Jokar - 35 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જૉકર - સ્ટૉરી એક લુઝરની - 35

જૉકર - સ્ટૉરી એક લુઝરની - 35

જોકર – સ્ટૉરી એક લુઝરની
ભાગ – 35
લેખક – મેર મેહુલ
નિધિના પપ્પા સાથે મેં દુશ્મની વ્હોરી લીધી હતી.તેઓ પણ આ રેકેટમાં શામેલ છે એવું મને પાછળથી જાણવા મળ્યું હતું.મારે કોઈપણ ભોગે આ રેકેટને અટકાવવું હતું.હું એકલો આ કામ નહોતો કરી શકવાનો,માટે હું એવા લોકોને વિશ્વાસમાં લેવા નીકળી પડ્યો હતો જે મારાં કામમાં મને સાથ આપવાના હતા.મારી પહેલી મંજિલ હોટેલ વિજય પેલેસ હતી.
બાઈક પાર્ક કરી હું હોટેલમાં પ્રવેશ્યો.હું મારી સાથે મારી બેગમાં થોડાં કપડાં,પેપ્સીની બોટલ,સિગરેટનું પેકેટ અને એક નોટ લઈ આવ્યો હતો જેથી હું મુસાફર લાગુ.રિસેપ્શનમાં એક લેડી ઉભી હતી.હું તેની પાસે જઈ ઉભો રહ્યો.
“નમસ્કાર સર,હું તમારી શું મદદ કરી શકું?”એ લેડીએ બે હાથ જોડી મને આવકારતા પૂછ્યું.
“મારે એક ડબલનો રૂમ બુક કરાવવાનો છે.”મેં સ્મિત સાથે કહ્યું.
“સર,અમારી પૉલિસી મુજબ જે વ્યક્તિને હોટેલમાં રહેવાનું હોય તેઓના આઈ.ડી.પ્રૂફ જરૂરી છે.તમે એકલાં જ લાગો છો મને”લેડીએ શંકા યુક્ત નજરે મારી સામે જઈને પૂછ્યું.
“મારી વાત પ્રશાંત ભટ્ટ સાથે કરાવી આપો.હું તેઓની સાથે વાત કરી આવું”મેં ફરી કાતિલ સ્મિત સાથે કહ્યું.
“ઓહહ.. તો તમે તેઓનાં મહેમાન છો”એ લેડીએ મારી ખન્નસવાળી સ્માઇલનો જવાબ એ જ રીતે આપ્યો, “તમને હું રૂમ એલાઉટ કરું છું.થોડીવારમાં રૂમમાં રહેલાં લેડલાઇન પર પ્રશાંત ભટ્ટનો કૉલ આવી જશે,તમારું પ્રૂફ આઈ.ડી.આપો એક”
મેં પોકેટમાંથી આધારકાર્ડ કાઢી આપ્યું.લેડી મને રૂમ સુધી છોડી ગયા.રૂમમાં પહોંચી મેં મારું કામ શરૂ કરી દીધું.બેગમાંથી નોટ કાઢી એક ચિઠ્ઠી લખી.એટલીવારમાં લેડલાઈનની રિંગ વાગી.મેં રીસીવર હાથમાં લીધું.
“શું મદદ કરી શકું તમારી જૈનીત જોશી?”પુખ્ત વયના કોઈ વ્યક્તિનો ઘેરો અવાજ મારાં કાને પડ્યો.
“પ્રશાંતભાઈ,આજની રાત રંગીન થઈ જાય એવું કંઈક કરી આપો”મેં માદક અવાજે કહ્યું.
“તમે કેટલા રૂપિયાવાળી રાત રંગીન કરવા ઈચ્છો છો?”
“રૂપિયાની ચિંતા ના કરો.જેટલાં થતાં હોય એટલા લઈ લેજો પણ યંગ અને અનુભવી જોઈએ.રાત ખરાબ ના થવી જોઈએ”મેં કહ્યું.
“ચાર હજાર સુધી ચાલશે?”તેઓએ પૂછ્યું, “યંગ પણ છે અને અનુભવી પણ”
“તમે ભટ્ટ અને હું જોશી,આપણે બંને ભાઈ થયાં. એ હિસાબે ત્રણ હજાર સુધીમાં આવી જશેને?”મેં આવી જશે પર વધુ ભાર આપ્યો.તેઓ સહેજ હસ્યાં.
“ત્રણ હજાર પાંચસો રૂપિયા કાઉન્ટર પર જમા કરાવી આવો”તેઓએ કહ્યું, “રાત્રે અગિયાર વાગ્યે આવી જશે”
“અહીં કેમેરા તો નથીને?”મેં પૂછ્યું.
“તમે નિશ્ચિત રહો,તમે કેમેરા ના હોય એવા સ્પેશિયલ રૂમમાં છો અને તમારી ખાત્રી માટે તમને એક માસ્ક આપવામાં આવશે”
