Charted ni Odis Notes - 17 in Gujarati Comedy stories by Ca.Paresh K.Bhatt books and stories PDF | ચાર્ટડ ની ઓડિટ નોટસ - 17 - ગાંધીજી , સાવરકર અને કૃષ્ણ

ચાર્ટડ ની ઓડિટ નોટસ - 17 - ગાંધીજી , સાવરકર અને કૃષ્ણ

# ચાર્ટડની ઓડીટ નોટ્સ – ૭૪ #
# Ca.Paresh K.Bhatt #
_____________________
ગાંધીજી , સાવરકર અને કૃષ્ણ
_____________________
ભારત દેશની સૌથી વધુ ચિંતા કરનાર આ ત્રણેય વિભૂતીને આપણેજ અન્યાય કર્યો છે. સૌથી વધુ ગાળો ને મશ્કરી આપણે જ તેમને આપી છે. મને તો આ એક ત્રિકોણની ત્રણ વિભૂતિઓ જ લાગે છે પણ આપણે તેને ટ્રેજડી માં ફેરવી નાખેલ છે. આપણે ત્યાં દરેક હમેશા એવા સ્થાન પર મૂકી દઈએ છીએ કે એમને ભુલ કરવાનો અધિકાર જ નથી.આપણી કોઈ મહાપુરુષ ને માટે 90% સંમતિ અને 10% અસંમતિ હોય તો સમજવું કે આપણને એના માત્ર બૌધિક પ્રેમ છે આદર છે. કારણ એ મનુષ્ય છે. જ્યારે આપણી સંમતિ 100% જયારે કોઈ મનુષ્ય માટે થઈ જાય ત્યારે સમજવું કે આપણી અંદરનું ભકતત્વ પ્રગટ થઈ ગયું છે. પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ માટે માત્ર ભકતત્વ હોઈ શકે છે. પણ વ્યક્તિ તો અપૂર્ણજ હોય અને એટલે જ મનુષ્ય એવા ઋષીઓ એ વેદોમાં પ્રાર્થના કરી છે કે ॐ पूर्णमद: पूर्णमिदम...ભગવાન મને પૂર્ણ બનાવ. પણ જ્યારે ગાંધી કે સાવરકરની વાત આવે એટલે અમુક લોકો તેમની 10% ની અસંમતિને 100% સુધી ખેંચી ને પ્રદર્શિત કરવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. ગાંધી ને સાવરકર એ ભારતના સિક્કા ની ને બાજુ છે. એકને હિન્દૂ મુસ્લિમના તુષ્ટિકરણ સાથે ની આઝાદી પ્રિય છે તો બીજાને હિંદુત્વના ભગવાની જ આઝાદી પસંદ છે. આઝાદીનું ધ્યેય સમાન છે, સાધ્ય એક છે કલર જુદા જુદા છે અને સાધન પણ અલગ અલગ છે. એક ને હિંસામાં પૂર્ણ વિશ્વાસ છે ને બીજાને અહિંસામાં. હવે કૃષ્ણ ની અહીંયા જરૂર છે. તેને અહિંસાજ માન્ય છે પણ જો સામે વાળા ને અહિંસાની સમજણ નથીકે માન્ય નથી તો સંસ્કૃતિ રક્ષણાર્થ શસ્ત્ર ઉપાડવામાં કોઈ છોછ નથી. શાસ્ત્રથી વ્યક્તિ પરિવર્તન આવતું હોય તો શસ્ત્ર તેને માન્ય જ નથી. પણ જો સામે વાળો શાસ્ત્રને માન્ય ન ગણતો હોય તો શસ્ત્રથી સમજાવવામાં તેને કોઈની સાડીબારી નથી.
આપણે બુદ્ધ, મહાવીર, અંગ્રેજોનો શસ્ત્ર ન રાખવાના કાયદાના કારણે આપણે અહિંસાની બીજી બાજુ જોઇજ નથી શકતા. સાવરકર વિશે લોકો બે વાત વારંવાર કરતા હોય છે કે એમણે અંગ્રેજ સરકાર નું પેંશન ખાધું અને બીજું એમણે મર્સી પિટિશન-દયાની અરજી કરી.એમને ક્યાં આધારે પેંશન મળતું હતું તેની કોઈ જાણકારી નથી. કેમકે એ કોઈ સરકારી નોકરીતો કરતાં ન હતા . ઉપરાંત તેઓ બેરિસ્ટર હતા પણ તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિને કારણે તેમને અંગ્રેજો એ ડીગ્રી આપી ન હતી.કાળા પાણીની સજા માંથી મુક્ત થયા બાદ એમણે આર્થિક ઉપાર્જન માટે વકીલાત કરવા માટે ની રજા માંગી હતી પણ એમને પરમિશન ન આપી. એવું પણ કહેવાય છે તેના વળતર રૂપે હું ન ભૂલતો હોવ તો કંઈક 55 થી 60 રૂપિયા જેટલું વળતર કે પેંશન આપવામાં આવેલું.આટલો પગાર તે સમયના કલેકટરનો કે અંગેજ અધિકારી કે ન્યાયાધીશનો હતો .આથી અંગ્રેજ સરકારનું પેંશન ખાધું એવું કહેવામાં આવે છે એ અયોગ્ય છે. અંગ્રેજોને એમની બુધ્ધિમતા નો ડર હોય કે એ વકીલાત ન કરે તેના કરતા તેને પેન્શન આપી ને વાત પૂરી કરો .
