Jokar - 64 in Gujarati Classic Stories by Mehul Mer books and stories PDF | જોકર – સ્ટૉરી એક લુઝરની – 64

જોકર – સ્ટૉરી એક લુઝરની – 64

જોકર – સ્ટૉરી એક લુઝરની

ભાગ – 64

લેખક – મેર મેહુલ

વિક્રમ દેસાઈએ મહેતાની ખોપરીનું નિશાનું લીધું હતું.તર્જની આંગળી ટ્રિગર પર રાખવા ઉગારી બરોબર એ જ સમયે તેનાં હાથ પર જોરદાર ફટકો લાગ્યો અને રિવોલ્વર ઉછળીને દૂર પડી.

“કાળ કોઈ દિવસ છોડતો નથી”જૈનીતે અટહાસ્ય કર્યું, “આ લાઇન યાદ છે ને વિક્રમ દેસાઈ!!”

“ઓહહ…તો આ એક ષડ્યંત્ર હતું”વિક્રમ દેસાઈએ જમણા હાથની કલાઈને ડાબા હાથ વડે સહેજ મરોડતા કહ્યું.

“હા વિક્રમ દેસાઈ,તારી જેવાં લોકો પાપનું મૂળ છે અને મૂળને જડમાંથી જ ઉખેડવું પડે છે”મહેતાએ ડાયલોગ માર્યો.

“તો તમે ભૂલ કરો છો મહેતાં સાહેબ,મને મારવો એટલો આસાન નથી.તમે મારાં સામ્રાજ્યમાં ઉભા છો.”વિક્રમ દેસાઈએ મોટેથી હસીને કહ્યું.

“તારું સામ્રાજ્ય??”જૈનીત બરાડયો, “હું તારાં સામ્રાજ્યમાં હતો શું કરી લીધું તે?,તારા એક એક માણસોને શોધી શોધીને માર્યા,શું કરી લીધું તે?”જૈનીત ધીમે ધીમે વિક્રમ દેસાઈ તરફ આગળ વધતો હતો,“તને બે મહિનામાં બરબાદ કરી દીધો,કરી શું લીધું તે?”

“તને મારી તાકાતની ખબર નથી જૈનીત,હું આ સામ્રાજ્યનો કિંગ છું”

“કિંગ અને તું?”જૈનીતે હસીને કહ્યું, “લોકોની વચ્ચે છુપાઈને રહેતો શિયાળ છે તું”

“એકવાર બાજુમાં નજર ફેરવ”વિક્રમ દેસાઈ કહ્યું.

જૈનીતે બાજુમાં જોયું તો એક રૂમમાંથી નિધિ,ક્રિશા,ખુશાલ,બકુલ અને જુવાનસિંહ આવી રહ્યા હતા.તેની પાછળ વિક્રમ દેસાઈના માણસો હતાં.

“તને શું લાગ્યું હતું,તમે એક જ ષડ્યંત્ર રચી શકો છો.મારાં ફાર્મ હાઉસના ફરતે કેમેરા લાગેલાં છે અને તમે મૂર્ખાઓ કેવી રીતે અંદર આવ્યા એ હું જોઈ ગયો હતો.”

“આ બધાને સાઈડમાં કરો અને જૈનીતને મેદાનમાં લાવો”વિક્રમ દેસાઈએ હુકમ કર્યો.મોટાં હોલમાં બધી વસ્તુઓ સાઈડમાં કરવામાં આવી, મહેતાં સાથે બીજા લોકોને બાજુની દીવાલ તરફ લઈ જવામાં આવ્યાં.જૈનીત બરાબર વચ્ચે મુઠ્ઠીવાળીને ઉભો હતો.

