Dil ka rishta - a love story - 45 in Gujarati Love Stories by તેજલ અલગારી books and stories PDF | દિલ કા રિશ્તા A LOVE STORY - 45

દિલ કા રિશ્તા A LOVE STORY - 45

ભાગ - 45


( આગળ જોયું કે રોહન રશ્મિ ને બચાવી લે છે બન્ને ની નજદીકી વધે છે પણ ત્યાં જ તેજલ નો ફોન આવે છે અને રોહન ને ભાન થાય છે કે હમણાં એના થી કઈક ખોટું થઈ જાત એ રશ્મિ પાસે માફી માંગે છે પણ રશ્મિ ના મન માં તો રોહન ને પામવા ની ઘેલછા જાગી છે અને એ માટે એ પોતાના શરીર ને હથિયાર બનાવા તૈયાર થઈ જાય છે હવે જોઈએ આગળ )

રોહન રશ્મિ ની માફી માંગે છે રશ્મિ એ કહ્યું its ok
પણ એના મન માં તો કઈક બીજું જ ચાલી રહ્યું હતું રોહન ને પોતાની આટલી નજીક થી સ્પર્શ થતા એ સ્વાર્થી થઈ ગઈ અને એ વિચારી રહી કે ફોન આવ્યો એટલે રોહન એના થી દુર થઇ ગયો નહિ તો.... પણ આખરે છે તો એ પુરુષ જ ને ક્યાં સુધી રોકશે પોતાની જાત ને અને એ પોતે પણ ક્યાં કમ હતી તેજલ કરતા રૂપાળી હતી પણ ખબર નહિ રોહન તેજલ માં શુ જોઈ ગયો છે કે જ્યારે થી એને જોઈ બસ તેજલ ના નામ ની જ માળા જપે છે જાણે તેજલ રોહન નું રિમોટ કન્ટ્રોલ હોઈ એનો ફોન આવતા જ કે એની સાથે વાત કરતા જ રોહન ખીલી ઉઠે છે રોહન ખુશ થાય એના થી રશ્મિ ને ક્યારેય તકલીફ નહોતી પણ એ ખુશી નું કારણ તેજલ હતી એ એને તકલીફ હતી એ મન માં વિચારી રહી કે શું કરું કે તેજલ નું ભૂત રોહન ના મન માં થી કાયમ માટે ઉતરી જાય અને રોહન તેજલ ને બદલે રશ્મિ ના નામ ની માળા જપવા લાગે આટલી શુશીલ શાંત અને સંસ્કારી રશ્મિ પ્રેમ માં એટલી લાલચુ થઈ ગઈ કે એ રીતસર કાવાદાવા વિચારવા લાગી અને એ રહસ્યમય રીતે હસી એ પર થી દેખાઈ રહ્યું હતું કે એના મન માં એ ખતરનાક પ્લાન એ જન્મ લઈ લીધો હતો જે બધા ની જિંદગી વેરાન કરી દે તો નવાઈ નહિ....

*********

રોહન ઘડિયાળ માં જોઈ રહ્યો 10 વાગી ગયા હજી તેજલ નો કોઈ મેસેજ નહોતો

રોહન - ( મન માં ) આ છોકરી નું મારે શું કરવું હમેશા મારે રાહ જ જોવાની આટલી બધી શુ બીઝી હશે હું અહીંયા ક્યાર નો રાહ જોવ છું બસ બહું થયું હવે રાહ નથી જોવાતી ચાલ કોલ જ કરી લઉં એ હજી કૉલ કરવા જાય ત્યાં જ તેજલ નો ફોન આવે છે

નામ ડિસ્પ્લે થયું અને રોહન ના મોઢા પર ખુશી છવાઈ ગઈ

" આય હાય આવ્યું મારુ ગોળ નું ગાડુ આવ્યું "

રોહન ફોન રિસીવ કરે છે

રોહન કઈ બોલે પેલા જ
તેજલ - " કેમ મોડું થયું હું ક્યાર નો રાહ જોવ છું " એમ જ ને એમ કહી હસવા લાગે છે

