Aam achanak books and stories free download online pdf in Gujarati

આમ અચાનક

*આમ અચાનક*. વાર્તા... ૨૪-૧-૨૦૨૦

એ સાંજ એટલે અચાનક આવેલા સરહદ થી સમાચાર... જે જિંદગી માં દુઃખ બની ને ફરી વળ્યા, તારા અભાવના સમાચાર ની આવેલી ખુલ્લી એક જાસાચિઠ્ઠી...
એ સાંજ એટલે ખાનગીમાં લઇ આવેલ દુઃખ ભરી ઘટના ના સમાચાર... એ સાંજ એટલે એક સમાચાર થી જીવનમાં
ઉઠેલી વંટોળની આંધી...
આમ અચાનક જીવનમાં બનેલી એક ઘટનાથી કેટલાંય ના જીવન બદલાઈ જાય છે...
એક દિવસ સવારે ગિરીશભાઈ બગીચામાં આવ્યા... અને હરિશ ભાઈ દેખાયા ...
એમણે હરિશ ભાઈ ના ખભે હાથ મૂકીને કહ્યું... દોસ્ત હું છ મહિને અમેરિકા થી કાલ રાત્રે જ આવ્યો અને તને મળવા હું બગીચામાં આવ્યો પણ તું કેમ આમ શાંતિ થી બેસી રહ્યો છે.. !!
બાકી તને આમ શાંતિ થી બેસેલો મેં ક્યારેય નથી જોયો તારી સ્ફૂર્તિ જોઈ ને તો હું એક રાઉન્ડ વધારે મારતો અને તારી સાથે સમય ક્યાં જતો એ ખબર પડતી નહોતી.. !!
હરિશ ભાઈ એ ગિરીશભાઈ ની સામે જોયું અને ઉંચે આકાશ માં નજર કરી...
ગિરીશભાઈ એ જોયું તો હરિશ ભાઈ ની આંખો માં આંસુ હતાં અને ચેહરા પર ઉદાસી હતી...
ગિરીશભાઈ એ પુછ્યું શું થયું છે તને હરિ બોલ...
હરિશ ભાઈ પોતાની ધૂનમાં જ હા ગિરીશ આપણે
રોજ સવારે પાંચ વાગે ઉઠી ને ચાલવા આવતા, થોડી ઘણી કસરત કરતા અને ફરતા ફરતા આઠ વાગે ઘરે જતા, કયારેક તું ચા ની કીટલી એ થી ચા પિવડાવતો તો કયારેક હું ચા પિવડાવતો પછી સાથે ચાલતા ને વાતો કરતા કરતા પોત પોતાના ઘરે જતાં અને પછી જ ઘરે જઈને પેપર વાંચતા હતા હું કશું જ નથી ભૂલ્યો...
પણ તું અમેરિકા ગયો અને મારો દિકરો સંજય ફોજમાં ગયો...
એક દિવસ આમ જ અચાનક આતંકવાદીઓ ના હુમલામાં સંજય શહીદ થઈ ગયો..
એ ગોઝારી સાંજે સમાચાર આવ્યા અને આભ ટૂટી પડ્યું દોસ્ત...
હવે આ જિંદગી જીવવાનો બોજ લાગે છે...
ગિરીશભાઈ કહે સમાચાર માં સાંભળ્યું હતું પણ એ આપણો જ સંજય છે એ નહોતી ખબર દોસ્ત..
બહું ખોટું થયું...
પણ સંજય આપણી સાથે ક્યારેય દોડવા આવતો ત્યારે શું કહેતો એ તું ભૂલી ગયો દોસ્ત...
બાપ તરીકે તને વધુ આઘાત લાગે પણ મારો પણ દિકરા જેવો જ હતો અને આ દેશનો સાચો શૂરવીર દિકરો હતો...
યાદ કર સંજય ના શબ્દો...
હરિ યાદ કર...
એ કહેતો કે
આપડે બાપ દિકરા એ એકબીજા ની હિમ્મત બનવાનું છે નહીં કે લાચાર બનવાનું...
એક બીજાની આદત નથી પાડવાની પણ જીંદગીના છેલ્લા શ્વાસ સુધી મજા લેવાની છે... એક બીજાને સારી યાદો આપવાની છે યાદ કરી ને દુખી નથી થવાનું..!!
તમે મને વચન આપો કે હું હોઉં કે ના હોઉં આ ચાલવાનો નિત્યક્રમ ક્યારેય નઈ છોડો.. !!
તમે અને ગિરીશ કાકા સાથે રહી ને કે એકલા, પણ તમે આ આવી રીતે નિત્યક્રમ અપનાવજો તો આ જીંદગી જીવવી થોડી સરળ થઇ જશે.. !!
ગિરીશભાઈ એ એમની વાત પુરી કરી અને હરિશ ભાઈ થી એક ડૂસકું મુકાઈ ગયું.. !!
હા ગિરીશ..... હા યાદ છે...
બસ એ સંજય ને આપેલું વચન પૂરું કરવા જ આજે અહીંયા ચાલવા આવ્યો પણ એની યાદ થી હૈયું આક્રંદ કરે છે એટલે જ પગ જ નથી ઉપાડતા..!!
ગિરીશભાઈ શાંતિ થી હરિશભાઈ ને સાંભળી રહ્યા અને પછી બોલ્યો,
હરિ
"તુ સંજય ને કેટલો પ્રેમ કરે છે..??? "
ગિરીશ આ તો કંઈ પૂછવાનો સવાલ છે...
હા હરિ....
તું જવાબ આપ તારા દિલ પર હાથ રાખીને..
"અખુટ", હરીશભાઈ ભીની આંખે બોલ્યા... !!
તો ચાલ દોડવાનું શરુ કર.. !!
હાથ પકડીને હરિશભાઈ ને ઉભા કરતા કરતા ગિરીશભાઈ બોલ્યા અને એકદમ જ હરિશભાઈ મા જાંણે નવી સ્ફૂર્તિ નો સંચાર થયો.. !!
એમણે એક નજર ઉંચે આકાશ માં કરી અને...
સંજય ને સલામ કરી..
અને બે હાથ કરી આશિર્વાદ આપ્યા કે જ્યાં પણ રહે બેટા તું ખુશ રહે...
હરિશ ભાઈ ને ગિરીશભાઈ ફટાફટ ચાલવા લાગ્યા... !!
ભાવના ભટ્ટ અમદાવાદ...