Jokar - 18 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 18

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 18

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ-18
લેખક – મેર મેહુલ
જૈનીત ક્રિશાને પોતાની સ્ટૉરી કહેતો હતો એટલામાં તેનો ફોન રણક્યો.
“એક મિનિટ”ક્રિશાને કહી જૈનીતે કૉલ રિસીવ કર્યો, “બોલ જીગરી તને જ યાદ કરતો હતો”
“આરાધના સાથે વાત થઈ હતી કાલે.બધું બરોબર થઈ ગયું છે અને કલાક પછી એ પાછી આવે છે”બકુલે કૉલમાં કહ્યું.
“શું વાત કરે છે?,ગજબ થઈ ગયો.તું ઘરે જ રહે હું અડધી કલાકમાં પહોંચ્યો”જૈનીતે કહ્યું.
“ના ભાઈ તારે આવવાની જરૂર નથી”બકુલે કહ્યું, “તું આવીશ તો ફરી બબાલ થશે”
“ભાઈ પહેલાં કે એ?”જૈનીતે પૂછ્યું.
“ભાઈ જ પણ તું સમજ આજે ઘણાં દિવસ પછી ઘોડેસવારી કરવાની છે”
“મારે કંઈ નથી સાંભળવું.હું આવું છું”કહેતાં જૈનીતે કૉલ કાપી નાખ્યો.
“કોલેજમાં જે સીનીયર હતો એ જ બકુલને?”ક્રિશાએ પૂછ્યું.
“હા,પહેલા દુશ્મન હતા.હવે જીગરી થઈ ગયા”જૈનીતે હસીને કહ્યું, “મારે જવું પડશે.આગળની વાત પછી કહીશ”
“ક્યારે?”ક્રિશાએ આતુરતા સાથે કહ્યું.
“તું ફ્રી હોય ત્યારે…”
“આજે હીરાબાગ વાળા CCD માં મળીએ. જ્યાં તમારી પહેલી ડેટ થઈ હતી.વાત ત્યાંથી જ આગળ વધારીશું”ક્રિશાએ હસીને કહ્યું.
“સાત વાગ્યે પહોંચી જજે”કહેતાં જૈનીત ઉભો થયો. ક્રિશાએ પણ નિધિની જેમ જૈનીતને હગ કર્યો અને બંને છુટા પડ્યા.
***
“આ બધું શું છે ભાઈ?”બકુલના રૂમની હાલત જોઈને જૈનીતે પુછ્યું.ક્રિશાના ઘરથી નીકળી જૈનીત બકુલના ઘરે આવ્યો હતો.બકુલના રૂમની હાલત જોઈને તે આભો બની ગયો હતો.
છેલ્લાં સાત મહિનાથી બકુલ અને આરાધના લિવ ઇનમાં રહેતાં હતાં.
“આજે અમારી લિવ ઇનને સાત માહિના પુરા થયા છે,એટલે રૂમ સાફ કર્યો છે”બકુલે આંખ મારી.
“તો સુહાગરાતની જેમ રૂમ સજાવવા કોણે કહ્યું તને?”
“અરે યાર સમજને,તેને સારું ફિલ થાય એ માટે”બકુલે ફરી આંખો પટપટાવી.
“તું ઘેલો જ રહીશ,મારી હાલત ટાઈટ છે અને તમે સુહાગરાત મનાવવાના ફિરાકમાં છો”જૈનીતે પોકેટમાંથી સિગરેટનું પાકીટ કાઢી એક સિગરેટ સળગાવી.
“પણ તું સમજને યાર”બકુલે જૈનીત પાસેથી સિગરેટ લઈ એક ઊંડો કશ ખેંચ્યો.ધુમાડો છોડતાં વાત આગળ ધપાવી, “છેલ્લાં અઠવાડિયામાં એકેયવાર મળ્યા નથી.હવે કેટલું કંટ્રોલ કરવું?”
“તમે કેટલાં સમયથી લિવઇનમાં છો?”
“સાત મહિનાથી”
“અને કેટલીવાર મળ્યા છો?”
“ઘણીવાર, પણ તે જ કહ્યું હું ચુ*યો છું.તો પછી તેનો શું વાંક છે?”
“તને સમજાવવું જ બેકાર છે”જૈનીતે બેડ પર લાંબા થતા કહ્યું, “ફરિવાર આરાધનાને તે કેવી રીતે પટાવી?”
“તું કાલે ચાલ્યો ગયો પછી ક્રિશા પણ ઉદાસ થઈને નીકળી ગઈ હતી. તેની પાછળ તેની પેલી ફ્રેન્ડ હતી એ પણ નીકળી ગઈ. હું અને આરાધના જ ત્યાં રહ્યા હતા. બંને વચ્ચે વાતો થઈ એટલે સુલેહ થઈ ગયો.”બકુલે કહ્યું.
“તારું એટીએમ મને આપી દેજે”જૈનીતે કહ્યું, “પછી તારે જે કરવું હોય એ કરજે”
“જો દોસ્ત હું તને હર્ટ કરવા નથી માંગતો પણ એક સમયે તું મારી જગ્યા પર હતો અને હું તારી જગ્યા પર.મેં પણ તને આવી જ વાતો કહી હતી,ત્યારે તે બધી વાતો હસીમાં ઉડાવી દીધી હતી. તો મહેરબાની કરીને મારી મમ્મી બનવાનું બંધ કરીશ હવે”બકુલે કહ્યું.
“મારી સાથે જે થયું એ તારી સાથે ન થાય એટલા માટે જ તને અટકાવું છું”
“તારો પ્રેમ સાચો હતો યાર,મારે તારા જેવું નહીં થાય.હું આઝાદીથી જીવવા માંગુ છું,મજા કરવા માગું છું અને ખાસ વાત મને ઘોડેસવારી પસંદ છે”બકુલે હસીને કહ્યું, “તારી જેમ માત્ર ઘોડીઓ સાચવીને મારે ફોજ નથી બનાવવી”
“એક જ હતી,ફોજ નહોતી”જૈનીતે કહ્યું.
“તો પણ તે એની ઘોડેસવારી કરી તે?”બકુલે પૂછ્યું.
“તું હંમેશા એની જ વાત વચ્ચે લાવીને મારી લે છો મારી”
“દોસ્ત છું,તારી મરાતી હોય ત્યાં જ તાળી પાડવાની મજા આવે
“આગળ તો હવે?”બકુલે ઉત્સુકતા ભર્યા અવાજે પૂછ્યું, “અને આરાધના કલાકમાં આવે છે,તું જતો હોય તો જા હવે”
“ના,મને ઊંઘ આવે છે.આજે ક્રિશાએ વહેલા જગાડી દીધો હતો”જૈનીતે આંખો બંધ કરતાં કહ્યું, “હું તો સાંજ સુધી સુવાનો છું અહીં.”
“તું અહીં છો એ વાત તેને ખબર પડી તો….”
“હા તો એ પણ જુએને કે ગૅ લોકો કેવી રીતે એક બેડમાં સુવે છે,પછી ગુસ્સો કરીને જતી રહેશે,પછી તું માનવીશ,એ બીજી છોકરીને વાત કરશે..તને સૉરી કહેશે… વગેરે.. વગેરે…તારા માટે તો હવે બધું સામાન્ય છે”
“હા ભાઈ તું પણ મારી લે”બકુલે દાંત ભીંસતા ઉમેર્યું, “હું બજાર જાઉં છું,થોડી વસ્તુ લેવા માટે,કંઈ જોઈએ છે તારે?”
“એક ફુગ્ગાનું પેકેટ લેતો આવજે”જૈનીતે ઈશારો કરીને કહ્યું.
“વિકૃતિ જ ભરી છે તારામાં,એ આવે તો શાંત રહેજે અને થોડીવાર રાહ જોવા કહેજે”સૂચના આપતાં બકુલે કહ્યું.
“હું તો સહકાર આપવા પણ તૈયાર છું”જૈનીત હસી રહ્યો હતો.
“સુઈ જા તું”બકુલે બારણું બંધ કરતાં કહ્યું.
અડધી કલાક પછી રૂમની બેલ વાગતી હતી.
‘સાલું કોઈ સુવા જ નથી દેતું’ઊંઘમાં બબડતા જૈનીતે દરવાજો ખોલ્યો.સામે આરાધના હતી,હાથમાં બે મોટા બેગ સાથે.જૈનીતને લાગ્યું હતું કે તેને અહીંયા જોઈ આરાધના સીધી ગાળ જ બોલશે પણ થયું તેનાથી સાવ ઊલટું. આરાધનાએ જૈનીતને સ્માઈલ આપી અને ‘ગુડ મોર્નિંગ’ કહેતી અંદર આવી ગઈ.
