Avyu velama books and stories free download online pdf in Gujarati

આવ્યું વેલમાં

*આવ્યું વેલામાં* લઘુકથા... ૪-૭-૨૦૨૦. શનિવાર....

અચાનક ગામડાંમાં રેહતા ઊર્મિલા બા ની તબિયત બગડતાં ગામવાળા એ પ્રકાશ ને ફોન કર્યો એની તો બિલકુલ ઈચ્છા નહોતી મા ને શહેરમાં લાવવાની પણ શિતલ જીદ લઈને બેઠી કે મા ને લઈ આવો ગામડેથી અહીં દવા કરાવીશું અને થોડો હવાફેર થશે તો સારું થઈ જશે અને મા ને આપણા સિવાય બીજું છે પણ કોણ???
લોકલાજે અને શિતલ ની જીદ નાં લીધે ....
પ્રકાશ ગામડે જઈને મા ને લઈ આવ્યો...
ઊર્મિલા બા ને ડોક્ટર ને બતાવ્યું અને દવા ચાલુ કરી...
ડોક્ટરે કહ્યું કે ઉંમર નાં લીધે છે બાકી કોઈ બીજી બિમારી નથી...
શિતલ લાગણીથી મા નું ધ્યાન રાખતી.. અને સેવા ચાકરી કરતી...
ઊર્મિલા બા આવ્યા અને પ્રકાશ ને ફોન પર વાત કરતાં સાંભળીને એ સમજી ગયાં કે દાળમાં કંઈક કાળું છે...
પ્રકાશ ની નાનકડી દિકરી હતી ઝંખના એને ઊર્મિલા બા જોડે વધુ ફાવતું હતું..
આખો દિવસ બા સાથે બેસીને વાર્તા સાભળતી અને બા સાથે રમત રમતી...
ગૌરીવ્રત આવ્યું એટલે ઝંખના એ આજુબાજુ રહેતી એની ઉંમર ની છોકરીઓ ગૌરીવ્રત ની તૈયારી કરતી હતી અને વાતો કરતી હતી એ સાંભળીને ઝંખના ને પણ ગૌરીવ્રત કરવું હતું એટલે એણે શિતલને વાત કરી...
આ સાંભળીને ઊર્મિલા બા બોલ્યા લાડલી ઝંખું આ ગૌરીવ્રત કરવાથી કશો ફાયદો થાય???
ઝંખના એની નાની આંખોથી ટગર ટગર જોઈ રહી બા સામે...
ઊર્મિલા બા કહે વહું બેટા તમેય ગૌરીવ્રત કર્યું હશેને???
શિતલ હા મા... તો તમે દિલ પર હાથ રાખીને કહો બેટા કે તમને ગૌરીવ્રત થી પતિ સારો મળ્યો???
શિતલ ચૂપ રહી..
ઊર્મિલા બા હું આવી છું ત્યારથી જોઉં છું કે પ્રકાશ ફોન પર કોઈ બીજી જોડે હસી-હસીને વાતો કરે છે અને હું આવી છું પણ એક પણ દિવસ ઘરે વહેલો નથી આવ્યો અને આવીને પણ ફોન એક મિનિટ રેઢો નથી મૂકતો...
મારી નજરમાં બધું આવી ગયું છે તો વહુ બેટા તમે જાણો છો???
શિતલ નીચું માથું રાખીને હા મા..
તોયે સહન કરો છો???
પણ હું ક્યાં જઉ...???
હું નોકરી કરતી નથી અને બીજું કે મારાં લગ્ન પછી મારાં માતા-પિતા મૃત્યુ પામ્યા અને ભાઈઓ સંબંધ નથી રાખતાં મા... અને એટલું ભણેલી નથી કે મારાં પગ પર ઉભી રહી શકું એટલે મા ....
હું જાણીને ચૂપચાપ સહન કરું છું..
ઊર્મિલા બા... શિતલ ને બાથમાં લઈને બેટા ચિંતા ના કરો હું બેઠી છું...
બેટા આ તો " વેલામાં આવ્યું છે "..
પ્રકાશ નાં બાપુ પણ ગામની ચંચળ જોડે જોડાયેલા હતાં પણ મારાં માતા-પિતા ની શીખામણ હતી કે સુખ મળે કે દુઃખ... જીવવુ મરવું તો સાસરે એટલે બેટા મેં પણ ચૂપચાપ સહન કર્યું અને એનાં બાપનાં અવગુણો દિકરામાં પૂરા ઉતર્યા છે....
એમ કહીને આંખો લૂછી બા એ..
અને બોલ્યા...
મેં પણ ગૌરીવ્રત કર્યું હતું અને તમે પણ બેટા પણ શું ફાયદો થયો???
હવે તો ગૌરીવ્રત કરતાં ભણીગણીને પોતાના પગ પર ઉભા રહેતા શીખવાડવું જેથી દુઃખી નાં થાય..
માટે આપણી આ નાનકડી ઝંખુ ને આ ગૌરીવ્રત નાં કરાવશો...
એને સમજાવો...
ભલે એ ગોર મા ની પૂજા કરે મેંહદી મૂકે પણ ઉપવાસ નાં કરાવશો...
એનાં કરતાં એને ખુબ ભણાવો ગણાવો...
ડોક્ટર કે કલેકટર કે મોટી શિક્ષીકા બને એવું ભણે તો એને છોકરો શોધવો નહીં પડે છોકરાઓ એની પ્રગતિ અને હોંશિયારી જોઈને શોધતાં આવશે એટલે એ આપણી દિકરી ની કદર કરશે...
શિતલ કહે આપની વાત એકદમ સાચી છે મા...
હું ઝંખના ને સમજાવી દઈશ અને એવું જ કરીશું...
ગૌરીવ્રત એ તો સતયુગમાં ફળતા હતાં અત્યારે તો કળિયુગ છે એટલે સમય પ્રમાણે શીખવું પડે....
બાકી ગૌરીવ્રત કર્યું એટલે સારો વર મળશે એવું વિચારવું મૂર્ખામી ભર્યું છે...
ભાવના ભટ્ટ અમદાવાદ.....