Criminal Dev - 1 in Gujarati Fiction Stories by chetan dave books and stories PDF | અપરાધી દેવ - 1

Featured Books
Categories
Share

અપરાધી દેવ - 1


લેખન નો આ મારો સર્વપ્રથમ પ્રયાસ છે, આજ સુધી હું એક વાચક જ રહ્યો, પરંતુ હવે વાચકો ના આશીર્વાદ સાથે , એક નવલકથા લખવાનો વિચાર છે, હું કોલેજ માં પ્રાધ્યાપક તરીકે છેલ્લા ૧૮ વર્ષ થી કાર્યરત છું.એટલે ભારેખમ શબ્દો ન વાપરતા, સરળ ભાષા વાપરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં તમારા જે કંઈ પ્રતિભાવો હોય, તે મારા Whattsup નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર મોકલવા વિનંતી. અઠવાડિયા માં ૩ દિવસ, સોમવાર,બુધવાર અને શુક્રવારે, નવલકથા ના હપ્તાઓ પ્રકાશિત થશે. તમારા જે કંઈ પણ સલાહ સૂચનો હોય, તે મારા નંબર પર મેસેજ કરી મને જણાવવા વિનંતી. તમારા પ્રતિભાવો ની અપેક્ષા સાથે, આ પહેલો ભાગ પ્રકાશિત કરી રહ્યો છું.

અપરાધી દેવ

ભાગ-૧

આ સમાજ માં અનેક વર્ગો અસ્તિત્વ માં છે, સમાજ ના 3 આગળ પડતા વર્ગો રાજકારણીઓ ,મોટા વેપારીઓ અને સરકારી અધિકારીઓ તેમને કાયમ અપરાધી વર્ગ સાથે પનારો પડે છે, અને હવે તો આ અપરાધી વર્ગ જ રાજકારણી કે મોટા વેપારી જ બને છે. બિહાર નો એક જિલ્લો પૂર્વ ચંપારણ ,જેના ધારાસભ્ય તરીકે હાલ માં ભાનુપ્રતાપ સાહી કાર્યરત છે. જો કે તેમને બાહુબલી ધારાસભ્ય તરીકે ઓળખવા વધારે યોગ્ય ગણાશે. તેમની ઉમર ૩૩ વર્ષ ની છે, તેમની એક પત્ની રમા ,અને ૨ બાળકો મહેન્દ્ર અને ધ્રુવી,જેમાં મહેન્દ્ર ૫ માં ધોરણમાં અને ધ્રુવી ૩જા ધોરણમાં અભ્યાસ કરે છે. ભાનુપ્રતાપ સાહી ની માતા સુલેહદેવી છે, અને તેમની ઉમર આશરે ૫૬ વર્ષ ની આસપાસ, ઘર માં તેમનો પડ્યો બોલ ઝીલાય, અને ખુદ ભાનુપ્રતાપ સાહી પણ તેમનો દરેક આદેશ માને.

ભાનુપ્રતાપ સાહી નો એક નાનો ભાઈ દેવ, જેની ઉમર આશરે ૨૩ વર્ષ છે. તેનામાં નામ પ્રમાણે ગુણ,તેના મોટાભાઈ ના ૨ નંબર ના ધંધા માં એને બિલકિલ રસ નહિ, અને તેથી તેણે કોલેજ માં આવ્યા પછી ઘરે ન રહેતા હોસ્ટેલ માં રહેવાનું શરુ કરેલ, અને તે પોતે અખબાર વહેંચીને કે નાના છોકરા ના ટ્યૂશન કરીને પોતાના પૂરતું રાણી લેતો, તેથી તે વેકેશન માં પણ ઘરે આવતો નહિ. ભાનુપ્રતાપે તેને પોતાની લાઈન માં લેવા ઘણો પ્રયત્ન કર્યો, કારણકે તેની લઈને માં એક વિશ્વાસુ સેનાપતિ હોય તો તેના ઘણા કામ સરળ થાય, અને સગા ભાઈ થી વધારે વિશ્વાસુ કોણ, ભાનુપ્રતાપ ની પાસે અમુક પથ્થર ની ખાણો પણ છે, અને પોતાના જિલ્લામાં તે મોટો બિલ્ડર પણ છે, પોતાના જિલ્લાના ૮૦ % સરકારી કોન્ટ્રાક્ટસ તે મેળવતો. તેની પોતાની એક ગેંગ પણ છે અને તેની સહીત તેના મોટા ભાગ ના સભ્યો પાસે લાયસન્સ વાળા હથિયારો રહે છે. તેમની પાસે અમુક ગેરકાયદે રિવોલ્વરો અને ગનો પણ છે. પણ દેવ સાદું જીવન ઉચ્ચ વિચાર માં માનતો, અને તે કારણ સર , તે માત્ર પોતાની માં સાથે ફોન દ્વારા સંપર્ક માં રહે છે, પટણા માં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી હવે તે મુંબઈ ની પ્રખ્યાત કૅ .જે કે સોમૈયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ માં તે MBA માટે એડમિશન લે છે,

તેના પોતાના ખર્ચ માટે તે ધારાવી માં એક રૂમ ભાડે રાખે છે, અને તે એક હાર્ડવેર ની દુકાન માં પાર્ટ ટાઈમ નોકરી શરુ કરે છે, ભણવા માટે તે પોતે એસટી કેટેગરી નો હોવાથી સંપૂર્ણ ફીસ ની સ્કોલરશિપ મેળવે છે, તે પોતે સારો રસોયો પણ છે, અને પોતાના ખર્ચ માટે તે સવારે ૨ કલાક અને સાંજે ૪ કલાક દુકાન માં નોકરી કરે છે, તે જયારે પટણા માં રહેતો,ત્યારે તેણે હાર્ડવેર ની લાઈન નો થોડોક અનુભવ લીધો અને મુંબઈ માં હવે તે સેટલ થવા પ્રયત્ન કરીરહ્યો છે.

બરાબર આ જ સમયે ભાનુ પ્રતાપ સાહી બિહાર ની નવી સરકાર માં જળસંશાધન મંત્રી બને છે. સીધું સાદું જીવન જીવવા માંગતો દેવ અપરાધી કઈ રીતે બને છે, તે આગળ ઉપર આપણે જાણશું.