a dastak books and stories free download online pdf in Gujarati

એ દસ્તક

*એ દસ્તક*. વાર્તા.. ૯-૫-૨૦૨૦

અરવિંદ ભાઈ પોતાના પરિવાર સાથે ગાડી લઈને દ્વારકા દર્શન કરવા આવ્યા હતા...
દ્વારકા માં દ્વારકાધીશના દર્શન કરીને ગાડીમાં એ પરિવાર સાથે બજારમાં નિકળતાં હતાં ત્યાં મંદિર સામેની જગ્યાએ એક મેલાં ઘેલાં કપડાં અને માથાના વાળ અને દાઢી વધેલો વ્યક્તિ પાસેથી ગાડી લેતાં જ એમની નજર એ વ્યક્તિ પર સ્થિર થઈ ગઈ અને એમણે ગાડીને એકબાજુ પાર્ક કરીને ઉતાવળી ચાલે એ વ્યક્તિ પાસે આવ્યા...
દિલનાં દરવાજે દસ્તક પડતી હતી કે એ પ્રમોદ છે...
"આંખો અને મગજ ઈન્કાર કરતું હતું કે આવો લઘરવઘર પાગલ જેવો ભિખારી અને આવો ગંદો ગોબરો ...!!!
અરે ના હોય.."
પણ મગજ ની લડાઈ ને પડતી મૂકીને દિલનાં દરવાજે પડેલા દસ્તક નો સાદ સાંભળીને અરવિંદ ભાઈ એ ભિખારી પાસે આવ્યા...
અને એની સામે બેસીને કહ્યું કે ચલો સામે હોટલમાં હું તમને ભોજન કરાવુ...
પેહલા તો ના કહી ...
પછી અરવિંદભાઈ એ બહુ કહ્યું એટલે એ ઉભો થયો અને
અરવિંદ ભાઈ પાછળ ચાલવા લાગ્યા...
અરવિંદ એ ગાડી જ્યાં ઉભી રાખી હતી ત્યાં જ હોટલ હતી...
અરવિંદ ભાઈ એ પરિવાર જનોને ઈશારો કર્યો...
એટલે બધાં પરિવાર જનો આગળ જઈને બેસી ગયા...
અરવિંદ ભાઈ એ કહ્યું કે અહીં હાથ મોં ધોઈ લો પછી સરસ જમાડું તમને અને ઉપર થી રૂપિયા આપું ...
આ સાંભળીને એ તરતજ હાથ મોં ધોઈ ને આવ્યો...
હવે અરવિંદ ભાઈ એ ધ્યાન થી જોયું ...
અરે આ તો પ્રમોદ જ છે...
દિલનાં દરવાજે પડેલી દસ્તક નો અવાજ સાચો નિકળ્યો..
એમણે કહ્યું...
પ્રમોદ.... ભાઈ તમે આવી હાલતમાં..???
હવે ચમકીને એ પાગલ જેવાં લાગતાં ભિખારી નો વેશ ધારણ કરનાર પ્રમોદે સામે જોયું... અને કહ્યું.. કે...
પણ ઓળખાળ નાં પડી...
અરવિંદ ભાઈ ... કહે...
" પ્રમોદ તારો પરિવાર અને તારાં ભાઈઓ તને વીસ વર્ષથી શોધે છે...
ન્યૂઝ પેપર માં આપ્યું ... બધે તારી તપાસ કરાવી પણ ક્યાંય નાં મળતાં તારાં પિતા તો પ્રભુ ધામ જતાં રહ્યાં...
પ્રમોદ કહે ... કોણ પ્રમોદ???
હું તો એક ભિખારી છું ...
તમારી કંઈ ભૂલ થાય છે સાહેબ...
અરવિંદ ભાઈ કહે ભૂલ તો તારાં પિતાએ કરી કે તું સટ્ટામાં રોજ હારીને આવતો હતો ..
અને..
ઘરમાં તું જ મોટો હતો...
તને પરણાવ્યો કે તું સુધરી જાય અને બાપ દાદાની ધીરધાર ની પેઢી સંભાળી લે પણ તું...
દિન પ્રતિદિન સટ્ટામાં હારતો રહ્યો અને દેવું કર્યું જે તારાં સ્વાભિમાની પિતા ને નાં ગમ્યું..
એટલે તને એ ગુસ્સા માં બોલ્યા...
પણ તે સામે નિરર્થક દલીલો કરી અને એમને ક્રોધ નાં આવેશમાં તને કહી દીધું કે નિકળી જા મારાં ઘરમાં થી તને આજથી હું મારી મિલ્કત અને વારસામાં થી બેદખલ કરું છું...
તું અમારાં માટે મરી ગયો...
તારી આ ઘરમાં કોઈને જરૂર નથી અને તને ધક્કો માર્યો અને તું જવાની નાં આવેશમાં મારે પણ તમારી જરૂર નથી કહીને પત્ની અને સંતાનો ને છોડીને પેહરેલે કપડે નિકળી ગયો...
પ્રમોદ કહે સાહેબ તમે મને શું કામ આ બધું કહો છો???
હું પ્રમોદ નથી...
અરવિંદ ભાઈ એકદમ જ ચિડાઈને તું પ્રમોદ નથી તો વાત સાંભળી ને તારી આંખોમાં પાણી કેમ આવ્યું???
તું પ્રમોદ જ છે અને સાંભળ તારાં અવગુણ જાણીને પણ તારી મા તને ખાનગી માં રૂપિયા આપતી હતી ને એ મા મહાલક્ષ્મી બા આજે પણ પથારીમાં પડ્યા પડ્યા તારાં આવવાની રાહ જુએ છે એની તો દયા કર...
