There is something! Part 12 books and stories free download online pdf in Gujarati

કંઈક તો છે! ભાગ ૧૩



એ યુવતીએ આખા ચહેરાને દુપટ્ટાથી ઢાંકી દીધો હતો. સુહાની એ યુવતીની આંખો જોઈ રહી.
એ યુવતીએ સુહાનીને કહ્યું "સુહાની ઉભી ઉભી શું કરે છે? ચાલ મારી સાથે."

સુહાની અવાજ ઓળખી ગઈ.

સુહાની:- "દેવિકા તું આટલી રાત્રે અહીં શું કરે છે?"

દેવિકા:- "આજે અમાસની રાત છે."

સુહાની:- "તો?"

દેવિકા:- "આજે કદાચ શૈતાન પૂજા કરશે..અને અગણિત શક્તિઓ ધારણ કરશે."

સુહાની:- "તો આપણે શું કરવાનું છે?"

દેવિકા:- "આપણે રાજન પર નજર રાખવાની છે."

સુહાની:- "દેવિકા મને ડર લાગે છે."

દેવિકા:- "હું છું ને તારી સાથે. ડરવાની કોઈ જરૂર નથી."

દેવિકા અને સુહાની ચાલતાં ચાલતાં જાય છે.

સુહાની:- "તને કેવી રીતના ખબર પડી કે આજે શૈતાન પૂજા કરશે."

દેવિકા:- "મને મારા ગુરુજીએ કહ્યું."

સુહાની:- "તો હવે આપણે ક્યાં જઈએ છીએ?"

દેવિકા:- "રાજનની પાછળ."

સુહાની:- "આ તારા હાથમાં શું છે?"

દેવિકા:- "ફાનસ છે."

સુહાની તો દેવિકા સાથે વાત કરતી કરતી જાય છે. સુહાની નું ધ્યાન ગયું કે એ લોકો પેલાં સૂમસામ રસ્તે જઈ રહ્યા છે.

સુહાની:- "દેવિકા આ તો પેલો સૂમસામ રસ્તો છે. દેવિકા હું તો ડરના માર્યાં જ મરી જઈશ. આપણે ફરી ક્યારેક જઈશું પણ આજે નહીં. આમ પણ આજે અમાસની રાત છે. કેટલું અંધારું છે."

દેવિકા:- "અમાસની રાત છે એટલે જ તો હું રાજનની પાછળ પાછળ આવી છું. ને આવા કામ અમાસની રાતે જ થાય."

સુહાની:- "મતલબ?"

દેવિકા:- "મધ્યરાત્રિ એટલે કે રાત્રે ૧૨ વાગ્યાથી રાતના ૩ વાગ્યા સુધીમાં શૈતાની શક્તિઓ વધી જાય છે. આ સમયે અદૃશ્ય શક્તિઓ, ભૂત, પિશાચનો કાળ હોય છે. આ સમયમાં આ શક્તિ વધુ પડતી પ્રબળ થઈ જાય છે."

સુહાની:- "પૂનમની રાત્રે પણ આપણે જઈ શકીએ ને! પૂનમની રાત્રે પણ આવી શક્તિઓ વધારે સક્રિય હોય છે ને!"

દેવિકા:- "હા પણ આજે સારો અવસર છે. કંઈ નહીં થાય. તું ચાલ મારી સાથે."

સુહાનીએ રસ્તા તરફ જોયું તો રાજન ઝડપથી પગલાં ભરીને જઈ રહ્યો હતો.

ઘોર અંધારી રાત હતી. જીવજંતુઓના જાતજાતના અવાજ આવતાં હતાં. પવનના સૂસવાટાઓને લીધે સૂકા પાંદડાંઓનો અને ઝાડી ઝાંખરાઓનો અવાજ વધારે બિહામણો લાગતો હતો. એટલામાં જ ઝાંઝરી નો છમછમ અવાજ આવે છે ને થોડીવાર પછી એક યુવતી અટ્ટહાસ્ય કરતી હોય એવો અવાજ આવે છે. સુહાનીને તો રાતની ઠંડીમાં પણ પરસેવો આવી જાય છે. ભયાનક ગાઢ અંધકારમાં સુહાનીની આગળ ચાલવાની હિમંત જ નહોતી થતી.

