પ્રણયભંગ ભાગ – 22 in Gujarati Love Stories by Mehul Mer books and stories Free | પ્રણયભંગ ભાગ – 22

પ્રણયભંગ ભાગ – 22

પ્રણયભંગ  ભાગ – 22

 

લેખક - મેર મેહુલ

          ગોવામાં આજે બંનેનો ચોથો દિવસ હતો, છેલ્લાં બે દિવસમાં બંનેએ ઘણાં સ્થળોની મુલાકાત લીધી હતી, નવી નવી વાનગીઓ આરોગી હતી, વિદેશી ભુરિયાઓ સાથે ફોટા પડાવ્યાં હતા, હા બંને એ લોકોને વિદેશી ભુરિયા જ કહેતાં. બંનેએ ફરવાની સાથે ભરપૂર શરીરસુખ પણ માણ્યું હતું.

    છેલ્લા બે દિવસથી સિયા કંઈક અલગ જ મૂડમાં હતી, એ અખિલને વારે વારે ઉત્તેજિત કરતી હતી. અખિલે પણ સિયાને સુખ આપવામાં કોઈ કસર નહોતી છોડી.

    સિયા કોઈ વાતથી ડિસ્ટર્બ હતી એ અખિલ જાણતો હતો પણ જ્યાં સુધી સિયા સામેથી એ વાત ના છેડે ત્યાં સુધી અખિલે મૌન ધારણ કરવામાં સમજદારી સમજી હતી.

    સિયાને વારંવાર એક નંબર પરથી કૉલ આવતાં હતાં, કોલમાં વાત કર્યા પછી સિયા થોડીવાર કંઈક ટાઈપ કરતી અને પછી નોર્મલ બની જતી.

“આજે ક્યાં જવાનો પ્લાન છે ?” અખિલે પુછ્યું. બંને બેડ પર બેસીને કેમેરામાં ફોટા જોતાં હતાં.

“આજે મુવી અને શોપિંગ કરવા જવાની ઈચ્છા છે” સિયાએ એક ફોટો ઝૂમ કરીને કહ્યું, “જો આ ફોટો કેટલો મસ્ત આવ્યો છે”

“પહેલાં મુવી જોવા જવું છે કે શોપિંગ માટે ?” અખિલે પુછ્યું.

“મુવી જોવા જઈએ પહેલાં” સિયાએ કહ્યું, “શોપિંગ કરવા જઈશું તો સમાન રાખવા પહેલાં હોટેલે આવવું પડશે”

“હું શૉ જોઈ લઉં” કહેતાં અખિલે મોબાઈલ હાથમાં લીધો.

“જે પહેલો શૉ હોય એ બુક કરી લે, આમપણ આપણે મુવી તો જોવાના નથી” સિયાએ અખિલનાં ગુડદામાં કોણી મારી.

“એ તો અહીં પણ થઈ શકે” અખિલે સિયાને પકડીને પોતાનાં તરફ ખેંચી.

“ના, નવી જગ્યા પર વધુ મજા આવે” સિયાએ આંખ મારીને કહ્યું, “આપણે પણ બીજા કપલ્સોની જેમ ફોર્મલિટી તો કરવી જ પડશેને”

    અખિલે મોબાઇલમાં ડોકિયું કર્યું, થોડીવાર સર્ફિંગ કરી તેને દસ વાગ્યાનો શૉ બુક કરી લીધો.

“ચાલ તો તૈયાર થઈ જા” અખિલે કહ્યું, “દસ મિનિટમાં આપણે નીકળીએ છીએ”

    સાડા નવે બંને મલ્ટીપ્લેક્સે પહોંચી ગયાં. ફોર્મલિટી પુરી કરી, પૉપ-કોર્ન અને કોલ્ડડ્રિન્ક લઈ બંને અંદર પ્રવેશ્યાં.

“ઓહ, કોર્નર સીટ” સિયાએ સીટ પર બેસતાં કહ્યું.

“આપણે ક્યાં મુવી જોવું છે ?” અખિલે સિયાની બાજુમાં બેસતાં કહ્યું.

    થોડીવારમાં મુવી શરૂ થયું.મુવી શરૂ થતાં બધી લાઈટો બંધ થઈ ગઈ. સપોતાનાં શૂઝ ઉતારી સિયા અખિલનાં પગ સાથે હરકત કરવા લાગી. અખિલ સિયા તરફ જુક્યો અને એક હાથ સિયાની ગરદન ફરતે વીંટાળી દીધો.

“આપણો સીન શરૂ કરીએ હવે ?” સિયાએ અખિલની દાઢી ખેંચીને કહ્યું.

“શુભ કામમાં શેનો વિલંબ ?” કહેતાં અખિલે સિયાનાં ગાલ પર હળવી કિસ કરી.સિયાએ પોતાનો ચહેરો અખિલ તરફ ઘુમાવ્યો, બંને એકબીજાની નજીક આવી ગયાં. સિયાએ આંખો બંધ કરી અને અખિલનાં અધર પર અધર ચાંપી દીધાં. ફરી બંને એકબીજામાં ખોવાય ગયાં.

      સુખ અને દુઃખ સિક્કાના બે પહેલું છે. બંને એકસાથે ક્યારેય નથી આવતાં.સમયનો સિક્કો ઉછળે છે ત્યારે સમય જ નક્કી કરે છે.સમયનો સિક્કો વારંવાર ઉછળે છે, સુખ અથવા દુઃખ વધુ સમય ટકી શકતાં નથી.એટલે જ સુખમાં વધુ ખુશ ના થવું જોઈએ અને દુઃખમાં નાસીપાસ ના થવું જોઈએ.

     સમયનો સિક્કો અત્યારે સિયા અને અખિલનાં હાથમાં હતો, જેનાં પર વારંવાર સુખની બાજુ જ આવતી હતી.પણ કહેવાય છે ને સમય સૌને તેની ઔકાત બતાવે છે.એનાં માટે સમય પણ સમયની રાહ જોતો હોય છે.

      મુવી પૂરું કરી બંને શોપિંગ કરવા મૉલમાં ગયાં જ્યાંથી સિયાએ અખિલ માટે ગોવાના પહેરવેશને અનુરૂપ ધોતી અને કુર્તુ લીધું જ્યારે અખિલે સિયા માટે બ્લૅક સાડી લીધી.શોપિંગ તો એક બહાનું હતું, બંને એ બહાને સમય પસાર કરવા ઇચ્છતાં હતાં. સિયાનો મિજાજ બદલાયો હતો એટલે અખિલને પણ હવે જલ્દી વડોદરા જવું હતું.

    રાત્રે જમીને બંને હોટલનાં બગીચામાં બેઠાં હતાં. અખિલ સિયા સાથે વાત કરવાની કોશિશ કરતો હતો પણ સિયા ક્યારની મોબાઈલમાં ખોવાયેલી હતી.

“મોબાઈલ બાજુમાં રાખ હવે” અખિલે સિયાનો મોબાઈલ આંચકી લીધો અને પોતાનાં પોકેટમાં રાખી દીધો.

“અખિલ” સિયા બરાડી, “હું એક પેશન્ટ સાથે વાત કરું છું, પ્લીઝ મને ફોન પાછો આપી દે”

“આપણે નક્કી કર્યું હતું, અહીં આપણી જ દુનિયા હશે, બીજું કોઈ નહિ હોય” અખિલે ફરિયાદ કરતાં કહ્યું.

“કહેવાની વાત જુદી છે અખિલ, આ કામ મહત્વનું છે. આપણે બે મિનિટ વાત નહિ કરીએ તો કોઈ નુકસાન નથી થવાનું, હું જે પેશન્ટ સાથે વાત કરું છું એને ડાયાબીટીસ છે.જો એણે સમયસર દવા ના લીધી તો ઘણુંબધું નુકસાન થશે”

    અખિલનો ચહેરો ઉતરી ગયો. તેણે મોબાઈલ સિયાને પકડાવ્યો અને ઉભો થઈ ગેટ બહાર નીકળી ગયો. થોડીવાર પછી સિયા પણ અખિલની પાછળ બહાર નીકળી.

“શું કરે છે અખિલ ?, તને સિગરેટ પીવાની ના નહોતી પાડી”સિયાએ ગુસ્સામાં અખિલનાં મોઢામાં રહેલી સિગરેટ છીનવી લીધી.

“આ મારી દવા છે સમજી” અખિલ ધ્રુજાવી નાખે એવા અવાજે બોલ્યો, “હું દવા નહિ લઉંને તો હું પણ મરી જઈશ”

“અખિલ….” સિયાનો અવાજ દબાઈ ગયો.

“હું તારી બધી વાતો માનવા બંધાયેલો નથી. તે જ કહ્યું હતું આપણે એકબીજાથી સ્વતંત્ર છીએ”

“મારી આ એકવાત માની લે પ્લીઝ” સિયાએ બે હાથ જોડ્યા, “પછી કોઈ દિવસ હું તને કોઈ વાત પર ફોર્સ નહિ કરું. બસ આ વાત માની લે”

     અખિલે ગુસ્સામાં પગ પછાડ્યો, સિયા સામે આંખો લાલ કરી અખિલ રૂમમાં આવી ગયો.

     મોડી રાતે સિયા રૂમમાં આવી ત્યારે અખિલ પડખું ફરીને સુઈ ગયો હતો. સિયાએ વહાલથી અખિલનાં માથે હાથ ફેરવ્યો.

‘હું જાણું છું તને દુઃખ થતું હશે પણ હું મજબુર છું’ કહેતાં સિયા અખિલની બાજુમાં સુઈ ગઈ.

*

    સવારે સિયાની આંખો ખુલ્લી ત્યારે અખિલ બેગ પેક કરતો હતો. સીયા સફાળી ઉભી થઇ.

“શું કરે છે તું ?” સિયાએ અખિલનો હાથ પકડીને પૂછ્યું.

“વડોદરા જવાની તૈયારી” અખિલે પોતાનો હાથ છોડાવી પેકિંગમાં ધ્યાન આપતાં કહ્યું.

“મને છોડીને તું જતો રહીશ?”

“તું પણ સાથે આવી શકે છે”

“બે દિવસ પછી આપણે જવાનું જ છે”

“હું બે દિવસ સુધી રાહ નથી જોઈ શકતો”

“અખિલ” સિયાની આંખો ભરાય ગઈ, “મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દે”

“તું ક્યાં ભૂલ કરે છે ?” અખિલે બેગને જોરથી લાત મારીને કહ્યું, “તો તું મોટી ફિલોસોફર છે, બધી પરિસ્થિતિમાં તું પોતાને સંભાળી શકે છે”

“મેં શું કર્યું ?” સિયાએ રડતાં રડતાં પુછ્યું.

“તું જ વિચારને, આપણે છેલ્લાં ત્રણ દિવસમાં કેટલી વાતો કરી છે?, પહેલાં દિવસે જ તે બધી વાતો કરીને મને ભાવુક કરી દીધો હતો અને પછી તું જ બદલાઈ ગઈ. છેલ્લા ત્રણ દિવસથી તું દિવસમાં ત્રણ વાર ફોન ચાર્જ કરે છે. આપણે અહીં ફરવા આવ્યા છીએ કે મોબાઈલમાં ચેટિંગ કરવા”

    સિયા અખિલ નજીક આવી. અખિલનો ચહેરો પોતાનાં બે ગાલ વચ્ચે લઈ સિયાએ અખિલની આંખોમાં આંખ પરોવી.અખિલે પોતાનો ચહેરો ઘુમાવી લીધો. સિયાએ જોર કર્યું, ફરી અખિલનો ચહેરો હાથમાં લઈને પોતાનાં તરફ ફેરવ્યો.

“આપણે આજે જ નીકળીએ છીએ” સિયાએ સ્મિત સાથે કહ્યું.

    અખિલનાં ખભા જુકી ગયાં. તેણે સિયાનાં ગાલ પર હાથ રાખ્યો, આંખ પાસેથી આંસુ લૂછયાં.

“તને ખબર છે કે હું તારા વિના નથી રહી શકતો, તો શા માટે હેરાન કરે છે ?”

“ખૂબ હેરાન કરું છું ને તને ?”

    અખિલે નકારમાં માથું ધુણાવ્યું. સિયાએ અખિલનાં હોઠ પર હળવું ચુંબન કર્યું અને ગળે લાગી ગઈ.

“આપણે આજે જ નીકળીએ છીએ અખિલ” સિયાએ ફરી કહ્યું.

“તને જેમ યોગ્ય લાગે તેમ ”કહેતાં અખિલે સિયાનાં માથે હાથ ફેરવ્યો.બંને ફરી ગાઢ આલિંગનમાં લપેટાઈ ગયા.

( ક્રમશઃ )

 

Rate & Review

Rojmala Yagnik

Rojmala Yagnik 3 months ago

Prakash Bhatt

Prakash Bhatt 10 months ago

nihi honey

nihi honey 11 months ago

nisha prajapati

nisha prajapati 12 months ago

Deboshree Majumdar