Kalakar - 26 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 26

કલાકાર ભાગ – 26

લેખક – મેર મેહુલ

સાંજના નવ વાગ્યાં હતાં, એક સફેદ સ્વીફ્ટ ડિયાઝર કાર ‘માં શક્તિ નિવાસ’ બહાર આવીને ઉભી રહી. કારની આગળનાં અને પાછળનાં કાચ પર એક પાર્ટીનું નામ લખેલું સ્ટીકર લગાવેલું હતું. સ્વીફ્ટમાં ખાદીનાં સફેદ વસ્ત્ર ધારણ કરેલો, પચાસેક વર્ષનો એક વ્યક્તિ બેઠો હતો. તેનાં માથાનાં વાળ અંશતઃ સફેદ થઈ ગયાં હતાં, મૂછો મરોડદાર હતી અને દાઢી શેવ કરેલી હતી. ડાબા હાથનાં કાંડામાં રોલેક્સની ઈમ્પોર્ટેડ ઘડિયાળ હતી, કપાળે લાંબો લાલ તિલક કરેલો હતો.

તેણે આંખો પરથી ચશ્માં ઉતર્યા એટલે જેને જોઈને નાનું બાળક પણ ડરી જાય એવી ઘુવડની મોટી આંખો જેવી કાળી ભમ્મર આંખો દેખાય. તેની ડાબી આંખમાં એક ભુરો ડાઘ હતો, જે તેનાં કદાવર ચહેરાને વધુ ડારામણો બનાવી રહ્યો હતો.

એ વ્યક્તિ ગજેન્દ્રસિંહ ઝાલા હતો. પચાસ વર્ષની ઉંમરે પણ એ હજી અપરણિત હતો. લોકોની સેવા કરવાનું તેણે બીડું ઉઠાવ્યું છે એવી લોકોમાં ચર્ચા થતી પણ જૂજ લોકો જ આ નેતાની હકીકતથી વાકેફ હતાં.

કારમાંથી ઉતરી વેળાએ એ કોઈની સાથે ફોન પર વાતો કરી રહ્યો હતો,

“આજે તો કોઈ ફૂલ જોઈએ છે કાજલ, તારી એકની એક કસ્ટમર સાથે હવે મજા નથી આવતી અને એ લગ્નની વાત કરીને ઇમોશનલ બ્લેકમેલ કરે છે”

“તારી જિંદગીમાં કોઈ દિવસ નહિ જોયું એવું ફૂલ મોકલું છું આજે, તેને પહેલીવાર જ છે એટલે ધ્યાનથી અને મારું કમિશન 40% લાગશે એમાં” કાજલે મંજાયેલ ખેલાડીની જેમ કહ્યું.

“એક સાથે 20% નો વધારો !?”

“તને છોડમાં ખીલેલું તાજું ફૂલ મળે છે, તું એકવાર ફૂલ તોડીશ એટલે ચાલીશ નહિ સાઈઠ પર્સન્ટ આપવા સહમત થઈ જઈશ”

“ઓહ એવું છે !, મને ફોટા વોટ્સએપ કરી આપ. હું મારાં ડ્રાઇવરને મોકલું છું થોડીવારમાં”

ફોન કટ કરીને થોડીવાર પછી ગજેન્દ્રસિંહે વોટ્સએપ ચૅક કર્યું. કાજલે જે ફોટા મોકલ્યાં હતા એ જોઈને તેની આંખો પહોળી થઇ ગઇ. તેનાં હોઠ પર હવસભર્યું સ્મિત આવી ગયું, એક હાથ આદતવશ એ પોતાની છાતી પર મસળવા લાગ્યો. એ બાથરૂમ તરફ જતો હતો એ જ સમય દરમિયાન તેનો ફોન રણક્યો. ડિસ્પ્લે પર ‘નરસિંહ’ લખેલું હતું.

“ખરા સમયે જ ડિસ્ટર્બ કરે છે તું” ગજેન્દ્રસિંહે અણગમો વ્યક્ત કર્યો.

“નાયબ મુખ્યમંત્રીને તું આવું કહે છો સાલા ?”

“ક્યાંનો નાયબ મુખ્યમંત્રી !!, લંપટ છે તું એક નંબરનો” ગજેન્દ્રસિંહ હસતાં હસતાં બોલ્યો, “ફોન શું કામ કર્યો એ બોલ”

“પેલાં વિરલનું શું થયું ?” નરસિંહ વર્માએ પૂછ્યું, “બે દિવસ પછી આચારસંહિતા લાગી જશે”

“હજી એકવાર હું એને મનાવવાની કોશિશ કરું છું, ના માને તો એ કહેતો હતો એનાં જ હાથે મરવવાનો પ્લાન છે આપણી પાસે”

“તું શું કરીશ એ મને નથી ખબર, ત્રણ દિવસ પછી ચૂંટણી છે, આ વખતે કોઈ કાંડ બહાર આવે હું નથી ઇચ્છતો”

“તું ચિંતા ના કર, આ વખતે એવું કશું નથી થવાનું”

“આજે કોણ છે ?” નરસિંહ વર્માએ વાત બદલતાં પૂછ્યું.

