mirch mashala books and stories free download online pdf in Gujarati

મિર્ચ મસાલા

*મિર્ચ મસાલા*. વાર્તા... ૫-૫-૨૦૨૦

અમદાવાદ ની એક જાણીતી સોસાયટીમાં અને આજુબાજુની સોસાયટીમાં આ સમાચારથી હલચલ મચી ગઈ અને અખબારોમાં પણ પ્રસિદ્ધ એ સમાચાર થી બધાંએ ફિટકાર વરસાવ્યો...
આ હળાહળ કળિયુગ છે જુઓ..
કે આ ઉંમરે અશોક ભાઈને આ શું સુઝ્યું કે એમનાથી નાની ઉંમરની એમની દિકરી સમાન પલક ને ઘરમાં બેસાડી...
થૂ છે એમની આ કરતૂત ને...
ધોળા માં ધૂળ નાંખી આમ આ સમાચાર માં બધાં પોતપોતાની રીતે મિર્ચ મસાલો ઉમેરી ને એકબીજાને કહેતાં હતાં અને પોતાની વાત જ સત્ય છે એવો હક્ક કરતાં...
પણ કોઈએ એ સમાચાર કેટલાં સાચાં છે એ જાણવા કોશિશ નાં કરી અને સોસયલ મિડિયા માં મિઠુ મરચું અને મરી ભભરાવીને એ વાત ને ચારેબાજુ ફેલાવી રહ્યા.....
અશોકભાઈ નાં દૂરના સગાંવહાલાં એ જાણ્યું એ પણ ફોનમાં ગમે એમ બોલવા લાગ્યા...
અશોકભાઈ બધાની વાત સાંભળી લેતાં પણ કોઈ જવાબ નાં આપતા...
સોસાયટીમાં આક્રોશ ફેલાયો અને બધાએ ભેગા થઈને અશોકભાઈ નાં ઘર ઉપર પથ્થર મારો કર્યો..
પલકે ફોન કરીને પોલીસની મદદ માંગી...
પોલીસ આવી અને બધાંને સમજાવી ને વેરવિખેર કર્યા...
પણ પોલીસ ટીમ આવી હતી એમાં એક લેડીઝ પોલીસ હતી..
એણે ,
બીજા રૂમમાં લઈ જઈ ને પલકની ઊલટતપાસ કરી એમાં પલક ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને પછી એણે વાત કરી કે...
મારી મમ્મી સંગીતા, અશોકભાઈ અને મુકેશ ભાઈ એમ ત્રણેય સારાં મિત્રો હતા અને એક મોટી કંપનીમાં સાથે જ નોકરી કરતા હતા...
મારી મમ્મી ને હું એટલે દિકરી જન્મી એટલે સાસરીયા એ છૂટાછેડા આપી દીધા..
ત્યારે હું ત્રણેક વર્ષ ની હતી..
મારી મમ્મી મને મોટી કરવા નોકરી કરતી હતી..
આ ત્રણેય ની મિત્રતા નાં લીધે મમ્મી ની બધીજ વાતો આ લોકો ને ખબર હતી..
મુકેશભાઈ એ મારી મમ્મી ને જાળમાં ફસાવવા નું ચાલુ કર્યું..
અશોકભાઈ એ મમ્મી ને ચેતવી કે મુકેશ થી બચીને ચાલજે..
પણ મુકેશભાઈ એ તો બહું મોટી જાળ બિછાવી હતી..
મમ્મી ને કહે હું તને દિકરી સાથે અપનાવીશ અને દિકરી પલક ને પણ બાપ નો પ્રેમ આપીશ તું મારી જોડે લગ્ન કરી લે હું તને દુઃખી નહીં કરું..
આમ મમ્મી ને લાગણીઓ માં લઈને નિર્બળ બનાવી દીધી..
મમ્મી પણ મને મોટી કરવા માટે એક પુરુષ ની ઓથ જરૂરી હોય માટે લગ્ન કર્યા...
લગ્ન નાં બે વર્ષ પછી એક દિવસ મમ્મીને ઓફિસમાં કામ હતું અને પપ્પા બિમારી નું બહાનું કરી ને ઘરે રહ્યા હતા..
પણ મમ્મી નો જીવ ઓફિસમાં નાં લાગ્યો એટલે એ રજા લઈને બપોરે ઘરે આવી એ ટાઈમે હું પણ સ્કૂલમાં થી આવી ગઈ હતી અને પપ્પા કપડાં બદલાવાના બહાને મારાં અંગો પર હાથ ફેરવતાં હતાં અને મમ્મી નું ઘરમાં દાખલ થવું એણે આ જોયું અને પછી મને કપડાં પેહરાવી ને બાજુનાં રૂમમાં મોકલી પપ્પા સાથે ઝઘડી પડી..
અને પછી અશોક કાકા ની મદદ લઈને મને હોસ્ટેલમાં ભણવા મૂકી દીધી....
પણ આ કોરોના વાઈરસ ની મહામારી ને લીધે લોકડાઉન થતાં એ અને અશોક કાકા મને ઘરે લઈ આવ્યા...
અને એ મારા બની બેઠેલા પિતા ...
જેમને પિતા કહેતાં પણ શરમ આવે છે...
એ નરાધમે મેડિકલ સ્ટોર માં થી ઉંઘની ગોળીઓ લાવીને મમ્મી ને રાત્રે દૂધમાં નાખીને પીવડાવી દીધી...
અને પછી મારી જોડે એ નરાધમે અઘોર કુકર્મ આચર્યું..
મારાં મોં પર રૂમાલ બાંધી દીધો હતો મેં પ્રતિકાર કર્યો પણ હું એમની તાકાત સામે ફાવી નહીં અને મારી આબરૂ લૂંટી લીધી...
સવારે મમ્મી ને મેં વાત કરી અને એણે જ મને અમારી સોસાયટી ની બાજુ ની સોસાયટીમાં રહેતા આ અશોક કાકા નાં ઘરે મોકલી...
કે જેથી આ લોકડાઉન ખૂલે પછી હું મારી સાથે ભણતાં આરવ સાથે લગ્ન કરી શકું અને સલમાત રહી શકું...
મેં અશોક કાકા ને કહ્યું કે લોકો તમારી બદનામી કરે છે તો કહે ભલે ને જેને જે મિર્ચ મસાલા ઉમેરીને જે ખોટાં સમાચાર ફેલાવા હોય એ ફેલાવે...
સત્ય તો આપણે જાણીએ જ છીએ અને તું મારી દિકરી છે એ સંબંધ પણ એટલો પવિત્ર છે...
બેટા તારી બદનામી થશે તો તું જીવી નહીં શકે માટે આપણે કોઈને જવાબ આપવા નથી...
પણ તમે પુછ્યું એટલે મેં કહ્યું અશોક કાકા તો બીજા રૂમમાં સૂઈ જાય છે અને હું અલગ રૂમમાં મને એ દિકરી જ માને છે...
એમને પણ દૂર દેશાવરમાં મારાં જ જેટલા દિકરો દિકરી છે અને એમનાં પત્ની જોડે વિડિયો કોલ પર વાત થઈ ગઈ એમણે પણ કહ્યું કે એમને વિશ્વાસ છે કાકા ઉપર દુનિયા જે બોલે બોલવા દો..
પણ,
પલક નાં લગ્ન આરવ સાથે થઈ જાય પછી વાંધો નહીં..
પેલા પોલીસ બહેને કહ્યું કે તે આરવને વાત કરી???
પલક કહે હા...
એણે પણ આ જ રસ્તો સૂચવ્યો છે...
કે એ નરાધમથી દૂર રહેવું ...
એને સજા અપાવવા માટે મારે કોર્ટમાં હાજર થવું પડે તો પછી આરવ નાં ઘરનાં વિરોધ કરી શકે એટલે હું અહીં રહું છું...
અને આ કાકા મારાં લીધે બદનામ થાય છે...
આ લોકડાઉન ખૂલે એટલે કોર્ટમાં મેરેજ કરી ને સાસરે જતી રહીશ..
પોલીસ બહેન પણ આ સાંભળીને રડી પડ્યા...
આમ ઘણી વખત ખોટાં સમાચાર માં લોકો મસાલો ઉમેરી ને ફેલાવતાં હોય છે પણ સમાચાર સાચા છે કે ખોટાં એ કોઈ તપાસ કરતું નથી....
ભાવના ભટ્ટ અમદાવાદ.....