રોહન - ઓહ તો મેડમ આત્મજ્ઞાની આપ એ પણ જાણો છો કે હું શું કહીશ

તેજલ - હમ્મ બોલ સાચું ને એજ કેતો તો ને

રોહન - હા એજ કહેવું હતું શુ કરતી હતી ક્યાર ની અને તે નક્કી જ કર્યું છે મને રાહ જોવડાવવા નું

તેજલ - ( મસ્તી માં ) હા મને બહુ મજા આવે

રોહન - ઓહ એમાં પણ મજા આવે એમ !!! શુ મજા આવે એમાં???

તેજલ - જ્યારે તું ખોટો ખોટો ગુસ્સો કરે ને તો બહુ વ્હાલો વ્હાલો લાગે

રોહન - જો હરામી , બધા ઉપાય જાણે છે કે કેમ મારા ગુસ્સા ને પ્રેમ માં બદલવો . આવી વાતો કરે એટલે બિચારો માણસ ક્યાં જાય તું વાંધો નહીં બચ્ચા હું આનો બદલો જરૂર લઈશ ક્યારેક તું રાહ જોઇશ અને હું મોડું કરીશ

તેજલ - hahhahaha એકવાર પોતાની જાત ને પૂછ એવું શક્ય છે ???

રોહન - હમ્મ , હા એ પણ છે.. જો હરામી બધું જાણે છે મારી રગેરગ જાણી ગઈ છો

તેજલ - તે જ કીધું તું ને કે રગેરગ માં તેજલ વહે છે તો જાણતી જ હોવ ને

રોહન - ઓહોહો જો તો ખરા મારુ મીઠુંડુ મીઠું મીઠું થાય છે. ઓય તેજુ જમ્યા પછી સ્વીટ ખાવા ની ઈચ્છા હતી પણ ઘરે કાઈ નથી તો મારા મીઠુડા ખાઈ લઉ તને ???

તેજલ - ડાયાબીટીસ થઈ જશે તો ???

રોહન - હા , એ પણ છે મીઠુંડુ વધારે પડતું મીઠું છે ચલો મુકો મુકો બીજી કઈક વાત કર તું શું કરે જમી લીધું ???

તેજલ - હા મારી બાલ્કની માં બેઠી છું અને કોફી પીવ છું. વરસાદ ચાલુ છે તો મિસ કરું છું મારા ઇડિયટ ને કે હોત તો મારા હાથે કોફી બનાવી ને પીવડાવત

રોહન - આય હાય આવી જાવ ???

તેજલ - કાશ શક્ય હોત!!! કેવી મજા આવે જો તું ને હું સાથે હોત

વરસાદ......😍

પવન.....

સુસવાટાનો થરથરાટ...

રાતનો અંધકાર.....

ક્યારેક ક્યારેક ચમકતી વીજળી.... 😍

ધીરેક થી આવતી.....

પવનની લહેરખી....🤗

જીણી... જીણી... ઊડતી વાછટ ☺️

હું અને તું બાલ્કની માં એક હાથ તારા હાથ માં એક તારા ગળા ફરતે વિટાડી આપણે બેઠા હોત

વરસાદ ની ઠંડક ..... પ્રેમ ની હૂંફ ......

હું મારા હોઠ ને તારા ગળા પાસે લઈ આવત

રોહન - ઓય હરામી દાનત નહિ બગાડ તું અત્યારે

તેજલ - અને તારા ગળા થી ધીમે ધીમે તારા ગાલ સુધી લઈ ...

રોહન - હમ્મ પછી....

તેજલ - પછી હું બટકું ભરી લેત. એમ કહી હસવા લાગે છે

રોહન - ઓહ તું બસ કર ... અચ્છા હું શું કહું છું

તેજલ - અને પછી..