બીજી બાજુ આપણે જોઈએ તો ગાંધીજી ના જીવનમાં પણ ઘણી એવી વાતો છે કે જ્યાં એમણે હિંસાનો સહારો લીધો હોય, આફ્રિકામાં એમની સેક્રેટરી શેલવીન સિગારેટ પીવાનું છોડતી ન હતી તો ગાંધીજીએ લાફો મારી દીધેલ આવા બીજા પણ એકાદ બે સાબરમતી આશ્રમના પ્રસંગ છે.
હવે આગાઉ કહ્યું એમ કોઈ એકાદ બે પ્રસંગ થી કોઈ વ્યક્તિના સમગ્ર જીવનનું આંકલન આપણે કરીએ છીએ. એ અયોગ્ય છે. આપણને હિન્દુત્વવાદી સાવરકર આંખના કણા ની જેમ ખૂંચે છે પણ મુસ્લિમ તરફી જીણાની આપણને કોઈ જ તકલીફ નથી. એતો એમનો હક્ક છે એવું લાગે અથવા આપણે અન્ય કોઈ કારણોસર નથી બોલતા. જેટલા સાવરકર હિન્દુત્વ માટે સાચા છે એટલા જ ઝીણા મુસ્લિમત્વ માટે ખોટા હતા. અને ભારતના દ્રષ્ટિકોણ થી વળી બન્ને માન્યતા ખોટી હોય શકે.
સાવરકરે દયાની અરજી ફાઇલ કરી એ એમણે કોઈ ભયંકર ભૂલ કરી હોય એમ ઘણા લોકો તેમને માટે કાયર કે નમાલા બિરુદ આપે છે . એ પોતે ભલે શેરીમાં કૂતરું હોય ત્યારે ઘરની બહાર ન નીકળતો હોય ! . હવે આવી વ્યક્તિ જરા એટલો વિચાર કરે કે જે વ્યક્તિએ આટલા વર્ષો કાળાપાણી ની સજા ભોગવી છે કે જેમાં સાવરકર બળદની ઘાણીએ જોડાયા છે, પોતાની વિષ્ટા ખાવી પડી છે , જો નક્કી કરેલ ઉત્પાદન ન થાય તો કોરડાની સજા મળે આવી અનેક નકલ્પી શકાય એવી સજાઓ ભોગવી છે. જેને ખબર નથી કે કિનારો કેટલો દૂર છે અને ફ્રાન્સની ખાડીમાં કૂદી પડવું એ કોઈ કાયર વ્યક્તિનું કામ નથી કે કોઈ નમાલી વ્યક્તિ આવું ન કરી શકે.જે કાળાપાનીની સજામાં ભલભલી હિંમતવાન વ્યક્તિનું મનોબળ તોડી નાખે ત્યાં સાવરકરે કવિતા ઓ લખી છે આ અસામાન્ય વ્યક્તિત્વ જ કરી શકે.
હવે સાવરકરને સમજવા જરા કૃષ્ણ પર દ્રષ્ટિ નાખીએ. કૃષ્ણના પરાક્રમ સામે સમગ્ર ક્ષાત્ર વર્ગ નતમસ્તક હતો. એમ છતાં જ્યારે તેમના કારણે મથુરાની પ્રજા હેરાન થતી હતી તો મથુરા છોડી દીધું ને રણછોડરાય નું કલંક માથે ઉપાડી લીધું.પણ એમને ખબર હતી કે મારે હજુ ઘણું સાંસ્કૃતિક કાર્ય કરવાનું છે એ માટે ભલે લોકો ગમે તે કહે. એમણે પાછી પાની કરી છે . આવું જ કદાચ સાવરકરે પણ વિચાર્યું હોય કે દયા ની અરજી કરવાથી જીવતો રહીશ તો રાષ્ટ્ર માટે કઈક કરી શકીશ. સિંહને પણ શિકાર કરવો હોય છે ત્યારે બે ડગલાં પાછળ હટી જાય ને પછી વાર કરે છે. હવે એ બે ડગલાં પાછળ હટે છે એનો મતલબ એ કાયર છે એમ નહિ. એમની પીછેહઠ પણ આગેહઠ જ છે.
આથીજ આ બધા પ્રસંગો જોતા એમ લાગે કે કોઈ એકાદ બે પ્રસંગથી મહાપુરુષોનું મૂલ્યાંકન કરીને આપણે એમની નહિ આપણી જાત ને વામણી સાબિત કરીએ છીએ.
अस्तु | Dt.19.08.2020.
M.9426910895.