“ઓહ..તો કોઈ પ્રોબ્લેમ નહિ”મેં હસીને કહ્યું, “ડ્રીંકની વ્યવસ્થા થશે?”
“કાઉન્ટર પર મારું નામ આપજો”તેણે કહ્યું, “જરૂરિયાતની બધી વસ્તુ મળી રહેશે”
કૉલ કટ થઈ ગયો. કાઉન્ટર પર જઈ મેં રૂપિયા જમા કરાવ્યા,સાથે પોતાનાં માટે ડ્રીંક લઈ આવ્યો.દસ વાગ્યાં હતા.હજી એક કલાક મારે પસાર કરવાની હતી.હું ડ્રીંક લઈ બાથરૂમમાં ગયો.ડ્રીંક બધું ઢોળીને તેમાં પાણી સાથે પેપ્સી ભેળવી દીધી.બહાર આવી હું બેડ પર આડો પડ્યો.
મને વિચાર આવ્યો,હું નિધીને અનહદ પ્રેમ કરું છું, તેનાં વિના એક ક્ષણ નથી રહી શકતો છતાં આજ સુધી અમે મર્યાદામાં રહ્યા હતા.આજે હું નિધિથી દૂર છું.મારી વાત નિધિ સાથે થઈ નથી અને થોડીવાર પછી મારે કોઈની સાથે સુવાનું છે.જેને મેં કોઈ દિવસ જોઈ નથી,કોઈ ફીલિંગ નથી.માત્ર શારીરિક સંબંધ.
હું નિધીને ચિટ નહોતો કરતો.મારે જે માહિતી જોતી હતી તેનાં માટે મારે આવું કરવું પડતું હતું.જ્યારે નિધિ મળશે ત્યારે હું નિધીને બધી વાત કહીશ.એ મને જરૂર સમજશે.
વિચારોને વિચારોમાં મારી આંખ લાગી ગઈ. અગિયારના ટકોરે રૂમની બેલ વાગી.મેં ઉભા થઇ દરવાજો ખોલ્યો.મારી સામે ત્રેવીસેક વર્ષની યંગ લેડી જીન્સ અને ટોપમાં ઉભી હતી.તેનો પહેરવેશ કોઈ પણ પુરૂષને ઉત્તેજિત કરી શકે એવો હતો.તેણે જાણી જોઈએને પોતાનાં અંગોનું પ્રદર્શન કર્યું હતું.મેં અંદર આવવા ઈશારો ઈશારો કર્યો.એ રૂમમાં આવી બેડ પર બેસી ગઈ.
“શું નામ છે તારું?”મેં પૂછ્યું.
“સ્નેહલ” અણગમા સાથે તેણે મારી તરફ જોકરના નકાબ વાળું માસ્ક ધરતાં કહ્યું.
“મારું નામ જૈનીત”મેં માસ્ક લઈને કહ્યું, “જૈનીત જોશી”
“ડ્રીંક લઈશ સ્નેહલ?”મેં તેને ઑફર કરતાં પૂછ્યું.
“હું ડ્રીંક નથી કરતી”તેણે કહ્યું, “ફોર્મલિટી કરવા કરતાં જે કામ માટે મને બોલાવી છે એ કામ પૂરું કરીએ”
“ઉતાવળ શું છે?”મેં હસીને કહ્યું, “આપણી પાસે પુરી રાત છે”
મેં ડ્રિંકનો એક ગ્લાસ ભર્યો.સિગરેટના પેકેટમાંથી એક સિગરેટ કાઢી સળગાવી.વાર ફરતી હું ડ્રિંકના પાંચ ગ્લાસ ગટગટાવી ગયો.એમાં મેં પેપ્સી અને પાણી ભેળવ્યું હતું એટલે મને નશો ચડે તેની સંભાવના તો નહોતી જ.તો પણ મેં નશામાં છું એ જતાવવા નાટક શરૂ કર્યું.ઉભા થઇ હું બે ડગલાં આગળ ચાલ્યા અને લથડીયું ખાઈને ગબડી ગયો.સ્નેહલ મારી પાસે આવી.તેણે મને ખભેથી પકડીને ઉભો કર્યો અને બેગ સુધી લઈ ગઈ.
એ મને બેડ સુધી લઈ જતી હતી ત્યારે મારું માથું તેનાં ખભે હતું.મેં મોકો વર્તીને કહ્યું, “મારાં શર્ટના પોકેટમાં એક ચિઠ્ઠી છે એ લઈ બાથરૂમમાં ચાલી જજે”
મને બેડ પર સુવરાવી તેણે મારાં શર્ટનું પોકેટ ખંખોળ્યું. ચિઠ્ઠી લઈ એ બાથરૂમ તરફ નીકળી ગઈ.હું નાશમાં ચૂર હોઉં તેવી રીતે બંને હાથ અને પગ ફેલાવીને બેડ પર પડ્યો રહ્યો.
તેણે અંદર જઈને ચિઠ્ઠી વાંચી હશે.મેં ચિઠ્ઠીમાં કંઈક આ મુજબ લખ્યું હતું,
‘હું તમારી સાથે એવું કશું નથી કરવાનો અને મેં ડ્રીંક નથી કર્યું.તેમાં પેપ્સી અને સોડા છે.રૂમમાં કેમેરા લાગેલા છે એટલે મારે આ નાટક કરવું પડ્યું.તમે બેફિકર રહો.
‘હું તમારી મદદ માટે આવ્યો છું.તમને મારા પર વિશ્વાસ હોય તો 962*****26 નંબર પર કાલે કૉલ કરજો.તમે આ ચિઠ્ઠી વાંચતાં હશો ત્યારે હું નશાની હાલતમાં બેડ પર સૂતો છું એવું નાટક કરીશ.તમે મારી પાસે આવી.બે-ત્રણવાર મને જગાવવાની કોશિશ કરજો.હું જાગીશ નહિ.મારાં વોલેટમાં થોડાં રૂપિયા છે એ લઈ તમે નીકળી જજો’
થોડીવાર પછી બાથરૂમનો દરવાજો ખુલ્યો.સ્નેહાએ મને બે-ત્રણ વાર હલબલાવ્યો.હું ઉઠ્યો નહિ એટલે તેણે મને પલટાવીને પોકેટ કાઢી રૂપિયા લઈ લીધા.ફરી રૂમમાં સન્નાટો થઈ ગયો. થોડી ક્ષણો પછી રૂમનો દરવાજો ખુલ્યો.
સ્નેહલ ચાલી ગઈ હતી.મેં મારાં ષડયંત્રનું પહેલું સોપાન પાર કરી લીધું હતું.સ્નેહલ નીકળી ગઈ એટલે બેફિકર થઈ હું સુઈ ગયો.આ ઊંઘ મારાં માટે પાંચ હજાર રૂપિયાની થઈ હતી.
***
સવારેવહેલાં ચૅક-આઉટ કરી હું ઘરે ગયો.શંકરકાકાને એમ જ હતું કે હું દોસ્તના ઘરેથી આવ્યો છું. કોલેજ જવા તૈયાર થઈ,નાસ્તો કરી હું કૉલેજે પહોંચી ગયો.
નિધિ કૉલેજે નહોતી આવી.તેનાં પપ્પાએ નહોતી આવવા દીધી.મારે નિધિ સાથે પણ વાત કરવાની હતી.લેક્ચર બંક કરી મેં નિધિના ઘરે પહોંચી જવાનું નક્કી કર્યું.તેનાં ઘરે હંગામો થાય તેની મને ચિંતા નહોતી. મારે બસ નિધિ સાથે વાત કરવી હતી.
હું કોલેજની બહાર નીકળ્યો ત્યાં મારો ફોન રણક્યો.કોઈનો અજાણ્યો નંબર હતો.મેં કૉલ રિસીવ કર્યો.
“જૈનીત જોશી?”જાણીતો અવાજ મને સંભળાયો.
“સ્નેહલ?”મેં પૂછ્યું.
“હા”તેણે કહ્યું, “તમે કૉલ કરવા કહ્યું હતું”
“તું ક્યાં છે અત્યારે?”મેં પૂછ્યું, “મારે તને મળવું છે”
“શું કરશો મળીને?”તેણે પૂછ્યું.
“એ બધી મળીને વાત કહું?”મેં પણ સામે પ્રશ્ન કર્યો.
“વૉક-વે મૉલ પાસે આવીને મને કૉલ કરો”તેણે કહ્યું.
કૉલ કટ કરી હું મૉલ તરફ આગળ વધ્યો.
(ક્રમશઃ)
સ્નેહલને મળીને જૈનીત શું કહેશે?,જૈનીત નિધીને મળવા નીકળ્યો હતો.એ કામ તો બાજુમાં જ રહી ગયું.જૈનીત પોતાનાં કામ વ્યસ્ત રહીને નિધીને ગુમાવી તો નથી રહ્યોને?
સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.કોઈ પણ જગ્યાએ ભૂલ હોય અથવા સ્ટૉરીની પકડ ઢીલી પડતી હોય તો પણ જણાવશો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.
-મેર મેહુલ
Contact - 9624755226

Rate & Review

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

yogesh

yogesh 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

maheshjoshi99131

maheshjoshi99131 2 years ago

yogesh dubal

yogesh dubal 2 years ago