“નવી જ છે કોઈક, રસમલાઈ છે. આજની રાત તો રંગીન થવાની છે” ગજેન્દ્ર ફરી વાસનાભર્યા અવાજે બોલ્યો.

“તારે જલસા છે હો, અહીં તો એ જ ઘસાઈ ગયેલી મળે છે” નરસિંહ વર્માએ કહ્યું.

“ હવે મને તો મજા લેવા દે, પછી તારાં વિશે વિચારીશું. ફોન રાખું છું”

બંને બાજુથી સબંધ વિચ્છેદ થઈ ગયો.

“રાજુ” ગજેન્દ્રસિંહે ડ્રાઇવરને અવાજ આપ્યો, રાજુ નામનો ડ્રાઇવર દોડીને તેની પાસે આવ્યો.

“એડ્રેસ વોટ્સએપ કરું છું, લઈ આવ જલ્દી” રાજુનાં હાથમાં પાંચસોની એક નોટ રાખતાં ગાજેન્દ્રસિંહે કહ્યું.

“જી સાહેબ” સલામી કરી, સર ઝુકાવી રાજુ નીકળી ગયો.

રાજુનાં ગયાં પછી ગજેન્દ્રસિંહે રૂમમાં ગયો, રૂમને સુહાગરાતનાં રૂમની જેમ સજાવેલો હતો. બરોબર વચ્ચે બેડ પર ગુલાબની પાંદડીઓ પાથરેલી હતી, બાજુમાં ટેબલ પર એક વ્હીસ્કીની અને એક કિન્ડલની બોટલ હતી, તેની બાજુમાં વેફર્સ અને ચીપનાં પેકેટ હતાં. બેડની બીજી બાજુ ટેબલ પર જુદી જુદી બ્રાન્ડનાં પરફ્યુમ, રૂમ ફ્રેશનર, માઉથ ફ્રેશનર હતાં.

આતુરતાથી એ કોઈની રાત જોતો વોટ્સએપમાં ફોટો ઝૂમ કરીને જોઈ રહ્યો હતો. એ પોતાની રાત રંગીન કરવાના મૂડમાં હતો પણ તેની આ રાત આમવાસની કાળી રાત કરતાં પણ ભયંકર જશે એ વાતથી એ અજાણ હતો.

બીજી તરફ –

અક્ષય મીરાને સૂચનો આપી રહ્યો હતો. આમ તો મીરાં ખૂબસુરતી જ હતી પણ બ્યુટીપાર્લરમાં ત્રણ કલાકની મહેનત પછી તેની ખૂબસુરતીમાં દસ ગણો વધારો થઈ ગયો હતો. મીરાંને જોઈને કોઈ પણ પુરુષનું મન ડગી જાય એટલી તેનાં પર મહેનત કરવામાં આવી હતી.

“કાજલનો ફોન આવી ગયો છે, થોડીવારમાં જ ગજેન્દ્રનો ડ્રાઇવર તને લેવા આવશે. મેં કહ્યું એ બધું બરાબર યાદ રાખજે. ગજેન્દ્રસિંહ પોતાનાં બધાં ગુન્હા જાતે કબૂલ કરે એની જવાબદારી તારી છે. વીડિયો રેકોર્ડ થાય એટલે સૌથી પહેલા મને કૉલ કરજે અને તારાં કપડામાં માઇક્રોચીપ લગાવેલી જ છે. તું મુસીબતમાં જણાઈશ તો બેકઅપ માટે બે ટિમ તેનાં (ગજેન્દ્રસિંહ ઝાલા) બંગલાની આસપાસ તૈનાત કરવામાં આવી છે”

“તમે બેફિકર રહો સર, ગજેન્દ્ર જેવા ઘણાં બધાં લંપટોને મેં ઘુળ ચંટાવી છે” મીરાંએ આત્મવિશ્વાસ સાથે કહ્યું.

“બેસ્ટ ઑફ લક” અક્ષયે કહ્યું. મીરાંએ થેંક્યું કહ્યું અને હોટલ બહાર આવી ગઈ. કાજલે એક હોટલનું સરનામું આપ્યું હતું જ્યાંથી મીરાંને પિક કરવાની હતી. થોડીવારમાં રાજુ નામનો ડ્રાઇવર આવી પહોંચ્યો. ગજેન્દ્રસિંહે તેને જે ફોટો વોટ્સએપ કર્યો હતો એ ચહેરો જોઈ તેણે કાર રોકીને દરવાજો ખોલ્યો. મીરાં તેમાં બેસી ગઈ.

થોડીવારમાં કાર તેનાં મુકામે પહોંચી ગઈ. મીરાં નર્વસ હતી. આજની રાત હેમખેમ નીકળી જાય, રસ્તામાં મીરાં ભગવાનને એ જ પ્રાર્થના કરતી હતી.

