Wafa or Bewafa - 15 books and stories free download online pdf in Gujarati

વફા કે બેવફા - 15




" આવી ગઈ આરુ બહું લેટ થઇ ગયું આજે.." અજેશભાઈ સોફા પર બેઠા ચા પીતા હતા અને આરુષિ ને જોઈ બોલે છે.
" હા પ્રોજેક્ટ નું કામ હતું તો જાન્વીના ઘરે હતા. " આટલું બોલી રૂમ માં જતી રહે છે.
અજેશભાઈ મુંઝવણમાં બોલે છે." રમા.. આરુને કંઈ ટેન્શન છે.. આજકાલ ગુમસુમ રહે છે.."
"એવું કંઈ નથી.આ પ્રોજેક્ટ ને બધું અને એક્ઝામ પણ આવે છે.. એટલે એમાં પડી છે.. એટલે તમને એવું લાગે છે." રમાબેન
અજેશભાઈ નું મન માનતું નથી પણ આગળ કંઈ બોલ્યા વગર ચા પીવા માંડે છે.

આરુષિ રૂમ માં જઈ ફોન ચાલુ કરે છે.. અયાન નાં ચાલીશ મિસ્ડ કૉલ્સ હોય છે. પણ આરુ જોઈને ચાર્જ કરવા મૂકી દે છે.અને ફ્રેસ થવા જતી રહે છે.

આગળ ના દિવસની ઊંઘ, થાક અને તણાવને કારણે આરુષિ બેડમાં લંબાવતા જ ઊંઘી ગઈ.. રાત્રે આરુષિ
ડીનર કરવા નીચે ન આવતા રમાબેન રૂમ માં લઇ ને આવે છે.
જુએ છે તો આરુ શાંતિ થી ઊંઘતી હોય છે.

હળવે થી માથા માં હાથ ફેરવીને બોલે છે.‌
"આરુ જમવાનું લાવી છું...."
આરુષિ અડધી ઊંઘ માં જ ના પાડે છે." ના મમ્મી ઊંઘવા દે."
"બેટા.. ખાલી પેટે જંગ ના લડાય.. સાંભળ્યું છે... ને.. ચલ જલ્દી ઊઠ હવે.." રમાબેન હાથ ખેંચી ઊભી કરી દે છે.
આરુષિ માંડ માંડ થોડું જમે છે.
અને રમાબેન જાય છે..
આરુષિ ઊભી થઈને મોબાઈલ ચેક કરે છે..
દસ મિસ્ડ કૉલ્સ.. અયાન નાં હોય છે.
જાન્વીની વાત યાદ આવે છે. અને વિચારે છે. એકવાર તો વાત કરવી જોઈએ..
અને અયાન ને ફોન લાગે છે. પણ આતો કિસ્મત પણ કોઈકવાર ખેલ કરી જાય છે.. એનો ફોન વેઈટીંગમા આવે છે.
અને જખમ પર મીઠું પડ્યું હોય એમ આરુષિ નો ગુસ્સો તો જાણે સાતમા આસમાને પહોંચી ગયો.
અને એ પણ પૂછવાનુ જરૂરી ના લાગ્યું કે સામે કોનો ફોન છે.
અને ડીસાઈડ કરી લે છે કે હવે ક્યારેય અયાન સાથે વાત નહીં કરે.

અને અયાન ફોન પર ફોન કરે છે.. પણ આરુષિ સાયલન્ટ કરી ફોન બાજુ માં મૂકી દે છે. અને આરુષિ સૂવા માટે પ્રયત્ન કરે છે. પણ ઊંઘ નથી આવતી.
અયાન વિના જીવવાની એણે કલ્પના જ નહોતી કરી. અને આજ અયાન વગર એક એક પળ પણ એક દિવસ બરાબર લાગતી.
દિલનોએ દર્દ કંઈ રીતે સહન કરવો એ જ સમજાતું નહોતું.
અને પડખાં બદલવામાં આખી રાત વીતી જાય છે.

આ બાજુ અયાન ને સમજાતું નથી કે તે આરુ‌ષિને કેવી રીતે સમજાવે. અયાન ની પણ એ જ હાલત હતી જે
આરુષિ ની હતી. રાત દિવસ બસ એ જ પ્રયત્ન કરે છે. કે
આરુષિ જોડે વાત થાય.
આમ ને આમ બે દિવસ, ત્રણ દિવસ, એક અઠવાડિયું વીતી જાય છે. પણ એ જ સ્થિતિ રહે છે. અયાન જાન્વી, રીયા ,કુહુ બધાની હેલ્પ લે છે. પણ આરુષિ એ તો ના જ ‌પાડી દીધું હતું કે મારી સામે અયાન ની વાત જ ના ‌કરવી.
અયાનની ધીરજ ખૂટી જાય છે. અયાનને થાય છે કે હવે
મેસેજીસ, કૉલ્સ થી વાત બનવાની નથી.


