Lagni sabhar kalji books and stories free download online pdf in Gujarati

લાગણી સભર કાળજી

*લાગણી સભર કાળજી* ટૂંકીવાર્તા... ૧૮-૭-૨૦૨૦ શુક્રવાર..

અચાનક બે દિવસથી ભારતી ને કાનમાં દુખાવો થતો હતો અને માથું ખુબ ભારે ભારે લાગતું હતું એણે ઘરગથ્થુ ઉપચાર કર્યા પણ ફેર પડ્યો નહીં એટલે એણે સવારે પંકજને વાત કરી કાનમાં અને માથામાં બહું દુઃખે છે એટલે ફેમિલી ડોક્ટરને બતાવા જવા નિકળ્યા સવારે દશ વાગ્યે પૂનિત નગર...
પંકજ સ્કૂટર પર ભારતી ને દવાખાને લઈ ગયો..
ડોક્ટરે તપાસીને કહ્યું કે શરદી ભરાઈ ગઈ છે એટલે ત્રણ ટાઈમ ની દવા આપી અને એ લોકો દવા લઈને નિકળ્યા અને થોડેક જ આગળ ગયા અને આગળ રીક્ષા એ બ્રેક મારી પાછળ એક સ્કૂટર વાળા એ બ્રેક મારી એટલે પંકજે પણ સ્કૂટરને બ્રેક મારી પણ સ્કૂટર સ્લીપ થઇ ગયું એટલે પંકજ અને ભારતી ઉછળીને રોડ પર પડ્યા..
એ તો માતાજી ની કૃપા કે પાછળ કોઈ મોટું સાધન આવતું નહોતું...
પંકજ ને માથું અથડાયું રોડ પર અને હાથ,પગે છોલાઈ ગયું.
જ્યારે ભારતી ઉછળીને પડી એટલે એને કમરથી નીચેનો ભાગમાં ખુબ જ વાગ્યું અને માથું અથડાતાં તમ્મર આવી ગયા અને જમણાં હાથની કોણી છોલાઈ ગઈ અને મોબાઈલ હાથમાં થી ઉછળી ને રોડ પર પડયો...
આજુબાજુના બધાં દોડી આવ્યા..
પંકજ ને બે-ત્રણ જણાં એ બેઠો કર્યો..
એક બહેને ભારતી ને બેઠાં કરવાં કોશિશ કરી પણ ભારતીથી બેઠાં જ ન થવાયું..
એ બહેન નાં પતિદેવ આવ્યા એમણે મદદ કરી ભારતી ને બેઠી કરીને એક દૂકાનના ઓટલા પર બેસાડી...
એ બહેન કહે ઘરે જાણ કરવી છે???
ભારતીએ પોતાના દિકરા અનમોલ ને ફોન કર્યો એ બહેને વાત કરી અને સરનામું આપ્યું..
અનમોલ હાંફળો ફાંફળો આવ્યો અને ફરીથી એ જ એમનાં ફેમિલી ડોક્ટર હિરેનભાઈ પાસે લઈ ગયો..
અનમોલે પણ ઉતાવળ માં ખુશીને કશી જાણ કરી નહી...
હિરેનભાઈ એ પેહલા ભારતી ને તપાસીને એક ઇન્જેક્શન આપ્યું અને દવા આપી ત્રણ દિવસ ટોટલી બેડરેસ્ટ રેહવા કહ્યું..
ગરમ પાણીનો શેક અને દુઃખાવો મટાડવાની ટ્યુબ લગાડવા કહ્યું ભારતીને...
પછી પંકજને તપાસીને દવા, અને ઇન્જેક્શન આપ્યું..
ભારતીને કમરથી નીચે ગાદીમાં અસહ્ય દુખાવો થતો હોવાથી એ રડતી હોય છે એટલે ડોક્ટર હિરેનભાઈ એમની ગાડીમાં જ ભારતીને એનાં ઘરે ઉતારી આવ્યા..
ઘરમાં ખુશી એકલી જ હતી..
ખુશી અનમોલ ની પત્ની..
ભારતીની પુત્રવધૂ..
હિરેનભાઈ કહે એમને આરામ કરાવજે દશ દિવસ...
ખુશી વિચારી રહી કે મમ્મી ને કાનમાં દુખતું હતું તો એવું શું થયું???
ત્યાં ધીમે ધીમે ભારતી અંદર આવી અને ખુશી ને ભેટીને રડી પડી અને કહેવા લાગી કે તારાં પપ્પાએ સ્કૂટર પરથી ઉછાળીને પાડી મને બહું વાગ્યું છે..
ખુશી પણ ભારતીને ભેટીને રડી પડી...
પછી
ખુશી ભારતીને પકડીને રૂમમાં લઈ ગઈ અને કપડાં બદલવા કહ્યું પછી એણે પાણી આપ્યું ભારતીને અને સરસો નું તેલ લગાવી આપ્યું લાગણી સભર કાળજી થી પછી ઇન્જેક્શન પર બરફ ઘસી આપ્યો..
ભારતી દુખાવો થતો હોવાથી રડતી હતી એટલે ખુશી પણ ઢીલી થઈ ગઈ એણે ભારતીને સૂવડાવી ને રસોઈ કરી અને પછી અનમોલ અને ખુશીએ કાળજી થી ભારતી ને બેઠી કરીને જમાડી અને દવા ગળાવી અને અનમોલે હાથ ધોયાં મમ્મી નાં તો ખુશી એ હાથ મોં નેપકીન થી લૂછ્યા..
પછી અનમોલે મુખવાસ ખવડાવ્યો અને ખુશી ભારતીને પકડીને બેડરૂમમાં લઈ ગઈ અને ભારતીને કાળજી થી સૂવાડી દીધી...
આમ સતત લાગણી સભર કાળજી થી ભારતીને ઘણી રાહત થઇ ગઈ.
આમ પારિવારિક લાગીણી ભીનાં સંબંધ થી ભારતી ઝડપથી હરતી ફરતી થઈ ગઈ...
આમ પોતાના પરિવારજનો ની લાગણી સભર કાળજી અને હૂંફ થી ભારતી ઝડપથી સારું થયું નહીંતર ભારતીને પહેલેથી જ કમરમાં મણકા નો પ્રોબ્લેમ હતો અને ઓપરેશન માં થી બચી હતી....
ભાવના ભટ્ટ અમદાવાદ....
⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️⚜️