Wafa or Bewafa - 13 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 13


" મમ્મા...... મમ્મા.... "
આહાનના અવાજથી આરુષિ પાછી વર્તમાન સમયમાં આવી જાય છે. વરસાદ ઓછો થઈ ગયો હોય છે..
લોકો બધાં પોતપોતાનાં કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. રસ્તા પર લોકોની રોજ બરોજની સામાન્ય પરિસ્થિતિ જોવા મળે છે.. વરસાદ થંભી જવાની સાથે આરુષિની યાદો પણ ત્યાં થંભી જાય છે. આરુષિને ભાન થાય છે કે બહુ ટાઈમ થઇ ગયો.. લગભગ છ વાગી જાય છે...

આહાન ઉઠીને આરુષિને શોધતા શોધતા બાલ્કનીમાં આવી જાય છે... આહાનને જોઈ આરુષિ બોલે છે,
" અરે રે... ઉઠી ગયો મારો દીકો..."
"મમ્મા.. બા..." આહાન
"બા પીવું છે....આવી જા... પકી લઉ .....મારા ‌પ્રિન્સને..બા પીવા જઈએ" આરુષિ.
જતાં જતાં આહાન જોડે વાત કરતી જાય છે..
"આહાન‌....કાલે તો આપડે મામા ઘેર જઈશું..... મામા બઉ બધી ચોકેટ.... લાવશે.... પછી ફવા જઈશુ....."

આરુષિ આહાનને પાણી પીવડાવે છે.. પછી નાસ્તો આપીને અજેશભાઈને ફોન કરે છે...
"હેલો... કેમ છો પપ્પા...?? " આરુષિ
"મજામાં બેટા... બોલ સારું છે ને.. શું કરે છે આહાન??" અજેશભાઈ
"હા....બસ ઉઠીને હવે નાસ્તો કરે છે.. અને અમે કાલે અમદાવાદ આવીએ છીએ." અજેશભાઈ
"એ તો ખૂબ સરસ ... બધાં આવશો કે..!?" અજેશભાઈ
"ના પપ્પા.. આહાનના પપ્પા બિઝનેસ કામથી બહાર ગયા છે ફોન આવ્યો હતો કે આવતા એક વીક લાગશે.. તો અમે એટલાં દિવસ ત્યાં આવી જઈએ...આમ પણ ઘણા સમયથી આવી નથી.." આરુષિ
"સારું બેટા ભલે... સાચવીને આવજો... મળીએ..તારા મમ્મી તો આહાનને જોઈ ખુશ થઈ જશે.બહુ યાદ કરે છે. " અજેશભાઈ
"સારું પપ્પા..."
ફોન મૂકે છે..

બીજા દિવસે સવારે વહેલા તૈયાર થઈને આરુષિ અને આહાન અમદાવાદ ‌આવવા માટે નીકળી જાય છે..
બપોર થતાં બંને અમદાવાદ આવી પહોંચ્યા. રૉકી તેને બસ સ્ટેન્ડ લેવા માટે જાય છે.

રસ્તામાં આવતા એ બધી જગ્યાઓ આવે છે.જે તેને અને અયાનના સંબંધનો ગોલ્ડન સમય પસાર કર્યો હતો.
અને એક પછી એક જગ્યાઓ સાથે જોડાયેલી યાદ પણ એક ફ્લેશની જેમ પસાર થતી જાય છે.

થોડીવારમાં ઘર આવી જાય છે. રમાબેન તો બહાર જ વેઈટ કરતાં ઊભાં છે..
"મારો છોકરો આવી ગયો... મોટું થઈ ગયું.. દિકુ....- ઊંચો કરીને ખૂબ વહાલ વરસાવી દીધો..‌
" ત્રણ ચાર મહિના પછી જોવા મળે છે રુબરુમાં ...આમ તો વિડિયોમા જોઈને સંતોષ માનવો પડે.."

એટલામાં અંદરથી અજેશભાઈનો અવાજ આવ્યો... બધી વાતો બહાર જ કરી લઈશ.. પહેલાં અંદર તો આવા દે...
આરુષિ અંદર આવતાં બોલે છે,
" પપ્પા, આ તો નાનીનો પ્રેમ કહેવાય તમને ના‌ ખબર પડે.. " એમ કહી હસે છે.. અને અજેશભાઈ જોડે જઈ બેસી જાય છે..
એટલામાં હું મારા પપ્પાનો વ્હાલ લઈ લઉ.....
"હા.. આરુ આવી ગઈ એટલે બાપ દીકરી એક થઈ ગયા.." રમાબેન.
અજેશભાઈ માથે હાથ ફેરવતા બોલ્યા,
" હા, મારી આરુ તો મારા માટે હજુ પણ નાની જ છે..."