એક દિવસ આરુષિ કૉલેજ પહોંચે છે. તો જાન્વી રીયા સાથે અયાન પણ હોય છે.પણ આરુષિ તેમને અવોઇડ કરીને અંદર જવા માંડે છે. ત્યાં જ અયાન રોકે છે.

"પ્લીઝ આરુ, વાત કરવી છે તારી સાથે.." અયાન
"અયાન આ કૉલેજ છે. અહીં બધા ની વચ્ચે કોઈ નાટક ના જોઈએ." આરુષિ
" પણ આરુ તું એકવાર તો મારી વાત સાંભળ.. પછી હું ક્યારેય તારી સામે નહીં આવું." અયાન

આરુષિ કંઈ પણ જવાબ આપ્યા વગર અંદર જતી રહે છે. જાન્વી ઈશારો કરે છે.. હું વાત કરું છું..
અને રીયા અયાન પાસે આવે છે.

અયાન ચહેરો રડમસ થઇ જાય છે.પણ તે કન્ટ્રોલ કરી લે છે.
"ડોન્ટ વરી અયાન.. જાનુ ગઈ છે...આરુ હમણાં ગુસ્સામાં છે. એટલે.. એ જરૂર વાત કરશે તારી જોડે." રીયા
" આઈ હોપ સો..મારી ભૂલ છે મારે જ સુધારવી પડશે." અયાન

આરુષિ વૉશ રૂમમાં જઈને રડી પડે છે..
"આમ આંસુઓ પાડી ને શું મળશે આરુ..." જાન્વી વૉશરૂમ માં આવતા બોલે છે.
" પ્લીઝ જાનુ.. હવે તું પાછી ચાલુ પડી જઈશ." આરુષિ
" જો આરુ હું તારી લાઈફ નું ડીસીઝન ના લઈ શકું. પણ એક વખત વિચાર... કે અયાન તને પ્રેમ ના કરતો હોત.. તો તને આટલું કેમ મનાવે છે.બહાર હજુ પણ તારો વેઈટ કેમ કરે છે.. ભૂલ તો બધાં થી થાય.. મેટર એ છે એની ભૂલ એને રીયલાઈઝ થઈ ગઈ છે.. બાકી તારી ઈચ્છા.." આટલું
કહી જાન્વી ત્યાંથી નીકળી જાય છે.



જાન્વી ને એકલી આવતા જોઈ અયાન સમજી જાય છે.
અને ત્યાં થી નીકળી જાય છે.
અયાન જવા માટે બાઈક પર બેસે છે.. ત્યાં જ પાછળથી કોઈ આવી ને બેસી જાય છે. પાછળ ફરીને જોયું તો આરુષિ
હોય છે.અયાનના ચહેરા પર સ્મિત આવી જાય છે.

"ખુશ થવાની જરૂર નથી. તારી પાસે અડધો કલાક છે.. પછી હું નીકળી જઈશ. " આરુષિ.

"ઓકે.. "

અયાન અને આરુષિ ફ્લેટ પર પહોંચે છે. દેવાંશ અને સુહાની પણ ત્યાં આવી પહોંચ્યા હતાં.
" થેંક ગોડ તું માની તો ખરી આવવા માટે. નહીતર આ અયાન તો મારો જીવ ખાઈ ગયો હતો..તારી સાથે વાત કરાવવા માટે." દેવાંશ આરુષિ ને જોઈ બોલે છે..

"ભાઈ....." આરુષિ
" હવે અહીં જ વાતો કરશો કે ઉપર જઈશું... નહીતર આરુષિ તમારી બકવાસ સાંભળી અહીં થીં જ જતી રહેશે.." સુહાની એમ કહી હસે છે. ( દેવાંશ ની ગર્લ ફ્રેન્ડ)
" હા મેડમ... ચાલો..." દેવાંશ

બધાં બેસે છે....
" આરુષિ બોલ તારે જે કહેવું હોય.. તારો આ બિગ બ્રધર
બેઠો છે." દેવાંશ

આરુષિ એ હંમેશા દેવાંશ ને મોટો ભાઈ માન્યો હતો.. કંઈ પણ હોય તો દેવાંશ ને કહેતી... આજે પણ દેવાંશ તેની સાથ આપવા માટે તૈયાર હતો.
" કૉફી પીશો ને બધાં...." સુહાની
આરુષિ અને અયાન કંઈ બોલ્યા નહીં એટલે દેવાંશ કહે છે, " હા બધાં માટે લઈ આવ."

