aa duniya ni rit books and stories free download online pdf in Gujarati

આ દુનિયાની રીત

*આ દુનિયાની રીત* વાર્તા... ૨૪-૨-૨૦૨૦

એ દુનિયા તારી રીત નિરાલી છે.... આ દુનિયામાં લોકો તમારાં દુઃખમાં સહભાગી થવા નહીં પણ તમાશો જ જુવા આવે છે અને તમાશો જોઈને રાજી થાય છે... આ દુનિયા એટલે સગાંવહાલાં, સંબધી.. બાકી આખી દુનિયામાં તો લોકો ને પારકી પંચાતમાં શું રસ હોય???
આ વાત છે આશરે એકવીસ વર્ષ પહેલાંની....
મણિનગર માં રહેતા એક મધ્યમ વર્ગના પરિવારની...
લગ્ન પછી સાસરે થી જબરદસ્તી જુદા કાઢ્યા હતાં...
રવિશ અને ભૂમિકા ...
રવિશ અને ભૂમિકા સાસરીમાં સૌથી મોટાં હતાં પછી બે દિયર અને એક નણંદ...
પણ સાસરીમાં થી નાનાં દિકરાને ભેગો રાખીને... બાકી નાં બે દિકરીઓ ને જુદા રહેવા મોકલ્યા..
રવિશ અને ભૂમિકા ને બે સંતાનો હતા..
મોટી દિકરી માનષી અને નાનો દિકરો જતન...
નવરાત્રી ની પૂજામાં ભૂમિકા એ સોનાનાં દાગીના પહેર્યા હતા એ નોમ ની રાત્રે ઉતારીને તિજોરીમાં મૂક્યાં...
દશેરા એ સવારથી જ ભૂમિકા ને તાવ અને ચક્કર આવે છે...
એ ઘરમાં એકલી જ હોય છે..
રવિશ છોકરાઓ ને લઈને પિતાને ઘેર જાય છે..
કારણકે દશેરાના દિવસ હોય છે એટલે ભૂમિકા ના સાસરે બધાં નો ફાફડા જલેબી નો પ્રોગ્રામ હોય છે..
ભૂમિકા ને તબિયત બરાબર નહોવાથી એણે રવિશ ને કહ્યું કે એ થોડીવાર આરામ કરીને રીક્ષામાં આવી જશે..
એટલે રવિશ છોકરાઓ ને લઈને જતો રહ્યો...
અગિયાર વાગ્યા એટલે સાસરે થી ટેલિફોન આવ્યો કે કેટલી વાર છે તારે???
ભૂમિકા કહે બસ આવી દશ મિનિટમાં..
ભૂમિકા લોકો જે ઘરમાં રહેતા હતા એ ઘરને બે દરવાજા હતાં...
એક આગળ અને બીજો પાછળ દરવાજો હતો..
પાછળના દરવાજેથી બહાર બાથરૂમ હતું તો ભૂમિકા બાથરૂમમાં જઈને હડબડાટ માં પાછળનો દરવાજો બંધ કર્યો પણ સ્ટોપર બહું ફિટ હતી તો એને એમ કે વખાઈ ગઈ છે અને એણે આગળ નો મેઈન દરવાજો બંધ કરી લોક કરીને રીક્ષામાં બેસીને સાસરે ગઈ...
ત્યાં બધા રાહ જોતાં હોય છે પણ ભૂમિકા ને ઠીક ન હોવાથી કંઈ જમતી નથી ખાલી લીંબુ શરબત પીવે છે...
બધાં જ ભેગા થયેલા એટલે જમીને પરવારી ને વાતોચીતો કરતાં ત્રણ વાગ્યા એટલે ભૂમિકા એ રવિશ ને કહ્યું કે હવે ઘરે જઈએ મારાથી બેસી નથી રહેવાતું...
એટલે આવજો જજો કરીને રવિશ અને ભૂમિકા બાળકો ને લઈને ઘરે આવ્યા...
ઘરે આવી મેઈન દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ્યા ત્યાં જ ભૂમિકા ની નજર પાછળ ના દરવાજા પર પડી એ દરવાજો આખો ખુલ્લો હતો...
એટલે એ દોડી અને બધું ચેક કરવા લાગી..
રવિશ તો દરવાજો ખોલ્યો ત્યાંથી જ ભૂમિકા ને બોલવાનું ચાલુ કર્યું હતું..
ભૂમિકા એ બેડરૂમમાં જઈને જોયું તો તિજોરી પણ ખુલ્લી હતી... બધું ફેદાઈ ગયેલું હતું....
અને એણે આગલા દિવસે ઉતારેલા દાગીના અને રોકડ રકમ અને ભારે સાડીઓ બધું જ ગાયબ હતું અરે એ થી પણ વધુ જતન સાત વર્ષનો જ હતો પણ વારતહેવારે મળેલાં રૂપિયા એક ગલ્લામાં નાંખતો હતો એ ગલ્લો પણ ચોરાઈ ગયો હતો...
ભૂમિકા એ જોરથી ચીસ પાડી અને ગાંડા ની જેમ પોક મૂકીને રડવા લાગી...
આ જોઈ બાળકો પણ રડવા લાગ્યા..
અને રવિશ નાં ઘાંટા ચાલુ થઈ ગયા..
ભરબપોરે આવી રડારોળ સાંભળીને આજુબાજુ ના ભેગા થઈ ગયા...
