AMRUT VANI- BHAG-5 books and stories free download online pdf in Gujarati

અમૃતવાણી ભાગ-5

( પ્રિય વાંચક મિત્રો, નમસ્કાર, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર..... અમૃતવાણી-5 "શ્રધ્ધા" રજૂ કરતાં આનંદ અનુભવું છું. આપના પ્રતિભાવ બદલ ધન્યવાદ............)

અમૃતવાણી-ભાગ-5

શ્રધ્ધા..................

શ્રધ્ધાવાન લભતે જ્ઞાનમ.......

શ્રધ્ધાવાન મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. ( ભગવદ્ગીતા)

પ્રસ્તાવના:-

ભગવાને શ્રીમદ્દ ભગવદ્દ્ગીતામાં કહ્યું છે કે મનુષ્યની જેવી શ્રધ્ધા તેવું ફળ પ્રાપ્ત થાય છે.એ ઉપરાંત ભગવાન અર્જુન ને કહે છે કે મનુષ્યની જેવી શ્ર્ધ્ધા હ્શે તેવું તેને ફ્ળ પ્રાપ્ત થશે.મનુષ્ય જે સ્વરૂપની પૂજા, ભક્તિ કરવા ઈચ્છે તેની તે તે સ્વરૂપની શ્ર્ધ્ધા ને હું દ્રઢ કરું છું.તે શ્રધ્ધાથી યુક્ત થઈ તે તે મનુષ્ય તેનું આરાધન કરે છે.અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલાં ઈચ્છિત ભોગોને તે પામે છે.એક સુભાષિતમાં કહ્યું છે કે.........................................................

આકાશાત પતતિ તોયમ સાગરમ પ્રતિ ગચ્છ્તિ,

સર્વમ દૈવાય નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છ્તિ.

અર્થાત્ત્ જે રીતે આકાશમાંથી પડતું પાણી અંતે સાગરમાં મળી જાય છે,

તે રીતે બધા જ દેવોને કરેલાં નમસ્કાર આખરે કૃષ્ણ તરફ જાય છે..

મનુષ્ય્લોકમાં મનુષ્યને તરત જ ફ્ળ મળે તેવાં કાર્યમાં શ્ર્ધ્ધા રાખે છે.અને આ ફળ તેમનેભૌતિક સમ્પતિમાં જોઈતું હોય છે. કોઈ પુત્ર પ્રાપ્તિ અર્થે પૂજા અર્ચના કરે છે, તો કોઈ સંસારનાં અઢળક સુખાકારી માટે ઈશ્વરને ભજે છે.જે વ્યક્તિ જેવી શ્ર્ધ્ધાથી પૂજે તે પ્રકારે ફળની પ્રાપ્તિ થાય છે. તેથી લોકો કોઈપણ દેવી દેવતાને પ્રસન્ન કરવા અને ઈચ્છિત વરની પ્રપ્તિ માટે ટૂકાં માર્ગો અપનાવે છે. ઉદા.તરીકે કોઈ સત્યનારાયણની પૂજા કરે, કોઈ માતાજીના પાઠ કરે વગેરે.આ તો માત્ર ઉદાહરણ છે...

શ્ર્ધ્ધાનો શાબ્દિકઅર્થ:- શબ્દકોશ પ્રમાણે શ્રધ્ધાનો અર્થ આ પ્રમાણે છે.1.આસ્થા,નિષ્ઠા,વિશ્વાસ,ભરોસા.2. દૈવી સંદેશોમાં વિશ્વાસ.ધર્મિક નિષ્ઠા. 3. શાંતિ, મનની સ્વસ્થતા.4. ઘનિષ્ઠતા, પરિચય. 5.આદર, સમ્માન.6. પ્રબળ યા ઉત્કટ ઈચ્છા.

