ભાગ -૩૩
દેવ મિતાલી ને કહે છે, કે હવે ૨ દિવસ મા તેનું કામ પતવામાં છે. તે પછી પાછો આવી જશે અને શક્ય હોય તો હવે સગાઈ કરી લઈએ, લગ્ન મિતાલી નું ભણવાનું પૂરું થાય પછી. મિતાલી કહે છે કે મને વાંધો નથી, પણ મારા મમ્મી-પપ્પા આ સંબંધ થી રાજી નથી. તેઓ હવે તને બાહુબલી ગણે છે, અને તારો અંત પણ ભાનુપ્રતાપ જેવો આવશે, તેવી ભીતિ છે. દેવ કહે છે કે હું તો માત્ર વેપારી છું અને રાજકારણ મા તો મારા ભાભી હવે ઉતરવાના છે. મારે તો હમણા ભાઈ ભાનુપ્રતાપ નો વેપાર સંભાળવાનો છે અને હું એક્સટર્નલ કોર્સ થી MBA કરી લઈશ. પછી આપણે બંને વેપાર ને વધારવા પર ધ્યાન આપીશું. મિતાલી કહે એ બરાબર છે, પણ એ તું અહીં મારા મમ્મી-પપ્પા ને સમજાવ. દેવ કહે ભલે, મલેશિયા થી હું પહેલા મુંબઈ આવીશ, તારા મમ્મી-પપ્પા ને મળીશ અને પછી પૂર્વ ચંપારણ જઈશ.
************************************************************
૨ દિવસ પછી મિતાલી સવારે તૈયાર થઇ કોલેજ જવાની તૈયારી કરે છે. તે એ વાતે ખુશ હોય છે કે આજે રાત્રે દેવ આવવાનો છે. મમ્મી-પપ્પા ને સરપ્રાઈઝ મળશે. તે કાર લઇ ને ઘરે થી નીકળે છે. તે જયારે સોસાયટી ના નાકા આગળ પાન ના ગલ્લા આગળ થી પસાર થતી હોય છે,ત્યારે ૧ વેન આડી આવી ને ઉભી રહે છે. મિતાલીએ ગાડી બ્રેક મારી ઉભી રાખવી પડે છે. વેન મા થી ૨ માણસો બહાર નીકળે છે. તે મિતાલી ની કાર આગળ જઈ હથોડા થી કાચ તોડે છે. પછી તરત ક્લોરોફોર્મ વાળો રૂમાલ મિતાલી ને સુંઘાડે છે. મિતાલી બેભાન થાય છે. પછી કાર નો દરવાજો ખોલી મિતાલી ને બહાર કાઢી વેન મા લઇ જવામાં આવે છે. અને વેન ને ઉમરગામ તરફ હંકારવામાં આવે છે. પાન ના ગલ્લા વાળો આ દ્રશ્યો જોઈ ડઘાઈ ગયો હોય છે. વેન ના ગયા પછી તેને હોશ આવે છે. તે તરત મિતાલી ના ઘરે ખબર આપવા દોડે છે. મિતાલી ના મમ્મી આ ખબર સાંભળી હતપ્રભ બને છે, તે તરત મિતાલી ના પપ્પા ને ફોન કરી આ ઘટના ની જાણકારી આપે છે. મિતાલી ના પપ્પા આ ખબર સાંભળી તરત પોલીસ સ્ટેશન પર જવા નીકળે છે, ત્યાં એમના મોબાઈલ પર ૧ અજાણ્યા નંબર પર થી ફોન આવે છે. તેમા સ્પષ્ટ કહેવામા આવે છે, કે મિતાલી નુ અમે અપહરણ કર્યું છે. તેને છોડવા માટે રોકડા ૪૦ કરોડ આપવા પડશે. જો કોઈ પોલીસ કે બીજી એજન્સી ને ખબર કરી, તો એ જ પળે મિતાલી ને મારી નખાશે. પૈસા ક્યારે અને ક્યાં આપવા,તે પછીથી જણાવવામાં આવશે.પછી ફોન કટ થાય છે. અને એ જ નંબર પર થી WhattsUp પર બેભાન મિતાલી નો ફોટો આવે છે. મિતાલી ના પપ્પા કાર ને ઘર તરફ લઇ લે છે. તેના પર નજર રાખી રહેલો માણસ હેલ્મેટ પહેરી કાર નો પીછો તેના ઘર સુધી કરે છે, અને પછી ફોન પર કોઈને આ માહિતી થી અવગત કરાવે છે. મિતાલી ના પપ્પા માથે હાથ દઈને દીવાનખંડ મા સોફા પર ફસડાઈ પડે છે. મિતાલી ની મમ્મી પાણી નો ગ્લાસ લઇ ને આવે છે, અને પૂછે છે, કે પોલીસ ને જાણ કરી? કોઈ ફોન આવ્યો? મિતાલી ના પપ્પા તેને ફોન ની વાત કરે છે, અને WhattsUp પર ફોટો બતાવે છે. મિતાલી ના મમ્મી માથે હાથ દઈ સોફા પર બેસી પડે છે. હાય,હાય, હવે તો પોલીસ ને પણ નહિ કહેવાય. અચાનક તે કહે છે, તમને જે નંબર પર થી ફોન આવેલો, તે નંબર પર ફોન કરો. નયન ના પપ્પા તે નંબર પર ફોન કરે છે, પણ ફોન લાગતો નથી(તે સીમકાર્ડ તૂટી ચુક્યો હોય છે).તે ૩-૪ વાર પ્રયત્ન કરે છે, પણ ફોન લાગતો નથી. હવે મિતાલી ની મમ્મી ને યાદ આવે છે, આપણે દેવ ની મદદ લઈએ તો? પણ મિતાલી ના પપ્પા કહે છે કે મારી પાસે દેવ નો નંબર નથી.મિતાલી ની મમ્મી પાસે પણ દેવ નો નંબર નથી. દેવ નો નંબર તો મિતાલી પાસે છે.પણ એ ફોન તો મિતાલી સાથે જ કિડનેપ થઇ ગયો. મિતાલી ની મમ્મી કહે છે કે નયન અને મનન પાસે દેવ નો નંબર હોઈ શકે, તમે નયન ને ફોન કરો, એ બધા મિત્રો છે. પછી મિતાલી ના પપ્પા નયન ને ફોન કરી દેવ નો નંબર માંગે છે.નયન કહે છે કે એ નંબર તો મિતાલી પાસેથી પણ મળી શકે. મિતાલી ના પપ્પા કહે છે, મારે મિતાલી ને ખબર ન પડે એ રીતે દેવ સાથે થોડી વાત કરવી છે, અને હા હમણા મિતાલી કોલેજ નહિ આવે.તે અમુક દિવસ માટે તેના ફઈબા ના ઘરે અમદાવાદ ગઈ છે. નયન દેવ નો નંબર આપે છે. મિતાલી ના પપ્પા દેવ ને ફોન કરે છે, પણ દેવ ફ્લાઈટ મા હોવાથી ફોન લાગતો નથી. અંતે નયન ના પપ્પા નક્કી કરે છે, કે કિડનેપર ના ફોન ની રાહ જોવી અને પોતે કેશ ની વ્યવસ્થા મા પડે છે.
ક્રમશ: