Mari maikro fikshan sangrah books and stories free download online pdf in Gujarati

મારી માઈક્રો ફિક્શન સંગ્રહ

*મારી માઈક્રો ફિક્શન સંગ્રહ* ૨૦-૪-૨૦૨૦
૧)‌ *આગાહી* માઈક્રો ફિક્શન..
૨૦-૪-૨૦૨૦

અરવિંદ ભાઈ એમના ગુરુ નું જ કહ્યું કરતાં હતાં..
એમની દીકરી માલા મોટી થતાં જ એમણે ગુરુજી ને પુછ્યું???
માલા નું ભવિષ્ય શું છે???
ગુરુજી એ આગાહી કરીકે એક મોટા વેપારી ના દિકરા ની વહું બનશે..
કોલેજમાં જતી માલા ને બસ સ્ટેશન પાસે સફાઈ કરતાં સફાઈ કર્મી સાથે પ્રેમ થઈ ગયો અને એની સાથે ભાગીને લગ્ન કર્યા...
ભાવના ભટ્ટ અમદાવાદ...

૨)*અર્પણ* "માઈક્રો ફિક્શન"

આરતી નોકરી કરી ઘર પરિવાર ચલાવતી હતી. એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા દિકરાને લેપટોપ લઈ આપવા રૂપિયા ભેગા કરતી હતી . એક સવારે સસરાની તબિયત લથડતાં હોસ્પિટલમાં લઈ ગઈ ત્યાં રિપોર્ટ અનુસાર સસરાને લાસ્ટ સ્ટેજ નું કેન્સર નું નિદાન થયું. સાસુ સસરા ની કેટલા વખતથી કાશી જવાની ઈચ્છા હતી. ડોકટર એ બહુ ઓછો સમય છે એવું કહ્યું હતું. એણે બાય પ્લેન જવા આવાવાની ટીકીટ કરાવી. લેપટોપ ફરી લેવાશે કહીને કાશી ની જાત્રા કરાવી પોતાની ભાવના અર્પણ કરી....

ભાવના ભટ્ટ અમદાવાદ.....

૩)*અતિથિ દેવો ભવ* "માઈક્રો ફિક્શન"

અજય ગાડી લઈને ગણપતિ લેવા નિકળ્યો. ચાર રસ્તા પાસે એક વૃદ્ધ ઊભા ઊભા રડતાં હતાં અને આવતી જતા સાધનોને રોકવા કોશિશ કરતા હતા. અજયએ એ વૃદ્ધ પાસે ગાડી ઊભી રાખી પુછ્યું કે ક્યાં જવું છે દાદાજી. વૃદ્ધે કહ્યું કે બેટા કોઈ નજીક ના વૃદ્ધાશ્રમમાં મૂકી જા. અજય એ દાદા ને ગાડીમાં બેસાડયા અને ગાડી ઘરે લઈ ગયો અને પોતાની પત્ની ને બુમ પાડી કે જો આપણે ઘેર અતિથિ દેવો ભવ આવ્યાં છે અને આપણે આજીવન સેવા કરવાની છે....
ભાવના ભટ્ટ અમદાવાદ...

૪) *આત્મસંતોષ* "માઈક્રોફિક્શન"

આકાશ ઓફિસમાં બેઠા બેઠા પોતાની પત્ની ને ફોન કરી ને કહ્યું કે ચાર દિવસ પછી મમ્મી ને પેહલા શ્રાધ્ધમાં ભેળવવાના છે તો પૂજા કરાવવા ગોર મહારાજ અને કેટરીગ વાળા નક્કી કરી લીધા છે બસ તું બધાને આમંત્રણ આપવા મંડ‌. પત્ની એ કહ્યું કે આકાશ મમ્મી ને આવું બધું નહોતું ગમતું. આકાશ કહે મારે સમાજ અને સગા વ્હાલા ને બતાવી દેવું છે. તું આમંત્રણ આપવા મંડ‌ આમ કહી ફોન મુક્યો.એટલામા પટાવાળો આવ્યો સાહેબ મને પચાસ હજાર ની જરૂર છે કાલે મારા દિકરા ની બેવ આંખનું ઓપરેશન છે માટે. આકાશ ના કહેવા જતો હતો પણ એની મમ્મી એની સામે આવી ઉભા. આકાશે પટાવાળા પાસેથી દવાખાના નું એડ્રેસ લઈ લીધું.અને સવારે વહેલા પત્ની સાથે દવાખાને પહોંચી રૂપિયા ભરી દીધા અને બીજા પટાવાળા ને હાથમાં આપ્યા કહ્યું કે આ પગારમાં થી નહીં કપાય આ તો મારી મમ્મી ને દિલની ભાવનાથી આપેલું સાચું શ્રાદ્ધ છે. આજ સાચો આત્મસંતોષ છે.....
ભાવના ભટ્ટ અમદાવાદ....