શ્રધ્ધાલુ :-1. વિશ્વાસ કરવાવાળો, નિષ્ઠાવાન. 2. ઈચ્છુક,અભિલાષી...શ્રધ્ધા શબ્દા ધર્મ, આસ્થા, નિષ્ઠા સાથે જોડાયેલો છે.શ્ર્ધ્ધાનો એક અર્થ વિશ્વાસ થાય છે.તેથી જેને પોતાનામાં શ્ર્ધ્ધા છે , તેને આત્મશ્ર્ધ્ધા છે. આત્મવિશ્વાસ છે એમ કહી શકાય. આવી આત્મશ્રધ્ધા વાળી વ્યક્તિ જ કંઈક કરવા સમર્થ હોય છે.. આના આધારે જ આસ્તિક અને નાસ્તિક શબ્દ આવ્યા છે.
આસ્તિક:- જે શ્રધ્ધાયુક્ત મનુષ્ય ઈશ્વરમાં માને છે તે આસ્તિક કહેવાય છે.
નાસ્તિક:- જે ઈશ્વરમાં શ્ર્ધ્ધા ધરાવતો નથી, અને માનતો પણ નથી તે નાસ્તિક.આવો મનુષ્ય ઈશ્વરનાં કાયદા કાનૂનમાં પણ શ્ર્ધ્ધા ધરવતો નથી.
શ્રધ્ધા ના ત્રણ પ્રકાર:- ભગવદ્દ્ગીતા પ્રમાણે શ્ર્ધ્ધાનાં ત્રણ પ્રકાર છે. મનુષ્ય સ્વભાવથી જ ત્રણ પ્રકારની શ્ર્ધ્ધાવાળો હોય છે.સાત્ત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની શ્ર્ધ્ધા ભગવદ્દ્ગીતામાં વર્ણવવામાં આવી છે.દરેક મનુષ્યની શ્રધ્ધા તેનાં અંત:કરણ અનુસાર હોય છે.દરેક મનુષ્ય શ્રધ્ધામય છે,જેવી જેની શ્ર્ધ્ધા તેવો તે હોય છે.આ શ્રધ્ધાનાં આધારે મનુષ્યનાં ત્રણ પ્રકાર વર્ણવવામાં આવ્યા છે.જે નીચે પ્રમાણે છે.
(1) સાત્વિક મનુષ્ય:-
પૂજા-યજ્ઞ:- સાત્વિક મનુષ્ય દેવોની પૂજા કરે છે.ફળની આકાંક્ષા રાખ્યાવિના મારે યજ્ઞ કરવો જોઈએ એમ સમજીને મનથી યજ્ઞ કરે છે. ઈશ્વર ભક્તિને પોતનું કર્તવ્ય સમજી ને કરે છે.તે સાત્વિક મનુષ્ય છે....
આહાર:- આયુષ્ય,સાત્વિકતા,બળ,આરોગ્ય,સુખ,અને રૂચિ વધારનાર, સ્નિગ્ધ, પૌષ્ટિક અને મનને ગમે તેવો આહાર સાત્વિક મનુષ્યને પ્રિય હોય છે....
તપ:- સાત્વિક મનુષ્યનાં તપ ત્રણપ્રકારનાં છે.
શારીરિક તપ:- દેવ, બ્રાહ્મણ, ગુરૂ, વિદ્વાનોનું પૂજન, પવિત્રતા,સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા, એ શારીરિક તપ કહેવાય છે.
વાણીનું તપ:- કોઈને ઉદ્વેગ ન કરનારી સત્ય,પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા સ્વાધ્યાયનો અભ્યાસ એવાણીનું તપ કહેવાય છે. .
મનનું તપ:- મનની પ્રસન્ન્તા, સૌમ્યભાવ, મૌન,આત્મસંયમ,ભાવનાની શુધ્ધિ, એ મનનું તપ કહેવાય છે.ફળની ઈચ્છા વિનાનાસવધાન મનુષ્યો ઉત્તમ શ્રધ્ધાથી આચરે તે ત્રણ પ્રકારનાં તપને સાત્વિક તપ કહેવામાં આવે છે..
દાન:- ઈશ્વરે મને ઘણું આપ્યું છે,તેથી દાન આપવું મારી ફરજ છે, એમ સમજી બદલાની આશા વિના યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને જે અપાયછે, તેને સાત્વિક દાન કહેલું છે..
ઔમ તત્ સત્ આ ત્રણ શબ્દો બ્રહ્મના વાચક છે. તત્ એટલે સર્વ તે પરબ્રહ્મ જ છે.એવી ધારણાપૂર્વક તેનો ઉચ્ચાર કરીને,ફળની આકાંક્ષા રાખ્યા વિના મુમુક્ષુઓ કેવળ મોક્ષ પામવા માટે યજ્ઞ,દાન,તપ કરે છે.શ્રધ્ધાથી ઈશ્વર પ્રીત્યથે જે કર્મ કરવામાં આવે તે સત્ કહેવાય છે.. અશ્રધ્ધાથી કરવામાં આવતું યજ્ઞ,દાન,તપ જે કંઈ કરવામાં આવે તે અહીં કે પરલોકમાં કલ્યાણકારી થતું નથી. તે અસત્ કહેવાય છે....
(2) રાજસી મનુષ્ય:-

