laif lain books and stories free download online pdf in Gujarati

લાઈફ લાઈન

*લાઈફ લાઈન*. ટૂંકીવાર્તા... ૨૬-૫-૨૦૨૦

અશોકભાઈ બેટા એક વચન આપ કે મારાં ભાઈબંધ રમેશ ની દિકરી શીતલ સાથે તું લગ્ન કરીશ..
હિમાંશુ પપ્પા આ સમય આ બધી વાતો માટે નથી પહેલાં આપ સાજા થઈ જાવ પછી વાત..
અશોકભાઈ ને એટક આવ્યો હતો એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા અને બે નળી બ્લોક હોવાથી સ્ટેન્ડ મૂકાવું પડ્યું..
રમેશ ભાઈ અને શીતલ દોડધામ કરી અને ટીફીન પહોંચાડતાં હતાં..
એક અઠવાડિયા પછી અશોકભાઈ એ હિમાંશુ ને કોલજ જતાં રોકીને ફરી શીતલ સાથે લગ્ન કરવા વાત કરી...
હિમાંશુ ડોક્ટર નું ભણતો હતો અને આ છેલ્લું વર્ષ હતું પોતાની સાથે ભણતી કેતકી એ બન્ને એકબીજાને પ્રેમ કરતા હતા અને ડોક્ટર બન્યા પછી લગ્ન કરવા એવું નક્કી કર્યું હતું..
પણ હિમાંશુ પિતાને કહી શકતો નહોતો કારણકે એનાં જન્મ પછી માતાને ગર્ભાશયમાં ઇન્ફેક્શન લાગતાં બચી શક્યાં નહીં અને પિતાએ એકલાં હાથે મોટો કર્યો હતો અને પાછો આ હ્રદય રોગનો હુમલો આવ્યો હવે કેમ કરીને કેહવુ ની વિસામણમાં એણે હા પાડી પણ શર્ત રાખી કે ડોક્ટર બનુ પછી...
અશોકભાઈ ખુશ થયાં એમણે રમેશ ભાઈ ને ફોન કરીને ખુશખબર આપી દીધી..
એક સારાં મૂહુર્તમાં હિમાંશુ અને શીતલ ની સગાઈ કરી દીધી...
કેતકીને સમાચાર મળતાં જ એણે હિમાંશુ જોડે ઝઘડો કર્યો..
હિમાંશુ એ સમજાવા કોશિશ કરી પણ એણે એક વાત નાં સાંભળી અને ભણવાનું છોડીને નાતના એક છોકરાં સાથે લગ્ન કરી લીધા જેથી હિમાંશુ ને ખબર પડે..
શીતલ બીકોમ નાં છેલ્લા વર્ષમાં હતી..
શીતલ દેખાવે, સ્વભાવે બધીજ રીતે સરસ હતી પણ હિમાંશુ નાં મનમાં કેતકી રમતી હતી...
હિમાંશુ ડોક્ટર બન્યો અને હવે એણે એવું કહ્યું કે હું પ્રેક્ટિસ કરીને થોડો સ્થિર થવું એટલે લગ્ન કરીશ...
અશોકભાઈ એ વાત સ્વીકારી...
હિમાંશુ ની પ્રેક્ટિસ ધમધોકાર ચાલી અને એનું નામ થઈ ગયું એટલે અશોકભાઈ એ સારું મુહૂર્ત જોવડાવી એક શુભ દિવસે શીતલ અને હિમાંશુ નાં " એરેન્જ મેરેજ " કરાવી દીધા...
લગ્ન ની પહેલી રાત્રે જ હિમાંશુ એ શીતલને પોતાના પ્રેમની વાત કરી અને કહ્યું કે કેતકી એ લગ્ન કરી લીધા છે પણ તને અપનાવતાં મને સમય લાગશે તો એ સમય તું આપી શકીશ...
શીતલે હા કહી...
આમ બન્ને અશોકભાઈ સામે પતિ-પત્ની નાં પ્રેમ નું નાટક કરતાં...
શીતલ અશોકભાઈ અને હિમાંશુ ની ખુબ જ સારસંભાળ રાખતી...
હિમાંશુ પણ શીતલ ની આ મૂક સેવાઓ અને લાગણીઓ થી શીતલ ને પ્રેમ કરવા લાગ્યો...
અશોકભાઈ બન્ને ને સાથે જોઈને ખૂબ હરખાતાં..
એમ કરતાં લગ્ન ને બે વર્ષ ઉપર થઈ ગયા હતાં..
એટલે અશોકભાઈ દાદા બનવાની માંગણી કરતાં હતાં.
અને શીતલ અને હિમાંશુ હસીને વાત ને ટાળી દેતાં...
અચાનક એક દિવસ શીતલે ખુશખબર સંભળાવી..
અશોકભાઈ તો ખુબ ખુશ થયાં..
પૂરાં દિવસો એ શીતલે બે જોડીયા બાળકોને જન્મ આપ્યો..
પહેલાં દિકરો જન્મ્યો દેવ અને પછી દિકરી જન્મી પાયલ..
ઘરમાં તો ખુશીઓ નો માહોલ છવાયો..
બન્ને છોકરાઓ ચાર વર્ષ નાં થયા અને ફરી અશોકભાઈ ને હ્રદય રોગનો હુમલો આવ્યો હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં જ એમનું મૃત્યુ થયું ...
