Andaj books and stories free download online pdf in Gujarati

અંદાજ

*અંદાજ* લઘુકથા... ૨૪-૬-૨૦૨૦‌ બુધવાર...

અજય એક મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરતો હતો...
એક વર્ષથી જ ભણીગણીને નોકરી એ રહ્યો હતો અને જિંદગીમાં ખૂબ સપનાં સાકાર કરવા હતાં...
માતા પિતા ની ઇચ્છાઓ પૂર્ણ કરવી હતી...
એણે બે મહિના પહેલા જ પોતાના માટે બાઈક હપ્તેથી લીધું...
અચાનક આખાં વિશ્વમાં કોરોના મહામારી નો પ્રકોપ ફેલાઈ ગયો અને ભારતમાં પણ એનાં લીધે લોકડાઉન કરવામાં આવ્યું...
પોતાની બહેન શ્વેતા નાં લગ્ન ધામધૂમથી કરાવવાનાં હતાં મે મહિનામાં એ આ લોકડાઉન નાં લીધે કેન્સલ થયાં...
અજય ને પણ કોલેજમાં સાથે ભણતી રીમા સાથે પ્રેમ હતો એણે રીમા ને વચન આપ્યું હતું કે બહેન નાં લગ્ન પતે પછી આપણે લગ્ન કરીશું...
આમ અજય ને અંદાજ પણ નહોતો કે એને હજું જિંદગી જીવવા કેટલાં સમાધાન કરવાનાં છે...
લોકડાઉન ખુલ્યું અને ઓફિસ ચાલુ થઈ એટલે અજય ઓફિસ ગયો એને પગાર અડધો આપવામાં આવ્યો એણે શેઠ ને કહ્યું કે સરકાર શ્રી એ કહ્યું છે કે પગાર નહીં કાપવાનો અને મારે બાઈક નાં હપ્તા પણ ભરવાનાં છે તો મને પૂરો પગાર આપો એવી દલીલો કરી એટલે શેઠ કૌશલ ભાઈ એ રાજીનામા નાં કાગળ પર સહીં કરાવી લીધી કે હમણાં કંપની ખોટમાં જાય છે એટલે મારે સ્ટાફમાં માણસો ઓછા જ કરવાનાં છે આમ કહીને પૂરો પગાર આપીને નોકરીમાં થી છૂટો કરી દીધો...
અજય તો કાપો તો લોહી નાં નિકળે એવી હાલત થઈ ગઈ એને બિલકુલ અંદાજ નહોતો કે એ પૂરો પગાર માંગશે અને આમ નોકરી થી પણ હાથ ધોવા પડશે...
એ વિચારોમાં ઘરે આવ્યો અને મા નાં ખોળામાં માથું મૂકીને રડી પડ્યો...
માતા-પિતા એ આશ્વાસન આપ્યું...
એણે હવે ભાઈબંધ દોસ્તારો ને કહીને બીજી નોકરી માટે પ્રયત્ન ચાલુ કર્યા પણ આ મહામારીમાં બધાં જ નાનાં મોટાં ધંધામાં પણ મુશ્કેલી હોવાથી નોકરી મળી નહીં એ નિરાશ બન્યો...
રીમા એને હિમ્મત આપતી રહી...
ઓળખીતા ને કહ્યું કે કંઈ નાનું મોટું કામ પણ કશું ઠેકાણું નાં પડતાં અજયે શરમ છોડી ને ભાડાની લારી લઇને સોસાયટીમાં આદુ, લીંબુ વેચવા નિકળવા લાગયો ...
મોં પર માસ્ક હોય એટલે આમ પણ કોણ ઓળખવાનું હતું...
અજય રોજ અલગ-અલગ સોસાયટીમાં ફરવા લાગ્યો પણ જોઈએ એવું વેચાણ થતું નહીં અને ઉપરથી લારી લઈને ફરી ફરીને એને પગ પણ ખૂબ દુખી જતાં...
અજય એ દુઃખને પણ નજર અંદાજ કરતો પણ એક સવારે રીમા નો ફોન આવ્યો કે એનાં પિતાનાં ખાસ દોસ્ત સાથે એનાં ઘરનાએ નક્કી કર્યું છે હું તારી વાત કરું પણ કઈ રીતે કારણકે તારી પાસે નોકરી પણ નથી...
આ સમાચાર સાંભળીને અજય ફરી ટૂટી ગયો એણે રીમા સાથે જીવન જીવવા કેવાં કેવાં સપનાં સજાયા હતાં...
એ દુઃખી બનીને વિચારી રહ્યો કે આ કોરોના મહામારી એ મારાં જેવાં કેટલાંય યુવાનો નાં સપના તોડ્યા હશે આ કોરોના મહામારી માં તો આ સરળતાથી ચાલતી જિંદગી જાણે રહસ્યમય બની ગઈ છે નાં જાણે ફરી ક્યાંથી બીજું કોઈ નવું દુઃખ કે આફત આવે...
આવાં વિચારો માં એ લારી લઈને નિકળ્યો હતો અને મગજ પર સતત ટેન્શન અને સ્ટ્રેસ નાં લીધે ચક્કર ખાઈને પડ્યો એક સોસાયટીના નાકા પાસે...
આવતાં જતાં કોઈ ઉભાં રહ્યાં નહીં પણ સોસાયટીમાં રહેતા રાકેશભાઈ એ અજય ને આ રીતે પડેલો જોયો અને મોં પર પાણી છાંટ્યું...
અજય બેઠો થયો..
રાકેશભાઈ એ કહ્યું કે દવાખાને જવું છે અજય કહે નાં સારું છે...
તમારો આભાર..
રાકેશભાઈ કહે કંઈ મુશ્કેલી છે??? ભાઈ તું સારાં ઘરનો દેખાય છે ???
અને તારું નામ શું છે???
અજય કહે શું વાત કરું સાહેબ આ કોરોના એ તો અંદાજ પણ નહોતો એવાં રહસ્ય થી ભરપુર દુઃખો ભરી દીધાં છે જીવનમાં...
રાકેશભાઈ કહે કાશ હું મદદરૂપ બની શકત તો મને આનંદ થાત પણ ભાઈ આ કોરોના એ તો ભલભલા ની કમર તોડી નાખી છે મારું પણ લેથ નું કારખાનું બંધ કરવું પડ્યું છે પણ અજય...
પણ મારાં મોટાભાઈ નાં ધંધામાં હું જોડાઈ ગયો છું એમને પણ તકલીફ પડી છે પણ છતાંય હું એમને ફોન કરીને પુંછું???
આમ કહીને રાકેશભાઈ એ એમનાં મોટાભાઈ સુનીલ ભાઈ ને ફોન કર્યો અને અજય વિશે બધી વાત કરી...
સુનિલભાઈ એ બધી વાત સાંભળી અને કહ્યું કે તું એને સાથે લઈ ને આવ આપણે એને કામ પર રાખીશું પણ પગાર ઓછો મળશે...
રાકેશભાઈ એ અજય ને વાત કરી..
અજય તૈયાર થઈ ગયો અને રાકેશભાઈ નો બે હાથ જોડીને આભાર માન્યો...
અજય વિચારી રહ્યો કે આ જિંદગી કેટલી રહસ્યો થી ભરેલી છે કે અંદાજ નાં હોય એવી ઘટનાઓ ઘટે છે.....
ભાવના ભટ્ટ અમદાવાદ....