છે. હુ ફરીથી કંટાળ્યો.

અમે બેય લાકડાના અડીખમ અને અભેધ્ય દરવાજાની સામે ઉભા છીએ. મને ખાલી એટલી જ ખબર કે આપણે કાલુપુર સ્વામીનારાયણ મંદીરે જવાનુ છે. દેવલો બોલ્યો કે હાલ દર્શન કરતા આવીએ. ત્યારે મને ખબર પડી કે આ જ સ્વામીનારાયણ મંદીર છે.

સ્વામીનારાયણ મંદીર એટલે મારા મગજમા તો કાઇ અલગ જ હતુ. હુ તો એવુ વીચારતો તો કે કોઇ નવુ બનેલુ મંદીર હોવુ જોઇએ. મારા મગજમા એજ વાત છે કે બહારથી તો આ જગ્યા મંદીર જેવી લાગી જ નથી રહી. બેય અડીખમ દરવાજા બંધ કરી દઇએ એટલે કીલ્લો જ લાગે.

અમે દરવાજાની અંદર ગયા. ગરમી થોડી-થોડી કરીને વધતી જાય છે. મોટા દરવાજાની નીચેની છત નીચે કેટલાય પક્ષીઓનુ ઘર છે. દરવાજાની સામે એક મોટુ મંદીર છે. લગભગ સાતેક જેવા વાગ્યા છે. મંદીરમા માણસોની સંખ્યા ઘણી છે.

દર્શન કરીને આવ્યા. મંદીર જમીનથી ઘણુ ઉંચુ છે. એની સામે એના જેટલી જ ઉંચાઇ પર મંદીરની ઓફીસ છે. અમારે “હેરીટેજ વોલ્ક” મા જવાનુ છે એટલે અમે ઓફીસ પાસે ગયા. પગથીયા પર એક લાંબો માણસ ઉભો છે.

“હેરીટેજ વોલ્ક માટે ને...” અમને જોઇને સીધુ જ એણે પુછયુ.

“હા...હજી વાર છે...” હુ બોલ્યો.

“બસ પોણા આઠે ચાલુ કરી દઇએ. ત્યા બધા આવી જ જશે.” આજુબાજુ જોઇને બોલ્યો.

“વાંધો નય ટાઇમે જ પોયચા...ખોટી ઉતાવળ કરતો તો તેમા...” દેવલો મારી સામે જોઇને બોલ્યો.

એક મોટી રજીસ્ટર જેવી ચોપડી ખોલીને બધી વીગતો તપાસી. ગઇકાલે ટાઇમીંગમા રજીસ્ટરેશન ટાઇમીંગમા કાઇ ભુલ થઇ હતી. મે મેસેજ બતાવ્યો.

બધુ બરોબર જ હતુ. અમને “હેરીટેજ વોલ્ક” નો મેપ અને હાથમા બાંધવા માટે “હેરીટેજ વોલ્ક” નો બેલ્ટ આપ્યો.

એના કહેવા પ્રમાણે અત્યારે લગભગ પાંચેક જણા આવ્યા છે. બધાય થઇને ચાલીસ જેવા થવાના છે. અત્યારે તો એકાદ બે જણા જ દેખાય છે એટલે અમે બેય આંટો મારવા નીકળા.

દેવલો પાછો ફોટો પાડવામા પડયો એટલે હુ ફરી કંટાળ્યો. એક-બે વાર તો મે ફોન લઇ લીધો. એના દીલની સૌથી નજીકની વસ્તુ એનો ફોન છે. મે લઇ લીધો તો મારી સાથે ઝઘડો કરવા સુધી આવી ગયો.

“હાલને એલા ચા પીવા.” મને વારેવારે એ જ મગજમા આવે છે.

“એક કામ કર ડોલ ભરી આવ. ગળે બાંધીને ફરજે. કોક દી તો માણા થા. આખો દી ચા-ચા જ કયરે રાખેસ...” મારા પર થોડો ગુસ્સે થઇને બોલ્યો.

“હાલને એલા ખોટો ભાવ ખામા...” મે ફરીથી કહ્યુ.

“જો ભેગો આવીશ પીસ નઇ.”

“હા પણ.”
“કયા દેખાણો તને ચા વાળો...” અમે બેય હાલતા અટક્યા.

“એલા ગેટની બાર હતો...” હુ કોઇ જાસુસને આરોપી મળી જાય અને ખુશ થાય એમ હુ ગર્વ લેતો હતો.

“તને મળે કયાથી આવુ બધુ મને ઇ તો કે...”

“ભાઇ હુ ચા ને નો ગોતુ...ચા મને ગોતે...સમજાણુ...”

“તુ હાલને ભાઇ હાલને જલ્દી...”

“હાલ તુ જ ઉભો રય ગયો...”

મંદીરની આગળની ગલીમા જ એક જુની કટાયેલા બોર્ડવાળી ચા ની “કીટલી” છે. મે ફરી એણે પુછીને એક ચા મંગાવી.

“તારી હદયમા લોહીના બદલે ચા ફરતી હયશે ને એલા...” મારી સામુ જોઇને હસ્યો.

“તારે પીવી...”

“ના એલા ઇ મજા જ નો આવે.” મોઢુ બગાડીને બોલ્યો.

“તો નો બોલતી હોય તો ફોનવાળી...”

“તુ કેફેમા જા કે નય કોઇદી...”

“યા થોડી જવાય...કેફે કાઇ જવાની વસ્તુ છે. કીટલી જેવી ચા જ નો થાય. પાઉડરની ચા પીવા થોડી ને જવાય. નકામી વેજા ભેગી થઇ હોય યા...” હુ કેફે વીશેની મારો બધો ગુસ્સો ઠાલવવા માંડયો.
વાસ્તવમા તો વાત એમ છે કે મને સાથે કેફેમા જાય એવા ભાઇબંધો હજી સુધી મળ્યા જ નથી. જે જાય એ મને સાથે ન લઇ જતા. આટલો ફરક છે બધાની જીંદગી કરતા મારીમા... “એકલતા ભાસે એને ખબર હોય...” ખાલી વાતો કરવાથી ભાઇબંધી નથી થઇ જતી.

હુ મન વાતો કરવા લાગ્યો. મારી જીંદગીની કડવી હકીકત જે મે કયારેય સ્વીકારી જ નથી. “મારા સ્વભાવથી માણસો કાયમ મારાથી દુર થતા જાય છે.” હુ માનુ કે ન માનુ આ નરી આંખે દેખાતી હકીકત છે.

મને ખબર છે એકલતા શુ હોય. જીવનમા સારા માણસો આવીને નીકળી જાય. મને કોઇ સાચી સલાહ આપતુ હોય અને હુ ઝઘડો કરીને બોલવાના સંબંધ પણ ન રહેવા દઉ.

“કીટલીથી કેફે સુધી...” તો હુ કેમ જઇ શકુ. મારી તાસીર જ નથી. મે સ્વીકારી રાખ્યુ છે.

“મુકને ભાઇ આ કાઇ પેલી વાર નથી થયુ તારી હારે. પેલેથી જ થતુ આવે છે.” હુ મારી જાત સાથે વાત કરવા લાગ્યો. આ બધી વાત જ મને બીજા કરતા અલગ બનાવે છે.

મે જલ્દી ચા પુરી કરી.

“બીજી પીવી...તો કઇ દઉ...” એ મારી મજાક ઉડાડતો હતો.

“ના એલા....” મે એના ખભે હાથ રાખીને ફરીથી એનો ફોન લઇ લીધો.

લડતા-ઝઘડતા અમે બેય પાછા મંદીર તરફ ગયા.

(ક્રમશ:)