criminal dev - 9 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - ૯

ભાગ-૯

ગત હપ્તા માં આપણે જોયું કે ભાનુપ્રતાપ મરાઠે સાથે વાત કરવા દેવ ના રૂમ ની બહાર આવે છે, ત્યારે દેવ રૂમ માં એકલો પડે છે, તે તેના ટેબલ પર જુએ છે તો ૧ મોબાઈલ અને ૧ સીમકાર્ડ પડ્યા હોય છે,દેવ સમજી જાય છે કે ભાનુપ્રતાપે જ તે મુકયા હોવા જોઈએ. તે તરત જ મોબાઈલ માં સીમકાર્ડ નાખી તે મોબાઈલ ચાલુ કરે છે. તે પહેલો ફોન ભાનુપ્રતાપ ને કરે છે,ત્યારે ભાનુપ્રતાપ કહે છે કે અરજ્ન્ટ સરકારી કામ આવ્યું હોવાથી, તે મુંબઈ જવા નીકળ્યો છે, અને તે દેવ સાથે મોબાઈલ દ્વારા સંપર્ક માં રહેશે. દેવ ને પછી મિતાલી નો નઁબર યાદ હોવાથી, તે ડાયલ કરે છે.

મિતાલી દેવ નો અવાજ મોબાઇલ પર સાંભળી ઉત્સાહ થી ઝૂમી ઉઠે છે, તે એ જાણી ખુબ આનંદ માં આવી જાય છે, કે દેવ ભાન માં આવી ગયો છે, તે તરત દેવ ને મળવાની ઈચ્છા વ્યક્ત કરે છે, અને દેવ જણાવે છે કે તે પુના માં છે, તો તે પુના નું સરનામું દેવ પાસેથી લે છે. મુંબઈ થી પુના નું અંતર મોટર માર્ગે ૩ કલાક છે, પણ તેમાં મુંબઈ અને પુના નો ટ્રાફિક ગણતરી માં લઈએ, તો ૫ થી ૬ કલાક થાય, બીજે દિવસે સવારે ૩ વાગે મિતાલી ઉઠી દેવ માટે સવાર અને સાંજ નું ભોજન બનાવે છે અને ૪ વાગે મોટર માર્ગે પુના માટે રવાના થાય છે. અને લગભગ 10.૩૦ વાગે તે દેવ ની હોસ્પિટલ પર પહુંચે છે.

********************************************************************************

બરાબર એ જ સમયે રઘુ તેના માણસો સાથે કોલેજ પર પહુંચે છે, પણ તેને જાણવા મળે છે કે મનન, નયન અને માયા ગેરહાજર છે, તે ભાનુપ્રતાપ ને ફોન કરી આ વાત જણાવે છે, ભાનુપ્રતાપ ફોન પર અમુક સૂચનાઓ આપે છે. તે મુજબ રઘુ અમુક માણસો ને કોલેજ ની બહાર ધ્યાન રાખવા મૂકે છે, અને અમુક માણસો ને લઇ તે પોતે માયા ની ઘર ની આજુબાજુ ગોઠવાય છે. આશરે 12.૩૦ વાગે માયા તેની મમ્મી ને એસીડીટી થઇ હોવાથી દવા લેવા નીકળે છે,આમે તે તો કોલેજ એટલા માટે જ નહોતી જવાની કારણકે મનન અને નયન ગેરહાજર રહેવાના હતા. તે પોતે તો દેવ ને સીધી રીતે મારવામાં ક્યાંય સંડોવાયેલ ન હતી. તે જેવી ઘર ની બહાર નીકળે છે કે રઘુ ના માણસો તેને ક્લોરોફોર્મ સૂંઘાડી બેહોશ કરે છે, અને એક વાન માં નાખી,માયા નું અપહરણ કરે છે.

********************************************************************************

આ બાજુ મિતાલી દેવ ની હોસ્પિટલ પર પહોંચે છે,ત્યારે જુએ છે કે, દેવ ના રૂમ ની બહાર અમુક ૪-૫ હટ્ટાકટ્ટા માણસો ઉભા હોય છે, તે મિતાલી ને દેવ ના રૂમ માં જતા રોકે છે,પણ તે પોતાની ઓળખાણ આપે છે, અને તે એમ પણ કહે છે કે તે ભાનુપ્રતાપજી ને મળી છે.તરત જ એક માણસ ભાનુપ્રતાપ ને ફોન કરી કહે છે, કોઈ મિતાલી દેવ ને મળવા માંગે છે. ભાનુપ્રતાપ મુછ માં હસે છે, અને મિતાલી ને દેવ ને મળવાની પરમિશન આપે છે. મિતાલી દેવ ના રૂમ માં જાય છે, અને દેવ ને ગળે લાગી જાય છે. મિતાલી ને અંદર થી એવી લાગણી હોય છે કે દેવ ની આ હાલત પાછળ ક્યાંક એ પોતે જ જવાબદાર છે. એટલે અત્યારે દેવ આગળ એ રડી પડે છે, દેવ તેને સાંત્વના આપે છે, અને કહે છે કે, જે કંઈ થયું, એ માટે મિતાલી પોતાને જવાબદાર ગણતી હોય, તો એવું બિલકુલ નથી. મનન અને નયન નો દ્વેષભાવ, તથા તેઓની માન્યતા કે દેવ નીચી જાતિનો છે અને ગરીબ છે, તો તે ઊંચી જાતિ ની કોઈ ધનિક વર્ગ ની છોકરી સાથે મિત્રતા કઈ રીતે રાખી શકે? આ વિચારસરણી જવાબદાર છે.

મિતાલી દેવ ને પૂછે છે કે તેણે હજી સુધી એ છુપાવ્યું કેમ? કે તેનો મોટા ભાઈ બિહાર રાજ્ય સરકાર માં મઁત્રી છે, અને તે તેના જિલ્લા થી આટલા દૂર કેમ ભણવા આવ્યો? દેવ માથું નીચું રાખીને કહે છે કે તેનો ભાઈ પૂર્વ ચંપારણ જિલ્લાનો ડોન છે, તેની પોતાની એક ગેંગ છે, અને તે એ જિલ્લા ના તમામ કાયદેસર અને ગેરકાયદેસર કામો કરે છે. દેવ ના ભાઈ ના જીવન ની એક બીજી સાઈડ છે, આપરાધીક પ્રવૃતિઓ, તેનાથી દેવ ને સખત ચીડ છે. મિતાલી કહે છે કે આજકાલ એવું ચાલે છે કે,રાજકારણ માં તો જ સફળ થવાય જો તમારી પાસે મનીપાવર અને મસલપાવર હોય.

********************************************************************************

પ્રિય વાચકો, તમને આ નવલકથા કેવી લાગે છે, તે મને મારા નઁબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર whattsup પર જણાવવા વિનંતી, તમારા કંઈ સૂચનો હોય , નવલકથા આગળ કેવા વળાંકો લે, તો તે પણ જણાવવા વિનંતી.