Wafa or Bewafa - 14 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 14







બીજા દિવસે સવારે વહેલા ઊઠીને ફટાફટ તૈયાર થઇને નીકળી જાય છે..
"આરુ, નાસ્તો તૈયાર છે.." આરુષિ ને ઉતાવળથી જતાં જોઈને રમાબેન બોલે છે..
"ના મમ્મી...લેટ થાય છે.." કહી સપાટાબંધ નીકળી જાય છે.
રમાબેન ને નવાઈ લાગી.. આરુને નાસ્તો કર્યા વગર ના ચાલે.. આજે શું થયું..
આરુષિ સીધી અયાન નાં ફ્લેટ પર પહોંચે છે.
મેઘા દરવાજો ખોલે છે..
"શું વાત છે આજે સવાર સવારમાં ભાઈ યાદ આવી ગયા.."
"અયાન ક્યાં છે.." સીધો સવાલ જ પૂછે છે.
"અંદર, હજી ઊંઘે છે." મેઘા
આરુષિ ને આમ જોઈ તેને અંદાજ આવી જાય છે કંઈ થયું છે. અને આરુષિ ની આંખો પણ રડીને સૂઝેલી દેખાતી હતી..
" હું જાઉં છું સ્કૂલ માં" આટલું બોલીને તે નીકળી જાય છે.

આરુષિ અંદર બેડરૂમમાં જાય છે..
અયાન ને ઊંઘતા જોઈ ગુસ્સામાં બાજુ માં રાખેલ ગ્લાસ ભરેલું પાણી જોર થી મોઢા પર નાંખે છે.‌
અચાનક પાણી પડવાથી અયાન હાંફળોફાંફળો થઈ બેસી જાય છે.
આરુષિ ને જુએ છે..
"આર યુ મેડ... આરુષિ એમનેમ પણ ઉઠાડી શક્તી હતી.."
"હા હું જ પાગલ છું એટલે જ તું મને ઉલ્લું બનાવે છે.."
મોટેથી ગુસ્સામાં બોલે છે.. આરુષિ ને આટલી ગુસ્સામાં જોઈ અવાક થઈ જાય છે.
"શું થયું આરુ... ધીમે થી બોલ મેઘા શું વિચારશે.." અયાન
"મેઘા નથી.." આરુષિ
"હા.. પણ આપણે શાંતિથી વાત કરી શકીએ..આરુ" અયાન હાથ પકડી ને બેસાડે છે.
પણ આરુષિનો ગુસ્સો તો આસમાને હતો..
હાથ જોરથી મૂકાવીને બોલે છે.
"શાંતિ..! કેવી રીતે શાંતિ રાખું અયાન ... જ્યારે તું મારી લાઈફ સાથે રમી રહ્યો છે.."

"પહેલા તું બેસ મારી પાસે...તું આવું કેવી રીતે બોલી શકે.. આરુ. મારા થી શું ભૂલ થઈ ગઈ... સીધેસીધું કહીશ મને કે શું થયું.‌ " એમ કહી આરુષિ ને થોડી શાંત પાડે છે.

"પહેલા એમ કહે કે હું જે કંઈ પણ પૂછું એનો સાચો જવાબ આપીશ. જુઠ્ઠું બોલીશ હું તારા થી હંમેશા માટે અલગ થઈ જઈશ."આરુષિ

"હા બોલ તારે જે પૂછવું હોય એ પૂછ.. પણ આમ અલગ થવાની વાત ના કરીશ.." અયાન
"તું હજુ પણ ટીના સાથે વાત કરે છે? સાચું બોલ" આરુષિ

"ના આરુ તને કોણે કહ્યું કે હું તેની સાથે વાત કરું છું" અયાન
સિરીયસલી... તો તું નવરાત્રિમાં ટીના સાથે શું કરતો હતો."
"તને આવું કોણે કહ્યું... " અયાન

"અયાન ...મેટર એ નથી કરતું એ કોણે કહ્યું... મેટર એ છે તે સાચું છે કે નહીં.."અયાન

"હા, પણ ... પુરી વાત... " અયાન ને વચ્ચે અટકાવી આરુષિ ગુસ્સે થઈ બોલે છે.

"બસ.... અયાન ...મારી લાઈફ ની મોટી ભૂલ થઈ ગઈ. તે મને શરત જીતવા માટે પ્રેમ કર્યો અને હું જ બેવકુફ હતી કે તને અનહદ પ્રેમ કરી બેઠી. "

"આરુ.... પ્લીઝ મારી પૂરી વાત સાંભળ... હા મેં શરત જીતવા માટે તને પ્રપોઝ કર્યો હતો. પછી હું તને પ્રેમ કરવા લાગ્યો હતો..આરુ એટલે તને કંઈ નહીં કીધું. અને હજુ પણ એટલો જ પ્રેમ કરું છું.. બહુ જ..."અયાન

"મારે કંઈ પણ નથી સાંભળવું..હવે મને તારી એક પણ વાત પર વિશ્વાસ નથી." આંખોમાં ચોધાર આંસુઓ સાથે
આરુષિ જવા માટે ઊભી થઈ જાય છે.
અયાન તેનો હાથ પકડી ને રોકે છે..
"પ્લીઝ આરુ...રીયલી લવ યુ..." અયાન
પણ આરુષિ કંઈ પણ બોલ્યા વગર જતી રહે છે.