“અત્યારે ગુડ નૂન ચાલે છે,બે વાગ્યા.”જૈનીતે ઘડિયાળમાં જોઈને કહ્યું.
“તારા માટે તો મોર્નિંગ જ છે ને”બેગ બાજુમાં રાખી રસોડા તરફ જતાં આરાધનાએ પુછ્યું, “ચા ચાલશે કે હજી સુવાનો વિચાર છે?”
જૈનીત તેની પાછળ પાછળ રસોડામાં ગયો.આરાધનાએ ફ્રીજમાંથી એક પાણીની બોટલ કાઢી જૈનીતને આપી.
“મને જોઈને તને ગુસ્સો નથી આવતો?”જૈનીતે સિગરેટ સળગાવીને પુછ્યું, “જેણે તને ગાળો આપી એ હું જ છું”
“ગાળો તો બધાં બોલતાં હોય છે એમાં શું?”આરાધનાએ હસીને કહ્યું.બંને હસી પડ્યા.
એટલી જ વારમાં બકુલ આવી ગયો.
“તું આવી ગઈ?”આરાધનાને હગ કરતાં બકુલે કહ્યું, “મને લાગ્યું મોડી આવશે”
“કંઈ કામ નહોતું તો ચાલી આવી”
“સારું કર્યું”બકુલે કહ્યું, “જલ્દી ચા બનાવ જૈનીતને ઉતાવળ છે”
“ઓ ભાઈ..મારે ક્યાંય નથી જવાનું,સાંજ સુધી હું અહીં જ રહીશ”જૈનીતે કહ્યું.
“સમજને યાર..તારે કોઈને મળવા નથી જવાનું?”બકુલે ઈશારો કરી સમજાવવાની કોશિશ કરી.
“મારે કોઈને નથી મળવાનું અને હું કોઈને ડિસ્ટર્બ પણ નથી કરવાનો.બાજુનાં રૂમમાં સૂતો છું,બસ અવાજ ઓછો કરજો”
ત્રણેય હસવા લાગ્યા.જૈનીત બાજુના રૂમમાં જઇ આડો પડ્યો.થોડીવાર પછી બાજુના રૂમમાંથી અજીબોગરીબ અવાજ જૈનીતને સંભળાયા એટલે કાને ઓશીકું રાખી જૈનીત સુઈ ગયો.
*
સાંજના છ થયા હતા.દરવાજો કોઈ જોરથી ઠોકતું હતું.જૈનીતે દરવાજો ખોલ્યો.સામે આરાધના અને બકુલ ઉભા હતા.
“શું થયું?,કેમ આટલી જોરથી દરવાજાના ઠોકો છો?”જૈનીતે પુછ્યું.
“તને શું થયું?,તું કેમ જોરજોરથી બરાડતો હતો?”આરાધનાએ પુછ્યું.
“હું અને બરાડતો હતો?,હું તો સૂતો હતો”જૈનીતે આંખો ચોળતાં કહ્યું.
“અરે મેં તેને કહ્યું કે તેને ઊંઘમાં નિધિ નિધિ ચિલ્લાવવાની આદત છે પણ એને તારી ચિંતા થતી હતી એટલે ના માની”
“હું એકદમ ઠીક છું,એ તો કાલે ફરી ડાયરી વાંચી હતી એટલે એ મગજમાં ઘુમતી હશે.”જૈનીતે આંખો ચોળતાં કહ્યું.
“રોજનું છે એ તો હવે,આમાં કંઈ નવીન નથી”બકુલે હસીને કહ્યું.
“છોકરીને ગાળો દેતાં છોકરાના દિલમાં પણ આટલી લાગણી જોઈ મને ખુશી થઈ”આરાધનાએ પણ સ્માઈલ સાથે કહ્યું.
“મને કોઈ ચા પીવરાવશે કે હું જાતે જ બનાવી લઉં?”જૈનીતે આળસ મરડી બંનેની વાત કાપી નાખી.
“બેસ હું બનાવી આપું છું”કહેતાં આરાધના રસોડા તરફ ચાલી.
“આઈ થિંક ક્રિશા વિશે તારે વિચારવું જોઈએ,તારો શું વિચાર છે?”બેઠક રૂમ તરફ જતાં બકુલે પુછ્યું.
“સિગરેટ છે?,મારી પાસે ખતમ થઈ ગઈ છે”બગાસું ખાતાં જૈનીતે પૂછ્યું.