"મમ્મી જો...આરુ આવી ગઈ એટલે પપ્પા તો હવામાં ઉડવા‌ લાગ્યા.." રૉકી
"હા, પપ્પા કંઈક બળી ગયું લાગે છે.." આરુ રૉકીને ખિજવતા બોલે છે..
અજેશભાઈ સાથ પૂરે છે, "ના બેટા જેલસીની બૂ આવે છે..."
.
અને બંને જણા હસી પડ્યા...
" બસ.. મારા દીકરાને ચીડવશો નહીં.. આરુ ફ્રેસ થઈ આવો..
જમવાનું તૈયાર છે.. " રમાબેન

આરુષિ આહાનને લઈને ફ્રેસ થવા જાય છે..
પછી બધા સાથે જમે છે... જમીને બધા વાતો કરવા બેસે છે.. આહાનની મસ્તી અને કાલુ કાલુ બોલી... તૂટક તૂટક શબ્દો ... માં બહુ બધી વાતો... બધાંને સાંભળવાની મજા આવી જાય છે...
આહાન પાછળ આખો દિવસ પસાર થઈ જાય છે.ખબર રહેતી નથી..

રાત્રે ડીનર માટે બહાર જવાનો પ્લાન બને છે.
આહાનને રમવા માટે ગાર્ડનમાં લઈ જાય છે. પછી ડીનર કરીને બધા ઘરે પાછા ફરે છે.
ઘરે આવતા આહાન સૂઇ ગયો હોવાથી રમાબેને કહૃાું,
" આરુ તું આવાની હતી એટલે મેં તારો રૂમ કમ્પ્લેટ કરી દીધો છે.. તું શાંતિ થી સૂઈ શકે... એટલે "
આરુષિ આહાનને લઈ રૂમમાં આવી જાય છે..
અને આહાનને પલંગ પર સુવાડી દે છે.
અને એ પણ ચેન્જ કરીને આહાનની બાજુમાં સૂવે છે..
પણ ઊંઘ નથી આવતી..
એટલામાં તેના કર્બટ બહાર દરવાજા વચ્ચે કંઈક કપડું દેખાય છે. જે કદાચ બંધ કરતા આવી ગયું હશે.. ધ્યાનથી જુએ છે તો એક ચમકારો થયોને પલંગ પરથી ફટાફટ ઊભી થઈ જાય છે. અને કર્બટ ખોલે છે.. તેમાંથી થોડો સામાન નીચે પડી જાય છે.. ફ્રેન્ડસે આપેલા ગીફ્ટસ, અયાને આપેલા ગીફ્ટસ, કાર્ડસ ને, જાન્વી રિયા સાથે લીધેલી વસ્તુઓને એવું બધું હતું. અને તે કપડુ એ જ દુપટ્ટો હોય છે જે અયાન એ ડ્રેસ ગીફ્ટ કર્યો હતો.
એટલામાં રમાબેન આવે છે....
" શું થયું બેટા..? કંઈક પડવાનો અવાજ આવ્યો એટલે જોવા માટે આવી..."
" કંઈ નહીં મમ્મી એ તો...." આરુષિ
રમાબેન સામાન જોઈને વચ્ચે જ બોલી પડે છે.
રૂમ સાફ કર્યો પણ આ કર્બટ તો રહી જ ગયું હતું.. ઘરનાં કામકાજમાં સમય જ ના મળ્યો.. એટલે બધું સામાન એમજ ભરી દીધું હતું.
"અરે મમ્મી તું સૂઇ જા.. હું કરી દઉં છું...આમ પણ મને ઊંઘ નથી આવતી." આરુષિ
રમાબેન જતાં રહે છે. અને આરુષિ દરવાજો બંધ કરી દે છે.
બધુ સરખું કરીને અને એક એક સામાન મૂકવા માંડે છે..
ત્યાં એક ટેડી બેર પર નજર જાય છે.. અને એને નિકીતા એ કીધેલી વાત યાદ આવે છે..

