Chakravyuh - The dark side of crime (Part-4) books and stories free download online pdf in Gujarati

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-4)


ચક્રવ્યૂહ - The dark side of crime (Part-4)

" હા તો અમે આને પોલીસ સ્ટેશન લઈ જઈએ છીએ." વિનયને પોતાની સાથે લઈ જતાં દવેએ વ્રજેશભાઈ ને ઉદ્દેશીને કહ્યું. પછી તેઓ ગાડીમાં બેસી પોલિસ સ્ટેશન તરફ જવા નીકળે છે. પોલીસ સ્ટેશને પહોંચી ગાડીમાંથી ઉતરી તેઓ અંદર જાય છે, દવે તેમની ચેર પર બેસી વિનય ને સામે બેસવા કહે છે અને શંભુ ને કહીને ત્રણ કપ ચા મંગાવે છે.
" હા તો વિનય કાલે બપોરે તું ક્યાં હતો?" દવેએ વિનય ની સામે જોતાં જ સૌપ્રથમ સવાલ કર્યો.
" સર હું...હું ઘરે હતો." દવે નો સવાલ સાંભળી ગભરાઈ ગયેલાં વિનયે અચકાતાં દવેને જવાબ આપ્યો વિનયના કપાળે થી પરસેવો વછૂટી રહ્યો હતો.
" લે પરસેવો લુછ ,ગરમી બહુ પડે છે નહીં!" દવે એ વિનયને રૂમાલ આપતાં કહ્યું દવેનાં અવાજમાં કટાક્ષ હતો. " તારે અને કામિનીને કેવા સંબંધ હતાં મતલબ કે ફ્રેન્ડસ કે પછી ગર્લફ્રેન્ડ?" દવેએ વિનયને પૂછ્યું વિનય અત્યારે ખૂબ ડરી રહ્યો હતો એટલામાં ચા વાળો ચા લઈને આવે છે દવે અને વિનયને ચા આપીને તે નીકળે છે.
" સર અમે બંને બેસ્ટ ફ્રેન્ડ હતાં." વિનયે દવે ને જવાબ આપતાં કહ્યું.
" તો તું એને દિવસમાં પાંચ થી સાત વખત કોલ કેમ કરતો હતો? અને એ પણ કલાક કલાક સુધી વાત ચાલતી? સાલુ જબરુ કેવાય હો શંભુ મને તો ક્યારેય આવી બેસ્ટ ફ્રેન્ડ મળી નહોતી." વિનય ની વાત સાંભળી દવેએ શંભુ ને હસતાં હસતાં કહ્યું અને કામિની કોલ ડીટેલ વિનય સામે મૂકી.
" હું તને ચુ** લાગું છું, મારાં કપાળ પર ચો* લખેલું છે. હું તને પ્રેમથી પૂછું છું તો સીધો જવાબ નથી અપાતો. મને લાગે છે કે તને હવે મારી રીતે પૂછપરછ કરવી પડશે." વિનયની વાતથી ગુસ્સે થતાં પોતાના હાથ ટેબલ પર પછાડી ઊભાં થતાં દવે બોલ્યાં અને શર્ટ ની બાંયો ચડાવવા લાગ્યાં. દવે ની આ હરકત જોઈ વિનય સાવ ગભરાઈ ગયો અને દવેના પગે લાગતાં બોલ્યો.
" સર હું બધું જ કહીશ જે તમે પૂછશો, પ્લીઝ મને ના મારશો." દવે પાછાં તેમની ખુરશી પર જઈને બેસ્યા અને ચાનો કપ ગટગટાવી ગયાં.
" હા તો બતાવ તારો અને કામિનીનો શું સંબંધ હતો?" ચાનો કપ નીચે મુકતાં દવેએ વિનયને પૂછ્યું
" સર કામિની અને હું એકબીજાને ખુબ જ પ્રેમ કરતાં હતાં." વિનયે દવેને જવાબ આપતાં કહ્યું.
