a mukat banyu pankhi books and stories free download online pdf in Gujarati

એ મુક્ત બન્યું પંખી

*એ મુક્ત બન્યું પંખી*. વાર્તા... ૬-૫-૨૦૨૦

અમદાવાદ નાં ઔધોગિક એકમોમાં આવેલી એક કોટન મિલ..
એ કોટન મિલ નાં માલિક પ્રવીણભાઈ અને જાગૃતિ બહેન હતાં...
આખાં ઔધોગિક એકમમાં એમની વાતો થતી કારણકે એ એમનાં કારીગરો ને પોતાના બાળક ની જેમ સાચવતાં એ લોકોનાં દુઃખ માં સહભાગી બની ને બનતી મદદરૂપ થતાં...
આવાં ધમધમતા ઔધોગિક એકમો થી પ્રદૂષણ પણ ખૂબ જ ફેલાતું પણ કેટલાંય ઘરોની રોજીરોટી હતાં...
આ ઔધોગિક એકમો થી ફેલાતાં પ્રદૂષણ થી નુકસાન પણ થતું હતું પણ સરકારી પરવાનગી થી ચાલતાં આ એકમો બંધ પણ કેમ કરી દેવાય છતાંય અમુક એકમો જે પ્રદૂષણ વધુ ફેલાવતાં હતાં એને અહીંથી ખસેડીને બીજા સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા...
એમાં પ્રવીણભાઈ નું એકમ બચી ગયું હતું..
પ્રવીણભાઈ ની કોટન મિલ ચાલતી હતી અને અંદાજીત આખી ફેક્ટરી નો સ્ટાફ બસો માણસ નો હતો...
પ્રવીણભાઈ અને જાગૃતિ બહેન ને બે સંતાનો હતા..
એક દિકરો વિનય અને દિકરી કાજલ...
વિનય ને નાનપણથી જ આ કોટન મિલ થી નફરત હતી અને એટલે જ એ એન્જિનિયર નું ભણતર મેળવ્યું અને અમેરિકા જઈને એપલ કંપનીમાં જોડાઈ ગયો...
ત્યાં એ સેટ થઈ ગયો અને ત્યાં ની જ ગ્રીન કાર્ડ ધરાવતી છોકરી સ્વરા સાથે લગ્ન કર્યા અને માતા પિતાને ફોન કર્યો અને ફોટા મોકલ્યા...
કાજલ પણ ભણીગણીને ઓનલાઈન પ્રેમમાં પડી અને લગ્ન કર્યા અને કેનેડા દિપક સાથે સેટ થઈ ગઈ...
બન્ને ફોન કરી વાતો કરતાં રેહતા...
ગયા વર્ષે જ વારાફરતી બન્ને પોતાના સંતાનોને લઈને આવ્યા હતા અને પંદર દિવસ રોકાઇને ગયા હતા...
વિનયે તો ખૂબ આગ્રહ કર્યો કે આ પ્રદૂષણ ફેલાવતી આ કોટન મિલ બંધ કરો અને ચલો અમારી સાથે અમેરિકા હવે તમારે આ ઉંમરે આવી મહેનતની શું જરૂર છે.???
પ્રવિણભાઇ અને જાગૃતિ બેને એક જ વાત કરી કે આ કોટન મિલ થી કંઈ કેટલાય ઘરમાં ચૂલો સળગે છે એ લોકો ક્યાં જાય અને શું કરે???
વિનય એક ચીડ સાથે વાતને પડતી મૂકી અને એ પાછો અમેરિકા જતો રહ્યો...
એને ગયા ને છ મહિના થયા અને એક દિવસ પ્રવીણભાઈ ને હ્રદય રોગનો હુમલો આવ્યો અને એ બચી નાં શક્યાં...
વિનય અને કાજલે હમણાં જ આવી ગયા છીએ તો તરત નહીં અવાય કહીને પોતાની અસમર્થતા દર્શાવી...
વિનયે ફોનમાં કહ્યું કે પંદર દિવસ ની વિધિ કરી લો પછી હું અહીંથી કાગળિયાં કરું મમ્મી તમે હવે અહીં અમારી સાથે આવી જાવ ત્યાં નું બધું સમેટીને...
એ પ્રદૂષણ યુક્ત મિલ બંધ કરો હવે તો સમજો...
જેણે મારાં પિતાનો ભોગ લીધો...
જાગૃતિ બહેન એકદમ જ ફોન પર ખિજાયા અને કહ્યું કે એ પ્રદૂષણ મિલે નથી લીધો તારાં પિતાનો ભોગ ...
અને એ મિલ મારાં મરણ પછી જ બંધ થશે ...
કાન ખોલીને સાંભળી લે એની પર નભતાં કારીગરો ને હું રઝળતા નાં કરી શકું...
અને મારે અમેરિકા નથી આવવું અમારું પ્રદૂષણ યુક્ત ભારત દેશ જ અમને ફાવે કારણકે શુધ્ધ હવા અમને માફક જ નાં આવે...
વિનયે ચીડાઈને ફોન મૂકી કાજલ ને વાત કરી...
કાજલે પણ જાગૃતિ બહેન ને વિનયના જ શબ્દો દોહરાવ્યા...
જાગૃતિ બહેને કાજલને પણ એ જ જવાબ આપ્યો...
અને પછી ફેક્ટરી નાં મેનેજર સંજય ભાઈ ને ફોન પર સૂચના આપી અને ઘરે આવી જવા કહ્યું...
આમ મિલ નાં માણસો અને પાડોશીઓ થકી પંદર દિવસની ઉત્તરક્રિયા પતાવી...
અને પછી પોતે મિલ પર સવારે જાય તો રાત્રે ઘરે આવતાં...
આમ કરતાં છ મહિના થયા અને કોરોના મહામારી નાં લીધે લોકડાઉન થતાં સરકાર નાં નિર્દેશ અનુસાર એમણે કારીગરો ને બે મહીનાનો પગાર આપી દિધો...
બીજું લોકડાઉન પછી જાગૃતિ બહેન ની તબિયત બગડતી રહી ..
એમને સતત ચિંતા થાય કે આ માણસોનાં ઘર કેમ ચાલશે...???
અને ત્રીજું લોકડાઉન પડતાં અને કોરોના નાં કેસ વધી જતાં જોઈને એમણે એક દિવસ મેનેજર સંજયને બોલાવીને સરકાર ને પણ બે લાખ રૂપિયા મદદ માટે આપ્યા અને બધાં જ કારીગરો ને છ મહિના નો પગાર ફરી અપાવ્યો અને સંજય ભાઈ ને કહ્યું કે જો મને કંઈ થઈ જાય તો મારી ચિતા ને અગ્નિદાહ તમે આપજો...
છોકરાઓ ને જાણ કરી દેજો...
બસ ,
આમ કહીને હાથ જોડ્યા...
અને બોલતાં બોલતાં જ મુક્ત ગગનમાં પંખી બની ઉડી ગયા..
અને સંજય ભાઈ અવાચક થઈ ગયાં અને એ
તો આવાં દયાળુ નારીને સલામ કરી રહ્યા....
ભાવના ભટ્ટ અમદાવાદ.....