બકુલે પોકેટમાંથી સિગરેટનું પેકેટ કાઢી જૈનીતના હાથમાં પકડાવ્યું.જૈનીત સિગરેટ સળગાવવા રસોડામાં ગયો.
“સારી છે એ છોકરી,મેં જોઈ છે તેને”સ્ટવ પરથી સિગરેટ સળગાવી આપતાં આરાધનાએ કહ્યું.
“અરે હા,મને યાદ આવ્યું.મારે આઠ વાગ્યે કોઈને મળવાનું છે”જૈનીત કોઈની વાત સાંભળતો જ ના હોય એમ પોતાની ધૂનમાં વાતો કરતો હતો.
“તું અમારી વાત સાંભળે છે?”બકુલે પુછ્યું.
જૈનીતે કશ ખેંચ્યો.
“એ છોકરીનું નામ ક્રિશા છે અને મેં પણ તેને જોઈ છે.સુંદર છે” જૈનીતે બંનેના પ્રશ્નોનો એક વાક્યમાં જવાબ આપ્યો.
“તારે એના વિશે વિચારવું જોઈએ”આરાધના ત્રણ કપ પ્લેટમાં લઈ બહાર આવી.
“કેટલા દિવસ એકલો રહીશ?”બકુલે પણ જોડયું.
“હું સૂતો હતો ત્યારે મારી જ વાત ચાલતી હતીને?”જૈનીતે બકુલ સામે જોઇને પુછ્યું.
“એ મહત્વનું નથી”આરાધનાએ વચ્ચેથી વાત કાપી, “ભૂતકાળને કોઈ બદલી નથી શકતું,તેમાં જ રચ્યાપચ્યા રહેવા કરતાં મુવ ઓન થઈને આગળની લાઈફ વિશે વિચારવામાં જ ફાયદો છે.નિધિનું ઉદાહરણ તારી નજર સામે છે”જૈનીતને સમજાવતાં આરાધનાએ ધીમેથી કહ્યું.
“હું સમજુ છું યાર,હું કોઈ નાનું બાળક નથી”જૈનીતે તરછોડાયેલા અવાજે કહ્યું, “હું તમારી બધી વાતો સમજુ છું અને સ્વીકારું છું છતાં હું એ વાત પણ સ્વીકારું છું કે મેં ભૂતકાળમાં જે ભૂલો કરી તેનું ફળ મને હાલ મળી રહ્યું છે અને હું પ્રાશ્ચિત પણ કરું છું”
“એનો મતલબ એવો તો નથીને કે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન થશે અને આમ પણ ભૂલોમાંથી જ શીખવા મળે છે”
“એ ભૂલ નહોતી”જૈનીત ખિજાયો, “ગેરસમજ હતી જે તારી અને બકુલ વચ્ચે વારંવાર થાય છે”
“તો પણ અમે વારંવાર એક થઈ જઈએ છીએ કારણ કે અમે સ્વીકારી લીધું છે કે લાઈફમાં બધું થશે બસ જુદાં નહિ થવાનું”
“અમે પણ સ્વીકાર્યું જ હતું અને યાર બધાની સ્ટૉરી સરખી નથી હોતી.તો આપણે આ વાત અહીં જ ખતમ કરીએ? કોઈ મારી રાહ જોઈ રહ્યું છે”
“અમે તો બસ તને ખુશ જોવા માંગીએ છીએ”બકુલે કહ્યું.
“હું ખુશ જ છું”જૈનીતે કહ્યું અને ચા પીધાં વિના ચાલતો થયો.બંને તેને જોતાં રહ્યા.બકુલ નિસાસો નાખતા ધીમેથી બોલ્યો, “એ તો દેખાય જ છે તું કેટલો ખુશ છે.”
(ક્રમશઃ)
શું થયું હશે જૈનીત અને નિધિ વચ્ચે?,ક્યાં કારણથી આજે બંને સાથે નહોતા?,નિધિ અત્યારે ક્યાં હશે?,જાણવા વાંચતા રહો,જોકર-સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

Rate & Review

Parul

Parul 2 years ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Khyati Soni ladu

Khyati Soni ladu 2 years ago

Hina

Hina 2 years ago