" એણે તને કોઈ એવી વાત કરેલી જેનાથી તેને ખતરો હોય? " દવે એ પાણી પી ને ગ્લાસ ટેબલ પર મુકતાં વિનયને પૂછ્યું.
" ના સર એવું તો કંઈ જ નહોતું તે એકદમ સિમ્પલ છોકરી હતી પણ છેલ્લા કેટલાક દિવસથી એ કંઈક ટેન્શનમાં હતી મેં ઘણી વાર એને પૂછવાનો પ્રયત્ન કર્યો પણ એ મને કંઈ જણાવવા તૈયાર નહોતી." દવે ને જવાબ આપતાં વિનય બોલ્યો.
" તને કોઈના પર શક?"
" ના સર."
" તું કાલે ક્યાં હતો? અને તું તારા મિત્રોનો કોલ રીસીવ કેમ નહોતો કરતો? અને આજે કોલેજ કેમ નહોતો ગયો?" વિનયની નજીક જઈ તેની ખુરશી પર પગ મૂકી ટેબલ પર બેસી વિનય ના ખભા પર હાથ મુકતાં દવેએ વિનયને સવાલ કર્યો.
" સર મેં કીધું ને હું ઘરે હતો થોડી તબિયત ખરાબ હતી." વિનયે ધ્રુજતા ધ્રુજતા દવે ને જવાબ આપ્યો. અત્યારે કંઈ ખાસ માહિતી દવે પાસે ન હોવાથી તે વિનય ને ઘરે જવા માટે જણાવે છે.
" શંભુ આ ચા નો કપ ફોરેન્સિક લેબ લઈ લે આ ફિંગર પ્રિન્ટ જરૂર આપણાં કામમાં આવશે." વિનય નાં ગયાં પછી વિનયે પીધેલ ચાનો કપ શંભુને આપતાં દવે બોલ્યાં. બપોરે જમીને દવે અને શંભુ વિનય દ્વારા પીવાયેલ ચા નો કપ લઈને ફોરેન્સિક લેબ તરફ જવા માટે નીકળે છે. લેબ તેમની ચોકીથી 5 કિલોમીટરની દૂરી પર હોય છે, તેમને લગભગ ત્યાં જતા 10 થી 15 મિનિટનો સમય લાગે છે. 15 મિનિટ પછી તેઓ લેબ પહોંચી જાય છે. લેબ 3 માળની હોય છે બહારથી જોતાં જ લાગે કે જાણે તે વિદેશની કોઈ ફોરેન્સિક લેબ હોય.
ગેટ ખોલી શંભુ ગાડી અંદર લઇ ગાડી પાર્કિંગમાં પાર્ક કરે છે અને બંને નીચે ઉતરી અંદર જાય છે. લેબ જેટલી બહારથી અદ્યતન લાગતી હતી એટલી પણ અંદરથી હતી. અંદર વિવિધ ડિપાર્ટમેન્ટ પાડવામાં આવ્યાં હતાં જેથી કોઈ પણ કાર્યમાં સહેલાઈ રહે એને કાર્ય વધુ ઝડપી બને. લેબમાં વિવિધ નવીન ટેકનોલોજી વાળાં મશીનો અને સ્કેનર હતાં, દવે અને શંભુ ને જોઈને વિધાન તેમની પાસે આવે છે.
" બોલો દવે હું આપની શું સેવા કરી શકું?" તેમની નજીક જતાં વિધાને દવે ને પૂછ્યું.
" અરે વિધાન બસ આ કપ પરથી આ ફિંગર પ્રિન્ટ લઈ અને મેં આપેલા સબૂતો અને મોબાઈલ પરના ફિંગર પ્રિન્ટ સાથે મેચ કરવાના છે." દવે શંભુ પાસેથી પ્લાસ્ટિકની બેગમાં માં મુકેલ ચા નો કપ લઈ વિધાનને આપતાં કહ્યું.
" સ્યોર દવે, આવ ને અંદર ઓફિસમાં બેસ તારા માટે લસ્સી મંગાવુ." વિધાને ચા નો કપ લઈને એમનાં આસિસ્ટન્ટ ને આપી દવેને તેમની કેબીન તરફ લઈ જતાં બોલ્યો.
" આવો બેસો." ઓફિસમાં પહોંચી ખુરશી તરફ ઈશારો કરતાં વિધાન બોલ્યાં.