યજ્ઞ:- ફળને લક્ષમાં રાખીને જે દમ્ભ માટે કરાય છે.તે રાજસી યજ્ઞ છે.
આહાર:- કડવા,ખાટા, અતિઉષ્ણ, તીખા,લૂખા, દાહ કરનારા, આહારો રાજસી મનુષ્યને પ્રિય હોય છે..
તપ:- કોઈનાં સત્કાર માટે પૂજામાં દંભપૂર્વક તપ કરવામાં આવે તેવા અસ્થિર અને નાશવંત તપને રાજસી તપ કહેવાય છે..
દાન:- બદલો મળવાની આશાથી કચવાતા મને જે દાન દેવામાં આવે તે દાનને રાજસ કહેવાય છે..
(3) તામસી મનુષ્ય:-જે શાસ્ત્રોમાંન કહ્યું હોય તેવું તપ કરે છે,અને શરીરમાં રહેલાં પંચ મહાભૂતો અને મને અંતર્યામીને પણ કષ્ટ આપે છે...

યજ્ઞ:- શાસ્ત્રવિધિ રહિત, અન્નદાન રહિત,મંત્રો રહિત, દક્ષિણા રહિત,યજ્ઞને તામસ કહેવામાં આવે છે..
આહાર:- એક પ્રહર સુધી પડી રહેલું, વાસી, ઊતરી ગયેલું ,અપવિત્ર ભોજન તામસી મનુષ્યને પ્રિય હોય છે..
તપ:- જે મૂઢતાપૂર્વક હઠથી,મન, વાણી અને શરીરને પીડા આપીને બીજાનું અનિષ્ટ કરવાના હેતુથી તપ કરાય છે.તેને તામસ તપ કહેલું છે...
દાન:- સત્કાર વગર, તિરસ્કારથી અયોગ્ય રીતે આપવામાં આવે છે. તે તામસ છે.....
સારાંશ:---
શ્રધ્યા દેયમ.... ( તૈત્તિરીયઉપનિષદ્દ ) એટલે કે શ્રધ્ધાપૂર્વક દાન આપવું જોઈએ.
શ્રધ્ધા પણ ધર્મનો આધારસ્તંભ છે.
શ્રધ્ધાનો હોય વિષય તો પૂરાવાની જરૂર નથી,
ગીતામાં ક્યાંય શ્રીકૃષ્ણની સહી નથી.................
તમે પોતાનામાં શ્રધ્ધા રાખો. તમે લોકો એક વખતે વેદનાંઋષિઓ હતાં; માત્ર હવે તમે જુદે રૂપે આવો છો,એટલું જ .હું તો દીવા જેવું સ્પષ્ટ જોઉ છું કે તમારામાં અપાર શક્તિ પડી છે.તેને જાગૃત કરો; ઊઠો,ઊઠો; કમર કસીને તનમનથી કામમાં લાગી જાઓ.મને પોતાને મુક્તિ એવા બધાની કશી પરવા નથી; મારું ધ્યેય તો તમારામાં વિચાર જાગૃત કરવાનું છે...............સ્વામી વિવેકાનંદ....................
શ્રધ્ધા.................. મારી રચના............
જિંદગીનું સરળ સોપાન શ્રધ્ધા.
હૃદયકમળનું પીધાન શ્રધ્ધા.
બંદગીનું બીજુંનામ શ્રધ્ધા.
ખુદાને પામવાનું નામ શ્રધ્ધા.
ઈંસાનને ઓળખવાનું ધામ શ્રધ્ધા.
ઈશ્વરને પામવાનું ઠામ શ્રધ્ધા.
જીવન જીવવાનું જામ શ્રધ્ધા..
જન્મ-મરણનું શ્રેય શ્રધ્ધા..
કર્મને પામવાનું પ્રેય શ્રધ્ધા.....
-ગીતા-પુણ્યનું જ્ઞેય શ્રધ્ધા.........
( c – DR. BHATT DAMAYANTI H. )...........