Criminal Dev - 5 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 5

ભાગ-૫

દેવ ની હાલત ની જાણકારી રઘુ ભાનુપ્રતાપ ને આપે છે. ભાનુપ્રતાપને આઘાત લાગે છે, તે સુહેલ દેવી ને ઘરે પહોંચી વાત કરે છે.આખું ઘર ચિંતાતુર બને છે. સુહેલદેવી ને વધારે આઘાત લાગે છે કે આવા સીધાસાદા દીકરા ની આવી હાલત કોણે કરી?

તે ભાનુપ્રતાપ ને ૨૦-૨૫ માણસ લઇ મુંબઈ જવા કહે છે , ભાનુપ્રતાપ પહેલા તો દલીલ કરે છે કે રઘુ મુંબઈ માં બધું સંભાળી લેશે. પણ માતા જીદ કરે છે કે આ એના કુટુંબ પર હુમલો છે અને દેવ ભાનુપ્રતાપ નો નાનો ભાઈ હોવાથી ભાનુપ્રતાપે પોતે દેવ ની આ હાલત કરવાવાળા ને ગોતે અને બદલો લે. અંતે માતા ના ખુબ દબાણ થી ભાનુપ્રતાપ ૨૫ માણસો અને 7 ટાટા સુમો મુસાફરી માટે તૈયાર કરે છે. ૫ ગાડી માં માણસો અને 2 ગાડી માં તમામ પ્રકાર ના હથિયારો જેમાં તલવારો,ધારિયા ,ખુબ લાંબા ચાકુ ,અને ૯ MM ની ૨૦ પિસ્તોલ અને લગભગ ૫૦૦ જેટલા કારતૂસો સાથે લે છે.

સુહેલદેવી તેને મિતાલી નો ફોન નંબર પણ આપે છે. ભાનુપ્રતાપ રઘુ ને સૂચના આપે છે કે હોસ્પિટલ ની આજુબાજુ જ તે તેના અને બીજા ૨૫ માણસ ના રહેવાની અને ખાવાપીવા ની વ્યવસ્થા કરે, અને તે પણ સૂચના આપે છે કે દેવ ને હોસ્પિટલ માં જનરલ વોર્ડ માં થી સ્પેશ્યલ રૂમ માં શિફ્ટ કરે. ભાનુપ્રતાપ પોતાના લાવલશ્કર સાથે મુંબઈ જવા નીકળે છે.

પુરા ૪૦ કલાકે ભાનુપ્રતાપ તેના લાવ લશ્કર સાથે મુંબઈ પહોંચે છે. મુંબઈ પહોંચી તે મિતાલીને ને ફોન કરે છે, અને હોસ્પિટલ પર તેને બોલાવે છે. મિતાલી હોસ્પિટલ પર પહોંચી, દેવ ની હાલત જોઈ રોઈ પડે છે, તે થોડું રોઈ લીધા પછી સ્વસ્થ થાય છે.પછી ભાનુપ્રતાપ તેને પૂછે છે કે દેવ ની આ હાલત કોણે કરી? મિતાલી તેને કહે છે કે દેવ ની આ હાલત છે, તે તેને અત્યારે ખબર પડી, અને તેના મત મુજબ દેવ એટલો સીધો છે કે , તેના કોઈ વધારે દોસ્તો કે દુશ્મનો છે જ નહિ.

મિતાલી ને એ જાણી આશ્ચર્ય થાય છે કે દેવ નો એક સગો મોટો ભાઈ છે, જે બિહાર સરકાર માં મંત્રી છે, પછી ભાનુપ્રતાપ દેવ જ્યાં રહે છે, ત્યાં અને તે જે દુકાન માં કામ કરે છે, ત્યાં આજુબાજુ પોતાના માણસો દ્વારા તપાસ કરાવે છે, પણ તેને કોઈ સગડ મળતા નથી. તે પછી કોલેજ માં તપાસ કરાવે છે, ત્યાં તેને એટલી ખબર પડે છે કે મિતાલી નું ગ્રુપ છે, અને તેમાં મનન,નયન અને માયા છે.

દેવ નો મોબાઈલ ભાંગી ગયો હોય છે અને સીમકાર્ડ પણ તૂટી ગયું હોય છે. દેવ હજી ભાન માં આવ્યો નથી. ડોક્ટર ના કહેવા મુજબ હજી દેવ ને ભાનમાં આવતા ૭ દિવસ લાગશે. તેના શરીર માં થી ખુબ લોહી વહી ગયું હોય છે, અને હાથ, પગ અને પાંસળા ના બધું થઇ ને ૧૭ હાડકા ભાંગ્યા હોય છે.

ભાનુપ્રતાપ માથે હાથ દઈને દેવ ના રૂમ ની બહાર બેઠો હોય છે, ત્યારે રઘુ તેને એક સૂચન આપે છે કે કોલેજ તરફ જતા જેટલા રસ્તાઓ છે,તેના પર CCTV કેમેરા હોય છે, જે દિવસે દેવ ઘાયલ થયો, તે દિવસ ના CCTV ફૂટેજ ચેક કરવા જોઈએ. પણ તે માટે પોલીસ ની મંજુરી અને મદદ જોઈએ. ભાનુપ્રતાપ તરત જ બિહાર ના ગૃહમંત્રી ને ફોન કરે છે. મુંબઈ પોલીસ માંથી કોઈ તેને CCTV ફૂટેજ જોવામાં મદદ કરે તેવી વ્યવસ્થા કરવા વિનંતી કરે છે. બિહાર ના ગૃહમંત્રી તરત જ હાલ માં જે મુંબઈ ના પોલીસ કમિશનર મી. ભાગવત ઝા કે જે પોતે પણ બિહારી છે,તેને ફોન કરે છે.

પોલીસ કમિશનર ને એ જાણી ને અચરજ થાય છે કે , બિહાર ના વર્તમાન જળસંસાધન મઁત્રી અત્યારે મુંબઈ માં એક પર્સનલ વિઝીટ પર છે, તે તરત જ પોતાના બાહોશ ઇન્સ્પેક્ટર સુધાકર મરાઠે ને હોસ્પિટલ પર મોકલે છે.

મરાઠે એક સપ્રમાણ ઊંચાઈ અને કસરતી શરીર ધરાવતો માણસ છે, ગુનાખોરી ની દુનિયા માં બધા તેના નામ માત્ર થી કાંપતા. તે જયારે પ્રથમ વખત ભાનુપ્રતાપ ને મળે છે, ત્યારે ભાનુપ્રતાપ ને નીરખે છે.