આમ કરતાં એક વર્ષ થયું અને હિમાંશુ ડોક્ટરો ની ફાર્મ હાઉસ પર પાર્ટી હતી ત્યાં ગયો..
ઘરમાં શીતલ અને બાળકો એકલાં હતાં અને અચાનક જ સીડી ઉતરતાં શીતલ નો પગ લપસ્યો અને એ ઉપરથી નીચે પટકાતા એને માથું અથડાતાં લોહી નીકળતું હતું એણે હિમાંશુ ને ફોન કર્યો પણ હિમાંશુ આવે ત્યાં સુધીમાં એ બેભાન થઈ ગઈ હોસ્પિટલ લઈ જવામાં આવી પણ લોહી વધું નિકળી ગયું હતું અને માથામાં વધુ વાગવાથી એ બચી નાં શકી...
રમેશ ભાઈ અને સરોજબેન દેવ અને પાયલ ને સંભાળતા હતાં...
પણ હિમાંશુ ને કોણ સંભાળે???
એટલે રમેશ ભાઈ એ બીજા લગ્ન કરી લેવા હિમાંશુ ને ખૂબ સમજાવ્યો અને નાનાં છોકરાં ને મા નો પ્રેમ કોણ આપે એમ કહીને રાજી કર્યો...
આ બાજુ કેતકી મા નાં બની શકી એટલે એને છૂટાછેડા આપ્યા હતા એટલે એ પિયરમાં હતી..
એક બહેનપણી દ્વારા વાત જાણી એટલે એણે હિમાંશુ ને ફોન કર્યો અને લગ્ન કરવા તૈયાર છે એવું કહ્યું..
અને કહ્યું કે પોતે મા બની શકે એમ નથી એટલે સંતાનોને ખુબ જ પ્રેમ આપીશ જેથી એમને જન્મ આપવા વાળી મા કોણ અને પાલક મા કોણ એ ખબર નહીં પડે..
હિમાંશુ તો રાજી થઈ ગયો અને કોર્ટમાં મેરેજ કર્યા..
એટલે રમેશભાઈ સરોજબેન પોતાના ઘરે ગયા..
રવિવારે હિમાંશુ ઘરે હતો એટલે એ બગીચામાં રહેલાં છોડ ની દેખભાળ કરી ખાતર નાંખતો હતો..
ત્યારે દેવ અને પાયલ પણ જોડે જ ઉભા હતા..
અચાનક પાયલે એક નાનો બારમાસી નો છોડ ઉખાડી ને હિમાંશુ ને આપતાં કહ્યું કે પપ્પા આ બીજી માટીમાં ઉગશે...
આમ કહીને એ હિમાંશુ સામે જોઈ રહી..
હિમાંશુ એ દેવ અને પાયલ નાં મોં સામે જોયું અને એ વિચારમાં પડી ગયો...
બીજા દિવસે એ સવારે દવાખાને જવાનું કહીને નિકળ્યો અને દવાખાનામાં જઈ કંપાઉન્ડર ને કહ્યું કે એક ઈમરજન્સી કામ છે હું કલાકમાં આવું તું કોઈ બહું જ તકલીફ વાળા હોય એને બેસાડજે બાકીના ને સાંજે આવવાનું કહેજે એમ કહીને એ ઘરે આવ્યા અને પાછળ નાં દરવાજાની જાળી માંથી અંદર નજર કરી તો આંખો ફાટી ગઈ...
કેતકી સોફા ઉપર પગ લાંબા કરીને સફરજન ખાતી હતી અને પાયલ પગ દબાવતી હતી અને દેવ રૂમમાં પોતું મારતો હતો...
એકદમ જ કેતકી જોરથી પગ દબાવ નહીં તો તારી મા પાસે મોકલી દઈશ અને દેવ ને ધમકી આપતા જો તારાં પિતા ને કંઈ પણ કહ્યું તો તારી બહેનને ભૂખે મારીશ..
આ સાંભળીને અને જોઈને હિમાંશુ એ આગળ નાં દરવાજે બેલ મારી...
દરવાજો ખૂલ્યો તો પાયલ અને દેવ ગભરાઈ ગયેલા હતાં...
હિમાંશુ એ કેતકી ને એક લાફો માર્યો અને કહ્યું કે મારાં પિતાએ એરેન્જ મેરેજ કરાવ્યા એ બરાબર હતાં તું તો સ્ત્રી જાતિનું અપમાન છે ભગવાને તને મા નહીં બનાવીને એક તક આપી હતી મા બનવાની પણ તું પ્રેમ શબ્દ કે મા ની મમતા નામ પર એક કંલક છે નીકળી જા મારાં ઘરમાં થી આ ઘરનાં દરવાજા તારી માટે બંધ છે...
આમ કહીને બાળકો ને રમેશ ભાઈ અને સરોજબેન ને સોંપી કોવિડ હોસ્પિટલમાં સેવા આપવા જતો રહ્યો હિમાંશુ...
કોરોના વાઈરસ થી સંક્રમિત થયેલા લોકોની સેવા કરતાં કરતાં એક દિવસ એ જ સંક્રમિત થયો અને આ દુનિયા ને છોડી ઉપર ઈશ્વર ધામમાં પહોંચી ગયો...
ભાવના ભટ્ટ અમદાવાદ.....