criminal dev - 11 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 11

ભાગ -૧૧

દેવ મિતાલી ને પૂછે છે કે,નયન સાથે તેને કેવા સંબંધ છે? મિતાલી કહે છે કે તે પહેલા ધોરણ માં ભણતી હતી, ત્યારથી નયન સાથે છે, બંને ખાસ દોસ્ત છે, પણ નયન નો સ્વભાવ એવો કે તે મને(મિતાલી ને) પોતાની માલિકીની વસ્તુ સમજે. નયન સિવાય હું કોઈ સાથે વાતો કરું, હસી મજાક કરું, તો નયન ને બિલકુલ ન ગમે. મિતાલી એ પણ કહે છે કે એને જ્યાર થી ખબર પડી કે દેવ ની આ હાલત માટે નયન પણ જવાબદાર છે, તો તેણે નયન ના ફોન રિસીવ કરવાનું બંધ કર્યું છે, અને તમામ સોશિઅલ સાઈટ પર તેને બ્લોક કર્યો છે. દેવ ને હૃદય માં આનંદ થાય છે. તે મિતાલી ને મસ્તી ના અંદાજ માં પૂછે છે કે તે પણ નયન ની જેમ મિતાલી પર એકાધિકાર જમાવા માંગે તો? મિતાલી સામો જવાબ દે છે કે, જે પોતાના ભાઈ ની સત્તા કે સંપત્તિ પર હક હોવા છતાં અધિકાર નથી જમાવતો, તે મિતાલી પર શું અધિકાર જમાવાનો?

દેવ હસીને કહે છે કે જ્યાં લાગણી હોય,ભાવ હોય, ત્યાં અધિકાર આપોઆપ આવે છે, તે જમાવાની જરૂર ન પડે. દેવ આગળ કહે છે, આપણને કોઈ પ્રત્યે કશી લાગણી હોય, તો આપોઆપ એ સામેવાળા ને ખબર પડે, અને માનવ મન એવું કે એને પણ લાગણી હોય તો એ લાગણી નો એ જ રીતે પ્રતિભાવ આપે. મિતાલી દેવ ને હસી ને કહે છે કે તેણે સાયકોલોજિ માં માસ્ટર્સ કરવાની જરૂર હતી, MBA નહિ. દેવ પણ હસી ને કહે છે કે જો એણે સાયકોલોજિ લીધું હોત, તો મિતાલી સાથે મુલાકાત ન થાત અને જીવન માં પ્રથમવાર હોસ્પિટલ માં આરામ કરવા પણ ન મળત,અને મિતાલીના હાથ નું ભોજન પણ ન મળત. મિતાલી કહે છે કે એ તો એના હાથ નું ભોજન, દેવ ને જિંદગીભર ખવડાવવા તૈયાર છે. દેવ સામો જવાબ દે છે કે, જિંદગીભર એણે આ ભોજન ખાઈ ને પોતાની તબિયત નથી બગાડવી. દેવ અને મિતાલી ખડખડાટ હસી પડે છે.

********************************************************************************

નયન અને મનન ૨ ગાડીઓ માં સવાર થઇ ને માણસો અને હથિયાર સાથે નીકળ્યા હોય છે, જેવા તે રસાયણી આગળ આવે છે કે તરત આ ૨ ગાડીઓ રઘુ અને તેના 35-૪૦ સાથિયો દ્વારા ઘેરાઈ જાય છે. મનન અને નયન તેના માણસો અને હથિયારો સાથે ગાડી માં થી બહાર આવે છે, અને બંદૂકો તાકે છે.મનન અને નયન જુએ છે કે રઘુ અને તેના માણસોએ મોઢા પર રૂમાલ બાંધેલો હોય છે. અચાનક રઘુ ના એક માણસ દ્વારા કાંઈક સ્પ્રે(છઁટકાવ) કરવામાં આવે છે. મનન, નયન અને તેના તમામ માણસો તત્કાળ બેભાન થઇ જાય છે. મનન અને નયન ને અલગ કરવામાં આવે છે, બાકીના બધાને એક વાન માં નાખવામાં આવે છે. માણસો પાસે રહેલા અને ગાડીઓમાં રહેલા હથિયારો ને રઘુ ના માણસો જપ્ત કરી લે છે. વાન ને રઘુ નો એક માણસ બેંગ્લોર તરફ હંકારી જાય છે. મનન અને નયન ને એક ગાડી માં નાખી રસાયણી ના એક રિસોર્ટ માં લઇ જવામાં આવે છે.

