criminal Dev - 4 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 4

ભાગ-૪

નયન મનન આગળ પોતાનો બળાપો કાઢે છે. મનન અને નયન દેવ પર નજર રાખવાનું નક્કી કરે છે. પછીના રવિવારે સવારે જયારે બંને જુહુ બીચ પર મળે છે, ત્યારે મનન અને નયન તેમની પાછળ હોય છે. દેવ અને મિતાલી હસીને વાતચીત કરે છે,અને નયન ને ખુબ ઈર્ષા થાય છે. અંતે નયન અને મનન દેવ ને સજા આપવાનું નક્કી કરે છે.

તે જ દિવસે મનન માયા ને કહે છે કે તે દેવ ને ફોન કરીને સાંજે કોલેજ ના મેદાન માં બોલાવે છે , એમ કહીને કે મિતાલી વિષે ની કોઈ વાત છે.રવિવાર હોવાથી કોલેજ બંધ છે, અને મેદાન ખાલીખમ હોય છે.દેવ સાંજે ૫ વાગે મેદાન માં પહોંચે છે. તે જતા પહેલા મિતાલી ને ફોન કરવા પ્રયત્ન કરે છે, પણ મિતાલી બપોર પછી અખિલેશ સ્વામી ના પ્રવચન માં તેના કુટુંબ સાથે હોય છે, તેથી મોબાઈલ સ્વીચ ઓફ રાખેલ હોય છે.

દેવ જેવો મેદાન માં પહોંચે છે કે તરતજ નયન અને મનન ૪-૫ ગુંડા ને લઈને આવી પહોંચે છે. તેઓ દેવ ને ઢોર માર મારે છે, દેવ નો ચહેરો પથ્થર મારી લહુ લુહાણ કરી દેવામાં આવે છે, તેના હાથ અને પગ ના હાડકા તોડી નાખવામાં આવે છે.તેને આ જ હાલત માં મૂકી નયન અને મનન ગુંડાઓ સાથે ત્યાંથી પલાયન થઇ જાય છે. એ દિવસે તારીખ છે, 7 એપ્રિલ ૨૦૧૯.

તે દિવસે કોલેજ નો દિવસ નો વોચમેન રજા પર હોય છે, રાત્રે ૭ વાગે જયારે નાઈટ નો વોચમેન આવે છે, ત્યારે તે દેવ ને લોહીલુહાણ જુએ છે અને તે તત્કાલ ૧૦૮ પર ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવે છે. દેવ ને સરકારી હોસ્પિટલ માં ભરતી કરવામાં આવે છે.

મિતાલી બીજે દિવસે કોલેજ માં આવીને જોવે છે કે દેવ નથી, પણ દેવ નો ફોન ગુંડાઓએ તોડી નાખ્યો હોય છે, તેથી તે અનરીચેબલ આવે છે. તે ક્લાસ માં પૂછવા પ્રયત્ન કરે છે, પણ દેવ વિષે કોઈને કંઈ માહિતી હોતી નથી.જેની પાસે માહિતી હોય છે(નયન અને મનન) તેઓ કંઈ બોલતા નથી. પછી બીજે દિવસે પણ દેવ ને કોલેજ માં ન જોતા મિતાલી અકળાય છે અને કોલેજ છોડી તે દેવ જ્યાં કામ કરે છે, તે દુકાને પહોંચે છે, ત્યાં પણ દેવ ના શેઠ પાસે દેવ વિષે કોઈ માહિતી હોતી નથી. પણ શેઠ પાસેથી તેને દેવ ની માતા સુહેલદેવી નો નંબર મળે છે.

મિતાલી દેવ ની માતા સુહેલદેવી ને ફોન પર કહે છે કે દેવ નો બે દિવસ થી કોઈ અતોપતો નથી. સુહેલ દેવી અચરજ વ્યક્ત કરે છે, તે તરત જ ભાનુપ્રતાપ ને ફોન કરીને વાત કરે છે અને દેવ ની ભાળ કાઢવાનું કહે છે. ભાનુપ્રતાપ પહેલા તો એમ કહે છે કે ૨-૪ દિવસ માં દેવ નો ફોન આવી જશે,પણ સુહેલદેવી તેને ખીજાય છે અને કહે છે કે તે શક્ય એટલો જલ્દી દેવ ને શોધે. ભાનુપ્રતાપ કંટાળી ને રઘુ ને ફોન લગાવે છે ,રઘુ મુંબઈ નો લોકલ ગુંડો છે, તે ક્યારેક ભાનુપ્રતાપ નું કોઈ કામ આવી પડે તો તે પણ મુંબઈ માં કે બિહાર માં કરતો. ભાનુપ્રતાપ રઘુ ના મોબાઈલ પર દેવ નો ફોટો મોકલે છે.

રઘુ તે ફોટો લઇ દેવ ની દુકાન પર જાય છે, ત્યાંથી તે દેવ ની રૂમ પર જાય છે, પણ ત્યાં પણ દેવ વિષે કોઈને કશી ખબર હોતી નથી. તે ફરતો ફરતો રાત્રે દેવ ની કોલેજ આગળ પહુંચે છે, તેને કોલેજ નો નાઈટવોચમેન મળે છે. તે રઘુ ને માહિતી આપે છે કે દેવ બે દિવસ પહેલા તેને કઈ હાલત માં મળ્યો હોય છે અને તે એ પણ કહે છે કે દેવ ને સરકારી હોસ્પિટલ માં ભરતી કર્યો છે.

રઘુ તત્કાલ તે સરકારી હોસ્પિટલ પર નાઈટવોચમેન સાથે પહુંચે છે . તે દેવ ને પગ થી માથા સુધી પાટાપિંડીમાં જુએ છે, તેને ગ્લુકોઝ ના બાટલા ચડતા હોય છે. રઘુ નાઈટવોચમેન ને પૂછે છે કે દેવ ની આ હાલત કઈ રીતે થઇ, પણ નાઈટવોચમેન કહે છે કે દેવ તેને લોહીલુહાણ હાલત માં મળ્યો હતો. પણ દેવ ની આ હાલત કઈ રીતે થઇ, તે તેને ખબર નથી. તે દેવ નો ફોટો રઘુ ના મોબાઈલ માં જોઈને ઓળખી શક્યો, બાકી તેને તો એ પણ નથી ખબર કે દેવ એ જ કોલેજ નો વિધાર્થી છે!