Dil ka rishta - a love story - 38 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A LOVE STORY - 38

ભાગ - 38

( રોહન તેજલ ના સપના જોતો એના ઓનલાઈન આવવાની આતુરતા થી રાહ જોવે છે અને એની આતુરતા નો અંત આવે અને તેજલ નો વિડીઓ કૉલ આવે છે હવે જોઈએ આગળ )

તેજલ નો વિડીઓકોલ આવે છે અને રોહન પોતાના વાળ સરખા કરે છે અને બાલ્કની માં રહેલ હિંડોળા પર બેસી અને એ ફોન રિસીવ કરવા જાય ત્યાં હડબડાહટ માં ફોન એના થી ક્ટ થઈ જાય છે


ફરી ફોન લગાડે છે રિંગ જઇ રહી છે અને રોહન ના દિલ ના ધબકારા પણ વધી રહ્યા છે રોહન જેવા વ્યક્તિ ને તેજલ ને જોતા જ ખબર નહિ શુ થઈ જતું એ પોતાને વિશ્વાસ આવતો નહોતો આટલી છોકરીઓ સાથે રોજબરોજ કામ કરતો એના માટે છોકરીઓ સાથે વાત કરવી એ કઈ નવું નહોતું પણ તેજલ ખબર નહિ શુ જાદુ ની છડી ફેરવે છે કે એની બોલતી બંદ થઈ જાય છે રોહન મન માં બધું વિચારે ત્યાં જ તેજલ ફોન રિસીવ કરે છે

ફોન રિસીવ કરતા જાણે કાળા અંધારા ને ચીરતો સૂરજ ઉગે અને તેજ ફેલાય એવું રોહન ના મુખ પર તેજ આવી ગયું જાણે સાચે જ તેજલ સાથે વાત કર્યા પેલા સૂરજ ઉગ્યો જ નહોતો
તેજલ એ બ્લુ કલર ની કુરતી એમાં પિંક અને ઓરેન્જ કલર ની પોપટ ની ટ્રેડીશનલ ડિઝાઇન ખુલા વાળ અને નવરાત્રી માં પેરે એવા ઉન ના કલરફુલ ગુચ્છા ના એરિંગસ અને મુસ્કુરાતો ચહેરો અને એમાં એ કાળો તલ રોહન તો 2 ઘડી જોતો જ રહી ગયો રોહન ને આમ પોતાને એકીટશે જોતાં તેજલ શરમાઈ જાય છે અને કહે છે

તેજલ - જોયા જ રાખીશ કે કઈ બોલીશ પણ ખરા

રોહન - શબ્દો મળે તો બોલું ને નિઃશબ્દ...

તેજલ - અચ્છા જી

રોહન - જી હા આ એરિંગસ બહું જ મસ્ત લાગે છે

તેજલ - થેન્ક્સ

રોહન - એમાં થી એક મને આપી દેજે હું મારી બાઇક ની ચાવી માં રાખીશ કિચન બનાવી ને

તેજલ હસવા લાગે છે એને હસતા જોઈ રોહન ના મોઢા પર અઢળક ખુશી ના ભાવ ઉમટી આવ્યા

તેજલ - તું એટલો કયુટ છે કે મને જ લાગી રહ્યો છે

રોહન - તું આટલી સુંદર છે કે મને જ લાગી રહી છે

તેજલ - સુંદરતા કોઈ વ્યક્તિ માં નહિ એ તો જોનાર ની નજર માં હોઈ છે

રોહન - હા તો ક્યુટનેસ મારા માં નહિ તારી નજર માં છે કારણ કે તું પોતે એટલી કયુટ છે

તેજલ - બસ બસ બહું ચના ના ઝાડ પર ના ચડાવ

કઈ વધારે વાત કરે એ પેલા તેજલ ના પપ્પા એને બોલાવે છે એટલે તેજલ એ કહ્યું આવું જ છું

તેજલ - ચાલ બાય રોહન હોસ્પિટલ એ જવાનો ટાઈમ થઈ ગયો પછી વાત કરું ઓકે

રોહન નું મોઢું પડી ગયું એને એમ હતું કે એ તેજલ સાથે નિરાંતે વાત કરશે પણ અત્યારે એને ના પણ પડી શકાય એમ નહોતું

તેજલ ને ખબર પડી ગઈ કે રોહન ની ઈચ્છા નથી ફોન કટ કરવાની એને હસી અને પૂછ્યું

તેજલ - અચ્છા તો હવે જાઉં

રોહન - (ઉદાસ થઈ ) જવું જરૂરી છે ???

તેજલ - હા રોહન જવું જ પડશે ...તો જાઉં ???