‌. * * * * *

" હેલો આરુષિ..."
"હા.. તમે કોણ બોલો..? " આરુષિ
"નિકીતા બોલું છું"
"અરે નિકીતા... તું.. સોરી ફોનમાં અવાજ ના ઓળખાયો.. બોલ ક્યાં છે.. તું કોલેજમાં નથી આવતી બે દિવસથી.. !?"
આરુષિ
"ઈટ્સ ઓકે.. હું મારા ઘરે આવી છું.. બિમાર હતી સો રજા લીધી છે થોડા દિવસ માટે." નિકીતા
"ઓહ.. કેવું છે હવે..? " આરુષિ
"બસ હવે આરામ છે.. આરુષિ મારે તને એક વાત કહેવી છે.. બટ પ્લિઝ ધ્યાનથી સાંભળી ને કંઈ પણ ડીસિઝન લેજે.. અને પ્લિઝ તું જમવાનું બંધ ના કરતી.. એ પ્રોમિસ કર. મને ખબર છે.. તું દુ:ખી હોય તો એવું કરે છે."
"પણ શું વાત છે.. તું કેમ આવું બોલે છે..!?" આરુષિ
"પહેલા પ્રોમિસ કર..." નિકીતા
"હા પ્રોમિસ બસ... " આરુષિ
"તું ટીનાને ઓળખે છે...? " નિકીતા
"હા, અયાને મને તેના વિશે જણાવ્યું હતું...પણ હવે કોઈ કોન્ટેક્ટ નથી." આરુષિ
"હમમ. એ મારી દીદીની ફ્રેન્ડ છે.. એ મારી દીદી સાથે અયાન વિશે વાત કરતી હતી તો મેં દીદીને પૂછ્યું.. એ કેવી રીતે ઓળખે છે..તો મારી દીદીએ કહ્યું કે ટીના અને અયાન બંને એકબીજાને પસંદ કરે છે. અને આ નવરાત્રિ દરમિયાન તેઓ મળ્યા પણ હતા. તો તે વિશે મને કહેતી હતી."
આરુષિના ધબકારા વધી જાય છે.... ગભરામણમાં પૂછે છે, " " પણ એ કંઈ રીતે બને અયાન છેલ્લા સાત આઠ મહિનાથી મારી સાથે વાત કરે છે."
"હા.. એટલે જ કહું છું પ્લિઝ તું એક વખત અયાન સાથે શાંતિથી વાત કર.. કંઈક કન્ફ્યુઝન હોય... એ બંને પહેલા વાત કરતા હતા તો કદાચ દીદીએ કીધું હોય ‌.‌ પણ તું ક્લિયર કરી દે જે . અને ટેન્શન ના કરીશ.."
"ઓકે.. "આરુષિ
આરુષિ બાલ્કનીના ઝૂલામાં સૂનમૂન ક્યાંય સુધી બેસી રહે છે..
એને કંઈ પણ સમજાયું નહીં..

આરુષિના ફોન પર રીંગ વાગે છે.. પણ ધ્યાન નથી આપતી.. બે ત્રણ વાર વાગ્યા પછી રીસિવ કરે છે.
"આરુ શું કરે છે..? " અયાન
"કંઈ નહીં..." એમ કહી ફોન કટ કરી દે છે..
અજીબ બિહેવિયર જોઈને અયાનને નવાઇ લાગી.. પણ કામ હોવાથી બીજા કામમાં પરોવાઈ જાય છે.
આરુષિ વિચારે છે અયાન આવું ખરેખર કરી શકે..
શું પૂછું એને..
એટલામાં ફરી રીંગ વાગે છે..યેશાનો ફોન હોય છે..
અને આરુષિને કોઈ ટેકો આપનાર મળી ગયું જાણે...
ફોન રીસિવ કરીને રડવા જ માંડે છે....
યેશા અચાનક આરુષિને રડતાં સાંભળી ચિંતામાં આવી જાય છે..
"શું થયું આરુ...કેમ રડે છે...? આમ અચાનક.. બધું ઠીક છે ને..!?" યેશા
આરુષિ રડતાં રડતાં બોલે છે..
"કંઈ જ ઠીક નથી યેશા.." ડુસકાં ભરે છે...
"તું બોલીશ..કે શું થયું... રડવાનું બંધ કર... પહેલા.." યેશા
અને આરુષિ નિકીતા વાળી બધી જ વાત કરે છે...
યેશા ગુસ્સે થઈ જાય છે .. આવેશમાં આવીને બોલવા માંડે છે.
"બધું મારા લીધે થાય છે.. અયાન જોડે મારે વાત જ નહોતી કરાવવી જોઈતી.. તું આટલી દુ:ખી થાય છે આજ. બધું તને કહી દીધું હોત તો.. " ભાન થતા અટકી જાય છે.
"શું......? તું શું કહી રહી છે.. કંઈ બધી વાત... પ્લીઝ બોલને.. તને મારા સમ છે..." આરુષિ
અને યેશા શરતવાળી બધી વાતો આરુષિને કહી દે છે.

" આરુ સોરી... પણ બની શકે તે બંને મળ્યા હોય. તું પૂછ અયાનને.. મને થયું અયાન શરત અને ટીનાને પાછળ છોડીને તને પ્રેમ કરે છે એટલે તને કંઈ નાં જણાવ્યું.."
" ઓકે " કહી આરુષિ ફોન મૂકી દે છે.
યેશાની વાતથી સિચ્યુએશન વધારે કોમ્પ્લિકેટેડ થઈ જાય છે.. આરુષિને તો જાણે અચાનક વાવાઝોડું આવે અને બધું લઈને જતું રહ્યું હોય એમ લાગે છે..
અયાન એક શરત જીતવા આવું કરી શકે...!?
આરુષિ રૂમમાં જ દરવાજો બંધ કરી વિચારોમાં બેસી રહે છે.. રમાબેનને બહાનું કરી ડીસ્ટર્બ કરવા ના કહે છે.
અને ફોન અયાનનાં કૉલ્સથી રીંગ વાગી વાગીને બંધ થઈ જાય છે..
અને આખી રાત રડી રડીને પછી.. થાકીને ઊંઘી જાય છે...


આરુષિ શું નિર્ણય કરશે?
ક્રમશઃ