સુહાની ચાલતાં ચાલતાં ઉભી રહી જાય છે અને કહે છે "દેવિકા પાછા વળી જઈએ. મને ખૂબ જ ડર લાગે છે."

દેવિકા:- "ઉભું રહેવાય તેમ નથી. રાજન ક્યાં જાય છે તે જોવું પડશે. ચાલ આપણી પાસે એટલો ટાઈમ નથી."

એટલામાં જ એક વિશાળ ચામાચીડીયુ સુહાની અને દેવિકા તરફ આવે છે. સુહાનીના તો રુંવાડા ઉભા થઈ ગયા. સુહાનીથી ચીસ પડાઈ ગઈ. સુહાની તો ડરને લીધે ધ્રૂજી રહી હતી.

સુહાની:- "દેવિકા જરૂર આટલે કંઈક તો છે. જો હું આટલે ઉભી રહીશ ને તો બીકને લીધે હું એમ જ મરી જઈશ."

દેવિકાએ નજર કરી તો દૂર દૂર સુધી રાજન ન દેખાયો. દેવિકા પણ થોડી ડરી ગઈ હતી. દૂર દૂર સુધી સૂમસામ રસ્તો દેખાતો હતો.

દેવિકા:- "ચાલ પાછા વળી જઈએ."

સુહાની:- "ચાલ જલ્દી."

સુહાની અને દેવિકા જલ્દી જલ્દી ચાલે છે.

બીજા દિવસે સુહાની સવારે ઉઠે છે. સુહાની ગઈ કાલ રાતની ઘટના વિશે વિચારતી હતી. ગઈકાલે રાત્રે કાળા કપડાં વાળી વ્યક્તિ કોણ હશે? લગભગ તો રાજન જ હતો. હા રાજન જ કાળા કપડાં પહેરે છે."
એટલામાં જ પેલું બાજ પક્ષી આવ્યું. એ પક્ષીને જોઈ સુહાનીને એક પ્રકારની ખુશી થઈ. સુહાની વિચારે છે કે આ પક્ષીમાં કંઈક તો છે!

સુહાની કૉલેજ પહોંચે છે. સુહાની દેવિકાને મળવા જાય છે તો દેવિકા ક્લાસમાં નથી હોતી. સુહાની પોતાના ક્લાસ તરફ જાય છે. ક્લાસમાં જઈને જોયું તો રાજન બેઠો જ હતો.

રાજન સુહાની પાસે આવે છે.

સુહાની:- "રાજન તારા માતા પિતા નથી. અને તું એકલો રહે છે તો તને ડર નથી લાગતો?"

રાજનથી હસાઈ જાય છે. રાજનને હસતાં જોઈ સુહાનીને એમ લાગ્યું કે મૂર્ખાઈભર્યો સવાલ પૂછાઈ ગયો.

રાજન:- "ના મને વળી શેનો ડર?"

સુહાની મનોમન કહે છે "હા એક શૈતાન વળી કોનાથી ડરવાનો?"

સુહાની:- "તારું ઘર ક્યાં છે?"

રાજન:- "મારું ઘર તારા ઘરની પાસે જ છે."

સુહાની:- "એવું પણ ક્યા? મેં તો તારું ઘર જોયું જ નથી."

રાજન:- "પેલો સૂમસામ રસ્તો છે ને ત્યાં છે."

સુહાની:- "હા પણ ત્યાં તો જંગલ છે."

સુહાની મનોમન જ કહે છે "સુહાની તું પણ શું પૂછે છે? રાજન શૈતાન છે તો એનું ઘર જંગલમાં જ હોવાનું ને!"

રાજન:- "મને જંગલોમાં ખૂબ જ ગમે છે. હું તને લઈ જવા મારા ઘરે."

સુહાની કંઈ બોલી નહીં.

રાજન:- ''તું આવીશ ને ઘરે?''

સુહાની:- "હા આવીશ."

થોડા દિવસ પછી પૂનમની રાતે ફરી દેવિકા સુહાનીના ઘરે પહોંચે છે.

સુહાની:- "દેવિકા તે દિવસે એ સૂમસામ રસ્તે ગયા તે ગયા પણ આજે નહીં આવું હું."

