Jokar - 55 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 55

જોકર – સ્ટૉરી એક લુઝરની – 55

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 55

લેખક – મેર મેહુલ

“તારી સાથે શું થયું હતું?”ક્રિશાએ ઉત્સાહિત થઈને પૂછ્યું, “વિક્રમ દેસાઈની હાથમાં તું કેવી રીતે આવ્યો?”

“જ્યાં ઘરના જ સભ્યો તમારું ભલું ના ઇચ્છતા હોય ત્યાં તમે ગમે તેટલી કોશિશ કરો કોઈ દિવસ સફળ નથી થવાના”જૈનીતે ગુસ્સે થતાં કહ્યું.આ વખતે પણ તેનાં અવાજમાં દર્દ હતો.પણ આ દર્દ ઝખ્મોને કારણે નહોતો.કોઈ વ્યક્તિએ આપેલાં દગાને કારણે હતો.

“મતલબ?” ખુશાલે પૂછ્યું, “ શું થયું હતું તારી સાથે?”

“હું એ રાત્રે પુરી તૈયારી સાથે નીકળ્યો હતો”જૈનીતે વાત શરૂ કરી.

તેણે મને ઘલુડી પાસેનું એડ્રેસ આપ્યું હતું.મારા સ્વાગત માટે તેણે પુરી તૈયારી કરી હશે એ મને ખબર હતી એટલે હું તેનાથી એક કદમ આગળનું વિચારીને ચાલતો હતો.ત્યાં પહોંચ્યો ત્યારે મને એ સ્થળ કોઈ ફાર્મ હાઉસ માલુમ પડ્યું.ઘલુડી તરફનો રસ્તો સુનસાન હતો એટલે એ પોતાનાં બધાં કામ અહીંથી જ કરતો હશે એમાં મને શંકા નહોતી.ફાર્મ હાઉસ બહાર રહેલી દીવાલને ટેકે છુપાઈને મેં પહેલાં પરિસ્થિતિનો તાગ મેળવ્યો.બહાર ગેટ પર હાથમાં આધુનિક હથિયારોથી સજ્જ બે વ્યક્તિ ઉભા હતા.તેઓ શરીરમાં મારાથી બે ગણા તાકાતવર જણાતાં હતાં.તેઓની ભુજા અને ખડતલ શરીર સામે હું એક મિનિટ પણ ટકી શકવાનો નહોતો.

મેં દીવાલના બીજા છેડે જઈ અંદરનો નજારો જોયો.ત્યાં પણ હાથમાં ગન રાખીને આવા ઘણાં લોકો લોનમાં પહેરો આપી રહ્યા હતા.બધાની વચ્ચે એક યુવાન લાંબી ખુરશી પર બેસીને સિગાર પી રહ્યો હતો.એ વિક્રમ દેસાઈ હતો.તેનો ચહેરો હું સાફ રીતે જોઈ શકતો નહોતો પણ તેનાં હલનચલન અને બેસવાના રુતબા પરથી સાફ સાફ વર્તાય આવતું હતું કે અહીં તેનું શાસન છે.તેની બાજુમાં ખુરશીઓ પર બે વ્યક્તિઓ બેઠાં હતાં.જેમાં એક રેંગો અને કદાચ એક હસમુખ પટેલ હતો.મારા માટે અંદર જવું મુશ્કેલ હતું.હું કોઈ પણ રીતે તેઓની નજરમાં આવી જાઉં એમ હતો એટલે મેં બીજો રસ્તો અપનાવ્યો.દીવાલ ફરીને મેઈન ગેટ સુધી આવી ગયો.હું સરેન્ડર કરવાના મૂડમાં નહોતો પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.મારે મારી બડીનો ચહેરો જોવો હતો.

પેલાં બે હૃષ્ટપુષ્ટ આદમી પાસે જઈ હું ઉભો રહ્યો. તેઓએ મને તપાસ્યો.મારી કમર રિવોલ્વર હતી એ લઈ તેઓએ મને અંદર ધક્કો માર્યો.હું વિક્રમ દેસાઈ તરફ આગળ વધ્યો.

“જુઓ કોણ આવ્યું છે?”મને આવતાં જોઈ વિક્રમ દેસાઈ ઉભો થઇ ગયો, “જૉકર સામે ચાલીને પોતાનાં મૌતને ભેટવા આવી ગયો.”

એ મારી નજદીક આવ્યો.તેની સામે હું નનો બાળક લાગતો હતો.તેની આંખોમાં જોવા માટે મારે ઊંચું જોવું પડતું હતું.

“મને લાગ્યું હતું તું ડરી જઈશ પણ તું તો બહાદુર નીકળ્યો.એકલા હાથે મારા સામ્રાજ્યને ખતમ કરી દીધું તે તો”તેણે મારી નજીક આવીને કહ્યું.

“હું તારી લવારી સાંભળવા નથી આવ્યો”મેં કહ્યું, “જે સોદો કરવાનો હોય એ કરી લે અને મારી માં ક્યાં છે એ કહે”

એ ખડખડાટ હસવા લાગ્યો.તેની સાથે તેનાં સાથીદારો પણ જોરજોરથી હસી રહ્યા હતા.

“તને શું લાગ્યું તું અહીં આવીશ પછી પાછો જઈ શકવાનો છે?અહીં જ તારી કબર ખોદાવાની છે”તેણે દાંત ભીંસીને કહ્યું.

“હાહાહા, તને શું લાગે છે હું કોઈ તૈયારી વિના આવ્યો છું અહીં?”મેં હસીને કહ્યું, “તારાં જેટલાં કસ્ટમર છે,જેટલાં છોકરીઓ માટેના સોર્સીસ છે અને તારી જેટલી બ્રાન્ચો ચાલે છે એ બધો ડેટા મારી પાસે છે.જો તે મને મારી નાંખ્યો તો કાલે સવારે જ બધા મિડિયામાં એ ફરતો થઈ જશે”

“રૉકી-જોન્ટી પકડી લો હરામીને”વિક્રમ દેસાઈએ હુકમ કર્યો, “જ્યાં સુધી એ ડેટા ક્યાં છુપાવ્યો છે એ ઓકે નહિ ત્યાં સુધી મારો સાલાને”

“એક મિનિટ”મેં કહ્યું, “તારે મારી સાથે જે કરવું હોય એ કરી લે,પહેલાં મારી માં ક્યાં છે એ કહી દે”

“એ પહેલાં મને એક સવાલનો જવાબ આપ”વિક્રમ દેસાઈએ કહ્યું, “તું આ બધું ક્યાં કારણથી કરે છે?,મેં તારું શું બગાડ્યું છે?”

“તું જે છોકરીઓની જિંદગી બરબાદ કરે છે એ મારાથી સહન નથી થતું,તું એ બધું બંધ કરી દે બસ મારે એટલું જોઈએ છે”મેં કહ્યું.

“હાહાહા,આટલી બધી સહાનુભૂતિ અને એ પણ આ લોકો માટે,તારી જાણ માટે કહી દઉં,હું માત્ર એક જ ધંધો નથી ચલાવતો.નાના છોકરાને કિડનેપ કરાવી તેઓના માતાપિતા પાસેથી તગડી રકમ વસુલું છું.જો એ ઇનકાર કરે તો છોકરાઓ પાસે ભીખ મંગાવું છું.મારાં આદમીઓ મર્ડરનો કોન્ટ્રક પણ રાખે છે.કોઈને ધમકી આપવી મારા માટે મજાકમાં વાત કરવા જેવી વાત છે અને હું એનાં માટે પણ રૂપિયા લઉં છું.ટૂંકમાં જે કામ પોલીસ અને સરકાર નથી કરી શકતી એ કામ મારી પાસે થાય છે”

“મેં પહેલાં કહ્યું,હું તારી બકવાસ સાંભળવા નથી આવ્યો.તારે જે કરવું હોય એ કર બસ મારી માંને છોડી દે”

“મારાં માણસો કહે એમ કર એટલે તારી માં આઝાદ થઈ જશે”તેણે કહ્યું.

“ના,પહેલાં મારી નજર સામે એને હજાર કર.પછી જ હું એ ડેટા વિશે કહીશ”મેં કહ્યું.

“રેંગા”તેણે હુકમ કરી રેંગાને ઈશારો કર્યો.

રેંગો રૂમ તરફ ગયો.થોડીવાર પછી એક ઓરતનો હાથ પકડી એ બહાર આવ્યો.

“બડી”મેં બૂમ મારી.મને વિશ્વાસ નહોતો આવતો.હું મારી બડીને નજર સામે જોઈ શકતો હતો.હું તેઓના તરફ જવા ઇચ્છતો હતો પણ બે માણસોએ મને પકડી રાખ્યો હતો.

“જવા દે એને”વિક્રમ દેસાઈએ કહ્યું, “એની છેલ્લી ઈચ્છા પૂરી થઈ જશે”

વિક્રમ દેસાઈ કહ્યું એટલે તેઓએ મને છોડી દીધો.હું સીધો બડીને જઈને ભેટી ગયો.

“જૈની….”તેઓ પણ મને ભેટીને રડતાં હતા.

“બડી આ રડવાનો સમય નથી.હું ઈશારો કરું એટલે બહાર તરફ દોડજો”મેં ધીમેથી તેઓના કાનમાં કહ્યું.

“બસ બસ હવે તમારો મિલાપ પૂરો થયો હોય તો અહીં આવી જા”વિક્રમ દેસાઈએ કહ્યું, “અને મને એ ડેટા ક્યાં છે એ જણાવ”

“એક છેલ્લા સવાલનો જવાબ આપી દે એટલે હું તને ડેટા ક્યાં છે જણાવી દઉં અને પછી તારી ઈચ્છા હોય તો મને અને મારી માંને જવા દે.અમે બંને અહીંથી ક્યાંક દૂર ચાલ્યાં જશું”હું તેને ઉલજાવવા માંગતો.હકીકતમાં હું મારાં શૂઝમાં છુપાવેલા સ્મોક બૉમ્બ બહાર કાઢી રહ્યો હતો.

“જલ્દી બોલ મારી પાસે સમય નથી”તેને અકળાતા કહ્યું.

“મારાં વિશે તને કોણે માહિતી આપી?”મેં પૂછ્યું.

“પેલાં વ્યક્તિએ”તેણે એક વ્યક્તિ તરફ ઈશારો કરીને કહ્યું.એ વ્યક્તિ ઘણાં સમયથી ખુરશી પર જ બેઠો હતો.તેણે ખુરશી પણ જુદી દિશામાં રાખી હતી.જેથી હું તેનો ચહેરો જોઈ શકતો નહતો.વિક્રમ દેસાઈએ તેનું નામ લીધું એટલે એ ઉભો થયો અને મારાં તરફ ઘૂમ્યો.

“શંકરકાકા?”મારાથી બોલાય ગયું.મને વિશ્વાસ નહોતો થતો.હું જેને પિતાનો દરજ્જો આપી રહ્યો હતો એ વ્યક્તિએ મારી સાથે દગો કર્યો હતો.

“કેમ ચક્કર ખાય ગયોને?”વિક્રમ દેસાઈ કહ્યું, “તારી માહિતી માટે પચાસ લાખ રૂપિયા આપ્યા છે એને અને હવે એ મારા માટે કામ કરે છે”

“કાકા તમે?”મેં નફરત સાથે ચીડ ભર્યા અવાજે પૂછ્યું.

“શું કરું બેટા,આ લોકો કૃતિ અને લીલાને ઉઠાવીને લઈ ગયાં અને તારાં વિશે ન આપું તો તેઓને કોઠે બેસારવાની ધમકી આપતાં હતા.મને માફ કરી દે,મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.

“બીજો રસ્તો હોય જ કાકા”મેં કહ્યું.મેં પગના અંગુઠા વડે બૉમ્બની પીન કાઢી નાખી હતી.થોડીવારમાં સ્મોક બધે પ્રસરાવવા લાગ્યો.વિક્રમ દેસાઈ અને તેનાં માણસો કંઈ સમજે એ પહેલાં મેં ઉપરા-ઉપરી સાત-આઠ બૉમ્બની પિન કાઢીને પૂરાં એરિયામાં સ્મોક ફેલાવી દીધો.

“કોઈ ફાયરિંગ ના કરતા”વિક્રમ દેસાઈએ રાડ પાડી, “મારે એ જીવતો જોઈએ”

હું મારી બડી તરફ દોડ્યો.સ્મોકમાં મને કશું દેખાતું નહોતું.થોડો આગળ વધ્યો અને મને એક માનવ આકૃતિ દેખાઈ.એ મારી બડી જ હતાં. તેઓનો હાથ ઝાલી હું બહાર તરફ ભાગ્યો અને શંકરકાકાને પણ ભાગવા બૂમ મારી.સ્મોક દહનશીલ હતો એટલે બધાની આંખોમાં બળતરા થવા લાગી હતી.થોડે અંશે મને અને બડીને પણ આંખોમાં બળતરા થઈ પણ અમે તરત જ બહાર નીકળી ગયાં એટલે અમે બચી ગયાં.

બહાર જઈ અમે બાઇક તરફ આગળ વધ્યા જે મેં ફાર્મહાઉસથી થોડે દુર પાર્ક કર્યું હતું.અમે ત્યાં પહોંચ્યા ત્યારે કોઈ અમારી પાછળ દોડીને આવી રહ્યું હતું.એ શંકરકાકા હતા.તેઓ પણ પરિસ્થિતિનો લાભ ઉઠાવી નાસી છૂટ્યા હતા.

“કાકા તમે બડીને લઈને નીકળો અને રાતોરાત સૌને લઈ ગામડે જવા નીકળી જાઓ”મેં કહ્યું, “અને બડી મારી ચિંતા ના કરતાં હું તમને સીધો ગામડે મળીશ”

તેઓ તો મને જવાબ આપવાની સ્થિતિમાં પણ નહોતાં.ઝડપથી બાઇક રવાના થયું એટલે હું તેની વિરુદ્ધ દિશામાં ઘલુડી બાજુ દોડવા લાગ્યો.

(ક્રમશઃ,)

સ્ટોરી કેવી લાગી એ જરૂર જણાવજો.મારી અન્ય સ્ટૉરી પ્રોફાઈલમાં છે જ.એ પણ જરૂર વાંચશો.અને આખરે વાંચતા રહો, જોકર – સ્ટૉરી એક લુઝરની.

-મેર મેહુલ

Contact - 9624755226

Rate & Review

Naresh Bhai

Naresh Bhai 2 years ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Pragnesh Desai

Pragnesh Desai 2 years ago

Zankhana Patel

Zankhana Patel 2 years ago

Hiral

Hiral 2 years ago