રોહન - ઓય તેજુ હરામી સાંભળ ને

તેજલ - બોલ ને

રોહન - હું આ તારું સપનું જરૂર પૂરું કરીશ આપના મેરેજ પછી હું તારા માટે એક ફાર્મ હાઉસ લઇશ ઓકે
અને પછી ફરતે ગ્રીનરી અને વચ્ચે આપણું સપના નું ઘર બનાવશું

તેજલ - આય હાય સાચ્ચે જ ???

રોહન - યસ my સ્વીટહાર્ટ

તેજલ - પછી ?

રોહન - પછી ત્યાં આપના ફાર્મ માં શાકભાજી ઉગાડીશું ફ્લાવર્સ મસ્ત ગાર્ડન બનાવીશું...

તેજલ - હમ્મ.. પછી???

રોહન- મસ્ત મોટી પોર્ચ બનાવીશું પછી ત્યાં આપણે એક હિંડોળો લગાવીશું વરસતા વરસાદ માં હું તારા ખોળા માં માથું રાખી સુઈ જઈશ અને તું મારા વાળ માં હાથ ફેરવજે એ સ્વર્ગ થી પણ વધુ સુંદર દ્રશ્ય હશે કુદરત ની વચ્ચે બસ તું અને હું ...

તેજલ - હું તો એ બધું જોવાનું ભૂલી જઈશ જો તું મારી સાથે હશે રોહન 😘😘 હું તો તને જોયા કરીશ કારણ કે તું મારી સાથે હશે પછી એ કોઈ પણ જગ્યા મારા માટે સ્વર્ગ હશે રોહન (તેજલ ઇમોશનલ થઈ જાય છે ) આ પર થી દેખાય છે કે તેજલ રોહન ને કેટલો પ્રેમ કરે છે

રોહન - ઓય હરામી આ શું ??? અરે મારા મીઠુંડા એમાં કાઈ રડવાનું હોઈ પાગલ.. તું પણ મારી સાથે હોઈશ તો હું કોઈ પણ પરિસ્થિતિ માં ખુશ રહીશ તેજુ i love you soooo muchhhhh

તેજલ - i love you too રોહન હું ક્યારેય પણ તારા વિના નહિ રહી શકું તું મારી જિંદગી છે તારા આવ્યા પછી જાણે તું જ છે મારું બધું. રોહન મારી દુનિયા જ તું છે. રોહન તું મને ક્યારેય છોડી ને તો નહીં જાય ને ???

રોહન - અરે પાગલ કેવી વાત કરે છે તું ?? શરીર ક્યારેય એના આત્મા ને છોડે ખરું ?? તું મારો શ્વાસ છે મારા જીવ હું તને છોડી ને જાવ પછી હું રહી શકું ખરા? રોહન માંથી તેજલ બાદ થાય પછી રોહન પોતે પણ રોહન માં ના રહી શકે પાગલ.
તો પણ હું તને પ્રોમિસ કરું છું કે હું ક્યારેય તારા થી દુર નહિ જાવ . અને તેજુ તને ખબર છે તું મારા માટે શું છે ? આ કોઈ કરવાની વાત નથી પણ સચ્ચાઈ છે જેટલો હું જરૂરી નથી મારા માટે એટલી તું છે . તને ખબર પેલા બધા મારા ફ્રેન્ડ કે કોઈ પણ પ્રેમ પ્રેમ કરતા તો મને હસવું આવતું કે શું છે યાર આને પણ .. એવું બધું શુ જોઈ ગયા કે સાવ પાગલ થઈ ગયા પણ આજ હું સમજુ છું એ વાત!! મને પણ વિશ્વાસ નથી આવતો કે આટલી હદ એ હું કોઈ ને પસંદ કરી શકું આટલી હદ એ મને કોઈ ગમી શકે ખરેખર તું એ વ્યક્તિ છો જેને હું મારા જીવ કરતાં પણ વધારે પ્રેમ કરૂ છું i love you તેજું i love you soooomuchhhh😘😘😘 અને હરામી ઇમોશનલ થઈ મને પણ ઇમોશનલ ના કર ઓકે આ ઇમોશનલ જરાય તું સારી નથી લાગતી. તારી પર્સનાલિટી જ ઇમોશનલ નથી .