રોહન ઈશારા થી ના કહે છે

તેજલ હસી પડે છે ચાલ બાય ફ્રી થઈ વાત કરું છું કહી ફોન કટ કરે છે

રોહન એની તેજલ ને જાણે અનુભવતો હોઈ એમ એ આંખો બંદ કરી હિંડોળા પર જૂલે છે

ત્યાં અજય આવે છે

અજય - ઓ બોસ ચાલો નીચે હું ક્યાર નો ગોતું અને સાહેબ તો અહીંયા હિંડોળે જૂલે છે આજ કેટલું કામ છે ને અહીંયા ગોપાલ મારો પારણીયે જૂલે રે એમ કહી અજય રોહન ની મસ્તી કરવા ગીત ગાવા લાગે છે ને હીંચકો નાખે છે રોહન ને હસવું આવે છે

રોહન - નાટકબાજ તું નાટક બંદ કર ને સેના માટે બોલાવવા આવ્યો તો એ કે પેલા

અજય - અરે હા તે ભુલાવી દીધું વાતો માં

રોહન - અચ્છા મેં ભુલાવ્યું ???

અજય - હા ચલ ને હું ભૂલી ગયો હવે સાંભળ નીચે બોલાવે છે અને આજ બધા નો હિસાબ કરવા નો એટલે તું સમજી લે બધું પછી આપણે બેય જમી ને નીકળીએ રાત સુધી માં ફાઇનલ કરી નાખીએ

રોહન - ઓહ હા એતો મામા એ સવારે જ કીધું તું મને ભૂલી ગયો હું ઓકે ચાલ જઈએ

બન્ને નીચે આવે છે

પૂજા ના પપ્પા બેય ને બધું સમજાવે છે અને બધા ના રૂપિયા ના કવર આપે છે

પછી બન્ને જમવા બેસે છે જમી અજય એનો ફોન લેવા રૂમ માં જાય છે અને રોહન કાર માં એની રાહ જોવે છે

અજય આવે ત્યાં સુધી એ ચેક કરે છે કે તેજલ નો કાઈ મેસેજ છે પણ કઈ જ નહોતો અને લાસ્ટ સીન પણ ત્યાર નું જ હતું રોહન નું મોઢું પડી જાય છે પણ એ જરૂરી કામ માં છે એટલે ફોર્સ પણ ના થાય

રોહન એ તેજલ ને મેસેજ કર્યો

હાય ! હું બધા ને પેયમેન્ટ કરવા જાવ છું તું ફ્રી થઈ મેસેજ કરજે અથવા કોલ કરજે ટેક કેર

મેસેજ સેન્ડ કરે છે

ત્યાં અજય આવે છે બન્ને ભાઈ પેયમેન્ટ કરવા માટે નીકળી પડે છે આજ આખો દિવસ પેયમેન્ટ માં જ નીકળી જવાનો હતો એ વચ્ચે વચ્ચે જોઈ લેતો કે તેજલ નો કાઈ જવાબ આવ્યો પણ દર વખતે એના ચહેરા પર ફરી વળતી ઉદાસી જણાવતી હતી કે કોઈ જ જવાબ નહોતો આવ્યો

રાત થઈ ગઈ બધા ના પેયમેન્ટ નું કામ પૂરું થયું

રોહન એ જોયું હજી પણ કોઈ જ આન્સર નહિ મળતા રોહન બેચેન થઈ ગયો ને વિચારવા લાગ્યો

અરે યાર આ છોકરી શુ કરે છે એને ખબર નથી પડતી કે અહીંયા કોઈ આતુરતા થી વાટ જોવે છે

એને ફરી મેસેજ કર્યો

રોહન - ઓહ હેલ્લો મેડમ ! અહીંયા કોઈ રાહ જોવે છે ભૂલી ન જતા

ત્યાં જ તેજલ ઓન આવે છે રોહન નો ચહેરો ખીલી ઉઠ્યો

તેજલ નો મેસેજ આવે છે હજી ફ્રી નથી થઈ રાતે 10 પછી વાત કરીએ બાય

રોહન એ મેસેજ વાંચ્યો એ ફરી બેચેન થઈ વિચારવા લાગ્યો

અરે યાર હજી કેટલી રાત 8 તો વાગ્યા 8 થી 10 2 કલાક કેમ જશે ઓહ ગોડ ....અને કહ્યું છે ને કે સમય ની કદર એને પૂછજો જે કોઈ ની રાહ જોઈ રહ્યું હોય પણ કઈ થાય એમ નથી સિવાય મેડમ ની રાહ જોયા સિવાય કોઈ રસ્તો જ નથી

બન્ને ઘરે આવે છે રશ્મિ ક્યાર ની બન્ને રાહ જ જોતી હતી રશ્મિ રોહન થાકી ગયો હોવા થી ઠંડુ પાણી આપે છે ગરમી પણ સખત હતી તો રોહન પરસેવે રેબઝેબ હતો એ પાણી પી રહ્યો હતો ત્યાં રશ્મિ એની કોટન ની ચૂંદડી થી રોહન ના કપાળ એ થી પરસેવો લૂછે છે રોહન એ જોવે છે એને રશ્મિ તરફ સ્માઈલ કરી ગાલ ખેંચે છે ને કહે છે sooooooo sweet હાલ જલ્દી ભૂખ લાગી કંઈક આપ જલ્દી હું આવું છું નાહી આવું એમ કહી રોહન પોતાના રૂમ માં જાય છે

એ બૂમ પાડે છે મમ્મી મારા કપડાં ને ટુવાલ......