૫)*એહસાસ* "માઈક્રોફિક્શન"

પંકજ ને પોતાના ઘરના કરતા પોતાના અલગ રહેતા ભાઈ અને એનો પરિવાર વધુ વહાલો હતો. ઘરમાં નાની નાની વસ્તુઓ માટે નકારો ભણી ના લાવે અને વ્યસની ભાઈના અને એના પરિવાર પાછળ પાણી ની જેમ રૂપિયા વાપરે. એક દિવસ પંકજ ને એક્સીડન્ટ થયો દવાખાને દાખલ કરવામાં આવ્યો. પંકજ ના ભાઈ એક વખત જોવા આવ્યા. રજા આપી ઘરે લાવ્યા એક મહિનો પથારીમાં પડ્યા પછી કોઈ જોવા આવ્યું નહીં. પંકજ ને અહેસાસ થયો કે પરિવાર સિવાય કોઈ મારું નથી....
ભાવના ભટ્ટ અમદાવાદ....

૬) *મોબાઇલ* "માઈક્રોફિક્શન"

અનિલ ઓફિસથી ઘરે આવ્યો આજે એનો મોબાઈલ બગડી ગયો હતો તો રિપેર કરવા આપી આવ્યો હતો. ઘરમાં આવી ગામડે મા-બાપ જોડે વાત કરવા મનાલી નો ફોન લીધો પણ ફોન "પાસવર્ડ" વગર ખુલ્યો નહીં એણે મનાલીને બૂમ પાડી કે મોબાઇલમાં પાસવર્ડ નાખ્યો છે??? મારે ગામડે ફોન કરવો છે. તારો પાસવર્ડ કહે. મનાલી રસોડામાંથી દોડતી આવી ફોન લઈ લીધો અને ગામડે ફોન જોડી આપી ઉભી રહી....
ભાવના ભટ્ટ અમદાવાદ....

૭)*આડ અસર* "માઈક્રો ફિક્શન

અનેરી પોતાની નવ વર્ષની દીકરી માહી ને બાજું વાળાને ત્યાં મુકી બજારમાં સામાન લેવા ગઈ બાજુવાળા શ્રાવણ માસ હોવાથી ભજન કીર્તનમાં ગયા હતા અનેરી એ ઉતાવળમાં જોયું નહીં. પડોશી નો વીસ વર્ષનો દીકરો પલક હતો ઘરે એણે માહીને કહ્યું કે ચલ તને મોબાઇલમાં યુ ટ્યુબ પર વિડિયો બતાવું કહી રૂમમાં લઈ જઈ બારી બારણા બંધ કરી દીધા ...
ભાવના ભટ્ટ અમદાવાદ

૮)*આંધળી દોટ* "માઈક્રો ફિક્શન"


ઈલા ભટ્ટ એ થોડાક સમયથી લખવાનું ચાલુ કર્યું હતું અને ઝડપથી નામ પ્રસિદ્ધ થાય એ માટે વોટ્સએપ ના વિવિધ ગ્રુપમાં જોડાઈ અને રોજ બધા ટાસ્ક પુરા કરવામાં પરિવારની અણમાનીતી થઈ અને રોજ રોજ ટાસ્કનુ લખવા મગજ પર બોજ પડતા ડિપ્રેશનની દવા ખાઇ ગુમનામ બની જિંદગી જીવી રહી....
ભાવના ભટ્ટ અમદાવાદ...

૯) *એક ભૂલ* "માઈક્રો ફિક્શન"

અમીતને ઓફિસમાંથી કંપની ના કામે સિંગાપુર મોકલ્યો. અમીતે એરપોર્ટ પરથી ફેશબુક માં સિંગાપુર ની ટ્રીપ પર જવું છું અને પત્ની ને આઈ મીન યુ જાન લખીને પોસ્ટ મુકી અને બીજા દિવસે સવારે કામવાળી બાઈ એ પોલિસ સ્ટેશને ફોન કર્યો કે ઘરમાં ચોરી થઈ અને માલકિન નિર્વસ્ત્ર હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યા છે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....