રવિશે એનાં પિતા ને ફોન કરી વાત કરી એ લોકો તો આવીને ભૂમિકા ને દોષિત ઠેરવી બોલવા લાગ્યા ...
પછી રામબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવા ગયા..
ત્યાં પોલીસ પણ ઉલટ તપાસમાં ભૂમિકા ને જ હેરાન પરેશાન કરી દીધી...
ભૂમિકા રડતાં રડતાં એક જ વાત કહે હું તો કંઈ જાણતી નથી અને મારાં જ ઘરમાં હું ચોરી કરાવું???
પણ પોલીસ તો એમની રીતે જ તપાસ કરે એ એમની ફરજ છે...
ફરિયાદ લખાવી ને ઘરે આવ્યા...
આજુબાજુના બધાં તમાશો જોવા આવે અને ગુસપુસ કરે કે વેતા જ નથી ત્યારે તો ભરબપોરે ચોરી થઈ ...
બહું પોતાને હોશિયાર સમજતી હતી તે બધી જ હોંશિયાર નિકળી ગઈ...
બુધ્ધિ વગરની જ છે આ બૈરી ... વિગેરે વિગેરે વાતો કરવા લાગ્યા..
પણ કોઈ ભૂમિકા ની માનસિક સ્થિતિ નો વિચાર નથી કરતું..
થોડીવારમાં પોલીસ ની ગાડી આવે છે અને ઘરમાં બધું ચેક કર્યું...
તિજોરીની ચાવી ક્યાં મૂકો છો???
અને પાછળનો દરવાજો ભૂલથી રહી ગયો હતો કે હાથે કરીને ખુલ્લો રાખ્યો હતો...
ભૂમિકા તો જવાબ આપી આપી ને થાકી ગઈ હતી...
સવાલો ના જવાબ લખી ને કાગળ માં સહીં કરાવી..
પોલીસ સ્ટેશન થી ડોગ સ્કવોડ બોલાવી...
ડોગ ને બધું સુઘાડીયુ....
ડોગ પાછળ ના દરવાજે થી ઝાંપા માં થી સોસાયટી ના નાકાં પાસે જ અટકી જાય...
સોસાયટી ની નાકા પાસે થી મેઈન રોડ હતો...
તો એથી આગળ કશું જાણી શકાયું જ નહીં...
બે થી ત્રણ વખત ડોગે એવું જ કર્યું ...
પછી પોલીસ ને પણ બીજા કેસ હોય એટલે તપાસ કરીશું કહીને જતી રહી....
આ બધી વિધિ પતતા રાત્રી ના આઠ વાગ્યા પણ નાં સાસરીયા નાં લોકો એ કે ના બીજા કોઈ એ ભૂમિકા,રવિશ કે બાળકો ને ચા, કોફી, શરબત પીવો કે બનાવી દઉં એવું કોઈ એ કહ્યું જ નહીં...
ભૂમિકા ની તો રડી રડીને હાલાત જ ખુબ ખરાબ થઈ ગઈ હતી...
સાસરી પક્ષના બધાં ઊભા થયા કે હવે અમે ઘરે જઈએ..
આ તો ગયેલું થોડું પાછું આવે હવે સાચવતાં શીખો એમ કહીને કહે આજે દશેરા છે તો કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ માં રાવણ પ્રગટાવશે તો અમે તો અમારાં છોકરાઓ ને જોવા લઈ જઈએ... એ લોકો બિચારા કંટાળી ગયા આ રોકકળ જોઈને એમ કહી જતાં રહ્યાં...
આ દુનિયાની આ રીત નિરાલી છે...
કે એમને માનષી નવ વર્ષની અને જતન સાત વર્ષનો જ હતો તો એમને પણ સાથે લઈ જઈ એ કે છોકરાઓ ને કંઈક ખવડાવીએ એવો વિચાર શુધ્ધા નાં આવ્યો...
પણ રે સ્વાર્થી દુનિયા એ લોકો જતાં રહ્યાં...
પછી આ ચાર એકલાં પડ્યાં અને ભેટીને ખુબ જ રડ્યા...
ભૂમિકા ના ઘરની પાછળ નો કોટ હતો.. પછી બીજી સોસાયટી ચાલુ થતી હતી...
એ કોટ કૂદીને કિરણ બેન આવ્યા અને ભૂમિકા ને આશ્વાસન આપ્યું અને પુછ્યું તમે લોકો જમ્યા???
ભૂમિકા કહે ના..
કિરણ બેન કહે છોકરાઓ નો શો વાંક તમે રડો એટલે એ ગભરાઈ જાય તમે થોડું જમો અને છોકરાઓ ને જમાડો..
હું ફટાફટ શાક ભાખરી બનાવી ને આપું..
ભૂમિકા અને રવિશે ઘણી નાં કહી પણ કિરણ બેન ઘરે જઈને ભાખરીઓ કરીને ગાંઠિયા નું શાક બનાવીને કોટ પરથી કૂદીને સમજાવીને છોકરાઓ ને અને રવિશ અને ભૂમિકા ને જમાડી ગયા...
આ દુનિયાની રીત નિરાલી છે...
પોતાના પૂછવા પણ નાં રહ્યા અને પારકાં જમાડીને દિલાસો આપી ગયા...
ભાવના ભટ્ટ અમદાવાદ....