Ek navi saruat books and stories free download online pdf in Gujarati

એક નવી શરૂઆત

*એક નવી શરૂઆત* ટૂંકીવાર્તા... ૨-૭-૨૦૨૦ ગુરૂવાર

આરામ ખુરશીમાં ગેલેરીમાં બેઠેલાં રાકેશભાઈ સંધ્યા સમય હતો ઘરમાં વાત ચાલતી હતી સાસુ વહુમાં..
લતા શું રસોઈ બનાવીશું વહું બેટા..
ખુશી કહે મમ્મી આજે થેપલા ને વઘારેલી ખીચડી બનાવું તો અથાણાં છૂંદા સાથે ખાઈ શકાય..
આ સાંભળીને
રાકેશભાઈ એ પોતાની પત્ની ને બૂમ પાડીને કહ્યું...
કે આજે ચણાનાં લોટ નાં પુલ્લા અને ગળ્યા પુલ્લા બનાવો..
ને રસોડામાં કામ કરતા લતા બેન ને એમની વહુ ખુશીએ કહ્યું.. મમ્મી... પુલ્લા હું બનાવીશ...
ત્યાં તો રાકેશભાઈ બોલ્યા...ના.. વહુબેટા..પુલ્લા તો મારી દિકરી મેઘા જ બનાવશે એનાં જેવા પુલ્લા કોઈ ને નહિ આવડે... એકદમ પાતળા અને જાળી વાળા...
પણ... પપ્પા...મને શીખવા તો દો....
રાકેશભાઈ બોલ્યા, વહુબેટા....
મેઘા જ્યારે પુલ્લા બનાવે ત્યારે એનો લાડ ભર્યો હુકમ મારી મા ની જેમ છૂટે અને કે પપ્પા ચલો દવા લઈ લો અને જો આ ગરમા ગરમ પુલ્લા આપું છું જોડે ફૂદીના, કોથમીર ની ચટણી છે અને ગરમા ગરમ આદુ વાળી ચા આમ એક પછી એક ઓર્ડર કરે અને ઝીણાં અવાજમાં ગીતો ગણગણતી જાય...
એ મેઘા નો ગીત. નો રણકાર અને મારી ઉપર હુકમ નો ધોધ... એમાં જ પુલ્લા નો સ્વાદ અને મીઠાશ એની દિલની ભાવનાઓ થી સ્વાદિષ્ટ બને છે....
એટલે પુલ્લા તો મેઘા જ બનાવશે...
અને એમણે મેઘા ને બૂમ પાડી...
મેઘા બેટા...
મેઘા રૂમમાં થી વાંચવાનું મૂકીને દોડતી આવી...
જી પપ્પા..
આજે પુલ્લા તારાં હાથ નાં ખાવાની ઈચ્છા છે બેટા..
સારું પપ્પા હમણાં બનાવી દઉં...
ને આ જોઈ લતાબેન મરક મરક હસી રહ્યા...
લગ્ન કરીને સાસરી માં પહેલી વાર લતા બહેન પાસે પુલ્લા બનવાનું કહ્યું...
ત્યારે જ રસિકભાઈ બોલ્યા હતા..લતા...
મારી મા જોડે શીખી લે જે...
પુલ્લા મારાં પ્રિય છે...
લતા બેન કહે સારું..
સાસુમા એ શિખવાડ્યું પણ સાસુમા જેવાં પુલ્લા થયાં નહિ પણ મેઘા સાસુમા જેવાં જ પુલ્લા બનાવતી જે રાકેશભાઈ ને ખુબ જ ભાવતાં...
આજે પણ ધરાઈ ને પુલ્લા ને ચા ખાઈ ને સૂતા હતા..
સવારે નિત્યક્રમ મુજબ બધાં ચા, નાસ્તો કરવા મળ્યા..
આશુતોષે કહ્યું પપ્પા આજે આ બેંકમાં ચેક નાંખવાનો છે..
રાકેશભાઈ કહે સારું બેટા...
આશુતોષ અને ખુશીએ દૂધ નાસ્તો કર્યો..
મેઘા, લતાબેન અને રાકેશભાઈ એ ચા નાસ્તો કર્યો..
મેઘા એ કહ્યું ભાઈ તું તારાં કલાસિસ પર જાય છે તો મને બસ સ્ટેન્ડ ઉતારી દે જેથી કોલેજ જવા બસ મળી જાય..
ખુશી, આશુતોષ અને મેઘા લતાબેન અને રાકેશભાઈ ને પગે લાગીને નિકળ્યા...
અને એ દિવસે મેઘા કોલેજ થી પાછી નાં આવી..
એની સાથે કોલેજમાં ભણતાં નિલય સાથે લવ મેરેજ કર્યા અને એ નિલય નાં ઘરે જતી રહી...
આ બાજુ બપોર થઈ તોય મેઘા ઘરે નાં આવી એટલે રાકેશભાઈ એ આશુતોષ અને ખુશીને ફોન કર્યો....
રાકેશભાઈ એ અને લતાબેને મેઘા ને ફોન કર્યો પણ બંધ આવતો હતો એટલે એ બંન્ને ની ચિંતા વધી ગઈ...
લતાબેને મેઘા ની જેટલી બહેનપણીઓ હતી અને જેનાં નંબર હતાં એને ફોન કર્યો પણ કોઈએ સંતોષકારક જવાબ ના આપ્યો..
આશુતોષ અને ખુશી મેઘા ની કોલેજમાં પહોંચ્યા અને બધાને પૂછપરછ કરતાં ખબર પડી કે નિલય અને મેઘા એ લગ્ન કરી લીધા છે...
મેઘા ની ખાસ દોસ્ત અનિતાને આશુતોષે પુછ્યું કે નિલય નું ઘર નું સરનામું ખબર છે???
અનિતાએ સરનામું આપ્યું...
આશુતોષ અને ખુશી નિલય નાં ઘરે ગયા..
મેઘા ભાઈ ને જોઈ ને દોડીને ભેટી પડી..
આશુતોષે પુછ્યું બેન આવું કરવાનું કારણ???
તેં મને કહ્યું હોત તો હું લગ્ન કરાવી આપત..
મેઘા કહે પપ્પા નાતના આગેવાન છે અને નિલય પરનાતનો તો પપ્પા હા પાડે જ નહીં એટલે મેં આ પગલું ભર્યું..
આશુતોષ કહે ચલ ઘરે મમ્મી, પપ્પા રાહ જોવે છે..
મેઘા પપ્પા બોલાવશે એટલે જરૂર આવીશ..
મેં પપ્પા નું દિલ દુભાય છે અને મને એમના ગુસ્સા નો ડર લાગે ‌છે...
આશુતોષ અને ખુશી ઘરે આવ્યા અને બધી વાત કરી આ સાંભળીને રાકેશભાઈ તો જાણે જડ જેવા બની ગયા.. એમની આંખ માંથી એક આસું પણ નીકળતું ન્હોતું....કોઈ બોલાવે તો બોલે.... આપે તે ખાઈ લે.....
ને આરામખુરશી માં બેસી રહેતા....એમની આંખો ઘરમાં કામ કરતી અને ચેહકતી, દોડતી મેઘા ને શોધતી...
વહુ દીકરો ખૂબ જ સમજુ હતા....ને ખુશી તો સસરાજી નું ખૂબ ધ્યાન રાખતી....
આશુતોષે ડોકટર ને પૂછ્યું...ડોકટરે કહ્યું એમને રડાવો...જો અંદર અંદર ઘુંટાશે તો વધુ તકલીફ થશે...
ને ખુશી . જેણે ક્યારેય શોખથી ગીતો નહોતાં ગાયા.. એ ખાલી મોબાઈલ માંજ સાંભળતી એ પણ કોકવાર...
ખુશીએ કોથમીર ની ચટણી બનાવી અને મેઘા ની જેમ પુલ્લા નો લોટ પલાળયો ... અને તાલ લઈ ને ઠપ ઠપ અવાજ કરી ગીત ગણગણતા પુલ્લા કરવા માંડી... સાથે એક દીકરી ની લાગણી નો અવાજ રણકતો હતો મેઘાની જેમ...
ને આરામખુરશી માં બેઠેલા રસિકભાઈ ની આંખો ચકળવકળ થઈ રસોડા તરફ ફરી...ધીમે થી ઉભા થયાને રસોડા માં જઈ વહુ ને માથે હાથ ફેરવીને દડદડ આસું એ રડી પડ્યા...એક ડૂમો બાઝેલો એ છૂટી ગયો...ને ખુશી પણ પપ્પા.. કહી ને સસરા ને ભેટી પડી...
રાકેશભાઈ બોલ્યા, મેઘા..
..તું તો નિર્મોહી હતી..મને અને આ ઘરને છોડી ને જતી રહી..પણ..તારી પરછાઈ મૂકતી ગયી.....
ખુશીબેટા...પુલ્લા સાથે આદૂવાળી મસ્ત કડક ચા પણ બનાવજો...ને ખુશી.. હા.. પપ્પા.કહેતી..હરખ ના આસું લૂછી રહી...
રાકેશભાઈ અને લતાબેન ખુશીને આશિર્વાદ આપી રહ્યા..
રાકેશભાઈ એ ઘણાં દિવસે‌ ધરાઈને ખાધું એટલે એમણે ખુશી ને કહ્યું કે બોલ બેટા શું ઈનામ આપું???
પપ્પા આપવું જ હોય તો એક નવી શરૂઆત કરો..
બધું ભૂલીને મેઘા બહેન અને નિલય કુમાર ને અપનાવી લો...
થોડીવાર વિચાર કર્યા પછી રાકેશભાઈ એ મેઘા ને ફોન કર્યો અને હેલ્લો બોલવાની જગ્યાએ બન્ને પક્ષે ડૂસકાં સંભળાયા..
દોડીને ખુશી એ ફોન લઈને મેઘા ને સજોડે ઘરે આવવાનું આમંત્રણ આપ્યું...
થોડીવારમાં જ મેઘા અને નિલય આવ્યા..
અને એક રૂઢિચુસ્ત માન્યતા ટૂટી ને એક નવી શરૂઆત થઈ....
ભાવના ભટ્ટ અમદાવાદ....