Anmol bhet books and stories free download online pdf in Gujarati

અનમોલ ભેટ

*અનમોલ ભેટ* વાર્તા... ૧-૨-૨૦૨૦


આવી એક કસોટી પ્રેમમાં આ જીવનમાં.... પ્રેમ તણુ ઝરણું વહે મુજ જીવનમાં. પ્રેમિકા ના ઓરતા પુરા કરવા મહેનત ના રંગો ભરી દવુ અને આ કસોટી પાર કરી બનું સફળ પ્રેમી આ જીવનમાં...
આ પ્રેમ અને આજ કાલ ની પૈસા ની દોડ પાછળ જીવતા માણસ વચ્ચે કેટલી સામ્યતા છે..!!
સાચો પ્રેમ એમનમ મળતો નથી અને વગર મહેનતે રૂપિયા મળતા નથી... એ બન્ને ને મેળવવા પ્રયત્ન કરવા પડે છે... અને એટલે જ આ
દુનિયા મા આવ્યા છે તો દરેક પાત્ર બખૂબી ભજવવુંજ પડે...
અનમોલ અને ખુશી બારમાં ધોરણમાં હતાં ત્યારથી એકબીજાને ખૂબ પ્રેમ કરતાં હતાં...
બન્ને નો પરિવાર મધ્યમવર્ગના હતાં..
તો પોકેટમની લિમિટેડ જ મળતી..
એટલે કોઈ વધારાના ખર્ચ થાય નહીં અને ઘરમાં એવી માંગણીઓ થાય નહીં..
એટલે બન્ને સમજીને જ રહેતા...
એક અઠવાડિયામાં એક જ વખત કેન્ટિનમા બેસીને નાસ્તો કરતાં એ પણ પોતાને પોસાય એ પ્રમાણે જ મંગાવતા...
અનમોલ ઉંમર કરતાં વધુ સમજદાર હતો.
ખુશી માં હજુ પરિપક્વતા નહોતી આવી... એ એની દિલની દુનિયા માં જીવતી હતી...
ખુશી આજને માણવામાં માનતી હતી..
એને મન ભરીને બધું માણવામાં રસ હતો...
અનમોલ અને ખુશી બન્ને કોલેજમાં હતાં...
કોલેજમાં ફેબ્રુઆરી માસમાં અલગ-અલગ ડે ઉજવવા માં આવતા..
પહેલી ફેબ્રુઆરીથી અઠ્ઠાવીસ ફેબ્રુઆરી સુધી..
ખુશી તો ખુબ જ ખુશ ખુશ થઈ ગઈ...
એણે અનમોલ ને કહ્યું કે મને બધાં જ દિવસની બધી જ ગિફ્ટ જોઈએ...
અનમોલે કહ્યું કે આ બધાં ખાલી દેખાડો કરવાનાં અને રૂપિયા વાળા ના નખરાં છે આપણાં ને ના પોસાય..
આપણાં માતા-પિતા આપણને મહેનતથી ભણાવે છે તો આપણી ફરજ છે આપણે ભણી ગણીને પગ પર ઉભા રહીને આપણાં મોજશોખ પૂરા કરીશું...
હું પ્રેમ ખુબ જ કરું છું પછી આવી સાબિતીઓ આપવી જરૂરી છે???
અને છતાંય હું વેલેન્ટાઇન ડે નાં દિવસે ગુલાબ નું ફૂલ આપીશ જ... એ પણ રોમેન્ટિક અદામાં આનાથી વધુ કોઈ કિંમતી શું હોય???
ખુશી .... જાનું મને ખબર છે તું મને બહુ પ્રેમ કરે છે અને હું પણ...
પણ જાનું આ વખતે તો મારે ગિફ્ટ જોઈએ..
આ સમય પાછો નહીં આવે તું સમજ..
અનમોલ કહે સારું તું ખુશ રહે હું લાવીશ ગિફ્ટ તારી માટે..
અને આમ અનમોલે પહેલી તારીખે એક ગિફ્ટ આપી..
રોજ બરોજ ની ગિફ્ટ માટે અનમોલ નાનાં મોટાં કામ કરી રોજેરોજ ના રૂપિયા કમાઈ લેતો...
પહેલી તારીખ થી તેર તારીખ સુધીની અલગ અલગ ગિફ્ટ આપી....
ખુશી ખુબ ખુશ હતી એનાં જાનું પર..
હવે કાલે ૧૪ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે નો ઈન્તજાર હતો ખુશી ને‌ કે કાલે શું સરપ્રાઈઝ ગિફ્ટ આવશે???
આ બાજુ અનમોલ રોજ વિચારો કરીને ગિફ્ટ આપતો રહ્યો..
હવે વેલેન્ટાઇન ડે એ તો ગુલાબ અને ખુશી ને ગમતી ઘડિયાળ આપવાનું નક્કી કર્યું ...
અને પછી એક મજાનાં કાફેમાં બેસીને એન્જોય કરીશું...
પણ રૂપિયા થોડા ઓછા પડતાં હતાં...
કોલેજમાં થી છૂટી ને અડધો દિવસ જોબ કરીને રૂપિયા લઈને ગણ્યાં પણ બધો ખર્ચ નો હિસાબ કરતાં હજુ પાંચસો રૂપિયા ખૂટતાં હતાં..
એ વિચારો માં ચાલતો હતો.
ત્યાં એક પાર્ટી પ્લોટની બહાર થી પસાર થતો હતો ત્યારે એક છોકરો કંઈ મગજમારી કરતો હતો..
એ ત્યાં ઉભો રહ્યો અને પુછ્યું શું થયું???
પાર્ટી એરેન્જ કરતાં એ ભાઈ કહે આ પાર્ટીમાં એક કલાક હાથી બનીને ફરવાનાં સાતસો રૂપિયા માંગે છે અને હું પાંચસો કહું છું..
અનમોલ કહે મને પાંચસો ચાલશે..
પાર્ટી મા હાથી માંથી પોતાનો રોલ પૂરો કરી ને મોઢા પર કોઈ પણ જાત ની લાગણી વગર નો પરસેવે રેબઝેબ અનમોલ બહાર આવ્યો અને ૫૦૦ ની નોટ પોતાના માલિક પાસે થી લઈને નીકળી ગયો..!!!
ખુશી ને આજે વેલેન્ટાઈન ની અનમોલ ભેટ આપવા....
ભાવના ભટ્ટ અમદાવાદ...