આ સાંભળીને પ્રમોદ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ...
અરવિંદ ભાઈ એ એને જમાડયો...
પછી સાથે એ જ્યાં રોકાયા હતા ત્યાં લઈ ગયા અને
એક સલૂનમાં લઈ જઈ ને વાળ કપાવ્યા અને દાઢી કરાવી દીધી અને...
કહ્યું કે તું નાહી ધોઈને આવ અને મારાં કપડાં પહેરી લે...
પછી વાતો કરીએ...
પ્રમોદ નાહીને તૈયાર થઈ ને આવ્યો એટલે અરવિંદ ભાઈ કહે મને ઓળખ્યો હું તારા ભાઈ ભાનુપ્રસાદ નો ખાસ ભાઈબંધ અરવિંદ...
પ્રમોદે ધ્યાન થી જોયું અને મગજ પર જોર કર્યું અને આછું પાતળું યાદ આવ્યું...
કહે અરે...!!!
ક્યાં એ સૂકલકડી અરવિંદ અને ક્યાં આજનો આ ભરાવદાર હુષ્ટ પુષ્ટ અરવિંદ...
એટલે ઓળખી નાં શકયો..
અરવિંદ ભાઈ કહે હા વીસ વર્ષ નાં ગાળામાં આ શરીર વધી ગયું છે...
હવે સાંભળ તારાં ગયા પછી તારાં પિતાએ પસ્તાવો થતાં ખાવાં પીવાનું છોડી દીધું અને અંતે આ દુનિયા છોડી ગયા...
તારાં ત્રણેય ભાઈઓ તને શોધવા કેટલું કેટલું કર્યું...
તારી પત્ની અને સંતાનો પણ તારી રાહ જુએ છે..
ચલ હવે આ ખુશ ખબર ભાનુપ્રસાદ ને ફોન કરી આપી દઉં..
ત્યાં તો અરવિંદ ભાઈ નો મોબાઈલ રણક્યો....
સ્ક્રીન પર જોયું તો ભાનુપ્રસાદ નો જ ફોન હતો...
અરવિંદ ભાઈ એ ફોન ઉપાડ્યો...
અને સ્પીકર પર રાખ્યો..
અને હેલ્લો કહ્યું...
"સામે પક્ષે થી ભાનુપ્રસાદ બોલ્યા કે આજે સવારથી મા
એમ કહે છે કે પ્રમોદ આવ્યો ...
મારું દિલ કહે છે જો દરવાજો ખોલ..."
"દોસ્ત... શું કરું કંઈ સમજાતું નથી"
અરવિંદ ભાઈ કહે ...
જો સાંભળ આ કોનો અવાજ છે...
અને એમણે પ્રમોદ ને ઈશારો કર્યો...
પ્રમોદ...
" હેલ્લો... " .. જય શ્રી કૃષ્ણ....
ભાનુપ્રસાદે અવાજ સંભળાયો પણ ફોનમાં અવાજ ના ઓળખી શકાય...
કહ્યું જય શ્રી કૃષ્ણ....
પછી અરવિંદભાઈ ને કહે દોસ્ત...
મને આ અવાજ ઓળખી નથી શકાયો...
કોણ છે???
અરવિંદ ભાઈ કહે તું ચિંતા ના કર દોસ્ત એ મારાં દોસ્ત નો ભાઈ છે...
અને હું અત્યારે જ અહીંથી નીકળુ છું બે દિવસમાં તારી પાસે પહોંચી જવું છું અને એક સરપ્રાઈઝ લઈ આવું છું...
ભાનુપ્રસાદ કહે સારું સાચવીને આવજો...
અરવિંદ ભાઈ કહે સારું...
અને પરિવાર જનોને બેગ બિસ્તરા બધું ગાડીમાં મૂકવાનું કહીને બધાને બેસી જવાં કહ્યું...
અને ગાડી ઉપાડી કે સીધું આવે ઘર...
પણ રસ્તામાં અરવિંદ ભાઈ એ પ્રમોદ ને પુછ્યું કે તારાં આવાં કેમ હાલ થયાં???
પ્રમોદ કહે હું પહેલેથી જ ગુસ્સા વાળો...
અને બીજી કોઈ આવડત નહીં... પિતા નાં ધંધામાં પણ ધ્યાન આપતો નહોતો...
એટલે ગુસ્સામાં ઘર છોડીને નિકળી તો ગયો પણ કોઈ નોકરી ફાવે નહીં અને મળે તો હું શેઠનો ઠપકો સાંભળું નહીં એમ કરતાં રઝળપાટ કરતાં ભિખારી બન્યો અને વગર ટિકીટે મુસાફરી કરતાં અહીં દ્વારકામાં આવી ટક્યો...
મારાં ગુસ્સા વાળા સ્વભાવને લીધે જ હું ભિખારી બન્યો એમાં મહેનત પણ નહીં કરવાની અને જે મળે એ ખાઈ ને પડ્યાં રેહવાનુ...
બસ આ છે મારી કહાની...
આ સાંભળીને અરવિંદ ભાઈ ની આંખો માં આંસુ આવી ગયાં...
ગાડી સીધી જ ભાનુપ્રસાદ નાં ઘરે લઈ લીધી...
અને પછી જે અદભૂત મિલન થયું એ પરિવાર નું એ જોઈને અરવિંદ ભાઈ ની આંખો પણ અશ્રું વરસાવી રહી...
પછી એમણે બધાં ને વાત કરી કે જો મેં દિલનાં દરવાજે પડેલી દસ્તક નાં સાંભળી હોત તો પ્રમોદ નો ભેટો ના થાત....
ભાવના ભટ્ટ અમદાવાદ......