દેવિકા:- "સુહાની તારે ન આવવું હોય તો કંઈ નહીં પણ હું તો જઈશ જ."

દેવિકા એ સૂમસામ રસ્તા તરફ ચાલવા લાગી. સુહાની વિચારે છે કે "દેવિકા મારી મિત્ર છે. તો હું એને આમ એકલી કેમ કેમ જવા દઉં? દેવિકા છે ને બહુ જીદ્દી છે. ડર તો ખૂબ લાગે છે પણ શું કરું? જવું તો પડશે જ. હે ભગવાન અમારી રક્ષા કરજે."

સુહાની:- "દેવિકા ઉભી રહે. હું પણ આવું છું."

સુહાની લગભગ દોડીને દેવિકા પાસે પહોંચી જાય છે.

દેવિકાથી હસાઈ જાય છે.

સુહાની:- "દેવિકા તું કેમ હસે છે?"

દેવિકા:- "મને ખબર જ હતી કે તું આવશે જ અને તું મારો સાથ આપીશ જ."

સુહાની ભગવાનનું નામ લેતા લેતા જતી હતી.

દેવિકા:- "જો સુહાની પેલાં યુવકને. રાજન જ છે."

સુહાની:- "હા રાજન જ છે. પણ એ આટલી રાતના શું કરવા જાય છે?"

દેવિકા:- "એ જ તો જાણવાનું છે. એટલે જ તો હું રાજનની પાછળ જાઉં છું. તે દિવસે પણ આપણને ખબર પડી ગઈ હોત પણ તું એટલી બધી ડરી ગઈ હતી ને!"

સુહાની:- "આજે જે થવાનું હોય તે થાય પણ આપણે રાજન ક્યાં જાય છે અને શું કરે છે તે જોઈને જ રહીશું."

દેવિકા અને સુહાની રાજનની પાછળ પાછળ જ રહ્યા. ખાસ્સુ ચાલ્યા પછી રાજન જંગલ તરફ વળી ગયો. સુહાની અને દેવિકા પણ જંગલ તરફ વળી ગયા.

દેવિકા:- "રાજન ક્યાં જતો રહ્યો?"

સુહાની:- "હા અત્યાર સુધી તો અહીં જ હતો."

સુહાની અને દેવિકા ધીમેથી વાતો કરતાં કરતાં જાય છે. થોડે સુધી ચાલે છે.

દેવિકા:- "સુહાની મને લાગે છે કે તે દિવસની જેમ આજે ફરી રાજન છટકી ગયો. ચાલ હવે ફરી કોઈક દિવસે આવીશું."

"નહીં ફરી નહીં. આજે જ આપણે જાણીને રહીશું." એમ કહી સુહાની થોડે દૂર આંગળીથી બતાવે છે.

દેવિકાએ જોયું તો થોડે દૂર કંઈક પ્રકાશ જેવું દેખાય છે.

દેવિકા અને સુહાની આગળ વધે છે.

દેવિકા અને સુહાની જેમ જેમ આગળ વધતાં ગયા તેમ તેમ એ લોકોએ જોયું કે વચ્ચોવચ્ચ કુંડમાં અગ્નિ પેટાવી પૂજા-હવન કરી રહ્યા હતા. આસપાસ દસેક જણ બેઠાં હતાં. કંઈક મંત્રજાપ કરી રહ્યા હતા.
સુહાની અને દેવિકા થોડે નજીક જઈ એક વૃક્ષ પાછળ સંતાઈ ગયા. અને જોવા લાગ્યા કે આ લોકો શું કરી રહ્યા છે.

સુહાની અને દેવિકાએ એક કોટવાળી વ્યક્તિ અને એક યુવતીને બેઠેલા જોયા. પણ એ લોકો એવી રીતે બેઠાં હતા કે સુહાની અને દેવિકા એનો ચહેરો ન જોઈ શક્યા.

સુહાની:- "જો પેલો કોટવાળો યુવક રાજન જ છે. પણ પેલી યુવતી કોણ છે?"

દેવિકા:- "ખબર નહીં."

થોડી ક્ષણો પછી પેલી યુવતીએ પાછળ મૂકેલો સામાન લીધો. સુહાની અને દેવિકાએ એ યુવતીનો ચહેરો જોયો તો એ ચૈતાલી હતી.

ક્રમશઃ