“હું મારાં દુશ્મનોને કારણે જ અહીં સુધી પહોંચી શક્યો છું એટલે તેઓને હું માન આપું છું”વિક્રમ દેસાઈએ ગરદનને ડાબી-જમણી તરફ મરોડીને કહ્યું, “આજે તારી અને મારી વચ્ચે કોઈ નહિ આવે,જોઈએ કોણ સિંહ છે અને કોણ શિયાળ”

“મારી એક પ્રોબ્લેમ છે,હું એકવાર મારવાનું શરૂ કરું પછી અટકતો નથી”જૈનીતે પણ પોઝીશન લીધી.

“ચાલ તો કોની રાહ જુએ છે?”કહેતાં વિક્રમ દેસાઈ જૈનીત તરફ દોડ્યો અને હવામાં ઉછળી જૈનીતના મોં પર લાત મારવાનો પ્રયત્ન કર્યો,એ સમયે જૈનીત નીચે ઝૂકી ગયો અને વિક્રમ દેસાઈના વારને નાકામ કરી લીધો.

વિક્રમ દેસાઈ ફરી જૈનીત તરફ આગળ વધ્યો,આ વખતે તેણે નીચે ઝૂકી જૈનીતને પગ પર લાત મારવાનો પ્રયત્ન કર્યો પણ જૈનીતે બંને પગ હવામાં ઉછાળ્યા અને બીજીવાર પર એનાં વારને નાકામ કરી દીધો.

વિક્રમ દેસાઈ ઘુરકાયો.જૈનીત આસાનીથી તેનાં વારથી બચી જતો હતો. તેણે પોતાનાં માથાં પર બે મુક્કા માર્યા અને ફરી જૈનીત તરફ દોડ્યો.વિક્રમ દેસાઈએ જૈનીતને માથે લાત મારવા પગ ઊંચો કર્યો એટલે જૈનીત નીચે ઝૂકી ગયો અને એ જ સમયે વિક્રમ દેસાઈ હવામાં પગ નીચે કરીને જૈનીતના કાન પર જોરદાર લાત મારી.

જૈનીત નીચે પટકાયો.તેને હજી કળ વળે એ પહેલાં વિક્રમ દેસાઈ તેની નજીક આવ્યો અને જૈનીતના મોં પર લાતો મારવા લાગ્યો.જૈનીતના નાક પર એક પછી એક લાત પડી રહી હતી.થોડીવારમાં તેનાં નાકમાંથી લોહી નીકળવા લાગ્યું.

“આ જૈનીતને મારી નાંખશે”ક્રિશાએ ખુશાલને કહ્યું, “કંઈક કર તું”

ખુશાલ વિક્રમ દેસાઈને રોકવા ગયો પણ વિક્રમ દેસાઈના માણસોએ ખુશાલને રોકી તેની સામે ગન તાંકી દીધી.નિધિ તો જૈનીતની આ હાલત જોઈને રડી જ રહી હતી.

“શું થયું?વિક્રમ દેસાઈએ કહ્યું, “બદલો નથી લેવો તારા બાપની મોતનો,તારી માંને મેં જ નર્કમાં મોકલી હતી,ઉભો થા અને સામનો કર મારો”

જૈનીત ઉભો થયો પણ એ જ સમયે વિક્રમ દેસાઈએ તેને ઊંચક્યો અને મહેતાં તરફ ઉછાળીને ફેંક્યો.જૈનીત દીવાલ પાસે રહેલા સોફા સાથે અથડાયો.વિક્રમ દેસાઈએ પહેરેલું ટી-શર્ટ કાઢી નાંખ્યું.તેની છ ફૂટની હાઈટ અને કસાયેલું શરીર અત્યારે કોઈ ખડતલ પથ્થરથી કમ નહોતું લાગતું.

“મારાં સામ્રાજ્યને ખતમ કરવા આવ્યો હતો”કહેતાં એ જૈનીત તરફ આગળ વધ્યો.બરાબર એ જ સમયે તેનાં પગ પર ફરી એક ફટકો લાગ્યો અને એ નીચે પટકાયો.

વિક્રમ દેસાઈએ ટી-શર્ટ કાઢ્યું અને બોડીનો શૉ-ઑફ કરતો હતો એ જ સમયે જૈનીતને કળ વળી હતી.વિક્રમ દેસાઈ નજીક આવ્યો એટલે તેણે તેનાં પગ પર વાર કર્યો અને તેને ધૂળ ચાંટતો કરી દીધો.

વિક્રમ દેસાઈ ફરી ઉભો થયો પણ ત્યાં સુધીમાં તેનાં માથાં પર,પેટમાં,સાથળના ભાગમાં ઉપરા ઉપરી લાત અને મુક્કા પડવા લાગ્યાં. જૈનીત જોશમાં હતો,એ વિક્રમ દેસાઈને એક પણ મોકો નહોતો આપતો.વિક્રમ દેસાઈને એક લાત મારી જૈનીતે હવામાં ઉછાળી દીધો.વિક્રમ દેસાઈ ભલે જૈનીત કરતાં ઊંચો અને શરીરમાં હટ્ટોખટ્ટો હતો પણ જૈનીત તેનાથી વધુ ફુર્તિલો હતો.

વિક્રમ દેસાઈએ પોતાનો બચાવ કરવા હવે હોલમાં રહેલી વસ્તુઓનો સહારો લીધો હતો.વારાફરતી એ જૈનીત તરફ વસ્તુઓ ફેંકી રહ્યો હતો અને જૈનીત આસાનીથી પોતાનો બચાવ કરતો જતો હતો અને વિક્રમ દેસાઈ તરફ આગળ વધતો જતો હતો.

થોડી ક્ષણોમાં જૈનીત વિક્રમ દેસાઈ સુધી પહોંચી ગયો.જૈનીત સાવ નજીક જોઈ વિક્રમ દેસાઈએ જૈનીતના મોં પર એક મુક્કો માર્યો,જૈનીતે પણ વળતાં પ્રહારમાં વિક્રમ દેસાઈના મોં પર એક મુક્કો માર્યો.બંને વારાફરતી એકબીજાનાં મો પર મુક્કો મારતાં હતાં.બંને એટલા થાકી ગયા હતાં કે બંનેના મુક્કાની અસર કોઈને પીછેહઠ કરે એ માટે મજબૂર નહોતાં કરી શકતાં.

જૈનીતે મોકો જોઈ વિક્રમ દેસાઈના મુકકાનો વાર ચૂકવી નીચે જુક્યો અને શરીરમાં હતી એટલી તાકાત ભેગી કરી વિક્રમ દેસાઈની છાતી પર એક મુક્કો માર્યો.વિક્રમ દેસાઈ ફરી જમીન પર પટકાયો.જૈનીત આગળ વધીને તેને લાત મારવા જતો હતો એ સમયે વિક્રમ દેસાઈએ જૈનીતના બે પગ વચ્ચે એક લાત મારી અને જૈનીત પણ જમીન પર પટકાયો.

બંને જમીન પર ચત્તા-પાટ પડ્યા હતાં.કોઈ હલનચલન કરી શકતું નહોતું.જૈનીતની હાલત કરતાં વિક્રમ દેસાઈની હાલત થોડી સારી હતી.જૈનીત બે પગ વચ્ચે હાથ દબાવી આઠડો થઈ ગયો હતો.

વિક્રમ દેસાઈ હાથના સહારે ઢસડાયો અને પોતાની ખુરશી હતી એ તરફ ગયો.ખુરશીનો સહારો લઈ એ ઉભો થયો અને ખુરશી પાછળ રહેલી હોકી સ્ટીક હાથમાં લીધી.

