Criminal Dev - 2 in Gujarati Fiction Stories by chetan dave books and stories PDF | અપરાધી દેવ - 2

Featured Books
Categories
Share

અપરાધી દેવ - 2

ભાગ-૨

દેવ નો કોલેજ માં પહેલો દિવસ છે, તેના ક્લાસ માં મોટાભાગ ના છોકરા છોકરી સમાજ ના અગ્ર વર્ગ માં થી આવે છે, તેમનો સંબંધ કાં તો ઉધોગગૃહો સાથે અથવા તો સરકારી અધિકારીઓ સાથે છે. અમીરીના ઉછેર માં એક કુમાશ હોય છે, તે કુમાશ અંહી જોવા મળે,બધા લેટેસ્ટ ફેશન મુજબ કપડાં પહેરે,મોંઘા પરફયુમ ની સુવાસ હોય, અને યુવાની માણસ માં એક અજીબ અહેસાસ જગાવે છે, આ અહેસાસ માં દુનિયા બદલવાની તમન્ના હોય છે, અને યુવાની માં દરેક જણ પોતાનું પ્રભાવક્ષેત્ર વિસ્તારવા ઈચ્છે, વિજાતીય આકર્ષણ અહીં મોટો ભાગ ભજવે.

નયન એક ઉધોગ પતિ નો દીકરો, માયા એક ધારાસભ્ય ની દીકરી, મનન એક શેર દલાલ નો દીકરો અને મિતાલી એક ઉધોગપતિ ની દીકરી. આ ચાર જણા નું ગ્રુપ ક્લાસ માં સહુ થી અલગ પડે. છોકરા બન્ને કસરતબાજ અને ૬ પેક બોડી વાળા અને બન્ને છોકરીઓ ખુબ રૂપવતી, અને બન્ને છોકરીઓ ભણવામાં પણ ખુબ હોશિયાર.ક્લાસ નિયમિત ચાલવા મંડ્યા. દેવ આખા ક્લાસ માં અલગ પડતો, કારણકે તે એક જ સાદા કપડાં માં કોલેજ આવતો, બાકી લગભગ તમામ છોકરા ટી શર્ટ અને જીન્સ પહેરીને આવે. તે એકજ માથા માં તેલ નાખીને આવે. તે પોતાના કામ થી કામ રાખતો પણ અનાયાસે એક વખત તે મિતાલી ના સંપર્ક માં આવ્યો.

થયું એવું કે મિતાલી કોલેજ થી ઘેર સેલ્ફ-ડ્રાઈવ કરીને જતી હતી, અને કોલેજ ની બહાર ના બસ -સ્ટેન્ડ પર દેવ બસ ની રાહ જોતો ઉભો હતો. અચાનક મિતાલી ની કાર માં પંચર પડ્યું, અને દેવે જોયું કે મિતાલી ને ટાયર બદલાવવામાં તકલીફ પડી રહી છે, તો તેની પાસે આવ્યો, અને તેણે મિતાલી ને ટાયર બદલાવવામાં મદદ કરી. તેમાં થી મિતાલી ને અને દેવ ને પરિચય થયો. દેવ ને કોઈ કોઈ વાર, ખાસ કરીને તેની દુકાન નો શેઠ ગેરહાજર હોય, ત્યારે આખો દિવસ દુકાને બેસવું પડે, તે કારણે ગેરહાજર રહેતો,તો તેને નોટસ ની જરૂર પડતી અને મિતાલી પાસેથી નોટસ તેણે લેવી શરુ કરી.

આમ ને આમ ૬ મહિના વીતી ગયા અને આંતરિક પરીક્ષાઓ આવી, તેના પરિણામ માં દેવ નો પહેલો નંબર આવ્યો અને મિતાલી બીજા નંબર પર આવી, દેવ ગ્રેજ્યુએશન માં પણ પહેલો નંબર રાખતો, અને તેણે અહીં તેનું પુનરાવર્તન કર્યું. મિતાલી ને પ્રથમ વખત દેવ નોંધ લેવા જેવો લાગ્યો, અને મિતાલી ની જન્મ દિવસ ની પાર્ટી માં તેને આમંત્રણ મળ્યું. જો કે નયન ને આ ગમ્યું નહિ, કારણકે એક તો તે દેવ ને પોતાના ધનિક વર્ગ નો ગણતો નહિ, અને મિતાલી ને ખુબ તે મનોમન ચાહતો, તેથી કંઈ બોલ્યો નહિ. જન્મદિવસ ને દિવસે પાર્ટી માં બધાએ ખુબ મજા કરી ,ડાન્સ પણ ખુબ થયો, પણ છેલ્લે અચાનક પાર્ટી જે બંગલા ના બગીચા માં ચાલતી હતી ત્યાં પાણી ની ટ્યૂબ અચાનક ફાટવાથી બધું પાણી પાણી થઇ ગયું. ટ્યૂબ થી બંગલા ના બગીચા માં પાણી છાંટવામાં આવતું, અને તે બગીચા માં જ પાર્ટી ચાલી રહી હતી. પણ દેવે તરત ટ્યૂબ ને પાઈપલાઈન થી છૂટી પાડી એટલે વધારે પાણી આવતું અટકી ગયું. મિતાલી અને તેના ઘર ના સભ્યો એ દેવ નો આભાર માન્યો, અને મિતાલી ને જાણવા મળ્યું કે દેવ હાર્ડવેર ની દુકાન માં કામ કરે છે. મિતાલી ના પપ્પા શ્રી રમેશચંદ્ર અગ્રવાલ ને હાર્ડવેર બનાવવાની પણ એક ફેક્ટરી હોય છે, જેમાં નળ,વાયસર, પાઇપ વગેરે નું ઉત્પાદન થતું હોય છે. તે દેવ સાથે થોડી એની ચર્ચા કરે છે, તેઓ દેવ ને આ ક્ષેત્ર નું જે જ્ઞાન હોય છે, તેનાથી અભિભૂત થાય છે. તે તેને ડિસ્ટ્રીબ્યુટર કે ડીલર થવા માટે ઓફર કરે છે. પણ દેવ વિનયપૂર્વક કહે છે કે અત્યારે તેનું ધ્યાન ભણવામાં છે, અને તેથી તે અત્યારે આ પાર્ટટાઈમ નોકરી થી ખુશ છે. અને ડિસ્ટ્રીબ્યુટર કે ડીલર થવા માટે ખુબ રૂપિયા ઉપરાંત આખો દિવસ પણ આપવો પડે જેથી હમણા આ શક્ય નથી.મિતાલી આ વાર્તાલાપ સાંભળી દેવ પ્રત્યે આકર્ષાય છે.

તે દેવ પાસેથી તે જે દુકાન માં નોકરી કરે છે,તેનું એડ્રેસ લે છે. અને બંને બીજા દિવસે મળવાનું નક્કી કરે છે.