mordan love books and stories free download online pdf in Gujarati

મોર્ડન લવ

*મોર્ડન લવ*. વાર્તા... ૧૪-૨-૨૦૨૦

આજનો પ્રેમ, લાગણી ખુબ જ સમજદાર થઈ ગઈ છે...
રંગ, રૂપ અને રોકડા, જોઈને જ આગળ વધે છે.. અને અરસપરસ લેવડદેવડ કરીને છૂટા પડી જવું એ પ્રેમ છે.
આજની જનરેશન એટલે જ પ્રેમ નાં નામે મોજમજા કરવા માટે એક નવું નામ આપ્યું છે " લિવ ઈન રિલેશનશિપ " ...
પાશ્વાત્ય સંસ્કૃતિ નું અનુકરણ કરીને ભારતીય સંસ્કૃતિ ભૂલી ગયા...
એકબીજાને સમજી શકાય એમ કહી ને " લિવ ઈન રિલેશનશિપ " કરે છે પછી જેમ કપડાં બદલાય એમ પાર્ટનર પણ બદલાઈ જાય છે....
એનો અંજામ છેલ્લે છોકરીઓ એ જ ભોગવવાં પડે છે એવું બહું જ મોડું સમજે છે...
આ વાત છે વડોદરામાં રહેતી બંસરી પંડ્યા ની...
વડોદરા માં મધ્યમ વર્ગના પરિવારમાં જન્મેલી બંસરી ... બંસરી પછી એક દિકરી નામ પાયલ.. બે બહેનો ને માતા પિતા એ ખુબ મહેનત અને લાડકોડથી ભણાવી ગણાવી...
બંસરી કોલેજમાં હતી ત્યારથી જ પર નાતના છોકરા સાહિલને પ્રેમ કરતી હતી...
બંસરી ભણી રહી એટલે વડોદરા ની નજીક ની એક ખાનગી શાળા માં શિક્ષીકા તરીકે નોકરી એ લાગી...
માતા પિતા એ નાતમાં થી સારા ઘરના અને સારું ભણેલાગણેલા છોકરાઓ બતાવવાના ચાલુ કર્યા..
પણ બંસરી દરેકમાં કંઈ ને કંઈ ખામી કાઢતી...
બંસરી ની માસી સૂરત રહે એમણે એમના દિયરનો છોકરો બતાવ્યો...
હવે બંસરી પાસે ના કહેવાનું બહાનું ન હતું...
એણે એ છોકરાં સાથે મુલાકાત કરી અને સગાઈ સુધી ની વાત નક્કી થઈ...
પણ બંસરીને તો સાહિલ સાથે રહેવું હતું..
બન્ને એ ભેગા થઈ એક પ્લાન બનાવ્યો..
સાહિલ અમદાવાદ માં એક કંપનીમાં નોકરીએ લાગ્યો અને પરા વિસ્તારમાં એક ફ્લેટ ભાડે રાખી રહેવા લાગ્યો...
બંસરી એ ત્યાં સુધી પેલાં છોકરાં સાથે સગાઈની ખરીદી પણ કરી લીધી...
સગાઈની તારીખ નજીક આવતાં જ બંસરી એ પેલાં નાતના છોકરા ને કહ્યું કે એ પરણીને તરત જ જુદા રહેવા માંગે છે જો આ વાત મંજૂર હોય તો જ સગાઈ કરીએ...
છોકરાએ ના પાડી અને ઘરમાં વાત કરી...
બંસરી ના માસીએ બંસરી ની મમ્મી સાથે ઝગડો કર્યો અને બે બહેનો નો સંબંધ કાયમ માટે પૂરો થયો...
હવે બંસરી એ અચાનક જ સ્કૂલ ની નોકરી છોડી દીધી ..
ઘરમાં બધાં બોલવા લાગ્યા તો કહે હું અમદાવાદ નોકરી કરીશ અને પીજી તરીકે રહીશ...
માતા પિતા એ કેટલું સમજાવ્યું કેટલાં માથાં કૂટયા પણ બંસરી એક ની બે ના થઈ..
અને બીજા દિવસે પોતાના કપડાં અને જરૂરિયાત વાળી વસ્તુ ઓ લઈને અમદાવાદ આવી ગઈ...
માતા પિતા કંટાળી ગયા એમણે બંસરીને કોઈ રોકટોક નાં કરી અને કોઈ તપાસ પણ નાં કરી..
બંસરી આવીને સીધી જ સાહિલને મળી અને બન્ને જણાં
" લિવ ઈન રિલેશન શીપમાં " સાથે જ રહેવા લાગ્યા...
બંસરીને પણ નજીકમાં એક કંપનીમાં નોકરી મળી ગઈ ...
રોજ નોકરી એ જવાનું અને ઘરમાં કામ પણ કરવાનાં...
રોજ નોકરી અને રોજ રાત્રે સાહિલ ની માંગણી ઓ સંતોષવાની...
થોડા દિવસ તો બંસરી ને આઝાદી ની મજા આવી પછી કંટાળી અને થાકી ગઈ...
સાહિલને તો સવારે ચા પણ બનાવી ને આપવી પડતી અને કપડાં, વાસણો, કચરા પોતા, ઘરની સાફ સફાઈ અને રસોઈ બધું જ કરવાનું ...
બંસરી ને માતા યાદ આવી ગઈ...
ઘરમાં તો રોજ મમ્મી જ સવારે ચા નાસ્તો તૈયાર આપતી અને ઘરનાં કામકાજ પણ મમ્મી જ કરતી...
ક્યારેક જ બંસરી મમ્મી ને કામકાજ માં હાથ બટાવતી...
આજે સાહિલ સાથે એણે સવારમાં માથાકૂટ કરી કે આપણે લગ્ન નથી કર્યા કે તું મારી પર જોહુકમી કરે છે તારી પણ ફરજ છે કે ઘરના અડધાં કામ તું કર અને અડધાં હું કરું...
આપણે લિવ ઈન રિલેશનશી માં રહીએ છીએ તો આજે તું ચા બનાવ...
સાહિલ ગુસ્સે થઈ ગયો અને પછી બન્ને વચ્ચે ઝઘડો થયો અને પછી મારામારી થઈ...
બંસરી હવે દિલથી પસ્તાવો કરી રહી કે આના કરતાં માતા પિતા એ બતાવ્યું ત્યાં પરણી હોત તો આજે સુખી હોત મારું ઘર હોત...
આ તો કંઈ જિંદગી છે રોજ મજુરી કરવાની અને ચામડા ચૂંથવાના....
સાહિલ ફ્લેટમાં બધું પછાડીને નોકરી એ જતો રહ્યો...
બંસરી એ એની મમ્મી ને ફોન કરી કહ્યું કે મમ્મી હું વડોદરા પાછી આવવા માગું છું તો આવી શકું???
તમે કહેશો ત્યાં હું લગ્ન કરીશ...
બંસરી ના મમ્મી એ કહ્યું બેટા આવી જા ઘરે...
બંસરી એક વર્ષ અજ્ઞાતવાસમાં રહી પછી ભરૂચ ની પાસે નાં નાનાં ગામડાંમાં ટી.વી નાં કેબલ નેટવર્ક નું કામ કરતાં રવિશ જોડે લગ્ન થયા...
રવિશ બંસરી ને ખુબ જ પ્રેમ કરતો અને સાચવતો...
બંસરી ને પણ રવિશ થી પ્રેમ થઈ ગયો અને ઘર સંભાળીને રહેવા લાગી.....
ભાવના ભટ્ટ અમદાવાદ......