ત્યાં બધું જ બેડ પર તૈયાર હતું જે રીતે બધી વસ્તુ યાદ કરી ને મુકેલી હતી રોહન સમજી ગયો કે એ રશ્મિ એ જ મૂક્યું હશે એને ચોક્કસાઈ થી બધું કરવું બહુ જ ગમતું રોહન વિચારવા લાગ્યો કે જેની સાથે રશ્મિ ના મેરેજ થશે એતો સુખી સુખી થઈ જવાનો બાકી મારુ તો શું થાય ખબર નહિ મારુ વાવાજોડું પોતે જ એટલું ભૂલકણું છે કે મારે એને બધું આપવું પડશે યાદ કરી ને પણ એની પણ અલગ જ મજા હશે એમ વિચાર્યું ત્યાં તો ગજબ મુસ્કુરાહટ ફરી વળી

પછી યાદ આવ્યું કે જલ્દી કરો મારા જીવ સાથે વાત કરવા જલ્દી ફ્રી થવાનું છે એ જલ્દી ન્હાવા જાય છે નાહી નાઈટડ્રેસ પેરી નીચે આવે છે રશ્મિ જમવાનું પીરશે છે રશ્મિ રોહન અને અજય જમે છે

રોહન એકદમ ઉતાવળ થી જમી રહ્યો હતો 9.45 થઈ ગઈ હતી એ જમયુ ના જમ્યું ત્યાં પાણી પિય ને ભાગે છે રૂમ તરફ

રશ્મિ - રોહન બેસ તો ખરા હું જમુ ત્યાં સુધી

રોહન - સોરી યાર આજ થાકી ગયો વેલું સુઈ જવું છે કાલ વાત કરીએ બાય એમ કહી એ જાય છે

રશ્મિ - પણ ..... રોહન.....

રોહન - બાય ..... બાય.....

રશ્મિ ની આંખ માંથી આંસુ ખરી પડ્યું એ સારી રીતે જાણતી હતી કે રોહન થાક્યો એટલે નહિ પણ તેજલ સાથે વાત કરવા આટલી ઉતાવળ થી જાય છે

રોહન તેજલ ને પ્રેમ કરે એ પણ રશ્મિ એ બિચારી કમને સ્વીકારી લીધું હતું પણ રોહન તેજલ માટે થઈ બધા ને ભૂલી જશે એ એને વિશ્વાસ નહોતો આવતો પોતાના નસીબ ને કોસતી એને પણ થાળી મૂકી પાણી પિય અને રસોડા ની લાઇટ્સ ઓફ કરી ડ્રોઈંગરૂમમાં બધા બેઠા છે ત્યાં જાય છે

પૂજા - જમી લીધું ?? રોહન ક્યાં ??

રશ્મિ - એ થાકી ગયો છે એમ કહી અને સુવા ચાલ્યો ગયો

પૂજા ને નવાઈ લાગી પણ પછી સમજાય ગયું કે શું કારણ હતું એને થયું જઇ ને કાન પકડે રોહન ના કે તેજલ આવી ગઈ એટલે બેન ને પણ ભૂલી ગયો પણ એને થયું ત્યારે ભલે બન્ને વાતો કરે એની સાથે એ કાલ વાત કરશે એમ વિચારી બધા વાતો માં પરોવાઈ જાય છે

************

રોહન એનો ચાર્જ માં મુકેલો ફોન અને હેન્ડ્સફ્રી લઈ અને બેડ પર લંબાવે છે 10 માં એક મિનિટ ની વાર હતી એ તેજલ સાથે વાત કરવા પુરી તૈયારી સાથે તૈયાર હતો

એને તેજલ ને 10 વાગ્યે મેસેજ કર્યો

રોહન - હાય

તેજલ ઓન થઈ મેસેજ સીન થયો

રોહન આતુરતા થી જવાબ ની રાહ જોઈ રહ્યો હતો

typing.........

આજ બન્ને ની જિંદગી બદલી જવાની હતી આજ નો વાર્તાલાપ એની જિંદગી માં મોટો વળાંક લાવવાનો હતો એ વાત થી બન્ને અજાણ હતા

રોહન નું દિલ ધક ધક થઈ રહ્યું હતું

ધક ધક....ધક ધક....

typing......

ધક ધક... ધક ધક.....

typing.......

TO BE CONTINUE .........

( શુ થવાનું હતું જે બન્ને ની જિંદગી માં વળાંક લઈ આવશે ???? રશ્મિ ની અઢળક લાગણીઓ ને આમ રોહન તરફ થી સતત નકારવું શુ પરિણામ લઈ આવશે ???? રોહન તેજલ અને રશ્મિ ની જિંદગી માં આગળ ક્યાં રોમાચક વળાંક આવશે અને ક્યાં લઈ જશે આ 3 ને એનું ભવિષ્ય ????

એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા......