A bhaktani books and stories free download online pdf in Gujarati

એ ભક્તાણી

*એ ભક્તાણી*. ટૂંકીવાર્તા.. ૧-૭-૨૦૨૦. બૂધવાર...

આરતીને નાનપણથી જ ભક્તિ તરફ વધારે ઝુકાવ હતો અને એ જ ભક્તિ નો રંગ લઈને એ લગ્ન કરી સાસરે આવી...
લગ્ન ની પહેલી રાત વિતી અને સવારે એ એની આદત મુજબ પાંચ વાગ્યે ઉઠીને સ્નાન વિધિ પતાવીને ઘરના મંદિરમાં પરોઢ ની પ્રાર્થના કરવા બેઠી પિયરમાં તો કૃષ્ણ ભગવાન નું પૂજન કરતાં પણ અહીં માતાજીની પૂજા થતી હતી એણે મોટા અવાજે પ્રાર્થના કરી અને સ્તુતિ ગાઈ...
એ સાથે જ બેડરૂમમાં થી પંકજ બહાર આવ્યો અને લાલઘૂમ આંખો કાઢીને કહે આ શું માંડ્યું છે સવાર સવારમાં ..???
આરતી કહે પરોઢિયા ની પૂજા પ્રાર્થના કરું છું....!!!
આ રીતે સવાર સવારમાં બીજા ની ઉંઘ બગાડી ને પ્રાર્થના કરવાનો કોઈ ફાયદો છે ખરો??? ભક્તાણી કે એમ જ રાગડા તાણીને બધાને બતાવે‌ છે કે તું મહાન છે???
આરતી કહે નાં...
એવી કોઈ વાત નથી...
સવાર સવારમાં ભગવાન ને પ્રાર્થના કરીને ભજન સાંભળવાથી ચિત્ત પ્રસન્ન થઈ જાય છે એ હકીકત છે અને આ મારો વીસેક વર્ષનો અનુભવ છે...
પંકજ તેલ લેવા ગયો તારો અનુભવ આ તારાં રાગડા આલપવાના બંધ કર...
આરતી પણ મારાં પપ્પા કહેતાં હતાં કે પરોઢિયે પ્રાર્થના અને ભજન અને પૂજા પાઠ કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે...
ચૂપ.....
એકદમ ચૂપ..
તારી પોઝિટિવ એનર્જી ને મંદિર પૂરતી અને તારાં મનમાં જ રાખજે ભક્તાણી આપણાં બેડરૂમમાં લાવવાની જરૂર નથી...
પંકજ એકદમ જ ગુસ્સે થઈ બોલતો હતો..
સારું હતું કે સાસુ, સસરા, નણંદ , દિયરે આ અવાજ સાંભળ્યો નહોતો ...
આરતી એકદમ સેહમી ને પંકજ સામે જોયું અને પંકજ ગુસ્સામાં તારી સાથે લગ્ન કર્યા એ ભૂલ થઈ ભક્તાણી તું તો એકદમ દેશી ગમાર ગામડયણ છે લગ્ન પહેલાં ખબર હોત તો હું લગ્ન જ નાં કરત...
અને તારે પણ આવાં ભક્તિ નાં ચેનચાળા કરવા હતાં તો લગ્ન જ શું કામ કર્યા મીરાંબાઈ બનવું હતું ને...!!!
આરતી ડરતાં ડરતાં .. હું કાલથી અવાજ કર્યા વગર પરોઢ ની પ્રાર્થના પૂજા કરીશ...
પંકજ ... તારી આ પૂજા, પ્રાર્થના અને પોઝિટિવ એનર્જી ને શું ધોઈને પીવાની...
સાલી... ફ્રિજિડ વુમન !!!
આરતી સહેમી ગઈ...
પતિનાં શબ્દો કાનમાં લોખડ નું શીશુ બની ગૂંજી રહ્યા...
તારી આ ભક્તિ ની પોઝીટીવ એનર્જી શું કામની???
પલંગ પર જરૂર હોય એવી ઊર્જા તો તારામાં છે નહીં...
તો આ બીજી એનર્જી ની માંકણ નાં માંડ...
કાન ખોલીને સાંભળી લે કાલથી જો મને સહેજ પણ અવાજ આવ્યો તારી આ પરોઢ ની પ્રાર્થના નો તો ખેર નથી....
આરતી એ હા કહી...
ત્યાર પછી નિત્યક્રમ મુજબ રોજ આરતી પરોઢે પ્રાર્થના કરતી પણ મનમાં...
સમયની ગતિ એ આરતી પંકજ ને એક દિકરો જન્મ્યો..
એનું નામ અવિનાશ પાડ્યું...
અવિનાશ ભણીગણીને એની મનપસંદ છોકરી ગૂંજન સાથે લવ મેરેજ કર્યા...
આરતીએ હરખે હૈયાં એ આશિર્વાદ આપ્યા...
અચાનક આખાં વિશ્વમાં કોરોના મહામારી નો પ્રકોપ ફેલાઈ ગયો...
પંકજ ને ડર લાગતો કોરોના થી...
એક દિવસ પરોઢે પ્રાર્થના કરતી આરતી ને કહે‌ તું મોટેથી ગા મારે સાંભળવું છે અને પછી તો રોજ આરતી સાથે જ ઉઠીને ચાલીસા, સ્તુતિ ચોપડીમાં જોઈને વાંચવા લાગ્યો..
આરતી ભગવાન, માતાજી ને રોજ પ્રસાદ ધરાવતી હતી એ માટે આજે પંકજે હાથ લંબાવ્યો ...
આ જોઈ આરતી નાં મનમાં એક જ્વાળામુખી ભભૂકી ઉઠયો પણ એણે મનને સ્થિર કરી દિધું ...
આખી જિંદગી આ ભક્તિ ની ઉપેક્ષા જ સહન કરી હતી પણ..
શું ફાયદો આ લાવારસ બહાર કાઢીને???
ખાલી શાંત જીવનમાં સર્વનાશ જ નોતરવાનો...
આ લાવા ઓકવાનુ મૂરત તો લગ્ન નાં બીજા જ દિવસે જતું રહ્યું...
હવે આ બાવન વર્ષે કોઈ વાદ વિવાદમાં નથી પડવું ....
ગમે તેમ તોય સુખી સંસાર છે ...
શયનસુખ સિવાય પંકજ ની બીજી કોઈ ફરિયાદ નથી...
અને એ પતિ-પત્ની વચ્ચે એક અંગત ખૂણો અંગત જ રહ્યો છે...
એટલે ચૂપચાપ રહેવામાં મજા છે નાહક જે વાત અવિનાશ નથી જાણતો ‌એ ગૂંજન જાણે તો નાહક નીચું જોવું પડે એમ વિચારી ને આરતી એ પંકજ નાં હાથમાં પ્રસાદ મૂક્યો અને પંકજ આજે બેઠકરૂમમાં પરિવાર નાં સભ્યો સામે આરતી ની પરોઢે પ્રાર્થના, પૂજા, પાઠ અને ભક્તિ નાં વખાણ કરી રહ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ.....