Aatmiy huf in Gujarati Classic Stories by Bhavna Bhatt books and stories PDF | આત્મીય હૂંફ

Featured Books
  • Book Blueprint by IMTB

    કોઈપણ BOOK લખવા માટે જરૂરી બધાં પાસાંઆઈડિયા થી લઈને વાચકમાં...

  • એકાંત - 91

    "આપણાં છુટાછેડા થઈ જાય પછી હું બીજાં મેરેજ કરું કે ના કરું પ...

  • સ્નેહ ની ઝલક - 13

    શહેરની ભીડમાં ઘણી વાર માણસ સૌથી વધુ એકલો હોય છે. રસ્તાઓ પર લ...

  • THE GAME CHANGER - 1

    THE GAME CHANGERSHAKUNI: A TALE OF UNTOLD REVENGEઅધ્યાય ૧: ગ...

  • સથવારો

    રેશમી આંગળીઓનો સથવારોલેખિકા Mansi Desai Desai Mansi Shastri ...

Categories
Share

આત્મીય હૂંફ

*આત્મીય હૂંફ* ટૂંકીવાર્તા... ૧૫-૭-૨૦૨૦. બુધવાર...

અંબાલાલ બાપા અને શાન્તા બા બન્ને એકલાં અટૂલા એક નાનાં ગામડાંમાં રેહતા હતાં...
બહું જ ભલા ભોળા માણસો ...
પોતાના કામ થી કામ રાખે પણ જો કોઈ ને તકલીફ હોય તો દોડીને ઉભાં રહે અને મદદરૂપ બને એવાં ભલા માણસો...
અંબાલાલ બાપા અને શાન્તા બા ને એક જ સંતાન હતું દિકરી કોકીલા...
એ પણ લગ્ન નાં તેર વર્ષે આવ્યું હતું...
સ્વાભાવિક છે કે માતા-પિતા ને પોતાનું સંતાન ખુબ જ વહાલું હોય જ...
કોકીલા પણ ખૂબ જ સમજદાર અને લાગણીશીલ હતી એને પિતા સાથે ભાવનાત્મક જોડાણ વધુ હતું...
ગામની માધ્યમિક શાળામાં ભણાવી અને ઘરકામ શીખવાડી એને કાબેલ અને હોશિયાર બનાવી ...
કોકીલા વાતે વાતે પિતાની મદદ લેતી અને બહાનાં શોધી ને જોડે વધું રેહતી અને પિતાનાં દોડી દોડીને કામકાજ કરતી...
આમ કરતાં ...
કોકીલા વીસ વર્ષની થઈ અને નાતના એક છોકરાં ભગીરથ જોડે લગ્ન કર્યા...
પરણીને સાસરે આવી અને ભગીરથ અને એનાં ઘરનાં ની મારઝૂડ ચાલુ થઈ ગઈ કે ભિખારી મા બાપ ની દિકરી દહેજ માં કશું લાવી નહીં...
તારાં મા બાપને એક ની એક છો તો દહેજ વધારે આવશે એ સમજીને તો લગ્ન કર્યા હતાં...
પહેલે પગફેરે એ પિયર આવી એણે પિતાને રડતાં રડતાં બધીજ વાત કરી...
આ સાંભળીને અંબાલાલે એમની એક જમીન નો ટુકડો વેચી દીધો અને રૂપિયા આપી ને દિકરી ને સાસરે વળાવી...
પણ આ સુખ લાંબુ નાં ચાલ્યું...
દહેજના લાલચુઓ ની માંગણીઓ રોજબરોજ વધતી જ ચાલી અને કોકીલા ને મારઝૂડ કરતાં આમ કોકીલા દુઃખ સેહતી રેહતી પણ પિતા પાસે માંગણી કરવા નાં જતી...
અંબાલાલ ને કાને વાત આવી એટલે એમણે બીજી જમીનનો ટુકડો વેચી દીધો અને રૂપિયા લઈને એ ગામનાં એક મોભી ને લઈને આપવા ગયાં સાથે શાન્તા બા પણ હતાં...
દિકરીને ગામમાં પહોંચ્યા ત્યાં જ એક બે જણાં એ કહ્યું કે અંબાલાલ બાપા આ કસાઈ વાડેથી દિકરી ને જીવતી જોવી હોય તો છોડાવીને લઈ જાવ...
તમે શું જોઈને આવાં કસાઈવાડે દિકરી ને પરણાવી અમે જો છોડાવવા જઈએ તો અમારી ઉપર આરોપ મૂકે છે...
આ તો રોજ નું છે અમારાથી પણ નથી જોવાતું આવું
આવું સાંભળીને બાપાની આંખોમાં અશ્રુ આવી ગયા અને દિકરી ને ઘરે ગયા તો જોયું તો બધાં ભેગાં થઈ ને કોકીલા ને ઢોર માર મારતાં હતાં...
આ જોઈને બાપા અને ગામના મોભી દોડ્યા અને કોકીલા ને છોડાવી...
કોકીલા બોલી આવી ગયા બાપુ પણ હવે બહું મોડું થઈ ગયું કહીને બાપાને ભેટી પડી..
બાપાએ એની પીઠ પર હાથ ફેરવ્યો અને માથે હાથ ફેરવ્યો અને બોલ્યા ચાલ બેટા આપણે ઘરે હવે અહીં આવાં કસાઈ વચ્ચે નથી રેહવુ...
કોકીલા એ જવાબ નાં આપ્યો બાપાએ કોકીલા ને ઝંઝોળી તો કોકીલા નું માથું ઢળી પડ્યું અને બાપા આ જોઈ ને ચિત્તભ્રમ થઈ ગયાં...
શાન્ત બા એ બાપાને સંભાળી લીધાં અને આત્મીય હૂંફ આપી ઘરે લાવ્યા ...
કોકીલા ની અંતિમ ક્રિયા તો ત્યાં જ પતાવી દીધી ...
પણ રોજ સવાર પડે એટલે બાપા બા ને કહે ચલો કોકીના ઘરે જઈએ એટલે બા એમને પકડી ને ફળિયામાં લીમડાના ઝાડ નીચે ખાટલામાં બેસાડે એટલે બાપા કહે કોકી કેમ નથી આવતી ઘરની બહાર એટલે બા એમને કહે એ તો મા બનવાની છે તો તમારાં થી શરમાય છે આમ કહીને પટાવીને સમજાવીને ઘરમાં લાવે અને પછી શાન્તા બા એકલાં એકલાં આંખમાં આવેલા આંસુ ને પાલવથી લૂછી લે અને ભગવાન નું નામ લઈને બાપાને આત્મીય હૂંફ આપવા ફરી મનને મક્કમ કરે.
અને બાપાને આત્મીય હૂંફ આપી રોજ જીવન જીવતાં શીખવાડે....
ભાવના ભટ્ટ અમદાવાદ...