criminal dev - 3 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 3

લેખન નો આ મારો સર્વપ્રથમ પ્રયાસ છે, આજ સુધી હું એક વાચક જ રહ્યો, પરંતુ હવે વાચકો ના આશીર્વાદ સાથે , એક નવલકથા લખવાનો વિચાર છે, હું કોલેજ માં પ્રાધ્યાપક તરીકે છેલ્લા ૧૮ વર્ષ થી કાર્યરત છું.એટલે ભારેખમ શબ્દો ન વાપરતા, સરળ ભાષા વાપરવાનો પ્રયત્ન કર્યો છે, છતાં તમારા જે કંઈ પ્રતિભાવો હોય, તે મારા Whattsup નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર મોકલવા વિનંતી. અઠવાડિયા માં 2 દિવસ, સોમવાર,અને ગુરુવાર, નવલકથા ના હપ્તાઓ પ્રકાશિત થશે. તમારા જે કંઈ પણ સલાહ સૂચનો હોય, તે મારા નંબર પર મેસેજ કરી મને જણાવવા વિનંતી. તમારા પ્રતિભાવો ની અપેક્ષા સાથે.

ભાગ-૩

જે દિવસે મિતાલી દેવ ને મળવા પહુંચે છે, ત્યારે દેવ નો શેઠ દિવાળી ના વેકેશન માં બહાર ગયો હોવાથી દેવ જ દુકાન સંભાળતો હોય છે.દેવ મિતાલી નું યથોચિત સ્વાગત કરે છે, અને વાતવાત માં પોતાની મા સુહેલદેવી વિષે વાત કરે છે, જે પૂર્વ ચંપારણ જિલ્લા માં છે, તે કુટુંબ ના બીજા કોઈ સભ્યો વિષે વાત કરતો નથી,કારણકે તેના ભાઈ ની ગતિવિધિઓ તેને બિલકુલ પસંદ નથી. એટલે મિતાલી ને એ ઇમ્પ્રેસન જાય છે કે ગરીબ દેવ ને કુટુંબ માં એક માત્ર મા છે.

મિતાલી એ જાણી ખુબ પ્રભાવિત થાય છે કે, દેવ પાર્ટ ટાઈમ નોકરી કરે છે, અને પોતાનો ખર્ચો કાઢે છે,અને છતાં તે ભણવામાં પ્રથમ નંબર રાખે છે. તેને દેવ નું વ્યક્તિત્વ આકર્ષે છે. તે રવિવારે દેવ સાથે બહાર મુવી જોવા જવાનો અને બીચ પર ફરવાનો પ્રોગ્રામ બનાવે છે.

દેવ ને પણ મિતાલી નો સાથ ગમે છે. મિતાલી નું કોમળ હૃદય , તેનો હસમુખો વર્તાવ અને ભોળું મન દેવ નું મન મોહી લે છે. પછીતો દર રવિવારે બંને ફરવા જવાનો પ્રોગ્રામ બનાવે છે (કારણકે દર રવિવારે દુકાન માં રજા હોય) . બન્ને મુંબઈ ની ગલી થી લઈને દેશ ના રાજકારણ ની ચર્ચા કરતા. એક અવસ્થા હોય, જયારે વ્યક્તિ ને વાત માં નહિ, વાત કરવાવાળા માં રસ હોય, દરેક વ્યક્તિ ને આ એક અવસ્થા નો યુવાની માં ક્યારેક અનુભવ થયો જ હશે, જો કે હજી બંને એ પોતાનો પ્રેમ એક બીજા સમક્ષ વ્યક્ત કર્યો ન હતો. પણ બંને ને એકબીજા ની સંગત ગમે છે.

વેકેશન ના છેલ્લા રવિવારે બંને જણ જુહુ બીચ પર ફરતા હોય છે, અને અચાનક નયન તેમને પાછળ થી જોઈ લે છે, તે થોડો આઘાત પામે છે. કારણકે આખું વેકેશન મિતાલી સાથે રોજ ફોન પાર વાત થઇ, પણ ક્યારેય મિતાલીએ તેની સાથે ફરવાની ઓફર સ્વીકારી નહિ,અને અહીં તે અહીં મિતાલી ને દેવ સાથે બીચ પર

આઇસ-ક્રીમ ખાતી જોવે છે.તેને આઘાત લાગે છે. તે ત્યારે તો કંઈ નથી બોલતો, કારણકે તેનું (નયનનું) કુટુંબ સાથે છે, પણ તે નક્કી કરે છે કે ઉઘડતા વેકેશન પર તે મિતાલી અને બીજા ગ્રુપ સભ્યો સાથે આ વષે વાત કરશે.

વેકેશન ખુલ્યા ના પહેલા દિવસે નયન,મનન,માયા અને મિતાલી ભેગા થાય છે, બધા એકબીજાના ખબર અંતર પૂછે છે, અને તરતજ નયન મિતાલી સાથે દેવ વિષે વાત કરે છે. મિતાલી ખુબ સાહજિકતા થી કહે છે કે તેની અને દેવ વચ્ચે માત્ર વિશુદ્ધ મિત્રતા છે, તો નયન તરત જ દલીલ કરે છે કે તેણે વારંવાર મિતાલી ને ફોન પર કહ્યું કે તું બહાર ફરવા આવ, પણ કાયમ મિતાલી તે માટે ના પાડે, પણ દેવ સાથે બહાર ફરે છે, મિતાલી દલીલ કરે છે કે દેવ ભણવામાં પહેલો નંબર રાખે છે અને તે બીજો નંબર રાખે છે, તેથી ભણવાની વાતચીત માટે બંને બહાર મળે છે.

પણ નયન ને ગળે આ ઉતરતું નથી. મનન સૂચન આપે છે કે, દેવ ને ગ્રુપ માં સામેલ કરીએ, પણ નયન તેની આર્થિક પરિસ્થિતિ નું કારણ આપી દેવ ને ગ્રુપ માં સામેલ કરવાની ના પાડે છે. મિતાલી ને આ વસ્તુ ખરાબ લાગે છે, પણ તે વાત ખેંચાય નહિ, તે માટે ચૂપ રહે છે.

પણ નયન પછી દેવ સાથે વાત કરે છે, અને તેને ધમકી આપે છે કે, તે મિતાલી સાથે દોસ્તી ન રાખે , નહિ તો જોવા જેવી થશે. દેવ તેની વાત સાંભળી લે છે. તે પછી મિતાલી સાથે ફોન પર વાત કરે છે, પણ મિતાલી દેવ ને કહે છે કે તે નયન ની વાત ને બહુ મહત્વ ન આપે અને બંને પછીના રવિવારે મળવાનું નક્કી કરે છે.

નયન ને એક વાત સમજાતી નથી કે એક તો દેવ ગરીબ ઉપરાંત તેને દેખાવમાં કે પહેરવેશ માં પોતાની સરખામણીએ કંઈ ઠેકાણું નહિ, અને છતાં મિતાલી તેની સાથે કેમ ફરે છે? તે મનોમન મિતાલી ને ખુબ ચાહતો, બંને ના કુટુંબ વચ્ચે પણ મિત્રતા નો સંબંધ અને દેવ જેના કુટુંબ નું કોઈ ઠેકાણું નથી,તેની સાથે મિતાલી બહાર ફરે!