તેજલ - એમ ?? તો કેવી છે મારી પર્સનાલિટી ??

રોહન - ( તેજલ ને હસાવવા મસ્તી ના મૂડ માં) તારી પર્સનાલિટી તો છે ને dysp હોઈ ને એવી છે તેજુ તું dysp હોત તો કેવુ લાગે તું વચ્ચે હાલી આવે અને 8 10 પોલીસ તારી આગળ પાછળ આવતા હોય ને આહાહાહા

તેજલ રડતા રડતા હસી પડે છે

રોહન - હા બસ એમ મારી dysp 😘😘 આમ હસતું રેવા નું
મારી તેજુ મને ક્યારેય રડતી નથી ગમતી રોહન ની પગલપંતી સાંભળી તેજલ ખીલી ઉઠે છે રોહન ની વાત સાંભળી અને કોઈ પણ કહી શકે કે એ ખરેખર તેજલ ને દિલ થી પ્રેમ કરે છે

રશ્મિ આ પ્રેમી જોડા ને અલગ કરવા નું વિચારી રહી હતી જ્યાં પ્રેમ એટલે ઈશ્વર.. નહિ કે શરીર નો મોહ
જ્યાં પ્રેમ આત્મા સાથે થયો હતો ત્યાં રશ્મિ શરીર ને હથિયાર બનાવવા નું વિચારી રહી હતી અને રશ્મિ ના મન માં કોઈ પ્લાન બની પણ ચુક્યો હતો હવે જોવાનું એ છે કે નિસ્વાર્થ પ્રેમ જીતશે કે શરીર ની માયાજાળ....



TO BE CONTINUE.....



( શુ હતો રશ્મિ નો પ્લાન ??? શુ રશ્મિ પોતાના મનસૂબા માં કામયાબ થશે??? આ એકાંત નો લાભ લઇ એ રોહન ને પોતાની માયાજાળ માં ફસાવી શકશે???? શુ થવાનું છે એવું જેના થી બધા ની જિંદગી બદલાઈ જશે???? ઘણા રહસ્ય , રોમાંચ અને ઘણું બધું આપની રાહ જુવે છે તો શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા......

મિત્રો આપની ફરિયાદ છે કે એપિસોડ પ્રકાશિત કરવા મોડું થાય છે હું જાણું છું તમારી ફરિયાદ પણ વાજબી છે પણ મેં જણાવ્યું એ રીતે હું એક કલાકાર છું સાથે જ ઘર અને બાળક ની જવાબદારી તો થોડું મોડું થઈ જાય છે પણ આપના માટે એક ખુશખબર છે કે હવે થઈ હું કોશિશ કરીશ કે વિક માં 2 એપિસોડ પ્રકાશિત કરી શકું આપનો સહકાર મળતો રહેશે એવી આશા રાખું છું આપનો અભિપ્રાય આપવાનું ચૂકશો નહિ હું જાણવા માંગુ છું કે આપણે કેવી લાગી રહી છે સ્ટોરી ???
અત્યારે કેવી જઇ રહી છે ??? અને આપ સહુ ઈચ્છો છો કે કઈ દિશા માં વળવી જોઈએ ??? શુ હોવો જોઈએ એનો એન્ડ. મને જરૂર જણાવો કોમેન્ટ અથવા મેસેજ માં અને શેર કરો તમારા ગ્રૂપ માં..

ઇન્સ્ટાગ્રામ માં મારી સાથે જોડાવા મને ફોલ્લો કરો

@tejal_rabari.singer_official


Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Ahir

Ahir 2 years ago

Hetal Patel

Hetal Patel 3 years ago

Bhakti Bhargav Thanki
Vivek Galthariya

Vivek Galthariya 3 years ago