ડ્રાઇવર મીરાને ગજેન્દ્રસિંહનાં રૂમ સુધી પહોંચાડી પાછો વળ્યો. મીરાં રૂમમાં પ્રેવેશી. રૂમની લાઈટો બંધ હતી. અંદર પ્રવેશી એટલે તેનાં પગમાં મુલાયમ ચિઝનો સ્પર્શ થયો. અચાનક રંગીન લાઈટો શરૂ થઈ. મીરાં સામે જે નજારો હતો એ મંત્રમુગ્ધ કરી દે એવો હતો. પુરા રૂમને ફૂલોથી સજાવી દેવામાં આવ્યો હતો, પૂરો રૂમ પરફ્યુમની સુગંધથી મહેકતો હતો. સામેના ટેબલ પર વ્હીસ્કીની એક બોટલ પડી હતી. એ બોટલ જોઈને મીરાનાં ચહેરા પર સ્મિત ફરી વળ્યું.

“પછી ડ્રીંક કરીશ કે પહેલાં ?” ગજેન્દ્રસિંહે માદક પણ શાંત સ્વરે પુછ્યું. એ બેડ પર બેઠો હતો.

“ઉતાવળ શેની છે ?” મીરાંએ એ જ મદહોશ મિજાજે જવાબ આપ્યો, “આપણી પાસે પુરી રાત છે, પહેલાં ડ્રિંક કરી લઈએ પછી રમત જ રમવાની છે”

મીરાંની વાત સાંભળીને ગજેન્દ્રસિંહ વધુ ઉત્તેજિત થઈ ગયો, ઉભો થઈ એ મીરાંને પોતાનાં તરફ ખેંચવા ઇચ્છતો હતો પણ એ આ તડપને મહેસુસ કરવા ઇચ્છતો હતો. લાંબા સમય પછી આજે એ આટલી બધી ઉત્તેજના મહેસુસ કરી રહ્યો હતો. મીરાંએ લાલ બોડી ફિટ ગાઉન પહેર્યું હતું, તેનાં ઉરોજને સ્પર્શતું એ ગાઉન ગજેન્દ્રસિંહને વધુ ઉત્તેજિત કરી રહ્યું હતું. વાસનાને વશ થઈ એ વારંવાર મીરાંના ઉરોજ પર નજર કરતો હતો.

“સ્ટ્રોંગ બનાવું કે લાઈટ ?” ગજેન્દ્રસિંહે વ્હીસ્કીની બોટલ હાથમાં લેતા પુછ્યું.

“તમે જ બધુ કરશો તો હું શું કરીશ ?” મીરાંએ હોઠ મરોડ્યા અને વ્હીસ્કીની બોટલ હાથમાં લઈ ટેબલ તરફ ફરી ગઈ. મીરાંની આ અદાથી ગજેન્દ્રસિંહ પાણીપાણી થઈ ગયો. મીરાં પાછળ ફરી એટલે ગજેન્દ્રસિંહે મીરાંની પીઠ પર અને હિપ પર નજર કરી. તેની આંખોમાં હવસનાં શેરડા પડવા લાગ્યા હતા.

“આજે તો બંનેની રાતો રંગીન થવાની છે” મીરાંએ બંને માટે પેગ ભરતાં કહ્યું. ગજેન્દ્રસિંહ મીરાંની વાતો ધ્યાનથી સાંભળી રહ્યો હતો, મીરાં ચાલાકીથી તેનું ધ્યાન ભટકાવીને એક ગ્લાસમાં વધુ અને બીજાં ગ્લાસમાં કહેવા પૂરતો દારૂ રેડ્યો. પછી બંનેમાં આઇસ ક્યૂબ નાંખીને ગ્લાસને પાણીથી ભરી દીધાં. જે ગ્લાસમાં વધુ વ્હીસ્કી હતી એ ગજેન્દ્રસિંહનાં હાથમાં આપી તેણે ચિયર્સ કરવા ગ્લાસ ઊંચો કર્યો.

“આજની રાત આપણાં બંનેના નામે” ગજેન્દ્રસિંહે હવસભર્યું સ્મિત કરીને કહ્યું, “ચિયર્સ !!”

“ચિયર્સ !!” મીરાંએ ગ્લાસ ઉથડાવ્યો અને એક સિપ ગળા નીચે ઉતારી. સામે ગજેન્દ્રસિંહે હવસ શમાવવાની તાલાવેલીમાં એક શ્વાસે બધો દારૂ પેટમાં ઠાલવી દીધો. મીરાં તેની આ હરકત જોઈને મનમાં મુસ્કુરાઇ રહી હતી. એ જેમ ઇચ્છતી હતી તેમ જ ગજેન્દ્રસિંહ વર્તતો હતો. મીરાંએ ધીમે ધીમે બે ઘૂંટ પીધાં. હજી તેનો અડધો ગ્લાસ ખાલી નહોતો થયો ત્યાં ગજેન્દ્રસિંહે મીરાંનો હાથ પકડીને પોતાનાં તરફ ખેંચી, “હવે નથી રહેવાતું છોકરી” કહેતાં એ મીરાંની એકદમ નજીક આવી ગયો.

(ક્રમશઃ)

Share

NEW REALESED