વિક્રમ દેસાઈની આ હરકત જોઈ નિધીએ જૈનીતને ઉઠાવવાની કોશિશ કરતાં કહ્યું, “ઉઠ જૈનીત,આ એ જ હેવાન છે જેણે હજારો છોકરીઓની જિંદગી બરબાદ કરી છે, તારાં બડી-બાપુને તારાથી જુદાં કર્યા છે.તારું મકસદ તારી પાસે કશુંક માંગી રહ્યું છે.ઉભો થા અને આ હેવાનને ખતમ કર”

વિક્રમ દેસાઈ ઠૂંગાતો ઠૂંગાતો જૈનીત તરફ આગળ વધી રહ્યો હતો.જૈનીત હજી કણસતો હતો.વિક્રમ દેસાઈએ તેની નજીક જઈને હોકીની સ્ટીક હવામાં ઉગારી અને જૈનીતના પગ પર વાર કર્યો.બરાબર એ જ સમયે જૈનીત બાજુમાં ગબડી ગયો અને વિક્રમ દેસાઈ મારેલી સ્ટીક જમીન સાથે અથડાય.

જૈનીત ફરી ઉભો થયો.વિક્રમ દેસાઈને એક લાત મારી જમીન પર પટક્યો.તેના હાથમાંથી હોકી સ્ટીક લઈને વાર કરવા લાગ્યો.વિક્રમ દેસાઈ પર ઉપરા-ઉપરી હોકી સ્ટીકના વાર થઈ રહ્યા હતાં.એક વાર તેના માથાં પર આવ્યો અને લોહી નીકળવા લાગ્યું.

જૈનીત એટલામાં ના અટક્યો.વિક્રમ દેસાઈને પલટાવી તેના પર સવાર થઈ ગયો અને વિક્રમ દેસાઈનો એક હાથ પકડી….

“આ એ છોકરીની લાઈફ બરબાદ કરવા માટે”કહેતાં જૈનીતે વિક્રમ દેસાઈનો એક હાથ મરોડી નાંખ્યો, પછી બીજો હાથ પકડીને….

“આ મારાં બડી-બાપુના સન્માન માટે”કહેતાં બીજાં હાથને મરોડી નાંખ્યો.

વિક્રમ દેસાઈનાં બંને હાથ નાકામ થઈ ગયાં હતાં.આ જોઈ તેનાં માણસો જૈનીત તરફ આગળ વધ્યાં. મોકો વર્તી ખુશાલે એક માણસને પગે લાત મારી અને હાથમાંથી ગન છીનવી લીધી.એ જ સમયે જુવાનસિંહે પણ સ્ફૂર્તિ બતાવી એક માણસને પટકી તેને ધૂળ ચાંટતો કરી દીધો અને હથિયાર છીનવી લીધાં.

“નહિ..”વિક્રમ દેસાઈ ચિલ્લાયો, “આ જંગ મારી અને જૈનીત વચ્ચેની છે,કોઈ વચ્ચે નહિ આવે”

“જૈનીત”વિક્રમ દેસાઈએ કણસતાં કણસતાં કહ્યું, “તું કંઇ માટીનો બનેલો છે?,આજ સુધી કોઈ મારાં સુધી પહોંચી નહોતું શક્યું અને તે એકલા હાથે મને બરબાદ કરી દીધો.તું જીતી ગયો છે.સામે રિવોલ્વર પડી છે,ઉઠાવ અને મને ગોળી મારી દે.હું તારાં હાથે મરીશ એ મારાં માટે ગર્વની વાત છે”

“આટલી આસાન મૌત નથી લખી તારા નસીબમાં”જૈનીતે કહ્યું, “તારી જેમ હું પણ ઉસુલનો પાક્કો છું,તારી પાસે મને મારવનો મોકો હતો પણ તે કોઈને વચ્ચે ન લાવી એ સાબિત કરી દીધું હતું કે તું તારાં નિયમોને વળગી રહેવા વાળો વ્યક્તિ છે”

“આ સમય ભાવનામાં વહેવાનો નથી જૈનીત”મહેતાએ કહ્યું, “તેનાં માણસો આવતાં જ હશે.જો એ અહીં પહોંચી ગયાં તો આપણે કોઈ નહિ બચી શકીએ આ એટલો તાકાતવાર થઈ જશે”

“મહેતાં સાહેબ,વ્યક્તિને જ્યારે તેનું મૌત સામે દેખાતું હોય ત્યારે એ ક્યારેય જુઠ નથી બોલતો”જૈનીતે કહ્યું, “મારે વિક્રમ દેસાઈ પાસેથી થોડાં જવાબ જોઈએ છે”

“પણ જૈનીત….”મહેતાં કંઈ બોલે એ પહેલાં જૈનીતે હાથનો ઈશારો કરી મહેતા સાહેબને અટકાવ્યા અને વિક્રમ દેસાઈ પાસે ગયો.

