criminal dev - 10 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 10

ભાગ-૧૦

મિતાલી એમ કહે છે કે રાજકારણ માં સફળ થવા માટે મનીપાવર અને મસલપાવર ની જરૂરત હોય છે, દેવ કહે છે કે કદાચ એટલે જ ભારત ક્ષમતા હોવા છતાં વિકાશશીલ દેશ બન્યો છે. આવી ભારે વાતો પછી થોડી હળવાશ લાવવા એમ કહે છે કે, એ અત્યારે દેવ આગળ બેઠી છે, એ નયન ને ખબર પડે, તો નયન સળગી ઉઠે? દેવ જવાબ દે છે કે પહેલી વાર માં ૧૭ હાડકા ભાંગ્યા, બીજી વારે તે ૩૪ હાડકા ભાંગશે,બંને ખડખડાટ હસી પડે છે. મિતાલી એમ કહે છે કે તે રોજ ૧૦.૩૦ થી ૪ દેવ પાસે રહેશે.દેવ કહે છે કે રોજ જરુર નથી, મિતાલી કહે છે કે આ માં દેવ ની હા કે ના કંઈ ચાલવાની નથી. મિતાલી આવી રીતે હક જમાવે છે, તે દેવ ને મનોમન ગમે છે,બંને પાછા વાતો એ વળગે છે.

********************************************************************************

આ બાજુ માયા ને કિડનેપ કરી રઘુ ના અડ્ડા પર લઇ જવામાં આવે છે, ત્યાં રઘુ તેની કાનપટ્ટી પર પિસ્તોલ રાખી પૂછે છે કે, મનન અને નયન ક્યાં છે? માયા કહે છે કે એને કંઈ ખબર નથી. એ રઘુ ને સામી ધમકી આપે છે કે જો તેના પપ્પા ને ખબર પડી, તો તેના પપ્પા રઘુ નું અસ્તિત્વ ખતમ કરી નાખશે.

રઘુ સમજાવટ ના સુર માં કહે છે કે, દેવ ને મારવામાં તે(માયા) સીધી રીતે સઁડોવાયેલ નથી, મનન અને નયન નથી કોલેજ પર કે ઘર પર, માયા એ જે રીતે મનન અને નયન ની મદદ કરી હતી, દેવ ને ફોન કરી બોલાવવામાં, એ રીતે હવે નયન અને મનન ને બોલાવવામાં મદદ કરે, અને માયા જો મદદ નહિ કરે તો એનું ખૂન કરી, લાશ પૂર્વ ચંપારણ મોકલી દેશે, અને ત્યાં પોલીસ અને કાયદો બધું ભાનુપ્રતાપ જ છે.

માયા ડરી જાય છે, તે નયન ના ખાનગી નઁબર પર ફોન લગાડે છે, અને રઘુ એ ઘડેલી વાત નયન ને કરે છે. "લોનાવાલા પાસે એક જગ્યા એ દેવ એક રિસોર્ટ માં માં એક ડોક્ટર ની સારવાર હેઠળ છે,અને માત્ર ૨૪ કલાક માટે ત્યાં છે, પછી તે પૂર્વ ચંપારણ જવાનો છે, દેવ થી છુટકારો મેળવવાનો આ છેલ્લો મોકો છે." નયન ફોન પર માયા ને કહે છે કે તે અત્યારે જ લોનાવાલા જવા નીકળશે.

નયન આમે થોડો ધૂંધવાયેલ હતો,કારણકે સવારે તેણે મીતાલિ ને ઘરે ફોન કર્યો હતો, તો તેને જાણવા મળેલ કે મિતાલી વહેલી સવારે કાર લઇ કોઈને મળવા નીકળી ગઈ છે. જ્યારથી મિતાલી ને ખબર પડેલી કે દેવ હોસ્પિટલ માં છે,તેનું મુખ્ય કારણ નયન અને મનન છે, તેણે નયન ના ફોન રિસીવ કરવાના બંધ કરી દીધેલ. નયને અનુમાન લગાવ્યું કે મિતાલી ચોક્કસ દેવ ને મળવા ગઈ હશે. તેને દેવ પર ખુબ ક્રોધ, એક તો મિતાલી ને છીનવી, અને બીજું હવે મિતાલી ને ખબર પડી કે દેવ નો ભાઈ તો મઁત્રી છે, એટલે હવે “મિતાલી ચોક્કસ દેવ ને જ મળશે”. તે મનન ને કહે છે કે આપણે દેવ ને ખતમ કરીએ. મનન, નયન ને સમજાવે છે કે, દેવ ને ઇજા પહોંચાડવામાં જોખમ છે, પણ નયન કહે છે કે પ્રેમ માટે ની આ જંગ માં કાં તો એ નહિ, ને કાં તો દેવ નહિ, બાલમંદિર થી લઇ કોલેજ સુધી મિતાલી સાથે ભણ્યો એ, મિતાલી ની નાનામાં નાની વાત જાણનાર એ, મિતાલી ને ક્યારે ગુસ્સો આવે,ક્યારે હસવું આવે એ જાણનાર કે એને હસાવનાર,રડાવનાર કે ગુસ્સે કરનાર એ, અને આજે એ દેવ માટે થઇ ને તેની સાથે ફોન પર વાત સુદ્ધા કરતી નથી. અંતે મનન સંમત થાય છે કે દેવ નો કાંટો કાઢી નાખીએ, દેવ ના ભાઈ ને પછી જૉઈ લેશું. મનન અને નયન અમુક ગુંડા અને હથિયારો લઇ લોનાવાલા તરફ જાય છે. મુંબઈ થી લોનાવાલા જતા મુંબઈ બેંગ્લોર હાઈવે પર રસાયણી નામની જગ્યા પર ઘણાબધા વિલા અને રિસોર્ટ છે, ત્યાં આગળ રઘુ ,ભાનુપ્રતાપ ના માણસો અને હથિયારો સાથે નયન-મનન ની રાહ જોતા હતા. એ લોકો એ એમને રસાયણી આગળ જ આંતરવાનું નક્કી કર્યું હતું.

********************************************************************************

આ બાજુ દેવ અને મિતાલી હસી મજાક માં મગ્ન હતા, જયારે તમે તમારા મનગમતા પાત્ર સાથે એકલા હો ત્યારે તમારા આનંદ ની સીમા નથી હોતી, અને બાકીની દુનિયા ને તમે ભૂલી જાવ છો, સમય ને ભૂલો છો. આવું જ અત્યારે દેવ અને મિતાલી સાથે થઇ રહ્યું હતું.