અયાન નાં ફ્લેટ પર થી નીકળી ને આરુષિ કૉલેજ જતી રહે છે..
હેલો.. જાન્વી ક્યાં છે તું..? " કૉલેજ બહાર ઊભા રહીને જાન્વી ને ફોન કરે છે.
"લાઈબ્રેરી જાઉં છું મારે એક બુક ની જરૂર છે." જાન્વી
"ના.પહેલા બહાર આવ." આરુષિ
"વધારે વાર નહીં લાગે.. પાંચ મિનિટ આરુ..કૅન્ટીન માં મળી એ,ભૂખ પણ લાગી છે."
"તું આવે છે કે નહીં.. નહીં તો હું જાઉં." આરુષિ થોડી ગુસ્સામાં બોલે છે..
"અરે.... શું થયું તને..વેઈટ આ‌ આવી" જાન્વી
થોડીક ક્ષણો માં જ જાન્વી આવી જાય છે.
"શું થયું તને..કેમ મુડ ઑફ છે...?" જાન્વી
આરુષિ સ્કુટી પર બેસીને બોલે છે..
"ચલ.. બેસી જા.."
"ક્યાં જવાનું છે આપણે.." જાન્વી
આરુષિ કંઈ પણ બોલ્યા વગર જાન્વી સામે જુએ છે.
એટલે જાન્વી સમજી ને બેસી જાય છે..
રસ્તા માં પણ એક બે વાર પૂછે છે.. પણ આરુષિ કંઈ જ જવાબ નથી આપતી..
થોડીક વારમાં રીવરફ્રન્ટ પર પહોંચી ને સ્કુટી ઊભી રાખી દે છે.. અને તેનો ફોન રણક્યો.. એટલે તે કાઢી ને સ્વિચ ઓફ કરી મુકી દે છે.
બહુ ઓછાં લોકો દેખાય છે..
સ્કુટી પર થી ઉતરતાં ફરી જાન્વી બોલે છે..
"આરુ બોલીશ હવે..‌ હું તને ક્યારની કંઈક પુંછું છું.તારા ફોન પર પણ ક્યારની રીંગ વાગે છે."

આરુષિ ઉતરી ને તરત જ ગળે વળગી પડે છે.. અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી જાય છે.
"હેય.... આરુ.. કેમ રડે છે.. અયાન જોડે કંઈ થયું.."
આરુષિ વધારે રડવાનું ચાલુ કરી દે છે..
"ઓકે ઓકે રડી લે.. તારી ઈચ્છા હોય એટલું.. "
થોડીવાર પછી આરુષિ શાંત પડી જાય છે.. અને
એક બાજુ જઈને બેસી જાય છે.
જાન્વી પણ બાજુમાં જઈને બેસી જાય છે.

"જાનુ મારાથી લાઈફની બહુ મોટી ભૂલ થઈ ગઈ..
" આરુષિ તેની ચૂપકીદી તોડે છે.
અને જે થયું એ બધું જ વિગતવાર કહે છે..

"હમમ.. અયાન ની ભૂલ તો છે.. તારી વાત સો ટકા.. સાચી...
પણ આરુ તને એવું નથી લાગતું કે તારે એક વાર અયાન ની પૂરી વાત સાંભળવી જોઈએ.." જાન્વી

"હવે બચ્યું શું છે અમારી વચ્ચે.. તો સાંભળું, એને જે કર્યું એ હું ક્યારેય નહીં ભૂલી શકું... એકવાર કહેતો... થોડું દુ:ખ થાત.. પણ હું સમજી લેત.. પણ હવે આટલે સુધી પહોંચીને બીજું કોઈ એ વાત કહે..એ મારા માટે અસહ્ય છે..." આરુષિ

"હા.. અયાને કહી દીધું હોત તો આજે આવી પરિસ્થિતિના હોત.. પણ આરુ તું રહી શકીશ અયાન વગર..." જાન્વી
"ખબર નહીં... " એમ કહેતા જ આરુષિ ની આંખો માં અશ્રુધારા વહેવા લાગી...

"પ્લીઝ આરુ... રડીશ નહીં. રડવાથી કંઈ પણ સોલ્યુશન નહીં આવે.‌ આઈ નો તને બહુ જ દુઃખ થયું છે.. તારી ફીલિંગ્સ સમજી શકું છું.. પણ તને એક જ સજેશન છે કે એક વાર તેની પૂરી વાત સાંભળજે.. પછી તને યોગ્ય લાગે તેમ. હું તો છું જ તારી સાથે.. એની ટાઈમ.. રેડી ફોર યુ.." જાન્વી
"ઓકે.. હું વિચારીશ.." આરુષિ

"આરુ ..જઈશું... હવે બહુ ટાઈમ થઇ ગયો છે. " જાન્વી
" યુ કેન લીવ.. હું થોડી વાર બેસીશ .." આરુષિ
"આર યુ સ્યોર આરુ...સાંજ થવા આવી છે. હું બેસી શકું છું.. તારી જોડે.. તું કહે ત્યાં સુધી.." જાન્વી
"ના. ના.. જાનુ.. ડોન્ટ માઈન્ડ.. મારે એકલા રહેવું છે. થોડીવાર.‌" આરુષિ
"ઓકે.. ટેક કેર.. બાય " જાન્વી



સાંજના લહેરાતા પવનમાં આરુષિ ત્યાં ઊભા રહીને પાણીમાં એક એક પત્થર નાંખતી હોય છે.. અને અચાનક કંઈક યાદ આવતા તે બેગમાં થી ડાયરી કાઢે છે. જેમાં તે તેના બેસ્ટ મુમેન્ટ ફોટોગ્રાફ ચોંટાડી ને ડેકોરેટ કરતી..પણ આજ પહેલી વાર તે કંઈક લખે છે....



તારો એ સ્નેહ
મીઠી યાદ બનીને રહી ગયો.
તારો એ અહેસાસ
વહેતા પવનમાં વહી ગયો.
શું ખરેખર તું પ્રેમી હતો કે
પ્રેમ નો નકાબ પહેરીને રમી ગયો...


ક્રમશઃ