" યાર વિધાન મને જલદી જ બધાં રિપોર્ટ જોઈએ છે, અને હા પોસ્ટમોર્ટમ થઈ ગયું એનો રિપોર્ટ આવી ગયો? અને બીજી કોઈ માહિતી મળી?" દવેએ ચેર પર બેસતાં વિધાનને સવાલ કર્યા.
" દવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. મૃતક ને કોઈએ પહેલાં સળીયો અથવા કોઈ ભારે વસ્તુ દ્વારા શરીર પર પ્રહાર કર્યા છે અને છેલ્લે ધારદાર ચક્કા વડે તેનાં ગળાની નસ કાપીને તેનું મર્ડર કરી નાખ્યું." વિધાને દવે ને રિપોર્ટ બતાવતાં કહ્યું. દવે એ વિધાન પાસેથી રિપોર્ટ લઈ ચેક કરવાં લાગ્યાં.
" લાશ પરથી બીજું કંઈ જાણવાં મળ્યું? "
" કંઈ ખાસ નહીં દવે! સિવાય એક બે જખ્મો તે લગભગ એકથી બે મહિના જૂનાં છે." દવે ની વાત નો જવાબ આપતાં વિધાન બોલ્યો. એટલામાં એક પટાવાળો લસ્સી લઈને આવ્યો. પછી ત્રણેય લસ્સી પીને લાશ રાખી હોય છે ત્યાં જાય છે.
" આ રહ્યા નિશાન!" લાશ જોડે લઈ જઈ વિધાને દવેને જખ્મો નાં નિશાન બતાવતાં કહ્યું. દવે લાશને ધ્યાનથી જોઈ રહ્યો હતો લાશ જોઇ તેઓ ફરી પાછા વિધાનની કેબિનમાં જાય છે.
" વિધાન પેલા ફિંગર પ્રિન્ટ નું જલ્દી કરે તો મને થોડી રાહત થાય." દવેએ વિધાનને વિનયના ફિંગર પ્રિન્ટ અને મેચ કરવાની વાત કરતાં કહ્યું. દવે ની વાત સાંભળી વિધાન ફોન લગાવવા જતાં હતાં કે તેમનાં ફોનની રીંગ વાગી.
" હા બોલ પ્રકાશ! શું વાત કરે છે? હમણાં જ ત્યાં આવીએ છીએ." ફોન રિસિવ કરતાં આશ્ચર્ય સાથે વિધાન બોલ્યાં દવે ને તેમની સાથે આવવા માટે જણાવે છે.
" શું થયું વિધાન?" કેબિનની બહાર નીકળતાં દવે એ વિધાન ને પૂછ્યું. એટલામાં દવે ના ફોનની રીંગ વાગી, ફોન કંટ્રોલરૂમ માંથી હતો. " હા બોલ સતીષ." ફોન રિસીવ કરતાં દવે બોલ્યાં.
" સર એ નંબર ની લોકેશન ટ્રેસ થઈ ગઈ છે તેની કાલ સવારથી બપોર સુધી ની લોકેશન સેક્ટર 16 ની બતાવે છે." સામે છેડેથી જવાબ આપતાં સતિષ બોલ્યો. સતીશ ની વાત સાંભળી દવે ખુશ થઈ ગયો.
" હવે ક્યાં જઈશ વિનય! બસ હવે તારા ફિંગર પ્રિન્ટ મેચ થઈ જાય પછી તને કોઈ જ નહીં બચાવી શકે." ફોન મૂકતાં જ દવે પોતાની સાથે વાત કરતાં બોલ્યો. અને વિધાન ની સાથે ચાલવા લાગ્યાં.

To be continued...........

મિત્રો આપને મારી સ્ટોરી પસંદ આવી હોય તો રેટિંગ આપજો અને આપને કેવી લાગી રહી છે એ કોમેન્ટ પણ કરજો આપનો અભિપ્રાય આપ મને whatsapp પણ કરી શકો છો
Mo:-7405647805
આ સિવાય આપ મારી અન્ય વાર્તા "પ્રતિશોધ" અને "મહેલ" પણ વાંચી શકો છો.
Share

NEW REALESED