criminal dev - 25 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 25

ભાગ-૨૫

ફોન પર ખબર સાંભળતા જ સુહેલદેવી હતપ્રભ બની જાય છે, તે સૂચના આપે છે કે ભાનુપ્રતાપ ને હોસ્પિટલ પર લઇ જવામાં આવે. તેને ઊંડે ઊંડે આશા હોય છે કે ભાનુપ્રતાપ કદાચ બચી જાય. ભાનુપ્રતાપ ની પત્ની અને બાળકો ને લઇ તરત સુહેલદેવી હોસ્પિટલ પર પહોંચે છે. ત્યાં ફરજ પર ના ડોક્ટર જાણ કરે છે કે, ભાનુપ્રતાપ મૃત્યુ પામ્યા છે. આ સમાચાર આગ ની જેમ ફેલાય છે, અને જિલ્લા હોસ્પિટલ પર ભીડ ભેગી થઇ જાય છે. ભાનુપ્રતાપ ની લાશ આગળ સુહેલદેવી અને ભાનુપ્રતાપ ના પત્ની ધ્રુસકે ધ્રુસકે રોઈ પડે છે. બાળકો હતપ્રભ બની ઉભા હોય છે. ભાનુપ્રતાપ નો સેક્રેટરી, દેવ ને ફોન કરે છે. દેવ સમાચાર સાંભળી અવાચક બને છે. તે તરત એરપોર્ટ જવા નીકળે છે. પટણા સુધી ખબર પહોંચતા ૩ દિવસ નો રાજકીય શોક જાહેર કરવામાં આવે છે. મુખ્યમંત્રી અને બીજા મંત્રીઓ પૂર્વ ચંપારણ આવવા નીકળે છે. સાંજે દેવ પહોંચે છે. ભાનુપ્રતાપ નો દેહ જનતા ના દર્શનાર્થે મુકવામાં આવે છે. બીજે દિવસે બપોરે ભાનુપ્રતાપ ના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. સાંજે શોકસભા હોય છે, તેમા બધા ભાનુપ્રતાપે કરેલા કાર્યો યાદ કરી તેની પ્રશંશા કરે છે, એ પણ જાહેરાત થાય છે કે શહેર ની અંદર બનેલા નવા બાગ ને (જે ભાનુપ્રતાપ ને મળનારી ગ્રાન્ટમાંથી બન્યો હોય છે) ભાનુપ્રતાપ નું નામ આપવામાં આવશે. ભાનુપ્રતાપ ના હત્યારા ની સઘન તપાસ કરવાની જાહેરાત મુખ્યમંત્રી કરે છે . પછી બધા છુટા પડે છે. રાત્રે ભાનુપ્રતાપ ના ઘર માં દીવાનખંડ મા સુહેલદેવી અને દેવ બેઠા હોય છે. રામદેવી બાળકો ને શયનખંડ મા સુવડાવતાં હોય છે.

*************************************************************

મુંબઈ મા મિતાલી ને જયારે ખબર પડે છે કે, ભાનુપ્રતાપ ની હત્યા થઇ છે,ત્યારે તે પૂર્વ ચંપારણ જવા માંગે છે,પણ મિતાલી ની મમ્મી ને તે ખબર પડે છે, તો તે મિતાલી ને અટકાવે છે. મિતાલી ની મમ્મી જમાના ની ખાધેલ હોય છે. તે મિતાલી ને સમજાવે છે કે તને બહુ દુઃખ હોય તો દેવ ને ફોન કર અને ખરખરો કરી લે, તું હજી નથી એના ઘર ની સભ્ય કે નથી એની સગી વહાલી, તું અત્યારે એમના ઘરે જા, એ સારું ન લાગે. પછી મિતાલી દેવ ને ફોન કરીને ખરખરો કરી લે છે. નયન અને મિત ને આ સમાચાર સાંભળી છૂપો આનંદ થાય છે.અને આશા જાગે છે કે એમના પિતાઓ જેલમાંથી છૂટી જશે. મરાઠે ને આ સમાચાર સાંભળી સહેજ આઘાત લાગે છે. સહેજ આઘાત એટલા માટે લાગે છે, કારણકે તે ભાનુપ્રતાપ ને ખરેખર માન આપતો હોય છે. તે વિચારે છે કે ભાનુપ્રતાપ ની હત્યા કોણે કરી હશે. તેના મન મા એક વિચાર આવે છે. તે તરત આર્થર રોડ જેલ મા એક ફોન લગાડે છે. તેને માહિતી મળે છે કે રિતેશ જેલ મા થી થોડા દિવસ પહેલા છૂટી ગયો હોય છે. તે સમજી જાય છે કે આ કામ રિતેશ નું હોવું જોઈએ.તે પટણા ફોન કરવાનું વિચારે છે, પણ માંડી વાળે છે, કે આ ઝગડા મા નથી પડવું.

*****************************************************

દેવ ના દીવાનખંડ મા બોઝિલ વાતાવરણ હોય છે. ત્યારે સુહેલદેવી દેવ ને તાજેતર મા ભાનુપ્રતાપ ના મૃત્યુ પહેલા બનેલી દરેક ઘટના ની જાણકારી આપે છે. દેવ આ બધું સાંભળી આશ્રર્યચકિત થાય છે, અને તેને ખ્યાલ આવે છે કે મિતાલી સાથેના તેના સંબંધ ને કારણે પરિસ્થિતિ આટલી વણસી ગઈ. જર, જમીન ને જોરૂ એ ૩ કજિયા ના છોરું, એ કહેવત તેને સમજાય છે. તેને ખુબ નિરાશા થાય છે. ત્યારે સુહેલદેવી તેને એમ કહીને ચોંકાવે છે કે, ભાનુપ્રતાપ તેને ખુબ પ્રેમ કરતો હતો અને દેવ ને ખુશી મળે, આનંદ મળે તે માટે તેણે મુંબઈ ની અંધારી આલમ સાથે પણ દુશ્મની વહોરી. હવે એ દેવ ની જવાબદારી છે કે તે ભાનુપ્રતાપ ની હત્યા નો બદલો લે .

ક્રમશ: