AMRUTVANI-BHAG-4 books and stories free download online pdf in Gujarati

અમૃતવાણી ભાગ-4

( પ્રિય વાચકમિત્રો, નમસ્કાર, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર.......ભાગ-3 માં આપણે કર્મ નો સિધ્ધાંત જાણ્યો. અમૃતવાણી- ભાગ-4 માં હવે આપણે ધર્મ વિશે પરિચય મેળવીશું.)

અમૃતવાણી- ભાગ-4

ધર્મ:-

ધાર્યતે ઈતિ ધર્મ.........................નીતિ એજ ધર્મ...................માનવતા એજ ધર્મ...............

પ્રસ્તાવના:-

ભારતીય સંસ્કૃતિ નો જન્મ વેદોમાંથી થયો છે. તેથી વેદકાલીન સંસ્કૃતિ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. વેદો સમગ્ર માનવજાતિનાં ધર્મગ્રંથો છે. તે આપણી સભ્યતા અને સંસ્કૃતિનાંગ્રંથો છે.વળી વેદો મત્ર ધર્મગ્રંથો નથી.તેમાં ધર્મ એટલે શ્રેષ્ઠ આચરણ કેવું હોય તે દર્શાવ્યું છે.ઋષિમુનિઓને જે સમાધિવસ્થામાં દર્શન થ્યું તે કાવ્ય સ્વરૂપે સ્ફુટ થયું તે આપણાં વેદો છે.વેદો ચાર છે. ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ. આ ચારવેદો આપણી પ્રચીન વેદકાલીન સંસ્કૃતિનાં ગ્રંથોછે.એક જમાનામાં ભરત વિશ્વગુરુનાં સ્થને હતું. તેની સાક્ષે આપણાં વેદોમાં રહેલું અગાધ અને અખૂટ જ્ઞાન પૂરે છે.

આપણાં ઋષિમુનિઓ કવિ, મહાન દર્શનિક અને તત્ત્વચિંતકો હતા. મેકડોનલ પોતાની નોંધમાંદર્શાવે છે કે વિશ્વસાહિત્ય નો પ્રથમ ગ્રંથ ઋગ્વેદ છે. ઘણાં લોકોની માન્યતાછેકેવેદો, ભગવદ્ગીતા વગેરે હિંદુઓ ના ધર્મગ્રંથો છે.પરંતું વેદો જ્યારે લખાયા ત્યારે પ્રુથ્વી પર કોઈ જાતિવાદ ન હતો.ઋષિમુનિઓએ સમસ્ત માનવજાત નાં શ્રેય કલ્યાણ માટે વેદોનું ઉત્કૃષ્ટ જ્ઞાન આપ્યું છે.મેકડોનલ ભારતીય તત્વજ્ઞાન ને યુરોપનાં તત્વજ્ઞાન ને મહાન ગણાવતાં કહે છે કે ભારતીય તત્વજ્ઞાન સૂર્યસમાન છે, અને યુરોપનું તત્વજ્ઞાન તેની પાસે તારા જેવું છે.વેદોમાં માત્ર ધર્મ નથી. ધર્મ એટ્લે એ3વા નિયમોકેજેને આચરવાથીમાનવ સભ્યતા શ્રેષ્ઠ બને.આપણે અમૃતનાં સંતાનો છીએ. આર્યપુત્રો છીએ. વેદ પ્રમાણે આર્ય એટલે શ્રેષ્ઠ સંસકારવાળો.શ્રેષ્ઠા આચરણવાળો. અનર્ય એટ્લે જેનાં સંસકારો કનિષ્ઠછે તેવો.આપણાં ધર્મગુરુઓ આચાર્ય કહેવાતા.આચરતિ ઈતિ આચાર્ય. તેથીધર્મ નો અર્થ થયો. જે શ્રેષ્ઠ આચરણ કરે છે તે..

વેદો એટલે માનવીનીએક એવી વિચારધારા કે મોક્ષના દ્વારે લઈ જાય.અને સ્વર્ગ અપાવે. કારણકે સ્વર્ગ અને મુક્તિની કલ્પના આપણાં વેદોમાં છે.આમ સ્વર્ગ અને મુક્તિ ની તરફ સ્વાભાવિક રીતેલોકોનું આકર્ષણ થયું.આ દ્રષ્ટિકોણ્થી આપણાં ચિંતંનકારોએ જે યોજના બનાવી તે ધર્મ ની અંદર આવે છે..ભારત દેશની મહાન સંસ્કૃતિ છે.અને મહાન ઋષિમુનિઓ વસિષ્ઠ,વિશ્વામિત્ર, વેદવ્યાસ,સુશ્રુત,ચરક,વગેરે એમાનવ સભ્યતાનું , જે નીતિમતાની સંસ્કૃતિનું ઝરણું અરણ્યાશ્રમોમાંથી વહાવ્યું તેને આપણે ધર્મ કહીએ છીએ.આ ધર્મ સનાતન ધર્મ છે. તેની અંદરબધાં દેવી-દેવતાઓ આવી જાય છે.આપણાં ઋષિઓ પ્રકૃતિનાં તત્વોની પૂજાકરતાં, સૂર્ય, પૃથ્વી, નદી, પર્વતો,અગ્નિ, વાયુ, વરુણ,ઈંદ્ર,વગેરે.આ દ્રષ્ટિએ એક તારણ મુજબપારસીઓ પણ અગ્નિની પૂજા કરતાં. તેમનો ધર્મગ્રંથ અવેસ્તા અને વેદ બન્નેમાંઘણું સામ્ય જોવામળે છે.........

ધર્મ શબ્દની વ્યુત્પતિ :-

ધર્મશબ્દ ધૃ ધાતુથી બન્યો છે.જેનુ તાત્પર્ય છે. “ધાર્યતે ઈતિ ધર્મ”.એટલે કે જે ધારણ કરવામાં આવે છે તે.પલન કરવું તેવો અર્થ થાય.ધર્મ શબ્દનો અર્થ અનેક રીતે પ્રયોજાયો છે. ઋગ્વેદની ઋચાઓમાં તો આ શબ્દ વિશેષણ તરીકે પ્રયોજય છે...

ધર્મ નો શાબ્દિક અર્થ:-

સંસ્કૃત શબ્દકોષ પ્રમાણે ધર્મનો અર્થ:- 1. કર્તવ્ય,જાતિ સમ્પ્રદાય વગેરેના પ્રચલિત આચાર નું પાલન. 2. કાનૂન, પ્રચલન, દસ્તૂર, પ્રથા, અધ્યાદેશ, અનુવિધિ. 3. ધર્મિક યા નૈતિક ગુણ, ભલાઈ, નેકી, સારા કામ, માનવ અસ્તિત્વમાં ચાર પુરુષાર્થમાંનો એક( ધર્મ , અર્થ, કામ , મોક્ષ.).4. કર્તવ્ય , શાસ્ત્રવિહિત કામ,આચરણ,5. અધિકાર , ન્યાય, ઔચિત્ય, ન્યાયસામ્ય, નિષ્પક્ષતા, 6. પવિત્રતા,શાલીનતા.7.નૈતિકતા, નીતિશાસ્ત્ર. 8. પ્રકૃતિ, સ્વભાવ,ચારિત્ર.9. મૂળ ગુણ, વિશેષતા, લાક્ષણિક ગુણ. 10. રીતિ, સમરૂપતા, સમાનતા. 11. યજ્ઞ. 12. સત્સંગ, સજ્જનોની સંગતિ. 13. ભક્તિ, ધર્મિક ભાવ મગ્નતા. 14. રીતિ- પ્રણાલી. 15. ધર્મરાજ યુધિષ્ઠિર. 16. યમ- મૃત્યુના દેવતા ધર્માંગ...

ધર્મનો વ્યાપક અર્થ.:-

સનતા ધર્માણિ નો અર્થ ઋગ્વેદ 3/3/1 મુજબ ધર્મનો અર્થ પ્રચીન વિધિઓ થાય છે.અમુક ઋચાઓ જેમકે 4/53/3 વગેરેજ્યાં ધર્મનો અર્થ “ નિશ્ચિત – નિયમ “અથવાવ્યવસ્થાનો સિધ્ધાંત, અથવા “ આચરણ નિયમ “ છે. આમ ઋગ્વેદમાં ધર્મ શબ્દનો અર્થ ધાર્મિક સંસ્કાર કરવાથી અર્જિત ગુણ છે...

ધર્મની પરિભાષા :--

સત્યમ વદ્દ , ધર્મમ ચર.( તૈત્તિરીય ઉપનિષદ્દ )
વેદોમં સુરા ( મદિરા), ક્રોધ, જુઆ, અજ્ઞાન, વગેરે ને ઘોર અધર્મ બતાવીને છોડવાનું કહ્યું છે..
વિષ્ણુ ધર્મનાં ધારક છે.
ઋગ્વેદમાં સાત મર્યાદાઓનું પાલન કરવાનું કહ્યું છે.—હિંસા, ચોરી, વ્યભિચાર, મદ્યપાન, અસત્યભાષણ, પાપ સહાયક દુશ્ટ કૃત્યો. આ સાત મર્યાદા છે. તેનું ધ્યાન રાખવું..
જેવું કરે તેવું પામે તે જ ધર્મ..
એકલાં ખાવું તે પાપ છે. અધર્મ છે..
સત્યની નાવ જ પાર ઉતારે છે.
ઈર્ષા ન કરવી, દ્વેષ ન કરવો.
નિંદા નકરવી......
ધર્મનું સ્વરૂપ:- ( ધર્મનાં લક્ષણો )
ધર્મ નું સ્વરૂપ વેદો પ્રમાણે ખૂબ જ વિસ્તૃતછે. પરંતુ બધું જ વર્ણન અહીં શક્ય નથી. તેથી સંક્ષેપમાં અહીં રજૂ કર્યું છે. વેદ- ઉપનિષદ્દ વગેરે પ્રમાણે ધર્મ નું સ્વરૂપ નીચે પ્રમાણે વ્યક્ત થયેલ છે.

1. આત્માનું અસ્તિત્વ અને પુનર્જન્મમાં માનવામાં આવે છે.

2. વસ્તુરૂપી શરીર નાશવંત અને આત્મા અમર છે.

3. સત્યનાં પાયા ઉપર ધર્મ રહેલો છે.

4. ઉપનિષદ્દમાં યજ્ઞ નું ફળ સ્વર્ગ પ્રાપ્તિ બતાવ્યું છે.

5. રામાયણમાં વચન પાલન અને માતા-પિતાની આજ્ઞા જ શ્રેષ્ઠ ધર્મ છે.

6. મહાભારત પ્રમાણે અનુશાસનપર્વમાં માતા-પિતાને પ્રસન્ન રાખવાને જ મોટો ધર્મ ગણાવ્યો છે.

7. દાન પણ મહાન ધર્મ ગણાય છે. મહાભારત પ્રમાણે કર્ણની કીર્તિ દાનવીર તરીકે અમર છે.

8. ઈશાવાસ્યમ ઈદમ સર્વમ,,,,,,,,ઈશોપનિષદ્દ નો પ્રથમ મંત્ર છે. તેનો અર્થ છે—આ જગ આખું ઈશ્વરનું નિવાસસ્થાન છે. ઈશ્વરનો વાસ બધે જ છે. તમને મળેલ સમ્પતિ ઉપર તમારા એકલાનોજ અધિકાર નથી. ત્યાગી ને ભોગવી જાણો. બીજાનું ધન પડાવી લેવાની વૃતિ રાખશો નહીં. કોઈનું ધન આંચકી લેવું તે ગીધવૃતિ કહેવાય. ..

9. જેવીરીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે. તેવીરીતે આ આત્મા જૂના દેહ ત્યજીને નવા દેહ ધારણ કરે છે.તેમાં શોક શાનો ? ( ભગવદ્દ્ગીતા )

10. આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી,પાણી ભીંજવી શકતું,પવન સૂકવી શકતો નથી. આત્મા અમર છે.( ભગવદ્દગીતા )

11. આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે જ્યારે જ્યારે અધર્મની વૃધ્ધિ થાય ત્યારે સત્પુરૂષોનાં રક્ષણ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગેયુગે અવતાર ધારણ કરું છું.

12. અન્ન્દાન,વસ્ત્રદાન, દીપદાન, ભૂમિદાન, વગેરે ધર્મના લક્ષણોમાં સમાવિષ્ટ.

13. દયા ધરમકા મૂલ હૈ , પાપ મૂલ અભિમાન,

તુલસી દયા ન છાંડીએ, જબ તક ઘટ મે પ્રાણ..

વિશેષતા:-

દુનિયાના બધા જ ધર્મો વૈદિક ધર્મનાં અલગ અલગ અંગ છે.લોકમાન્ય તિલકે તેનાં ગીતા રહસ્યગ્રંથમાં લખયું છે. કે જેવી વેદ ધર્મની વિશેષતાઓ છે. તેવી સંસારનાં કોઈ ધર્મમાં નથી. આ વિશેષતાઓ આ પ્રમાણે છે. :-

1. વૈદિક ધર્મમાં ઉપાસ્ય દેવતાનો કોઈ નિયમ નથી.કોઈ વિઘ્નહર્તા ગણેશને પૂજે,કોઈ ચંડીકાનો ભક્ત, કોઈ નિરંજન નિરાકારનો પૂજક, કોઈ મૂર્તિ પૂજા કરે આ પ્રક્રિયા અન્ય કોઈ ધર્મમાં નથી.

2. વૈદિક ધર્મમાં અધિકાર ભેદ છે. વ્યક્તિ જે રૂચિનો હોય તે સાધન પસંદ કરે.જ્ઞાન,ભક્તિ,કર્મ વગેરે. અદ્વૈતવાદથી લઈ આત્મ બહુતત્વવાદ સુધી. આ વાત કોઈ ધર્મમાં નથી.

3. હિંદુધર્મનાં કોઈ પ્રવર્તક નથી જેમકે બુધ્ધે બૌધ્ધ ધર્મ, મહાવીરે જૈન ધર્મ,ઈસુનો ઈસાઈ ધર્મ, બનાવ્યો છે, તેમ વૈદિક ધર્મ કોઈએ નથી ચલાવ્યો.તે સાક્ષાત ઈશ્વર પ્રદત છે. આનો કોઈ જન્મદાત્તા નથી.છતાં તે સદીઓથી ચાલી આવે છે.

4. વૈદિકધર્મનાં વ્યાપક અર્થમાં તેની અંદર બધાજ ધર્મો સમાઈ જાય છે. હકીકતમાં તેજ મૂળ ધર્મ છે.આની જ અસર સારાએ વિશ્વનાં ધર્મો પર છે.

5. વૈદિક ધર્મ મૂળમાં સંસારની તમામ માનવજાત માટે છે.નહીં કે કોઈ એક જાતિ માટે.આ ધર્મ કોઈ જ ધર્મ નો વિરોધ કરતો નથી.બધા જ ધર્મોને પોતાનામાં સમાવે છે. તેથી સર્વ ધર્મ સમભાવ દર્શાવે છે. તે જ સચો સનાતન ધર્મ છે.

---------------લોકાસમસ્તા: સુખીના ભવંતુ ------------

(c- DR. BHATT DAMYANTI H. )......