********************************************************************************

મિતાલી દેવ ને પૂછે છે કે તે જયારે પટણા માં હતો, ત્યારે તેની કોઈ ગર્લફ્રેન્ડ હતી કે નહિ? દેવ મિતાલી ને ચીડવવા કહે છે કે હા, એક વેપારી ની દીકરી સાથે તેને સઁબઁધ બંધાયેલ, પણ એ પણ તેને પૂછ્યા કરતી કે મારી પેલા તારી કોઈ ગર્લફ્રેન્ડ હતી કે નહિ, એટલે કઁટાળીને દેવે તેને છોડી દીધી. મિતાલી ટોણો સમજી જાય છે અને દેવ ને તે ચીંટિયો ભરે છે. દેવ હસી ને કહે છે કે તે એસએસસી સુધી પૂર્વ ચંપારણ માં રહીને ભણ્યો, ત્યાં તે ડોન નો ભાઈ હોવાથી કોઈ તેની નજીક ન આવ્યું અને પટણા માં તે ભણવા આવી ગયો અને અહીં ભણવા સિવાય તે ટ્યૂશન કરતો, બીજા અમુક નાના મોટા કામ અને પાર્ટ ટાઈમ નોકરી કરતો, જેથી તે પોતાના ભણવાનો અને ખુદ નો ખર્ચો કાઢી શકે. મુંબઈ માં તેને પટણા ની સરખામણીએ ઓછા કામ ના વધુ પૈસા મળે છે. મિતાલી ટોણો મારે છે કે એટલે જ મુંબઈ માં તેને ગર્લફ્રેન્ડ બનાવવાનો સમય મળી ગયો. દેવ કહે છે કે તેને અમુકવાર નોટ્સ ની જરૂર પડતી અને એક માયાળુ છોકરી તેને તે આપતી એટલે તેને ગર્લફ્રેન્ડ મળી ગઈ.મિતાલી ના ગાલ પર શરમ ના શેરડા પડે છે.

********************************************************************************

આ બાજુ રિસોર્ટ માં એક અંધારિયા ખૂણા માં મનન અને નયન ને એક -એક થાંભલા સાથે મુશ્કેરાટ બાંધવામાં આવે છે. બંને હજી બેભાન જ હોય છે.રઘુ ભાનુપ્રતાપ ને ફોન કરી રિપોર્ટ આપે છે. ભાનુપ્રતાપ આગળ ઉપર તેમની સાથે શું કરવું, તેની સૂચના આપે છે. રઘુ બંને ના મોબાઇલો લઇ લે છે. રઘુ બંને પાસેથી મોબાઇલો લઇ તેમના સિમકાર્ડસ તોડી નાખે છે અને મોબાઇલો પણ તોડી નાખે છે. પછી રઘુ બંને પર પાણી છાંટે છે. મનન અને નયન આંખો ખોલે છે, અને પોતાની સ્થિતિ જૉઈ આશ્રર્યચકિત બને છે!.

***********

પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, આ નવલકથા માં આગળ કેવા વળાંકો હોવા જોઈએ, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર જણાવશો તો હું ચોક્કસ આપના સૂચનો અનુસાર આ નવલકથા ને વળાંકો આપવા પ્રયત્ન કરીશ. એ સિવાય પણ કોઈપણ ભૂલ કે સુધારો તમને લાગે, તો તે મારા ફોન પર જણાવવા વિનંતી