સુહાની કૉફી બનાવવા જાય છે.
"શું કહું ભાઈ.... તમને તો ખબર જ છે... બધું" રડમસ અવાજે આરુષિ બોલે છે.
"જો આરુ હું તને બિલકુલ રડતી જોવા નથી માંગતો..અયાન ની ભૂલ એણે સ્વીકારી લીધી છે. પણ હવે માફી પણ માગે છે.. તો તું માફ કરી દે પ્લીઝ. હા એણે શરૂઆત ખોટી રીતે કરી હતી. પણ તું એકવાર એનાં ચહેરા સામે જો. શું તારા માટે પ્રેમ નથી દેખાતો?. આજે એક મહિના જેટલો સમય થયો પણ એક દિવસ પણ તને યાદ કર્યા વગર નથી કાઢ્યો. દિવસ રાત તારી સાથે વાત કરવા માટે તડપતા જોયો છે." દેવાંશ

"અચ્છા તો પેલી ટીના શું કરતી હતી અયાન જોડે.." આરુષિ
" અરે એ માત્ર મળી હતી.. થોડી વાતો થઈ હતી.. ધેટ્સ ઈટ....આરુ.. તને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે.. તું એક વાર પૂરી વાત સાંભળે તો ને.. " અયાન
" અને એ હું કેવી રીતે માની લઉં... અયાન.. તારાં ફોન વેઈટીંગ આવે છે.." આરુષિ
ગુસ્સામાં બોલે છે.

"આરુ... આરુ.. તું શાંત થઇ જા પહેલા..." દેવાંશ
" દેવાંશ હવે તું જ સમજાવ આને.." અયાન
" આરુ... એક વાર વિશ્વાસ કર.. એ સાચું કહે છે.. માત્ર વાત કરી ને જતી રહી હતી.. પ્લીઝ તારા બિગ બ્રો પર તો વિશ્વાસ છે ને.. અને એ દિવસ મારી વાત ચાલતી હતી અયાન જોડે... એટલે વેઈટીંગ માં હતો.. અને અયાન તું પ્રોમિસ કર.. હવે જે હશે એ આરુ ને પહેલાં જણાવીશ."

" પ્રોમિસ આરુ... તું કહે એમ... પ્લીઝ મને માફ કરી દે. મને બસ તારો જ સાથ જોઈએ.." અયાન

" કૉફી તૈયાર છે......" સુહાની કૉફી લઈને આવે છે.

"આરુ... અયાન... ચલ કૉફી પી લો.... અને ફરી એકવાર નવેસરથી શરૂઆત કરો તમારા લવ‌ લાઈફ ની.." દેવાંશ

બધાં કૉફી પીએ છે.
" અયાન હવે અમે નીકળી એ સુહાની ને ડ્રોપ પણ કરવાની છે.આરુ....તમે બંને વાત કરો ઓકે.. નો મોર કન્ફ્યુઝન.."

અને બંને જણા જતાં રહે છે.

અયાન આરુષિની બાજુમાં આવી બેસી જાય છે..
અને આંખો માં આંસુ સાથે બોલે છે.
"સૉરી આરુ .... રીયલી સોરી.... લવ યુ યાર ...આટલાં દિવસ કેવી રીતે કાઢ્યા તારા વિના... ખબર છે તને.."
આરુષિ ની આંખોમાંથી પટ પટ આંસુઓ વહેવા માંડે છે..
અને અયાન ને ભેટી પડે છે.. અને રડતાં રડતાં બોલે છે..
"હા તો મેં પણ તારા વિના કેવી રીતે દિવસ કાઢ્યા હશે.. તારા વિના એક મિનિટ પણ નથી જતી..."
" બસ...... હવે કંઈ પણ બોલીશ નહિ.." એમ કહી આંસુ લૂછી ને કપાળમાં પ્રેમભર્યું ચુંબન કરે છે.
" બસ હવે મારાં થી ક્યારેય અલગ થતી નહીં."


અને એ સ્નેહ મિલન બંને ને ક્યારેય જુદાં ન પાડે એવું હતું.
બંને એકબીજાને મન ભરીને ભેટી લે છે.. જાણે બંને વર્ષો પછી મળ્યાં હોય.. બંને ના આંસુઓમાં જાણે એમના વિરહની વેદના વહી રહી હતી... એક પણ શબ્દ બોલ્યાં વિના જાણે બંને ના દિલ એકબીજા સાથે વાત કરી રહ્યા હોય એમ લાગતું હતું.


ક્રમશઃ