criminal dev - 27 books and stories free download online pdf in Gujarati

અપરાધી દેવ - 27

ભાગ-૨૭

દેવ સવારે નવ વાગે પટણા જેલ મા પહોંચે છે. ત્યાં તે પવન ગવળી ને મળે છે. બંને વચ્ચે લોખંડ ની જાળી ની આડશ હોય છે. તે પવન ને સીધું પૂછે છે, કે રિતેશ ક્યાં છે? પવન જરાક હસીને જવાબ આપે છે કે એ કોણ? અને પછી મોઢા પર દુઃખ લાવીને ભાનુપ્રતાપ ના મૃત્યુ માટે ખરખરો વ્યક્ત કરે છે, અને પછી પૂછે છે કે ભાનુપ્રતાપ ની હત્યા કોણે કરી? દેવ કહે છે કે તું મુંબઈ ની અંધારી આલમ નો માણસ છો, એટલે અમને રેંજીપેજી ન સમજતો, સીધી રીતે કહી દે કે રિતેશ ક્યાં છે? જો તારે જીવતા રહેવું હોય તો. પવન જરા ટોળ માં કહે છે, મને નથી ખબર, પણ તમે રેંજીપેજી નથી, તો તમે જ શોધી કાઢો ને. દેવ ખિસ્સા માં થી Fentanyl sublingual spray ની બોટલ કાઢે છે, અને પવન ના હાથ અને મોઢા પર છાંટે છે. આ સ્પ્રે કેન્સર ના દુખાવા માટે વપરાય છે, પણ જો બીજા કોઈ પર એનો પ્રયોગ કરવામાં આવે તો એ વ્યક્તિ કોમા મા જાય અથવા તો મૃત્યુ ને ભેટે. પવન તો આમે સખત આલ્કોહોલિક હતો. દેવ ત્યાંથી ચાલતો થઇ ગયો. પવન ને ૨-૪ મિનિટ તો કંઈ ન થયું. તે પોતાની કોટડી મા પાછો ગયો. પણ ત્યાં તેને શ્વાસ લેવામાં ખાસ્સી મુશ્કેલી થવા મંડી. માત્ર 3 જ મિનિટ મા તેનું મૃત્યુ થયું. પછી કોટડી ના બીજા કેદીઓએ જેલ અધીક્ષક ને માહિતી આપી. જેલ અધીક્ષકે બોડી ને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું. ત્યાં ડોક્ટરોએ દેવ ના કહ્યા મુજબ જાહેર કર્યું કે પવન નું મોત હાર્ટ એટેક ને કારણે થયું છે. ભાનુપપ્રતાપ ના મોત ના બદલા ની શરૂઆત થઇ ગઈ.

***********************************************************

ટીવી પર જયારે આ સમાચાર પ્રસારિત થયા, ત્યારે મરાઠે ને થયું કે ચાલો કોઈ તો છે જે મુંબઈ ની અંધારી આલમ ને પણ પડકાર ફેંકે. સુહેલદેવી ને થયું કે દેવે હવે ભાનુપ્રતાપ ના બદલા ની શરૂઆત કરી છે. જયારે મનન અને નયને આ સમાચાર જોયા, ત્યારે તેમને અંદરખાને બીક લાગી કે તેમના પપ્પાઓ નો અંજામ આવી રીતે નહિ આવે ને!. નયને તરત દેવ ને ફોન કર્યો, અને ફરી વિનંતી કરી કે તેમના પપ્પાઓ ને જેલ માં થી છોડાવે. પણ દેવ હવે આખો ઘટનાક્રમ જાણી ચુક્યો હોવાથી ખુબ શાંતિ થી જવાબ આપે છે કે તેણે પબ્લિક પ્રોસિક્યુટર સાથે વાત કરી છે, અને કોર્ટ મા શક્ય તેટલી તેમના પપ્પાઓ ની મદદ કરશે. હકીકત મા તેણે પબ્લિક પ્રોસિક્યુટર ને કહ્યું હતું, કે એવો કેસ બનાવે કે , મનન અને નયન ના પપ્પાઓ જિંદગીભર જેલ મા રહે. રિતેશે પોતાના ભાઈ ના મોત ના સમાચાર જયારે જોયા, ત્યારે તે મુંબઈ મા દગડી ચાલ મા બેઠો હતો. તેને અંદાઝ આવી ગયો કે ભાનુપ્રતાપ ના કુટુંબ માં થી કોઈનું, આ કામ હોવું જોઈએ. તરત તેણે પોતાના માણસ ને સૂચના આપી કે પોતાના માટે નકલી પાસપોર્ટ અને વિઝા ની તૈયારી કરે,અને મલેશિયા ની ટિકિટ પણ બુક કરાવે, તેણે makeup આર્ટિસ્ટ ને પણ બોલાવ્યો. જેથી તે તેનો ચહેરો સંપૂર્ણપણે બદલી શકે.

*********************************************************

આ બાજુ દેવ જગું ને ફોન કરીને કહે છે કે ૪૦ માણસો હથિયાર સાથે પટણા મોકલે. અને પોતે ટ્રાવેલ એજન્ટ ને ફોન કરીને કહે છે, કે ૪૧ માણસો ની ટિકિટ બુક કરે, મુંબઈ માટે. તેનો વિચાર હતો કે હવે રિતેશ ની કોઈ માહિતી મળશે, તો એ દગડી ચાલ, મુંબઈ માં થી જ મળશે. તે મિતાલી ને ફોન કરવાનું વિચારે છે,પછી માંડી વાળે છે. તેને યાદ આવે છે કે પોતે મિતાલી ની મમ્મી ને ખાતરી આપી હતી, કે કોઈપણ સંજોગો મા તે અપરાધ નો રસ્તો નહિ લે. પણ ત્યારે તેને અંદાજ ન હતો, કે ભાનુપ્રતાપ ની હત્યા થશે, અને એ માટે મૂળ કારણ પોતાનો અને મિતાલી નો સંબંધ હશે. પોતાની લાખ અનિચ્છા છતાં અપરાધ ની દુનિયા મા પ્રથમ કદમ તેણે માંડી દીધું હતું. તેણે સુહેલદેવી ને ફોન કરીને સવાર નો ઘટનાક્રમ જણાવી દીધો. અને તે પણ કીધું કે પોતે હવે રિતેશ ની તપાસ માં 40 માણસો સાથે મુંબઈ જવાનો છે. સુહેલદેવી ને હાશ થઇ કે દેવ હવે ભાનુપ્રતાપ નો વારસો સંભાળશે, અને દુશ્મનો ને સજા પણ આપશે. પછી દેવ પાર્ટી ની ઓફિસે જાય છે, પોતાની ભાભી ને આવનાર પેટા ચૂંટણી ની ટિકિટ મળે,તેની રજૂઆત કરવા.

ક્રમશ:
********************************

પ્રિય વાચકો આ નવલકથા તમને કેવી લાગે છે, તે મને મારા નંબર ૯૮૨૫૫૨૦૧૧૯ પર Whattsapp પર જણાવશો તો હું તમારો આભારી રહીશ. તમારો અભિપ્રાય અચૂક મને જણાવવા વિનંતી.