“નેહા શાહને ઓળખે છે?”જૈનીતે શાંત સ્વરે પૂછ્યું.

નેહા શાહનું નામ સાંભળીને વિક્રમ દેસાઈના ચહેરાનો રંગ બદલાય ગયો.

“તું કેવી રીતે ઓળખે છે એને?”વિક્રમ દેસાઈએ પૂછ્યું, “ક્યાં છે એ?”

“તારાં માટે એ મહત્વનું નથી”જૈનીતે કહ્યું, “તને મારતાં પહેલાં એણે તને એક મૅસેજ આપવા કહ્યું હતું”

“શું હતો એ મૅસેજ?”વિક્રમ દેસાઈએ આતુરતાથી પૂછ્યું.

“એનાં પેટમાં જે છોકરું હતું એ તારું જ હતું અને તું એની પાસે છોડીને જવા માટેનું કારણ માંગતો હતો તો એને જવાબ આપ્યો છે,તું રાતોરાત જે કામ કરી બાદશાહ બનવા ઇચ્છતો હતો એ કામો વિશે એ જાણી ગઈ હતી અને એટલે જ તને કહ્યા વિના એ જતી રહી”

“અને હું સમજતો હતો એને બેવફાઇ કરી છે”વિક્રમ દેસાઈએ નિઃસાસો નાંખીને કહ્યું.

“તમારાં વચ્ચે શું ગેરસમજ થઈ એ હું નથી જાણતો પણ તે જ્યાંથી આ કામ કરવાની શરૂઆત કરી હતી, નેહાએ આજે તને ત્યાં જ લાવીને છોડી દીધો છે પણ અફસોસ તું પ્રાશ્ચિત કરવા જીવતો નહિ રહે”

“તું મને મારી ન શકે”વિક્રમ દેસાઈએ કહ્યું, “તને મારી કહાની ખબર છે”

“હું આમ પણ તને નથી મારવાનો”જૈનીતે કહ્યું અને ઉભો થયો.તેણે એક કૉલ લગાવ્યો એટલે થોડીવારમાં મકાનનો દરવાજો ખુલ્યો.સૌ દરવાજા તરફ આવતી વ્યક્તિને જોઈ રહ્યા હતાં.

એ વ્યક્તિ કોણ હતી એ બે વ્યક્તિ સિવાય કોઈ નહોતું જાણતું,એક ખુદ જૈનીત હતો અને બીજી નિધિ.

કોણ હતી એ વ્યક્તિ?

(ક્રમશઃ)

કોણ હતી નેહા શાહ?,વિક્રમ દેસાઈ સાથે તેને શું સબંધ હતો?,જૈનીતે શા માટે વિક્રમ દેસાઈને એવું કહ્યું?

દરવાજા તરફથી કોણ ચાલીને આવતું હતું?,એ નિહા શાહ જ હતી કે બીજું કોઈ હતું?

નવલકથાનો હાર્દ જે વાતમાં છુપાયેલો છે અને વાંચકો જે રહસ્યો જાણવા આતુર છે તેનો અંત આગળના અને છેલ્લાં ભાગમાં થશે.તો વાંચવાતાં રહો જૉકર – સ્ટૉરી એક લુઝરની

-મેર મેહુલ

Contact - 9624755226

Rate & Review

Chetna Param

Chetna Param 2 years ago

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 years ago

Mehul Mer

Mehul Mer Matrubharti Verified 2 years ago

yogesh

yogesh 2 years ago

ashit mehta

ashit mehta 2 years ago